પ્રિય સર્જનહાર,
રાસ રસીલો રચ્યો તમે પ્રેમભર્યો સંસાર
હું રસિક, પ્રેમથી માણું; હૈયું કહે આભાર!
પ્રતિ-પ્રક્રિયામાં છલકતો જાય- અદ્ભૂત અલૌકિક પ્રેમ,
હું કેમ કરી દર્શાવું મારો, તમારા પ્રત્યેનો પ્રેમ!
પ્રભાતે તમારું સ્મરણ કરતાં-કરતાં
કરું બગીચે સૈર,
લીલુંછમ સૌન્દર્ય માણતા
થાય તમથી પ્રેમ.
રંગરંગીલાં પંખીઓના આવે ટોળાંટોળ,
મધુર કેકારવ સાંભળી, મારું મન કરે કિલ્લોલ.
આપની સુંદર ભેટ માણી, મારી પલ-પલ બને અણમોલ,
મીઠી તીવ્ર યાદ સંગાથે, સદૈવ ચાહતી રહીશ લોલ!
આપ તો છો ફૂલોના પ્રેમી, હું છું તેની ‘ ફોરમ ‘
કેમ કરી વ્યક્ત કરું મારું તમારા પ્રત્યેનું મનોરમ!
– ફોરમ શાહ