ભાજપે 36 ઉમેદવારોના નામની બીજી યાદી કરી જાહેર

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે શનિવારે સાંજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિના સચિવ જે પી નડ્ડાએ 36 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી, અગાઉ 70 ઉમેદવારોના નામ જાહેર ચુક્યા છે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં કોંગ્રેસ કરતાં ભાજપ આગળ નિકળી ગયું છે.વટવામાં પ્રદિપસિંહ જાડેજા, નરોડામાં બલરામ ખુબચંદ થાવાણી, ટંકારાથી રાધવજીભાઈ ગડારા અને ધોરાજી બેઠક પરથી હરીભાઈ પટેલ ચૂંટણી લડશે. દાહોદમાં કનૈયાલાલ બજુભાઈ કિશોરી, સુરત પૂર્વમાં અરવિંદભાઈ શાંતિલાલ રાણા અને ઉના બેઠક પરથી હરીભાઈ સોલંકીને ટિકિટ મળી છે. આમ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ભાજપના 106 નામની યાદી જાહેર થઈ ચુકી છે.

બીજી યાદીમાં કુલ 36 ઉમેદવારોના નામ
ભૂજ –        ડો.નિમાબેન આચાર્ય
ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
દાંતા –      માલજીભાઈ કોદવરી
કાંકરેજ –    કિર્તીસિંહ વાઘેલા
પ્રાંતિજ –    ગજેન્દ્રસિંહ પરમાર
વટવા –    પ્રદીપસિંહ જાડેજા
નિકોલ –   જગદીશભાઈ પંચાલ
નરોડા –   બલરામ થાવાણી
જમાલપુર-ખાડીયા – ભુષણભાઈ ભટ્ટ
ચોટીલા –  જીણાભાઈ નાજાભાઈ ડેડવારી
ટંકારા –   રાઘવજીભાઈ ગડારા
વાંકાનેર – જીતુભાઈ કાંતિભાઈ સોમાણી
ગોંડલ –   ગીતાબા જયરાજસિંહ જાડેજા
ધોરાજી –   હરીભાઈ પટેલ
કાલાવડ –  મુલજીભાઈ ડાયાભાઈ ધૈયાડા
પોરબંદર – બાબુભાઈ બોખીરિયા
કુતિયાણા – લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા
માણાવદર – નીતિનભાઈ વાલજીભાઈ ફળદુ
ઉના –     હરીભાઈ બોઘાભાઈ સોલંકી
લાઠી –    ગોપાલભાઈ વસ્તરપરા
ખંભાત –  મયુરભાઈ રાવલ
આંકલાવ – હંસાકુંવરબા રાજ
માતર –   કેસરીસિંહ સોલંકી
સંતરામપુર – કુબેરસિંહ ડિડોર
મોરબા હડફ – વિક્રમસિંહ રામસિંહ ડિંડોર
ફતેપુરા –  રમેશભાઈ ભુરાભાઈ કટારા
ઝાલોદ – મહેશભાઈ સોમજીભાઈ ભુરીયા
દાહોદ –   કનૈયાલાલ બચુભાઈ કિશોરી
ગરબાડા – મહેન્દ્રભાઈ ભાભોર
સંખેડા –   અભેસિંહ મોતીસિંહ તડવી
ડભોઈ –    શૈલેશભાઈ મહેતા
માંડવી –   પ્રવિણભાઈ ચૌધરી
સુરત પૂર્વ – અરવિંદભાઈ શાંતિલાલ રાણા
ગણદેવી –  નરેશભાઈ મગનભાઈ પટેલ
ધરમપુર –  અરવિંદભાઈ પટેલ
કપરાડા –  માધુભાઈ બાપુભાઈ રાઉત