શિયાળો આવે એટલે દરેકને કસરત, યોગા કે પછી જીમમાં જઈને વર્કઆઉટ કરવાનું યાદ આવી જાય. ગરમીમાં ચાલવા જવાનું પણ ટાળતાં પુરૂષો આ ઠંડી ઋતુમાં હોંશે હોંશે કસરત કરે છે. એમાંય, જીમ તો પહેલું યાદ આવી જાય! જો કે, દરરોજની ભાગદોડમાં ખાવાનું ટાળતાં પુરૂષોએ શિયાળામાં તો આ બાબત પર ધ્યાન આપવું જ જોઈએ!
શિયાળો એક એવી ઋતુ છે, જેમાં ખોરાક સરળતાથી પચી જાય છે, એટલે ભૂખ પણ બહુ લાગે. શરીર માટે કસરતની સાથે સાથે પોષણનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની જાય છે. કારણ કે, ખાલી પેટે કસરત કરવી યોગ્ય નથી. તમે રાત્રે જમ્યાના 10-12 કલાકના અંતર બાદ સવારે ખાલી પેટે સીધા કસરત કરો તો, એક તો એનર્જી શરીરમાં નથી રહેતી. ઉપરાંત, વર્કઆઉટ કરતાં સ્નાયુના બારીક ટીશ્યુ તૂટવાનો ભય રહેલો છે.
કસરત શરૂ કરતાં પહેલાં શરીરને એનર્જી મળી રહે તેવી વસ્તુ આરોગવી જોઈએ. જેમ કે,
બદામ
તમે રાત્રે પાણીમાં પલાળેલી 4-5 બદામ સવારે ખાઈ શકો છો. કેમ કે, બદામમાં પ્રોટીન, મેંગેનિસ તેમજ ઝીંક જેવા તત્વો મળે છે. જે એનર્જી બક્ષે છે. તો પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પણ વધારે છે.
કાજુ
કાજુમાં કુદરતી એમિનો એસિડ હોય છે, જે નાઈટ્રિક ઓક્સાઈડનું લેવલ વધારીને શક્તિ પ્રદાન કરે છે. એમાં વિટામિન, મિનરલ્સ પણ ઘણાં હોય છે, જેનાથી મસલ્સ મજબૂત થાય છે.
સંતરા
શિયાળામાં સંતરાનું ફળ મોટા પ્રમાણમાં આવે છે. સંતરાનું જ્યૂસ શરીરમાં લોહીનું પરીભ્રમણ સુધારે છે. એમાં રહેલાં એન્ટી-ઓક્સિડેન્ટ અને વિટામીન ‘સી’થી ફર્ટિલિટીમાં સુધારો થાય છે.
સોયાબીન
સોયાબીનમાં આઇસોફ્લેવોન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને કમજોર થતાં રોકે છે. તેમજ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે.
ટમેટાં
પોટેશિયમ તેમજ વિટામીન ‘સી’ અને ફાઈબરથી સમૃદ્ધ ટમેટાં હૃદયને તંદુરસ્ત રાખે છે. એમાં મળતું લાયકોપીન પુરૂષોમાં સ્પર્મ કાઉંટ વધારે છે. તેમજ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ટાળે છે.
શક્કરીયા
પોટેશિયમ તેમજ વિટામીન એથી ભરપૂર શક્કરીયા શરીરની ઈમ્યુનિટી વધારે છે. શક્કરીયા હાઈ બ્લડ પ્રેશર તેમજ હૃદય માટે પણ સારાં છે.
કોબીજ
કોબીજ વિટામિન ‘કે’ તેમજ ‘સી’થી ભરપૂર અને કોલેસ્ટ્રોલ ફ્રી છે. તેમાં રહેલું સલ્ફોરેપન રસાયણ શરીરને કેન્સરથી બચાવે છે.
સુરજમુખીના બી
સુરજમુખીના બીમાં વિટામિન ‘ઈ’ છે જે એન્ટીઓક્સિડેન્ટનું કામ કરે છે. તેમાં રહેલાં ફાઈટોસ્ટોરોલ્સ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે.
શેકેલાં ચણા
રોજ શેકેલાં ચણા ખાવાથી મોટાપા જાડાપણાંની સમસ્યા દૂર રહે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફાઈબરથી ભરપૂર ચણા પુરૂષો માટે સ્વસ્થ પાચન માટે બહુ ઉપયોગી છે. એમાં વિટામીન ‘B6’ પણ ભરપૂર માત્રામાં મળે છે.
કિવી
વિટામીન ‘સી’થી ભરપૂર કિવી લોહીનું પરીભ્રમણ સારૂં કરે છે. તણાવ ઓછો કરવામાં મદદરૂપ છે. એમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફાઈબર સારી માત્રામાં છે જે પાચન ક્રિયા સુધારે છે.
બ્રોકોલી
વિટામીન ‘સી’થી ભરપૂર બ્રોકોલીમાં ઘણાં પોષક તત્વો હોય છે. જે શરીરમાં ઈમ્યુનિટી વધારે છે. તેમજ તેમાં રહેલું વિટામીન ‘સી’ પુરૂષોમાં સ્પર્મ ક્વોલિટી સુધારે છે.
નાળિયેર
લોરિક એસિડથી ભરપૂર નાળિયેર શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. ઘણી બિમારીથી બચાવે છે. એમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.
લસણ
લસણમાં એલિસિન નામનું તત્વ એન્ટી ઓક્સિડેન્ટ તેમજ એન્ટી બેક્ટેરીઅલ ગુણધર્મ ધરાવે છે. જેથી શરીરની ઈમ્યુનિટી વધે છે અને સ્ટ્રોકનો ખતરો ટળે છે.