‘બિરલા સન લાઈફ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા અમદાવાદમાં ગત્ 4 ડિસેંબરે ધ ફર્ન હોટેલ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નોટબંધીના સંજોગોમાં બચતકારો-રોકાણકારોએ પોતાની બચત-રોકાણનું કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, ઈન્વેસ્ટમેન્ટનાં લક્ષ્ય કેવાં રાખવાં જોઈએ વિશે આર્થિક જગતના નિષ્ણાતો તરફથી ઈન્વેસ્ટરો/શ્રોતાઓને એમની અનેક મુંઝવણોનું સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા.
