અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુ.એન.એમ. ફાઉન્ડેશને બુધવારે નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા જાહેર બગીચાને જનતાને સમર્પિત કર્યો. આ સાથે અમદાવાદમાં યુ.એન.એમ. ફાઉન્ડેશનની ‘પ્રતીતિ’ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત જાહેર બગીચાની સંખ્યા વધીને 10 થઈ છે.નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા બગીચાનું ઉદ્દઘાટન બુધવારે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર પ્રસાદ હાજર રહ્યા હતા.