અમદાવાદઃ જાણીતા IT ઉદ્યોગસાહસિક તેજિન્દર પાલ સિંહ ઓબેરોયને ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની ગુજરાત શાખાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IACC ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ અગ્રણી સંસ્થા છે.તેજિન્દર પાલ સિંહ ઓબેરોય IT, ટેલિકોમ ક્ષેત્રે 32 વર્ષનો અનુભવ ધરાવતા વ્યવસાયિક છે. જેઓ ઇન્ડસ્ટ્રીયલ સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક વિઝન સાથે વેચાણ, માર્કેટિંગ અને વ્યવસાયના વિકાસ અંગેની કુશળતા ધરાવે છે. હાલમાં તેઓ અગ્રણી IT કંપની સિગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેઓ GESIAના તત્કાલિન ચેરમેન અને ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેજિન્દર પાલ સિંહ ઓબેરોયે ગુજરાતમાં IT ઉદ્યોગને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
IACC ગુજરાતના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતા તેજિન્દર પાલ સિંહ ઓબેરોયે જણાવ્યું, “હું ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત ચેપ્ટરનું નેતૃત્વ કરવા માટે કટિબદ્ધ છું. મારા સહકાર્યકરોએ મારા પર જે વિશ્વાસ દાખવ્યો છે તેમનો હું નિષ્ઠાપૂર્વક આભાર માનું છું. હું આ એસોસિએશનમાં મારા અગાઉના અધ્યક્ષો દ્વારા કરવામાં આવેલા કામને આગળ વધારવા અને ભારત-યુએસ વચ્ચેના વેપાર અને સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમામ હિતધારકો સાથે મળીને કામ કરવા માટે આતુર છું.”