સીરિયા: અસદ સરકારના પતન બાદ અમેરિકાએ સીરિયામાં હાજર ISIS હેઠળના 75 ઠેકાણા પર હુમલો કર્યો છે. બીજી તરફ ઈઝરાયલે પણ આશરે 100થી વધારે ઠેકાણા પર હુમલા કર્યાં છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, “અમેરિકાએ સીરિયામાં હાજર ISIS ના ઠેકાણા પર ડઝનથી વધારે સ્ટ્રાઇક કરી છે. અમેરિકન એરફોર્સના બી-52 સ્ટ્રેટોફોર્ટેસ બૉમ્બર, એફ-15 ઈ સ્ટ્રાઇક ઈગલ્સ અને એ-10 થંડરબોલ્ટ-2 ફાઇટર જેટે સેન્ટ્રલ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાઓ, લડવૈયા અને શિબિરો પર ડઝનથી વધારે હવાઈ હુમલા કર્યાં છે.”અમેરિકન અધિકારીએ એમ પણ કહ્યું, “અમે ISISના હુમલાખોરો અને નેતાઓના સમૂહને નિશાનો બનાવ્યા છે. તેમાં સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચ્યું નથી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકન સેના હજુ પણ સ્ટ્રાઇકથી થયેલા નુકસાનની આકરણી કરી રહી છે.”