નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન વિરૂદ્ધ બે છોકરીઓને બંધક બનાવવાનો કેસ બંધ કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે કહ્યું કે, મદ્રાસ હાઈકોર્ટ માટે આવી અરજી પર તપાસનો આદેશ આપવો યોગ્ય નથી. આશ્રમ પર પોલીસની રેડ પણ ખોટી હતી.કોર્ટે કહ્યું કે, છોકરીઓના પિતાની અરજી ખોટી છે, કારણ કે બંને છોકરીઓ પુખ્ત છે. જ્યારે તેઓ આશ્રમમાં ગયા ત્યારે તેમની ઉંમર 27 અને 24 વર્ષની હતી. તે પોતાની મરજીથી આશ્રમમાં રહે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ નિર્ણયની અસર માત્ર આ કેસ પૂરતી જ સીમિત રહેશે.