દક્ષિણ કોરિયા: લશ્કરી કાયદો લાદનાર દેશના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ગુરુવારે એક ટેલિવિઝન સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું કે તેઓ પદ પરથી નહીં હટે. અંત સુધી મહાભિયોગ વિરુદ્ધ લડત ચાલુ રાખશે.યુને કહ્યું, “મારી તપાસ થાય કે મહાભિયોગ થાય, હું નિષ્પક્ષપણે તેનો સામનો કરીશ. હું અંત સુધી લડતો રહીશ. સંસદમાં સૈનિકો મોકલવા એ બળવો નથી. લોકશાહીના અંતને રોકવા અને સંસદમાં વિપક્ષની સરમુખત્યારશાહીનો સામનો કરવા માટે, અમે લશ્કરી કાયદો લાદવાનું નક્કી કર્યું હતું. જે સંપૂર્ણપણે કાયદેસર હતું.”