ગાંધીનગર- આજકાલ ઘર સજાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. ઘરમાં લોકો હવે મેચીંગ થીમ, ગામઠી થીમ જેવુ ડેકોરેટ કરાવીને લાખો રૂપિયા ખર્ચે છે. આના માટે લોકો લાખો રૂપિયાના ખર્ચે સ્પેશિયલ આર્કિટેક્ટ પણ રાખે છે. જો મટિરીયલનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘરના લુકમાં ચેન્જ લાવી શકાય છે. આમાં મહિલાનો ફાળો ખૂબ મહત્વનો હોય છે. કારણ કે મહિલાને આખો દિવસમાં ઘરમાં રહેવાનું હોય છે ત્યારે કિચન, રૂમ, હોલમાં કેવા પ્રકારનું ફર્નિચર કરાવવુ, કેવુ થીમ કરાવવુ એ વધુ સારી રીતે કહી શકે છે અને સમજી શકે છે.
સોફાના કવર, બેડશીટની ચાદર, પડદા હોય કે પછી કુશન કવર હોય જેમાં ફેબ્રિકનો વપરાશ થાય છે. કારણ કે ફેબ્રિકનો વપરાશ હોમ ડેકોરમાં કરી શકાતો નથી અને ફેબ્રિકનો ઉપયોગ જો ચોકસાઇ પૂર્વક કરવામાં ન આવે તો ઘરનો લુક બગડી શકે છે. કીચનમાં જેટલી જરૂર હોય એટલુ જ ફર્નિચર કરાવો. નહીંતર તમને કામ કરવાની બિલકુલ મજા નહી આવે. કારણ કે વધુ પડતા ફર્નિચરનાં કારણે કિચનમાં ભરાવો થઇ જશે. તમને સગવડતાની જગ્યાએ વધુ અગવડતા પડવા લાગશે. થોડી ઘણી ચમક દમક ફર્નિચર પર સારી લાગશે જે યુનિક લુક પણ આપશે. નાજુક એલિમેન્ટ્સનો ઉપયોગ કુશન કે ડ્રેપ્સમાં સારો લાગશે. પરંતુ માત્ર એમાં જ ઉપયોગ થાય એવુ જરૂરી નથી. કારણ કે અન્ય વસ્તુમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો જે એક અલગ જ લુક આપશે. પણ આમાં મહિલાએ ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. કેમ કે સાફ સફાઇ કરવામાં પાછળથી પ્રોબ્લેમ થાય છે.
તમે ઘરે ટેબલ મેટ, ટી કૉસ્ટર કે ઇવન ફોટો ફ્રેમ પણ બનાવી શકો છો. જેમાં સિલ્ક કે ઝરીની બોર્ડરનો ઉપયોગ કરી શકાય છે. આ જ રીતે પેનહોલ્ડર, નેપ્કિનહોલ્ડર પણ બનાવી શકો છો. ક્રિસ્ટલ, બીડ્સ કે મોટા આભલાથી કરેલું ઍમ્બલિશમેન્ટ પણ કોઈ સિમ્પલ ડેકોરેટિવ પીસનો લુક બદલી નાખશે. ફર્નિશિંગમાં પણ બ્રોકેડ કે સિલ્કનો ઉપયોગ કરી શકાય. વાત કરીએ બેડરૂમની તો તેમા બેડરૂમ જેટલો હાઇલાઇટ થતો અને રંગીન હોય એટલી જગ્યાએ તમે લાઇટીંગ કરશો તો એક રીચ લુક આપશે. કારણ કે અત્યારે લાઇટીંગની ફેશન ખૂબ જ ચાલી રહી છે. બેડરૂમમાં ડેકોરેશનનો સ્કોપ ખૂબ મોટો છે. બેડ પરની ચાદર, પિલો-કવરને થ્રેડ વર્ક, બીડ્સ, સિક્વન્સ, સિલ્ક અને એમ્બ્રોઇડરીથી નિખારી શકાય છે. જો સુંદર અને કલરફુલ હોય તો બેડરૂમમાં બીજા કોઈ ડેકોરની જરૂર કદાચ નહીં પણ પડે.
મિરર વર્ક, પેચ વર્ક, દેશી ભરત, કચ્છી ભરત, પારસી વર્ક, કાશ્મીરી થ્રેડ વર્ક વગેરેનો વપરાશ ફક્ત કપડાંમાં જ નહીં, પણ ઘરના ડેકોરેશનમાં વપરાતા ફૅબ્રિક પર પણ તમે કરી શકો છો. કબાટમાં જૂની પડેલી ઝરીવાળી સાડીઓ, બ્રોકેડની સાડીઓ વગેરેને ટેબલ રનર, પરદા, કુશન કવર, કૉસ્ટર, ટેબલ મૅટ વગેરે બનાવવામાં વાપરી શકાય. બેડરૂમમાં લાઇટીંગ અને સિલ્કનો વપરાશ એક રોમેન્ટીક ફિલીંગ આપશે.