મરિન કમ્પૉઝિટ સેન્ટર યુનિવર્સિટીના ઈજનેરોએ નવી પૂલ પ્રણાલિ વિકસાવી છે જેના લીધે માત્ર ૭૨ કલાકમાં પૂલ બની શકશે અને તે પાછો તકલાદી નહીં હોય. તે સો વર્ષ સુધી ટકી શકે તેવો હશે. તેમાં માત્ર એક નાનકડા રૂટિન મેઇનટેનન્સ અને રીપેરિંગની જરૂર પડશે.
આ પ્રણાલિ તાજેતરમાં યુમૈને ડિપાર્ટમેન્ટ અૉફ ટ્રાન્સપોર્ટેશનના અધિકારીઓ, સ્થાનિક વેપારીઓ, મૂડીરોકાણકારો અન સંશોધકો દ્વારા ખુલ્લી મૂકાઈ હતી. લેબોરેટરી સેટિંગમાં યુમૈનના ઈજનેરોએ સાબિત કર્યું કે તેમની ડિઝાઇન ભારે હાઇવે બ્રિજ સ્પાન માટે સક્ષમ છે. તેમણે કમ્પ્યૂટર કંટ્રૉલ્ડ હાઇડ્રોલિક સાધન દ્વારા આ સાબિત કર્યું.
યુમૈનેના એડ્વાન્સ્ડ સ્ટ્રક્ચર્સ એન્ડ કમ્પૉઝિટ્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. હબીબ ડાઘેરે કહ્યું કે, “આજના બ્રિજ ટેસ્ટે અમારી અપેક્ષાઓ પૂર્ણ કરી છે. કમ્પૉઝિટ બ્રિજ એકબીજા પર ઊભેલી ૮૦ કારનો ભાર સહન કરી શક્યો. કમ્પૉઝિટ ગર્ડર સ્ટીલ અને કૉન્ક્રિટ ગર્ડરની તૂટી પડવાની શક્તિથી બમણી શક્તિ ધરાવે છે.”
ઝડપી નિર્માણ થવાનું રહસ્ય યુમેનેનની પેટન્ટ પેન્ડિંગ સિસ્ટમ છે જે કમ્પૉઝિટ ગર્ડરનો ઉપયોગ કરે છે. તેનું વજન 1થી 2 ટન છે જે 40થી 80 ફૂટનો સ્પાન ધરાવે છે. તેને વ્યાપક રીતે ઉપલબ્ધ સાધન દ્વારા મૂકી શકાય છે. સ્પાન પોતે પ્રીકાસ્ટ કૉન્ક્રિટ ડેક પેનલમાંથી બને છે જે સમય બચાવે છે અને બાંધકામ દરમિયાન હેરફેરમાં પણ સરળતા રહે છે. યુનિવર્સિટી કહે છે કે આ હળવા વજનનો હાઇવે બ્રિજ માત્ર 72 કલાકમાં પૂર્ણ કરી શકાય છે અને તેનો ઉપયોગ હાઇવે તરીકે, વટેમાર્ગુ તરીકે કે લશ્કરી હેરફેર માટે કરી શકાય છે.