સુરત/હરિદ્વાર : પ્રતિભા કોઈની મોહતાજ નથી આ વાકયને ગુજરાતના 9 દિવ્યાંગ બાળકોએ ચરિતાર્થ કર્યું છે. હરિદ્વારના શાંતિકુંજ દ્વારા વિશ્વભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં દેશ-વિદેશથી ધોરણ 1 થી 12 સુધીના 50 લાખથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો પૈકી 3 રાજ્યના 125 પ્રવિણ બાળકોનું પસંદગી રાષ્ટ્રીય સ્તરે થઈ. જેમાં દરેક રાજ્યોમાંથી આવેલા બાળકોનું તીર્થ નગરી હરિદ્વાર ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ વર્ષે પણ ગુજરાતના 70 બાળકોનું સન્માન ગાયત્રી વિદ્યાલયના ચેરમેન શેફાલી પંડ્યાએ કર્યું. આ બાળકોમાં 70 સામાન્ય બાળકો સાથે 9 દિવ્યાંગ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ જાણકારી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વિભાગના દિવ્યાંગ વિભાગના કન્વીનર હેમાંગીનીબેન દેસાઈએ આપીહતી.