વિદ્યાદીપ યુનિ. ખાતે ‘ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા સામેના પડકારો’ વિષય પર સેમિનાર
ગાંધીનગર: ગત 30મી નવેમ્બરના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી અને વિદ્યાદીપ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એસ. આર. પટેલ બી.એડ્. કોલેજ દ્વારા ‘ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા અને તેની સામેના પડકારો’ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાના વ્યાપ, સંરક્ષણ અને તેને એક નવા દ્રષ્ટિકોણથી વિકસિત કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી. આ પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતની બધી જ કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 306 જેટલા સંશોધન પત્ર રજૂ થયા હતા. સેમિનારમાં બિરસામુંડા વિશ્વ વિદ્યાલયના કુલગુરુ ડૉ. મધુકર પાડવી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. કિશોરસિંહ ચાવડા, ચિત્રલેખા ડિજિટલના એડિટર કેતન ત્રિવેદી, સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. મહેન્દ્ર નાઈ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરત ઠાકોર, દમણની સરકારી કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવેશ વાળા જેવા ખ્યાતનામ ભાષાવિદો, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને ગુજરાતી ભાષાના પ્રેમી, કવિઓ અને લેખકોએ પોતાના વિચારો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.સેમિનારમાં ભારતીય ભાષાઓ, ખાસ કરીને ગુજરાતી ભાષાને ડિજિટલ મિડિયા અને ટેકનોલોજીના પ્રભાવથી કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી પહોંચાડવામાં અને કમ્પ્યુટર, મોબાઇલ એપ્લિકેશનો અને સોશિયલ મીડિયા જેવા આક્રમક પ્લેટફોર્મ પર ભાષા માટે ઉપલબ્ધ તકનિકીઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી. સેમિનારના નિયામક ડૉ. જયેશ પટેલ સાહેબે પરિસંવાદની પૂર્વભૂમિકા અને મહેમાનોનું સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. તથા સેમિનારના સંયોજક ડૉ. સંજય પટેલ દ્વારા સેમિનારની પ્રસ્તાવિક્તા રજૂ કરવામાં આવી હતવિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિ પટેલે જણાવ્યું કે, “ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાના સંરક્ષણ માટે આપણે નવો દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. જેનાથી ટેકનોલોજી અને ઈન્ટરનેટના માધ્યમથી ભાષાની સંપત્તિ અને સાંસ્કૃતિકતા વધારે વિકસિત થઈ શકે છે.”સેમિનારમાં આધુનિક ગુજરાતી કવિતા અને લેખનના ક્ષેત્રમાં નવી તકનીકીઓ, બ્લૉગિંગ, સોશિયલ મિડિયા, અને ડિજિટલ સામગ્રીના અમલ પર ચર્ચાઓ કરવામાં આવી. ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાની સાચી ઓળખ આપવી, તેને વધુ વિકસિત કરવી અને તેના ભવિષ્ય માટે નવા રસ્તા શોધવાની પ્રેરણા આપવા ઉપર ફોકસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા ભવિષ્યમાં ભાષાના વિકાસ માટે એક નવો દ્રષ્ટિકોણ અને સંકલન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.