જયપુરઃ કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી જતાં ચેપનો ફેલાવો કાબૂમાં લાવવા માટે રાજસ્થાન સરકાર કડક બની છે. તેણે રાજ્યમાં પ્રવેશનાર લોકો માટે તેમજ રાજ્યની બહાર જતા લોકો માટે RT-PCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે.
સમગ્ર રાજસ્થાનમાં શાળાઓમાં 1-9 ધોરણો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટો પોતપોતાના જિલ્લામાં રાતે 8થી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરી શકે છે, પરંતુ એ માટે તેમણે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે.