સદગુરુ: આફત શું છે?

સદગુરુ: આફત શું છે? જ્યારે કંઇક ચોક્કસ સ્તરના દુ:ખ અને વેદનાનું કારણ બને છે અને તેના પ્રવાહથી જીવનને મોટા પાયે વિક્ષેપિત કરે છે, ત્યારે તે આફત છે. 2004 માં સુનામીની ઘટના બની ત્યારે ઇશા તેને જવાબ આપવામાં પ્રથમ હતી. લગભગ છવીસ કલાકની અંદર, અમે અમારા ડોક્ટરોની ટૂકડી સાથે ત્યાં હતા. અમે ત્યાં રસીકરણ અને તબીબી સહાય, ખોરાક અને કપડાંની સાથે પ્રથમ ટીમોમાં હતાં.

હજારો લોકો મરી ગયા. મારા માટે તે આફત ન હતી. મારા માટે, તે હજારો લોકોનાં પરિવારો કે જેમણે તેમના પ્રિયજન ગુમાવ્યાં, જેમણે પોતાનાં ઘર ગુમાવ્યાં, તે લોકો જેઓ તેમના ઘરની અંદર આરામથી બેઠા હોત તે શેરીની બાજુમાં બેઠા હતા – તે એક આફત છે. માનવ દુ:ખ એક આફત છે. મને નથી લાગતું કે મૃત્યુ એક આફત છે. મૃત્યુ એ એક કુદરતી પ્રક્રિયા છે.

ધરતી માટે કોઈ જગ્યા નથી

જેને કુદરતી આફતો તરીકે માનવામાં આવે છે – ભૂકંપ, જ્વાળામુખી, સુનામી – આ પણ કુદરતી પ્રક્રિયાઓ છે જે હંમેશાં આ ગ્રહ પર બની રહી છે. આ કુદરતી પ્રક્રિયાઓ અચાનક આપત્તિઓ બની ગઈ છે કારણ કે તમે જ્યાં જાઓ ત્યાં મનુષ્ય વચ્ચે આવે છે. ધરતી પાસે પોતાને લંબાવા માટે કોઈ જગ્યા નથી. જો તે પોતાને લંબાવશે, તો આપણે તેને ભૂકંપ કહીશું. જો તે તેની ગરમ હવાને બહાર ફેંકે છે, તો આપણે તેને જ્વાળામુખી કહીશું. જો કોઈ મોટી તરંગ આવે, તો આપણે તેને સુનામી કહીએ છીએ. આ બધી વસ્તુઓ પ્રકૃતિની અદ્દભૂત ઘટના છે. તે સઘળી પૃથ્વીના ગ્રહ તરીકે ઉત્ક્રાંતિ પ્રક્રિયાના જ એક ભાગ છે, કારણ કે તે પોતાને જુદી જુદી સ્થિતિમાં ફરીથી ગોઠવે છે અને વિકસિત થાય છે. તે માત્ર ગ્રહ પરની વધુ પડતી માનવ વસ્તીના કારણે જ લાગે છે કે તેઓ આપત્તિઓ છે.

 

જો તમે સમજવા માંગતા હો કે આ વસ્તી કેટલી હદે વધુ છે – વીસમી સદીની શરૂઆતમાં, આપણે ફક્ત 1.6 અબજ લોકો હતા. આજે આપણે 7.2 અબજ લોકો છીએ. 2050 સુધીમાં આપણે 9.6 અબજ થવાના અંદાજ છે. આ આફત છે. વસ્તી ભગવાને આપેલ નથી. તે આપણા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી છે. આપણે તેને વધુ સારી રીતે સ્વીકાર્યું હોવું જોઈતું હતું. તેથી જ્યારે આપત્તિઓ થાય છે, ત્યારે આપણે ઉપર નહીં પરંતુ આપણે આપણી જાતને જ જોવી જોઇએ – આપણે આ વિશ્વ માટે શું કરી રહ્યા છીએ અને સૌથી વધુ, પોતાને માટે શું કરી રહ્યા છીએ.

એકમાત્ર આફત

માનવીય અજ્ઞાનતા, જીવનને – સંભાવનાઓ, મર્યાદાઓ અને જીવનની અંતિમ પ્રકૃતિ – સમજવાની માનવીની અસમર્થતા, આ અજ્ઞાનતા એ જ સૌથી મોટી આફત છે. એક જ આફત છે – તે છે અજ્ઞાનતા. અને એક જ ઉપાય છે – તે છે જ્ઞાન. એક માત્ર ઉપાય એ છે કે કોઈ વ્યક્તિ જીવનની પ્રકૃતિને શોધે, અને તેના માટે પોતાને જાણવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

જેને “આત્મજ્ઞાન” કહેવામાં આવે છે તે કોઈ એવી વસ્તુ નથી જેને કોઈક હિમાલયની ગુફાઓમાં શોધે છે. જો તમે જીવનને સારી રીતે હેન્ડલ કરવા માંગતા હો, તો તે મહત્વપૂર્ણ છે કે તમે તેને સારી રીતે જાણો. તમે તેને જેટલું સારું જાણો છો, તેટલું જ તમે તેને નિયંત્રિત કરી શકો છો. જો તમે જીવનના આ ટુકડાને તેના મૂળથી તેના અંત સુધી એકદમ જાણો છો, તો તમારા જીવનમાં કોઈ આફત નહીં આવે. તમે દરેક તબક્કે અને જીવનની દરેક પ્રક્રિયાને પ્રભાવશાળી રીતે પસાર કરી શકશો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)