સદગુરુ: એકવાર તમે આધ્યાત્મિક માર્ગ પર સક્રિય થઈ જાઓ પછી, કેટલાક મૂર્ખ લોકો તમને કહેશે, “બધું બરાબર થઈ જશે.” આધ્યાત્મિક માર્ગ પર રહેવું એ બધું ઠીક કરવા માટે નથી. જો તમે વસ્તુઓ બરાબર કરવા માંગતા હો, તો તમારે જ તેને ઠીક કરવું પડશે, છત્તા પણ, ફક્ત થોડીક વસ્તુઓ બરાબર થશે, બધું નહીં. આધ્યાત્મિક માર્ગ પર હોવાનો અર્થ આરામ મેળવવો નથી, પણ તમારા જીવનને ઝડપથી આગળ વધારવાનો છે. તેથી, તમે કલ્પના કરી હોય તેના કરતા વધુ વધઘટ તમારા જીવનમાં થઈ શકે છે. દસ વર્ષમાં જે બનવું જોઈએ, એ બે મહિનામાં થશે. તમારી પાસે હિંમત, ક્ષમતા અને તેને લેવાની સ્થિરતા છે કે કેમ તે પ્રશ્ન છે. જો તમે આરામની શોધમાં હોવ તો તમારે આધ્યાત્મિક માર્ગ પર ના હોવું જોઈએ.
જો તમે ઉદવિકાસી ઝડપથી ચાલવા માંગતા હોવ, તો ઘણો સમય લાગશે. બધુ કોઈક રીતે વિકસિત તો થશે જ, પણ અમે એ નથી જાણતા કે કેટલો સમય લાગશે. આધ્યાત્મિક બનવું એટલે આપણે ઉત્ક્રાંતિ પ્રક્રિયાને હરાવવા માગીએ છીએ. આપણી પાસે ઉત્ક્રાંતિ ગતિએ આગળ વધવાની ધીરજ નથી, આપણે ઘણું વધારે ઝડપથી જવા માગીએ છીએ. એકવાર તમે ગતિ ઇચ્છશો, તો તમે સ્થિરતા વિના મુશ્કેલીને નોતરશો.
સાધના, એક માપી રીતે, બનાવવામાં આવે છે જેથી એક તરફ તે સ્થિરતા ઉત્તપન્ન કરે છે, અને બીજી બાજુ તે ગતિ ઉત્તપન્ન કરે છે. જો તમે ખૂબ ઝડપી છો, તો પછી તે રોલરકોસ્ટર સવારી જેવું લાગે છે. રોલરકોસ્ટર તમને નિયંત્રણ બહાર હોવાનો અહેસાસ આપે છે. પરંતુ ખરેખર, તે એકદમ સલામત છે કારણ કે તે પાટા પર લોક છે જેના પર તે દોડે છે.
આધ્યાત્મિક પ્રક્રિયા આના જેવું જ છે. જો તમે આંતરિક પાટા પર ક્લેમ્પ્ડ કર્યું હોય, તો બધું જંગલી અને વિચિત્ર થઈ શકે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે ત્યાં એક બિંદુ છે જે સ્થિર છે, જેથી કોઈ પણ રીતે તે પડશે નહીં. જો તમને ઉત્તેજના ન ગમતી હોય, જો તમે ઉત્તેજનાને સંભાળી ના શકો, તો તે ઘણી મુશ્કેલી ઊભી કરશે. પણ જો તમે ઉત્તેજનાનો આનંદ માણશો, તો રોલરકોસ્ટર એક સારી જગ્યા છે.
તેથી, આધ્યાત્મિક માર્ગ પર હોવાનું અર્થ એ નથી કે બધું ઠીક થઈ જશે. જો કંઇપણ નિશ્ચિત નથી અને બધું વિચિત્ર થઈ રહ્યું છે, તો પણ “હું સ્થિર છું તેથી મારી સાથે બધું બરાબર છે.”
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.