દરેક પરિસ્થિતિમાં ખૂશ રહેવું

સંજીવ કપૂર: નમસ્કાર સદગુરુ. મારો સવાલ એ છે કે જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે જો આપણે રસોઈ બનાવવાનો આનંદ અનુભવવો હોય કે જે એક આંતરિક વસ્તુ છે તો હું પોતાના આનંદ માટે રસોઈ બનાવું છું. પણ જ્યારે તમે બીજાના માટે રસોઈ બનાવતા હોવ તો તમારે તેમને આનંદ આપવાનો હોય છે અને ઘણી વાર તેમાં સંઘર્ષ થાય છે. તો કોની જીત થવી જોઈએ?

સદગુરુ: અધ્યાત્મિક પ્રક્રિયાની ખૂબ મૂળભૂત વાત આ જ છે : તમે અહીં જીવી રહ્યા છો જાણે કે તમે એકલા જ જીવતા હોવ, બીજા કોઈ નહીં પણ માત્ર તમે. કારણ કે તમે બધાને પોતાના સમજો છો તો કોઈ તકલીફ થતી નથી. લોકો મને પૂછે છે, “સદગુરુ તમે જ્યાં પણ જાઓ છો, ત્યાં 10,000 માણસો હોય કે 1,00,000 માણસો હોય તમે કેવી રીતે બોલો છો?” સારું, હું તેમની સાથે એવી રીતે વાત કરું છું જાણે હું pઓટીએનીસાથે વાત કરતો હોવ – જાણે કે મને આવી આદત હોય.

તમે” છો જ નહીં. હું જે કઈ કરી રહ્યો છું તે વક્તૃત્વકળા અથવા પ્રવચન નથી – હું એવી રીતે વાત કરી રહ્યો છું જાણે કે હું મારી જાત સાથે વાત કરતો હોવ, કારણ કે હું બીજા કોઈને જોતો નથી, પણ મારી જાતને જોવું છું. અધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ છે કે કોઈક રીતે તમારા અનુભવમાં તમે સર્વ-સમાવેશી બની જાઓ. સરખામણી અને સ્પર્ધા તમારા જીવનમાથી ગાયબ થઈ ગયા છે. નહીંતર, જેની શરૂઆત સરખામણીથી થાય છે તે સમય જતાં સ્પર્ધામાં રૂપાંતરિત થાય છે અને પછી વાત બગડી જાય છે. જ્યાં સરખામણી અને સ્પર્ધા હોય છે, ત્યાં જીવંત અને સુંદર એવો આનંદ પણ બગડી જાય છે. આનંદ તમારા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. આનંદનો અર્થ એ છે કે તમારા અસ્તિત્વનો અનુભવ ખૂબ જ અદ્ભુત છે.

જ્યારે તમે સર્વ-સમાવેશી હોવ છો, તમારા અસ્તિત્વનો અનુભવ તમારા માટે સુંદર બની જાય છે, અને તેથી જ તમે આનંદિત હોવ છો. હવે, હું આનંદિત તેના લીધે નથી કેમ કે હું શ્રેષ્ઠ ઢોંસા બનાવું છું, કે પછી તમારા કરતાં સારા ઢોંસા બનાવું છું, એના લીધે પણ નહીં કેમ કે હું તમારી બનાવેલી શ્રેષ્ઠ રસોઇ જમું છું. તમારા રેસ્ટોરન્ટમાં આવતા પહેલા પણ હું ખૂબ આનંદિત હોઈશ. જો તમે કઈક સારું બનાવશો તો હું ખૂશી-ખૂશી જમીશ. જો તમે કઈક ખરાબ બનાવશો તો હું ખૂશી-ખૂશી તેને બાજુમાં મૂકી દઇશ. તમારી સારી કે ખરાબ રસોઈથી તમે મને આનંદ આપી શકવાના નથી કે  મારો આનંદ છીનવી પણ શકવાના નથી. મારી ઈચ્છા છે કે તમે અને દુનિયામાં બધા આ રીતે બની જાઓ, કે તમારા સિવાય બીજું કોઈ પણ તમારી અંદર શું થાય છે તે નક્કી ના કરી શકે.

(સદ્દગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.