સ્ત્રી એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે…

જ્યાં પણ સમાજ આધ્યાત્મલક્ષી હતો, પુરુષ કે સ્ત્રી હોવામાં કોઈ સમસ્યા નહોતી કારણ કે તમારૂં પુરુષ કે સ્ત્રી હોવું એ મૂળભૂત રીતે માત્ર શારીરિક છે. જો ભૌતિકતાથી ઉપર કોઈ વસ્તુ તમારી અંદર જીવંત વાસ્તવિકતા બની જાય તો તમે તમારી ભૌતિકતાને ખૂબ જ સરળતાથી સંચાલિત કરી શકો છો.

હજી દુનિયા સ્ત્રી માટે સરળ નથી – તેના શરીરમાં પણ એવી ઘણી ઓછી સ્ત્રીઓ છે  જેઓ સંપૂર્ણ સહેલાઇથી શેરીઓમાં ચાલી શકે છે. બીજી બધી પોતાની માટે વધુ પડતી સભાન છે. જો કોઈ સ્ત્રી તેના શરીરને લઈને એવી આરામદાયક સ્થિતિમાં હોય કે તેને હંમેશાં શરીરના અંગો વિશે સભાન રહેવું ન પડે…

એક સ્ત્રી બનવા માટે, તમારે પુરુષને દૃશ્યથી દૂર લઈ જવાની જરૂર નથી અને એકલા રહેવાનું પસંદ કરવાની જરૂર પણ નથી. તે કોઈ સમાધાન નથી. જો તમારી પસંદગી એકલા રહેવાની છે અને તમે પોતાનામાં જ ખુશ છો, તો તે બરાબર છે, પરંતુ સ્ત્રી બનવા માટે તમારે પુરુષને દૂર કરવાની જરૂર નથી. હકીકતમાં, સ્ત્રીને અભિવ્યક્તિ આપવા માટે તમારે પુરુષના વરખની જરૂર છે.

જો તમે એકલા રહો છો, તો તમારે જાતે જ તમારા અસ્તિત્વની કાળજી લેવી પડશે. રોજીની તમારી અસ્તિત્વની લડાઈમાંતમે સ્ત્રી હોવાનો શું અર્થ  થાય છે તે ધીમે ધીમે ભૂલી શકો છો કારણ કે જ્યાં સુધી તમે પોતાને સખત નહીં કરો અને પોતાના માર્ગના અવરોધ નહીં હટાવો, ત્યારે પુરૂષોની સમસ્યા તમારી સમસ્યા બની જાય છે. થોડા સમય પછી તમે સ્ત્રી હોવાનો અર્થ શું છે તે સંપૂર્ણપણે ભૂલી જશો.

સ્ત્રી હોવાનો મૂળભૂત અર્થ છે કે તે અસ્તિત્વની પ્રક્રિયા દ્વારા સંચાલિત થતી નથી. તે આરામ કરી શકે છે અને તેની આજુબાજુની વસ્તુઓનો આનંદ લઈ શકે છે. પુરૂષને પણ આની જરૂર છે. તે જે પણ કમાય છે, તેની અસ્તિત્વની પ્રક્રિયા ગમે તે હોય, તેને ઘરે આવવાની અને આરામ કરવાની જરૂર હોય છે, અને સ્ત્રી વગર તે આરામ કરવામાં અસમર્થ છે. જો તે બધા પુરુષો વચ્ચે હોય, તો તે હંમેશા સંચાલિત રહેશે – પરંતુ થોડુંક સંચાલન જરૂરી છે, નહીંતર  વસ્તુઓ થશે નહીં.

તેથી આ આરામ અને સંચાલન વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. અહીં જ પુરુષત્વ અને સ્ત્રીત્વ, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યક્તિગતરીતે લોકો અન્ય વ્યક્તિને પોતાના જીવનમાં લાવે છે કે નહીં તે એક વ્યક્તિગત પસંદગી છે, પરંતુ સામાજિક રીતે માનવતાની દ્રષ્ટિએ, સ્ત્રી પ્રકૃતિને પુરુષ પ્રકૃતિ જેટલી જ અભિવ્યક્તિ મળે તે ઘણું મહત્વપૂર્ણ છે. જેવી રીતે  આપણે ઘણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો બનાવ્યા છે,તેવી જ રીતે આપણે ઘણા કલાકારો અને સંગીતકારો પણ બનાવવા પડશે. જો આપણે ફક્ત એક જ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું તો  વસ્તુઓ ચાલતી રહેશે, પરંતુ તે વિશ્વનો નાશ કરશે.

આજે દુનિયા ફક્ત એટલા માટે બચી રહી છે કેમ કે વિશ્વના પચાસ ટકા લોકો સુસ્ત છે. તે આળસુ લોકો છે જેઓ આ ગ્રહને બચાવી રહ્યા છે. ઉપલબ્ધ ટેકનૉલોજીથી, જો બધા 7 અબજ લોકો પોતાને સંપૂર્ણ પણે સંચાલિત કરતા આલ્ફા નર બનાવે, તો આ ગ્રહ વધુ લાંબુ ટકશે નહીં. દુ:ખની વાત છે કે માનવ સુસ્તી, આ ગ્રહને બચાવી રહી છે. માનવીય બુદ્ધિ નહી, માનવીય પ્રેમ નહી, માનવીય કરુણા પણ નહી – માનવીય સુસ્તી વિશ્વને બચાવી રહી છે. જો સ્ત્રીત્વ અને પૌરૂષત્વને સમાન અભિવ્યક્તિમળે તો માનવીય સમજ ગ્રહને ચોક્કસપણે બચાવી શકે.

  • સદગુરૂ જગ્ગી વાસુદેવ

(ઇશા ફાઉન્ડેશનના સ્થાપક-પ્રણેતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]