લકી અને અનલકી એટલે કે સાદી ભાષામાં શુકનિયાળ અને અપશુકનિયાળ, આવીચીજો હોય છે? અમુક ચીજો આપણને અનાયાસે હાથમાં આવી પડે કે આપણને આપવામાં આવે ત્યારે ચીજોશું કોઈ સંકેત આપી રહી છે? આપણે જાણીએ છીએ કે દરેક ચીજોનું પોતાનું આપણા મનમાં સ્થાન છે, દરેક ચીજ, ચિત્ર કે રંગ મનની અંદર નિશ્ચિત અસર ઉભી કરે છે, એક અનુભવ આપે છે. દરેક ચીજ, ચિત્ર કે રંગ સારી કે ખરાબ લાગણીને પણ જન્મ આપી શકે છે. શકુન શાસ્ત્રને સમજીએ તો, કુદરતમાં બધું એક સાથે થાય છે, જેમ કે, કોઈ પ્રશ્ન અને કોઈ ઘટના એક સાથે ઘટે તો શક્ય છે કે પ્રશ્ન અને ઘટનાને કોઈ સંબંધ હશે. તમારા જીવનમાં શુકનિયાળ કે લકી ચીજો જો આપમેળે આવી જાય તો શક્ય છે કે તે કોઈ સારા શુભ સમાચારનો સંકેત હોય.
તમે જાતે પણ આ લકી ચીજોને પોતાની પાસે રાખીને અથવા બીજાને આપીને શુકન કરાવી શકો છો. લકી ચીજો મિત્રોને શુભેચ્છા કેભેટ સ્વરૂપે આપવાથી મિત્રોમાં સકારાત્મક ઉર્જા બળવાન બનશે. ઘર કે ઓફીસના સ્થળે આ ચીજો રાખવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થશે, આત્મવિશ્વાસ પણ વધશે.જે ચીજો અશુભ ગણાવી છે, ખરું છે કે તે ઉપયોગી પણ છે પરંતુ આ ચીજો નકરાત્મક ગણવામાં આવી છે, આવી ચીજો જો વારંવાર હાથમાં આવે અથવા તો સતત નજર સામે પડેલી રહે તો તેને પણ અપશુકન ગણવામાં આવ્યા છે.
ઘરેણા કે શણગાર ભેટ માટે:
શુભ: ચેઈન,મોતીનો હાર,ચાંદી, સોનું, માણેક;
અશુભ:લોકેટ, ક્ફ્લીંક, સિગાર કેસ,અણીવાળીપીન કે પથ્થરની ચીજ જે શણગાર તરીકે વપરાતી હોય; કપાયેલ પથ્થરની ચીજો. |
વપરાશનીચીજો:
શુભ: ચાલવાની લાકડી, કપ, ગ્લોવ્સ, ફોટોફ્રેમ, ફ્લાવરવાસ, પુસ્તક, લેમ્પ, ઘરેણા મુકવાની પેટી, ચિત્ર.
અશુભ:કાતર,પર્સ, ટાઈ, હેટ, છરી જેવી ધારવાળી ચીજ, પડદા, જૂતા, કમરબેલ્ટ, રૂમાલ, છત્રી,નેઈલ કટર. ફૂલ: શુભ:લાલ ફૂલ,ગુલાબ, લીલી (અતિશુભ), ડેઈસી. અશુભ:પીળા ફૂલ,પોપી, મોસ, હેમ્લોક. ફળો: શુભ:સફરજન, પ્લમ, પીચ,દ્રાક્ષ, દાડમ (અતિશુભ) અને સંતરા. અશુભ: અંજીર, અખરોટ, કઠણ ફળો કે સુકામેવા. સુગંધ: શુભ: ગુલાબ, અંબરજેવી લાઈટ ખુશ્બુ. અશુભ:મસ્ક, પચોલી જેવી ભારે ખુશ્બુ. ભેટ આપવા માટે શુભવાર: રવિવાર, શુક્રવાર, સોમવાર; પ્રમાણમાંઓછા શુભ: મંગળવાર, શનિવાર |
ભેટઆપવા માટે ઘણી માન્યાતાઓ છે, યુરોપઅને દુનિયાના મોટાભાગના લોકો માને છે કે ભેટ સોગાદનો અર્થ અને તેના પ્રકાર પર આવનારો સંબંધ ચોક્કસ રીતે ટકે છે, બીજાઅર્થમાં તમે જે ચીજો ભેટમાં આપો છો તેની સીધી અસર તમારા સંબંધ પર થાય છે. ઉપર જણાવેલ બાબતોને ધ્યાનમાં લઈને તમે તમારા ગમતા પાત્રને ભેટ આપી શકો. ભેટ ક્યારે આપવી તે વિષે પણ માન્યતાઓ છે, એક સામાન્ય અભ્યાસ મુજબ નીચેના સમય સપ્તાહ દરમ્યાન શુભ ગણાય છે. ભેટ માટે તથા કોઈ પણ મહત્વના કાર્ય કે મુલાકાત માટે પણ આ સમયનો તમે ઉપયોગ કરી શકશો:
સપ્તાહના લકી સમય:
રવિવાર:
શુભ:બપોરે ૩ થી ૪:૩૦; અશુભ:સાંજે ૪:૩૦થી ૬:૦૦ સોમવાર: શુભ: બપોરે૧:૩૦ થી ૩; અશુભ:સવારે૭:૩૦થી૯:૦૦ મંગળવાર: શુભ: બપોરે૧૨ થી ૧:૩૦; અશુભ: બપોરે ૩ થી ૪:૩૦ બુધવાર: શુભ:સવારે ૧૦થી૧૨; અશુભ: બપોરે ૧૨ થી ૧:૩૦ ગુરુવાર: શુભ:સવારે ૯ થી ૧૦:૩૦ અશુભ: બપોરે ૧:૩૦થી ૩ શુક્રવાર: શુભ:૭:૩૦થી ૯; અશુભ: સવારે ૧૦:૩૦થી ૧૨ શનિવાર: શુભ: ૬ થી ૭:૩૦ સવારે; અશુભ: ૯થી ૧૦:૩૦ સવારે |