સંસારમાં સુખ-દુ:ખ, દિવસ-રાત, સત્ય-અસત્ય, નવું-જુનુ વિગેરે વિરોધાભાસી બાબતોનું ચક્કર ચાલતું જ રહે છે. જ્યારે નવું છે ત્યારે જુનુ નથી, જૂનું છે ત્યારે નવું નથી. જેવી રીતે અમૃત અને ઝેર એક સાથે નથી રહી શકતા, તેવી જ રીતે આ વિરોધી બાબતો પણ એક સાથે નથી રહી શકતી. જેવી રીતે નાના બાળકનો જન્મ નવું શરીર મેળવવાના કારણે નવો કહેવાય છે, પરંતુ નવા શબ્દની બધી વિશેષતાઓ તેનામાં નથી હોતી, કારણ કે જન્મની વિધિ, પાંચ તત્વ કે જેનું શરીર બનેલ છે તે તો જ છે. નવું વિશેષણ તો ત્યારે જ સાચું કહેવાય કે જ્યારે જન્મ ભોગબળના બદલે યોગબળથી થાય અને શરીર જે પાંચ તત્વોનું બનેલું છે એ પણ સતોપ્રધાન હોય. એવી જ રીતે નવ જવાનો માટે પણ નવું લોહી કહેવામાં આવે છે, પરંતુ તમો પ્રધાન ખોરાક તથા તમો પ્રધાન હવા પાણીથી બનેલ લોહી નવું નથી.
નવી દિલ્હીને પણ ભીડ, ગંદકી, પ્રદુષણ, અકસ્માતના કારણે જૂની દિલ્હીથી અલગ નહીં કહી શકીએ. દર વર્ષે નૂતન વર્ષના અભિનંદન આપવામાં આવે છે તેમાં પણ ફક્ત તિથિ-તારીખ બદલાય છે બાકી મનુષ્યની વૃત્તિઓતો એ જ જુના વર્ષ વાળી જ રહે છે. આ પ્રમાણે ઘણા ઉદાહરણ આપી શકાય તેમ છે જે સાબિત કરે છે કે આ કળિયુગી જુના વિશ્વમાં નવા શબ્દની નીચેની તમામ વસ્તુઓ જૂની જડજડીભૂત બની ગહેલી હોય છે. કારણકે માનવની નૈતિકતાનું પતન થયું છે. આજે દુનિયા ભોગી બની ગઈ છે. સંબંધોમાં સ્નેહ તથા સન્માનની ભાવના નથી રહી. નિરક્ષરતા, બેરોજગારી, બાળ મજુરી, વેશ્યા વૃત્તિ, અત્યાચાર વિગેરે વધી રહ્યા છે. એકલા ભારતમાં 60 કરોડ લોકો અશિક્ષિત છે. 6 કરોડથી વધુ ભણેલા યુવાનો બેરોજગાર છે. 12 કરોડથી વધુ બાળકો બાળ મજુરીનો ભોગ બનેલ છે.
1 કરોડથી પણ વધુ છોકરીઓ વેશ્યાવૃત્તિ તરફ ધકેલાઈ ગઈ છે. બે કરોડ જેટલા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. પરસ્પરનો વિશ્વાસ તથા ભાઈચારો સમાપ્ત થઈ ગયો છે. ત્યાગ, ઉદારતા તથા આતિથ્યનું સ્થાન સ્વાર્થ વૃત્તિએ લીધું છે. સહાનુભૂતિની ભાવના ઓછી થઈ રહી છે. ચારે તરફ હિંસા તથા લૂંટફાટ જોવા મળે છે. મનુષ્ય આત્માઓમાંથી નીકળતા ચિંતા, ભય, ગુસ્સો, ઉદાસી વિગેરે ના તરંગો વાતાવરણને ચિંતા વાળુ બનાવી રહેલ છે. આ સમસ્યાઓના નિવારણ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી સંપૂર્ણ સમાધાન મળતું નથી પરંતુ એક નવી સમસ્યા ઉભી થાય છે.
આજે એ પ્રશ્ન બધાને ચિંતામાં મૂકી રહ્યો છે કે વિશ્વને આ મુશ્કેલી માંથી કેવી રીતે બહાર લાવી શકાય! તેને સુંદર, સુખી, સંપૂર્ણ બનાવીને નવા વિશ્વમાં કેવી રીતે બદલી શકાય! અત્યારે ભૌતિક પદ્ધતિઓ તથા અનેક વર્ષોથી ચાલી રહેલ ધાર્મિક પદ્ધતિઓ તેને સુધારવામાં નિષ્ફળ જઈ રહેલ છે. આનેક ધર્મ છેલ્લા 2500 વર્ષથી જે બોધ આપી રહેલ છે તેનાથી માનવ જગતને દૈવી રૂપ નથી મળી શક્યુ. તેનાથી વિપરીત દ્વાપરયુગમાં મનુષ્યની પવિત્રતાની જે આઠ કળા હતી તે ધીરે ધીરે કળિયુગના અંતમાં શૂન્ય પર આવી ગઈ છે. આનો અર્થએ થયો કે વર્તમાન પદ્ધતિઓ એ દવા કરવાના બદલે દર્દને વધાર્યું છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)