“બીજાની મોટી ભૂલને પણ ભૂલીએ, નાના અમથા ઉપકારને પણ યાદ રાખીએ.”- સુખી જીવનના આ મહામંત્રમાં ઘણા રહસ્યો સમાયેલા છે. કોઈએ આપના જીવનમાં કાંટા ઉગાડયા છે. બીજાના જીવનમાં કાંટા ઉગાડવા વાળા આ દુનિયામાં ઘણા છે. પરંતુ આપ તેણે ઉગાડેલ કાંટાને વારંવાર યાદ કરવાથી શું કરી શકશો? કર્મના સિદ્ધાંત અનુસાર તેણે બીજાના જીવનમાં ઉગાડેલ કાંટા તેનેજ નુકશાન કરશે. આપ બદલામાં તેના જીવનમાં ફૂલ ઉગાડો તો આપને બદલામાં અનેક ઘણા ફુલ પ્રાપ્ત થશે. આપ ફૂલોને જ સ્મૃતિમાં રાખો તથા તેના દ્વારા પ્રાપ્ત થવાવાળી સુગંધમાં જ ખોવયેલા રહો. આપ કાંટાને વારંવાર આપની સ્મૃતિનું પાણી ન આપો. કારણકે કાંટાને વાવવું ગુનો છે તો તેને પાણી આપવું પણ ગુનો છે.
જો આપ વિચારો છો કે તેણે તમારા જીવનમાં કાંટા ઉગાડયાજ કેમ? તો એનો જવાબ છે કે મનુષ્ય કમજોરીઓનું પૂતળું છે. બધી રીતે માનવના રૂપમાં ભૂલો કરતો જ આવેલ છે. જો આપના વિચાર અનુસાર તે વ્યક્તિએ પોતાને યોગી કહેવડાવી, ભગવાન નો હાથ અને સાથ મેળવ્યા બાદ પણ ભૂલ કરી છે તો ભૂરી કરતી વખતે તે વ્યક્તિ યોગીની ઉંચી સ્થિતિના સિંહાસન પરથી ઉતરી માનવની સાધારણ મનો-સ્થિતિ રૂપી ધરણી પર બેસી ગયેલ હતો. કોઈએ એમ પણ કહ્યું છે કે નાના બાળકને ઊંચા સ્થાન પર બેસાડો તો તે સ્વચ્છ રહે છે, પરંતુ જેવો તે નીચે આવે છે તો માટી વાળો થશે જ. આ સંજોગોમાં તમારું કામ તો માટી લુછવાનું જ હોવું જોઈએ, નહીં કે કવિતાની જેમ આ ઘટનાનું વર્ણન જ્યાં ત્યાં કરતા રહીએ. આમ બીજાની પડતીને ભૂલવું એ જ પોતાની પડતીને રોકવાનો આધાર છે. વાસ્તવમાં બીજાના ઉપકારોને યાદ રાખવા તેજ આપણી યાદ શક્તિની સફળતા છે.
કોઈએ ખુબ સરસ કહ્યું છે – “भला करो और जाओ भूल, हो बस अपना यही असूल।” આપણે આપણી ડાયરીમાં કરવાના કામોની યાદી રાખીએ છીએ તથા જે કામ પૂરું થઇ જાય છે તેને સહીનું નિશાન કરી યાદી માંથી નીકાળી દઈએ છીએ. તેવી જ રીતે જીવનરૂપી ડાયરીમાં પણ જે કાર્યો કોઈના ભલા માટે કરીએ છીએ ફક્ત તેનેજ પૂર્ણતાની યાદીમાં રાખી શકીએ છીએ. જે કાર્યો દ્વારા બીજાનું ભલું નથી થતું તે કાર્યો પૂરા થવા છતાં પણ અધૂરા જ રહે છે. જે કાર્યો પૂર્ણ થઈ ગયા છે તેને ભૂલી જવામાં જ આપણું કલ્યાણ છે.
એટલા માટે જ કહેવાય છે કે – “नेकी कर और दरिया में डाल।’ જો ભલાઈ કરીને આપણે તે વ્યક્તિને વારંવાર તેની યાદ અપાવતાં રહીયે અથવા આપણે કરેલ ઉપકાર ના બદલામાં આપણને કંઈક મળે તેવી આશા રાખીએ તો તે ઉપકાર એવો છે જેમકે કોઈને મધુર મીઠાઈ ખવડાવતા-ખવડાવતા તેમાં થોડી કાંકરી નાખી દઈએ કે જેથી દાંતની નીચે આવતી કાંકરીના કારણે મીઠાઈનો સ્વાદ જ સમાપ્ત થઈ જાય. જો આપણે કરેલ ભલાઈના કામને ભૂલી જઈશું તો વિધાતાની ડાયરીમાં આપણું ભલાઈનું કામ લખાઈ જશે. સ્મૃતિ-વિસ્મૃતિના સંદર્ભમાં એ જાણવું જરૂરી છે કે શરીરમાં તેનું કેન્દ્ર ક્યાં છે? આધુનિક વિજ્ઞાન માત્ર શરીરને જ તમામ ક્રિયાઓનો આધાર ન માનતા શરીરને ચલાવવા વાળી ચૈતન્ય શક્તિમાં પણ વિશ્વાસ કરવા લાગેલ છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
