રૂહાની રહમની અગત્યતા

આ મહાસાગરનો કિનારો કરુણા છે. માટે જ કલ્યાણ અને કરુણાનો આપસમાં ગાઢો સંબંધ છે. કરુણા ભાવ ઉત્પન્ન થયા વગર કોઈનું કલ્યાણ થઇ શકતુ નથી. જેનામાં જેટલી કરુણા અર્થાત રહમ ભાવ છે તેઓ એટલા જ શિવ (ભગવાન) સમાન છે. આજે વિશ્વમાં નાના પદ થી લઈને મોટી સત્તાઓ સુધી દરેકમાં ઉત્તેજના તથા શું થશે તેની ચિંતા દેખાઈ રહી છે. ક્યાંક શાંતિની સ્થાપનાનો પ્રશ્ન તો ક્યાંક ભૂખ અને ગરીબીથી બેહાલ લોકોનો સમૂહ છે. ક્યાંક સ્વાર્થની બોલબાલા છે તો ક્યાંક પ્રેમ માટે વ્યાકુળતા છે. ક્યાંક નાણાનો અભાવ છે તો ક્યાંક વ્યર્થનું પૂર છે. આ દુઃખ-દર્દ ભર્યા દ્રશ્યને મુસ્કુરાહટમાં બદલવાનો એકમાત્ર ઉપાય પરમાત્મા પિતા દ્વારા આપવામાં આવેલ રૂહાની જ્ઞાન છે, પોતાના સાચા આત્મિક રૂપની ઓળખાણ તથા સૃષ્ટિ ચક્રના જ્ઞાનની સાચી ઓળખ છે. પરંતુ જે રીતે કોઈપણ પ્રકારના શરીરના ઘા ઉપર પહેલા મલમ લગાવવામાં આવે છે ત્યારબાદ પટ્ટી લગાવવામાં આવે છે, તે જ રીતે રૂહાની જ્ઞાન આપતા પહેલા રુહાની રહમની જરૂરત હોય છે.

પહેલા મલમ અને પછી પટ્ટીનો અવિનાશી સાથ ઘાની પીડાને રાહત પહોંચાડે છે. આ રીતે વિશ્વને પણ રહમનો મલમ જોઈએ છે. રહમની કિરણો, રહમ ભરી દુઆઓ જોઈએ છે. રૂહાની જ્ઞાન દ્વારા ત્રીજું નેત્ર ખોલવા માટે સર્વપ્રથમ બધી આત્માઓને રહમના ભાવથી ભરપૂર કરો તેનાથી તેમના હૃદય નિર્મળ બનશે અને ત્યારેજ વિશ્વ સમસ્યા મુક્ત બની શકશે. રહમભરી દ્રષ્ટિ તથા વાણીમાં ખૂબ શક્તિ છે. “બધાનું ભલું થાવ, કલ્યાણ થાવ” આ પ્રકારના ફેલાવતી રૂહાની દૃષ્ટિ તથા વાણી પથ્થર હૃદયને અને ના બદલવા વાળા અને વિરોધી આત્માઓના હૃદયને પણ મીણ જેવું મુલાયમ તથા શીતળ બનાવી દે છે. તેમની મરી પરવાડેલ સદભાવનાઓને આશાનું અમૃતપાન કરાવી અમરતા તરફ લઈ જાય છે. આ વિધિ વિરોધીયોને પણ ગળાનો હાર બનાવી દે છે. આ રહમભાવ જ શ્રેષ્ઠ ધર્મનું મૂળ છે. માટે જ કહેવાય છે – “દયા ધર્મનું મૂળ છે”. આજ ધર્મસ્થાપકનું તેજ-બળ છે. કોઈપણ શરીરધારી ભગવાન નથી બની શકતા પરંતુ આ કરુણાની શુદ્ધ ભાવનાથી મહાત્મા બુદ્ધ ભગવાન તો નહીં પણ ભગવાન સમાન બની ગયા. તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા.

જ્યારે આત્મા રુહાનિયતના રૂઆબથી ભરપૂર હોય છે ત્યારે કરુણા કે રહમની ભાવના ઉત્પન્ન થાય છે. જ્ઞાનયુક્ત રહમદિલ આત્મા ક્યારેય પણ કોઈના ઉપર પ્રભાવિત નથી થતી. જ્યારે કોઈ શ્રેષ્ઠ આત્મા દ્વારા સહયોગ મળે છે ત્યારે સહયોગ લો પરંતુ દાતા કોણ છે તે ભૂલવું ન જોઈએ.

રહમની શરૂઆત પોતાના ઉપર રહમ થી થાય છે . પરંતુ આ કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે. કારણકે જ્યારે વ્યક્તિ પોતાના ઉપર રહમ કરતા કરતા પોતાના ઉપર પ્રભાવિત થવા લાગે છે ત્યારે તે પોતાની પ્રગતિના દરવાજા બંધ કરી દે છે. પોતાના ઉપર રહમ કરતા સમયે પોતાની દરેક સફળતાનો યશ રહમ દિલ પ્રભુ પિતાને આપીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)