ધારોકે મને 99 ડિગ્રી તાવ છે. જો તે સમયે તેનો ઉપાય ન કર્યો તો તાવ વધતો જશે. ગુસ્સાનું બીજું રૂપ છે હતાશા. આપણે એવું ઈચ્છીએ છીએ કે બધી વ્યક્તિઓ આપણા વિચાર મુજબ કાર્ય કરે. જ્યારે મારી અપેક્ષા પૂરી નથી થતી ત્યારે હું નિરાશ થઇ જાઉં છું. અપેક્ષા આપણને પોતાનાથી પણ હોય છે અને અન્ય લોકો પાસેથી પણ હોય છે.
આપણને એ સમજમાં આવી ગયું છે કે સવાર મારી પોતાની છે તથા દિવસ મારો પોતાનો છે. સવારે-સવારે આપણે એવા વિચાર કરીએ કે બાળકો શાંતિથી તૈયાર થઈને સ્કૂલે જશે અને મારો દિવસ શાંતિ તથા સ્થિરતા સાથે પસાર થશે. જ્યારે સમય પ્રમાણે કાર્ય નથી થતું અને બીજા લોકો મારી જેમ કામ નથી કરતા ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ આ બંને ચીજોને આપણે સારી રીતે સમજી લઈએ તથા વિચારપૂર્વક શાંત ચિત્ત સાથે કાર્ય કરીએ.
એક દિવસ માટે આપણે પ્રયત્ન કરીએ કે કોઈપણ સંજોગોમાં હું ગુસ્સે નહીં થાઉં, નિરાશ નહીં થાઉં. ગુસ્સે તો આપણે કોમ્પ્યુટર થી થઈ રહ્યા છીએ, કોમ્પ્યુટરને કોઈ ફરક નથી પડતો કે આપણે ગુસ્સે થઈએ છીએ કે નથી થતા. મહત્વની બાબત એ છે કે એક દિવસ આ મુજબ વર્તન કરીને જોઈએ પછી ચેક કરીએ કે મારું ખુશીનું લેવલ ક્યાં સુધી પહોંચ્યું છે! આપણે બીજાનું ધ્યાન રાખીએ છીએ પરંતુ પોતાનું ધ્યાન નથી રાખતા, કારણકે આપણને ખબર જ ન હતી કે પોતાનું ધ્યાન કેવી રીતે રાખવું? હવે આપણને તેની રીત ખબર પડી ગઈ છે. આ અંગે બીજા કોઈ કાંઈ મદદ નહીં કરી શકે ફક્ત આપણે પોતાના વિચારોને પરિવર્તન કરવાના છે. આપણે દિવસ દરમિયાન જે વર્તન કર્યું તે યોગ્ય હતું કે નહીં! તે અંગે ચિંતન કરવું જોઈએ. ક્રોધ અને નિરાશા એ ગુસ્સાના જ નાના રૂપ છે. અત્યાર સુધી આપણે તેને સાધારણ માની ને ચાલી રહ્યા હતા.
એક દિવસનો મારો અનુભવ એ કહે છે કે જ્યારે મને ગુસ્સો આવ્યો ત્યારે મેં અનુભવ કર્યું કે તેને રોકી શકાય તેમ છે. આ એક બીમારી સમાન છે. એક પ્રકારની બીમારી એવી હોય છે કે જેને આપણે સ્વીકારી લીધી છે કે તે આખા જીવન દરમિયાન મારી સાથે રહેશે. બીજી બીમારી એવી હોય છે કે જેને ઠીક કરી શકીએ છીએ. એક છે કે આખી જિંદગી બીમારી સાથે પસાર કરવી અને એક છે કે આ બીમારી તો બહુ જ નાની છે. તે ઠીક થઈ જશે.
આપણે ક્રોધ વિશે જાણ્યું, જો ક્રોધને શરૂઆતમાં જ ન રોક્યો તો તે નિરાશાનું રૂપ લઈ લેશે. જ્યારે ઘટનાઓ
મારી અપેક્ષા મુજબ નથી બનતી ત્યારે નિરાશા ઉત્પન્ન થાય છે. આપણે અન્ય લોકોને તથા પરિસ્થિતિઓને
આપણી અપેક્ષા અનુસાર ચલાવવાની કોશિશ કરીએ છીએ.આ સમયે આપણે પોતાની જાતને પ્યારથી સમજાવવું પડશે કે લોકો તથા પરિસ્થિતિઓ તો તેમના મુજબ જ ચાલશે. મારું મારી ફરજ છે કે હું સાક્ષી ભાવથી બીજાને માર્ગદર્શન આપું. ત્યારબાદ જો મારી અપેક્ષા મુજબ કામ નહીં થાય તો હું નિરાશ નહીં થાઉં.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)