નવી દિલ્હીઃ દેશના બંધારણની 75મી વર્ષગાંઠ પર ચર્ચા દરમ્યાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ, RSS અને વીડી સાવરકર પર તીખો હુમલો કર્યો હતો. વીડી સાવરકરે કહ્યું હતું કે બંધારણમાં કંઈ જ નથી, મનુ સ્મૃતિ કાયદો છે. ગાંધીએ કહ્યું હતું કે અમારું બંધારણ નવા ભારતનું બંધારણ છે. બંધારણમાં અમારા નવા ભારતના વિચાર છે.
ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે એમાં કંઈ પણ ભારતીય નથી. મનુ સ્મૃતિ એ ધર્મગ્રંથ છે, જે અમારા હિન્દુ રાષ્ટ્ર માટે વેદો પછી સૌથી વધુ પૂજનીય છે. આ પુસ્તકે સદીઓથી અમારા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતબદ્ધ કર્યું છે. આજે મનુ સ્મૃતિ જ કાયદો છે… આ સાવરકરના શબ્દો છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જે પુસ્તકથી ભારત ચાલે છે, એને આ પુસ્તકમાંથી દૂર કરી દેવું જોઈએ. એ વાતને લઈને લડાઈ છે, એમ ગાંધીએ કહ્યું હતું.મેં પહેલા ભાષણમાં યુદ્ધના વિચારનું વર્ણન કર્યું મહાભારતનું વર્ણન કર્યું, કુરુક્ષેત્રનું વર્ણન કર્યું હતું. દેશમાં આજે એક યુદ્ધ થઈ રહ્યું છે. એક તરફ (વિપક્ષની બાજુ) બંધારણના વિચારના રક્ષક છે.
“भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है।”
– ये बात आपके नेता सावरकर ने कही थी, जिसकी आप पूजा करते हैं।
: लोक सभा में नेता विपक्ष श्री @RahulGandhi pic.twitter.com/0jVOI23haQ
— Congress (@INCIndia) December 14, 2024
તેમણે એ દરમ્યાન હાથરસ દુષ્કર્મ કેસ, અગ્નિવીર યોજના અને સંભલ હિંસા સહિત અનેક મુદ્દે કેન્દ્ર પર તીખો હુમલો કર્યો હતો. હાથરસ બળાત્કાર મામલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અપરાધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પીડિતો પોતાનાં ઘરોમાંથી બહાર નથી નીકળી શકતા. તેમને અપરાધી ધમકાવી રહ્યા છે. શું ઉત્તર પ્રદેશમાં બંધારણ લાગુ નથી. ત્યાં મનુ સ્મૃતિ લાગુ છે.
રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતાં કહ્યું હતું કે અભય મુદ્રામાં હુનરને કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો છે.