પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ગોલ્ડ મેડલ જીતનારી અલ્જિરિયાની 25 વર્ષીય મહિલા બોક્સર ઈમાન ખલીફ એક નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ઈમાન ખલીફ જૈવિક રીતે સ્ત્રી નથી. ઈમાન ખલીફનો જન્મ ‘અંડકોષ’ અને ‘માઈક્રોસ્કોપિક પેનિસ’ સાથે થયો હતો.પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ઈમાન ખલીફ મહિલા છે કે પુરૂષ તેને લઈને ભારે વિવાદ થયો હતો. ગેમમાં વિરોધી બોક્સરે એમ કહીને મેદાન છોડી દીધું હતું કે, તેના મુક્કા પુરુષો જેવા છે. આ પછી ઈમાને પેરિસ ઓલિમ્પિક્સમાં 66 કિગ્રા કેટેગરીમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.