Home Blog Page 901

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ મે ૨૦૨૫

Chitralekha Gujarati – 02 June, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 23/05/2025

CBI ચાર્જશીટની વચ્ચે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની મુશ્કેલીઓ વધી  છે. કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચારના મામલે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સત્યપાલ મલિકનું નામ સામેલ છે. તેમની સાથે-સાથે કેટલાક અન્ય લોકો વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

CBIના એક અધિકારીએ જણાવ્યું કે કથિત કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર કેસમાં સત્યપાલ મલિક તેમના પ્રાઈવેટ સેક્રેટરી અને ચાર અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી વિશે હાલ સુધી સત્યપાલ મલિક દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ અગાઉ તેમણે આવી તમામ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો.

હવે આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે રૂ. 2200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રેક્ટને લઈને કથિત ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તે સમયે તો પોતે સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમને પ્રોજેક્ટ સંબંધિત બે ફાઇલોને મંજૂરી આપવા માટે રૂ. 300 કરોડની લાંચ આપવાની કોશિશ કરવામાં આવી હતી.

આ વિવાદમાં વધુ એક આરોપ એ છે કે આ પ્રોજેક્ટના સિવિલ વર્કના વિતરણમાં અને ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શનને અનુસરવામાં નથી આવ્યું.કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ ભ્રષ્ટચાર મામલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટની માહિતી મળતાં જ મલિકની તબિયત લથડી ગઈ છે અને તેઓ તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. સીબીઆઈએ મલિક વિરુદ્ધ એક પ્રોજેક્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાર મામલે કાર્યવાહી કરી છે.

સત્યપાલ મલિકની તબિયત લથડી

CBIની કાર્યવાહી વચ્ચે સત્યપાલ મલિકની તબિયત લથડી ગઈ છે. CBIએ આજે (22 મે) મલિક સહિત છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે, તો બીજી તરફ મલિકે સોશિયલ મિડિયા પર માહિતી શેર કરી છે કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે.

સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના વ્યાપ વિશે આ અભિનેત્રીએ ખોલ્યું રહસ્ય

મલયાલમ ફિલ્મ ઉદ્યોગ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. થોડા સમય પહેલા અભિનેત્રી વિન્સી એલોસિયસે શાઈન ટોમ ચાકો પર દારૂ પીધેલી હાલતમાં હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હવે ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી સાન્દ્રા થોમસે ઉદ્યોગમાં ડ્રગના ઉપયોગ વિશે વાત કરી છે. એટલું જ નહીં અભિનેત્રીના મતે, ફિલ્મના બજેટમાં જ આ માટે એક અલગ રકમ રાખવામાં આવી છે.

એક તરફ દર્શકો ફિલ્મોને એક કલા માને છે, ત્યારે પડદા પાછળનું કાળું સત્ય આઘાતજનક છે. ‘મનોરમા ટીવી’ સાથેની એક મુલાકાતમાં સાન્દ્રા થોમસે ઉદ્યોગમાં ડ્રગ્સના ઉપયોગ વિશે એવી વાતો કહી, જેણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.

ડ્રગ્સ માટે ખાસ રૂમ અને બજેટ?

સાન્દ્રા કહે છે કે હવે ફિલ્મ સેટ પર ડ્રગ્સના ઉપયોગ માટે અલગ રૂમની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહીં, ડ્રગ્સની ખરીદી પણ ફિલ્મોના નિર્માણ બજેટમાંથી કરવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્યોગમાં મોટાભાગના લોકો આ પ્રથાથી વાકેફ છે પણ ચૂપ રહે છે કારણ કે તેમની કારકિર્દી આ ઉદ્યોગ પર નિર્ભર છે. આ વાતચીતમાં સાન્દ્રાએ એમ પણ કહ્યું કે ફક્ત પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ ડ્રગ્સનો ઉપયોગ કરી રહી છે. કલાકારો હોય, ટેકનિશિયન હોય કે બીજું કોઈ, દરેક વ્યક્તિ આ દુષ્ટતામાં સામેલ છે.

બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે

આ ઉપરાંત, સાન્દ્રાએ સંગઠન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે એસોસિએશને વર્ષો પહેલા પગલાં લેવા જોઈતા હતા. તેમણે કહ્યું કે સેટ પર શું થઈ રહ્યું છે તે બધા જાણે છે પણ કોઈ આગળ આવતું નથી કારણ કે બધાને ડર છે કે જો સત્ય બહાર આવશે તો તેઓ પોતાની નોકરી ગુમાવી શકે છે.

બે વર્ષ પહેલા પણ એલર્ટ આપવામાં આવ્યું હતું

નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે સાન્ડ્રા થોમસે ડ્રગ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હોય. તેમણે વર્ષ 2023 માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ ત્યારે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. અભિનેત્રીના મતે બે વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી, બલ્કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

 

પાકિસ્તાનને સમર્થન આપતા તુર્કીને ભારતનો કડક સંદેશ

ભારતના વિદેશ મંત્રીએ તાજેતરમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન, વિદેશ મંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ અફઘાન મંત્રીનો આભાર માન્યો હતો.

વાતચીત દરમિયાન, વિદેશ મંત્રીએ એ હકીકતને પણ સંપૂર્ણપણે નકારી કાઢી હતી કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ છે. તેમણે કહ્યું કે કેટલાક ખોટા અને બનાવટી અહેવાલો દ્વારા બંને દેશો વચ્ચે મૂંઝવણ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને ભારત સંપૂર્ણપણે નકારી કાઢે છે.

તુર્કી અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે અપેક્ષા રાખીએ છીએ કે તુર્કી પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને દાયકાઓથી આશ્રય આપેલા આતંકવાદી માળખા સામે વિશ્વસનીય અને નક્કર પગલાં લેવા વિનંતી કરશે. દ્વિપક્ષીય સંબંધો એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા પર બાંધવામાં આવે છે. સેલેબી કેસ અંગે તુર્કી દૂતાવાસ સાથે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ મારી સમજ મુજબ આ નિર્ણય નાગરિક ઉડ્ડયન સુરક્ષા દ્વારા લેવામાં આવ્યો હતો.

પ્રવક્તાએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળોની વિદેશ મુલાકાતોમાં આતંકવાદ સામેની ભારતની લડાઈને મુખ્ય રીતે પ્રકાશિત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોને જવાબદાર ઠેરવવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર તેમનો પર્દાફાશ કરવો જરૂરી છે.”

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “કુલ સાત પ્રતિનિધિમંડળો છે. ત્રણ પ્રતિનિધિમંડળો રવાના થયા છે… આ એક રાજકીય મિશન છે. અમારો ઉદ્દેશ્ય વિશ્વ સાથે વ્યાપક સંપર્ક સ્થાપિત કરવાનો છે જેથી અમે સંદેશ આપી શકીએ કે ભારત આતંકવાદ સામેની લડાઈ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ આતંકવાદના તમામ સ્વરૂપો અને સ્વરૂપો સામે એક થાય. અમે વિશ્વને અપીલ કરીએ છીએ કે સરહદ પાર આતંકવાદ માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવે. જે દેશો છેલ્લા 40 વર્ષથી ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. પાકિસ્તાનની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવો મહત્વપૂર્ણ છે. ભારત પર થયેલા આતંકવાદી હુમલાઓ માટે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.”

વર્ષ 2024-25માં અદાણી ગ્રુપ કંપનીઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

અમદાવાદઃ અદાણી પોર્ટફોલિયોની લિસ્ટેડ તમામ કંપનીઓનાં નાણાકીય વર્ષ- 25નાં પરિણામો જારી કર્યાં છે. અદાણી સમૂહના CFO જગેશિન્દર રોબીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25ની મુખ્ય ગતિવિધિ એ અસ્ક્યામતો ઉપર 16.5 ટકાનું વળતર એ અદાણી સમૂહની કંપનીઓની સતત ધમધમતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ચિન્હિત કરે છે, જે વૈશ્વિક સ્તરે કોઈપણ માળખાકીય વ્યવસાયમાં સૌથી વધુ હોવા ઉપરાંત અસ્કયામતોની શ્રેષ્ઠ ગુણવત્તા અને અદાણી સમૂહની સમગ્ર કંપનીઓના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાઓને વધુ પ્રોત્સાહન આપે છે.

નાણકીય વર્ષ-25 અદાણી પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્ન વર્ષ બની રહ્યું હતું, તદનુસાર EBITDA રૂ. 89,806 કરોડ ($ 10.5 બિલિયન)ના અત્યાર સુધીના સૌથી વધુ આંકને સ્પર્શ્યો હતો. જે વાર્ષિક ધોરણે 8.2 ટકા સુધી હતો. વાર્ષિક ધોરણે પુનરાવર્તિત અગાઉના સમયની આઇટમ્સને બાદ કરતાં, વૃદ્ધિ 18 ટકાથી પણ વધુ છે.

ઉલ્લેખનીય છે કે EBITDA ના 82 ટકા ફાળો ઉચ્ચ સ્થિર ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મએ આપ્યો છે, જે ઉચ્ચ કક્ષાની સ્થિરતા અને દ્રશ્યતાને આભારી છે. અદાણીના ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અને અદાણી ટોટાલ ગેસ, પરિવહન અને અદાણી પોર્ટ્સ અને સેઝ યુટીલિટીનો સમાવેશ થાય છે.

કર બાદ રોકડ અથવા કામકાજમાંથી ભંડોળનો પ્રવાહ વધીને રૂ. 66,527 કરોડ ($ 7.8 બિલિયન) થયો છે, જે વ્યવસાયોમાં મજબૂત ઓપરેટિંગ લીવરેજ દ્વારા સંચાલિત છે. કર બાદનો નફો રૂ.40,565 કરોડની નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. ઉચ્ચ રોકડ પ્રવાહે રૂ. 1.26 લાખ કરોડ ($ 14.7 બિલિયન)ની વિક્રમજનક સંપત્તિ ઉમેરવામાં મદદ કરી છે. અદાણી પોર્ટફોલિયોના ઇતિહાસમાં સૌથી વધુ કુલ કુલ સંપત્તિ રૂ. 6.1 લાખ કરોડ ($ 71.2 બિલિયન) પર લઈ ગઈ છે.

ગયા છ વર્ષમાં દરેકમાં ઉદ્યોગ પ્રેરિત સતત 15 ટકાથી વધુ  વળતર પ્રાપ્ત કરવામાં અદાણી પોર્ટફોલિયોને સતત મદદ કરી છે. નાણાકીય વર્ષ 25માં માળખાકીય ક્ષેત્રમાં વિશ્વ સ્તરે સૌથી વધુ 16.5 ટકા વળતર હતું.

31 માર્ચ, 2025 સુધીમાં અદાણી પોર્ટફોલિયોમાં રૂ. 53,843 કરોડની રોકડ પુરાંત હતી, જે કુલ દેવાંના 18.5 ટકા છે.અદાણી પાવર લિ.માં નાણાકીય વર્ષ- 25 માં રૂ. 9322 કરોડમાં અગાઉના નાણા વર્ષ 24ના સમયની રૂ. 2433 કરોડની આવક સામેલ છે.

નાણાકીય વર્ષ-25 અદાણી એન્ટરપ્રાઇઝ લિ. હસ્તક અનિલ સોલર મોડ્યુલનું વાર્ષિક ધોરણે વેચાણ 59 ટકા વધીને 4263 મેગાવોટ થયું છે. અદાણી એરપોર્ટ પર વાર્ષિક ધોરણે પેક્સની હેરફેર 7 ટકા વધીને 94.4 મિલિયન અને કાર્ગોના પરિવહન વાર્ષિક ધોરણે 8 ટકા વધીને 1.09 મિલિયન મેટ્રિક ટન થયું છે.

માર્ગના વ્યવસાયમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2410.1 લેન-કિલોમીટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિર્માણ હેઠળના 8 પ્રકલ્પોમાંથી 7નું કામ 70 ટકા પૂર્ણ થયું છે. મુંદ્રામાં વાર્ષિક 500 કિલો ટન કોપર સ્મેલ્ટર કાર્યરત કરવામાં આવ્યું છે અને આગામી મહિનામાં સંપૂર્ણ રીતે ધમધમતું કરવામાં આવશે.

અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા વાર્ષિક ધોરણે ઓ૫રેશનલ ક્ષમતા 30 ટકાના વધારા સાથે 2710 મેગાવોટ સૌર અને 599 મેગાવોટ વિન્ડ પાવર પ્લાન્ટ્સના ઉમેરા સાથે વધીને 14,243 મેગાવોટ થઇ છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટ્રાન્સમિશન ઓર્ડર બુક એક વર્ષ અગાઉના રૂ. 17,000 કરોડ (USD 2 બિલિયન)થી સાડા ત્રણ ગણી વધીને રૂ.. 59,936 કરોડ (USD 7 બિલિયન) થઈ છે.

અદાણી પાવર લિ.એ 102 બિલિયન યુનિટ વીજઉત્પાદન કર્યું છે જે વાર્ષિક ધોરણે 20 ટકા ઊંચું છે. ઓપરેશનલ ક્ષમતા  વધીને હવે 17.5 ગિગાવોટ થઈ છે પરિણામે અદાણીનો કુલ યુટિલિટી પોર્ટફોલિયો 30 ગિગાવોટે પહોંચ્યો છે.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.નું કાર્ગોનું વોલ્યુમ કન્ટેનર વોલ્યુમમાં 20 ટકા મજબૂત વૃદ્ધિના અનુસંધાને વાર્ષિક ધોરણે 7 ટકા વધીને 450 મિલિયન મેટ્રિક ટન થયું છે. કામકાજ શરૂ કરવામાં આવ્યાના ફકત ચાર માસમાં વિઝ્હિન્જમ પોર્ટએ માર્ચ-2025માં 100,000 TEUsનો સીમાચિહન આંક વટાવ્યો છે.

અદાણી પોર્ટફોલિયોની અંબુજા સિમેન્ટ્સ લિ.એ નાણાકીય વર્ષ-24ની આખરથી વાર્ષિક 21 મિલિયન ટનના વધારા સાથે હવે વાર્ષિક 100 મિલિયન ટનની ક્ષમતા વટાવી દીધી છે.

કોવિડ પીડિત શિલ્પાની હવે કેવી છે તબિયત? હેલ્થ અંગે આપી માહિતી

બિગ બોસ 18 કે પૂર્વ પ્રતિયોગી અને બૉલીવુડ એક્સટ્રેસ શિલ્પા શિરોડકર કોવિડ-19 સંક્રમિત થઈ છે. આજે શિલ્પાએ સોશિયલ મીડિયાની સ્ટોરી પર હેલ્થ અપડેટ શેર કરી છે. તેણીએ તેના સ્વાસ્થ્ય અંગે ફેન્સને જાણકારી આપી છે.

 

શિલ્પાના સ્વાસ્થ્ય અપડેટ

શિલ્પાએ આજે ​​ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના સ્વાસ્થ્ય અપડેટ વિશે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે,’આખરે સ્વસ્થ થઈ રહી છે, સારું લાગી રહ્યું છે, તમારા પ્રેમ બદલ આભાર. ગુરુવાર શુભ રહે.’

શિલ્પા કોવિડ-19નો શિકાર બની હતી

19 મેના રોજ શિલ્પાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સમયે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. શિલ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યું,’નમસ્તે મિત્રો!’ મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુરક્ષિત રહો અને માસ્ક પહેરો!- શિલ્પા શિરોડકર. તેમણે પોસ્ટને કેપ્શન આપ્યું, “સુરક્ષિત રહો.”

શિલ્પા શિરોડકર આગામી ફિલ્મ ‘જટાધારા’ માં જોવા મળશે, જે એક અખિલ ભારતીય અલૌકિક કાલ્પનિક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં શિલ્પા ઉપરાંત સોનાક્ષી સિંહા પણ જોવા મળશે. આ સોનાક્ષીની પહેલી તેલુગુ ફિલ્મ હશે. આ ફિલ્મમાં સુધીર બાબુ, રવિ પ્રકાશ, દિવ્યા વિજ અને રેઈન અંજલી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

શિલ્પા બિગ બોસમાં જોવા મળી હતી

અગાઉ, શિલ્પા બિગ બોસ 18 માં વિવિયન ડીસેના, કરણ વીર મહેરા, ચૂમ દરંગ, નાયરા બેનર્જી, મુસ્કાન બામને અને એલિસ કૌશિક જેવા સ્પર્ધકો સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.

સેન્સેક્સ 664 પોઇન્ટ તૂટ્યો હતોઃ રોકાણકારોના રૂ. બે લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ વીકલી એક્સપાયરી દિને બજારમાં ઝડપી ઘટાડો થયો હતો. ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટી ગયો હતો.  પરંતુ ટ્રેડિંગ સેશનને છેલ્લા કલાકમાં બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી. જેથી નિફ્ટી 24,600ના સ્તરે બંધ થયો હતો. અમેરિકી બોન્ડ યિલ્ડમાં ઉછાળો અને વૈશ્વિક બજારોમાં વેચવાલીને લીધે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. રોકાણકારોના રૂ. બે લાખ કરોડ ડૂબ્યા હતા.

ઘરલુ શેરબજારોમાં રિલાયન્સ, HDFC બેન્ક અને ઇન્ફોસિસ જેવા હેવી વેઇટેજ શેરોમાં ઘટાડાને પગલે ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓના શેરોમાં ઘટાડો સૌથી વધુ રહ્યો હતો. સેન્સેક્સ 645 પોઇન્ટ તૂટીની સાથે 80,952ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 204 પોઇન્ટ તૂટીને 24,610ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 134 પોઇન્ટ તૂટીને 54,941ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 295 પોઇન્ટ તૂટીને 56,325ના મથાળે બંધ થયો હતો.

સ્થાનિક બજારમાં સૌથી વધુ ઘટાડો FMCGS, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને બેન્કિંગ શેરો ઘટીને બંધ થયા હતા.  BSE સેન્સેક્સમાં 30માંથી 27 શેર ઘટીને બંધ થયા હતા.

BSE પર કુલ 4086 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1758 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2165 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 163 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 82 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 34 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 225 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 221 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.