Home Blog Page 841

લ્યો બોલો! ઈન્ડોનેશિયા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પરત ફરી

ભારતથી ઇન્ડોનેશિયા જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટને તેનો રૂટ ડાયવર્ટ કરવો પડ્યો. આ ફ્લાઇટને અધવચ્ચે જ નવી દિલ્હી પરત ફરવું પડ્યું. વાસ્તવમાં, ઇન્ડોનેશિયામાં બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હી પરત ફરવું પડ્યું. તે રાજધાનીથી બાલી જઈ રહી હતી.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતરી ગઈ હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “18 જૂનના રોજ, બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145 ને સલામતીના દૃષ્ટિકોણથી દિલ્હી પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી.”

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ સાથે મુસાફરોને કોઈપણ વધારાના શુલ્ક વિના ટિકિટ રદ કરવા અથવા મુસાફરીનું સમયપત્રક ફરીથી નક્કી કરવા પર સંપૂર્ણ રિફંડની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

નોંધયની છે કે તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું પ્લેન ટેક ઑફ થયાના થોડીક સેકન્ડોમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતાં. જેમાંથી 241 લોકોના મોત થયા છે. આ ઘટનાને સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. એરલાઈન્સ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. એવામાં એર ઈન્ડિયાને લઈ કંઈક ને કઈંક મુશ્કેલીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે.

શાહરુખ ખાનની કિંગ ફિલ્મમાં આ ફેમસ બ્રિટિશ સિંગર ગાશે ગીત

પોપ ગાયક એડ શીરન ફરી એકવાર ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરવાના મૂડમાં છે. આ વખતે તેણે ખુલાસો કર્યો છે જેનાથી શાહરૂખ ખાન અને બોલિવૂડ ચાહકો ખૂબ ખુશ છે. પ્રખ્યાત બ્રિટિશ ગાયકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આડકતરી રીતે પુષ્ટિ આપી છે કે તેણે કિંગ ખાન એટલે કે શાહરૂખની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે એક હિન્દી ગીત રેકોર્ડ કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખ સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે.

ભારતમાં પોતાના કોન્સર્ટ અને ભારત પ્રત્યેના પ્રેમ માટે પહેલાથી જ સમાચારમાં રહેલા એડ શીરને આ વખતે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેમણે એક હિન્દી ગીત રેકોર્ડ કર્યું છે. તેમણે કહ્યું કે આ ગીત શાહરૂખ ખાનની ફિલ્મનો એક ભાગ છે અને આ ગીત પંજાબી વર્ઝનમાં ‘સેફાયર’ નામના ગીત પર આધારિત છે, જેમાં અરિજિત સિંહ પણ સામેલ છે. આ વાત જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો.

અરિજીત સિંહ અને એડ શીરનની જોડી

તાજેતરમાં, બંને ગાયકો ભારતમાં સાથે ફરતા જોવા મળ્યા હતા ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે બંને એક ખાસ સંગીત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ શાહરૂખની ફિલ્મ માટે ગીત ગાવા જઈ રહ્યા છે, ત્યારે ચાહકો આ ગીતને લઈને વધુ અધીરા થઈ ગયા છે.

‘કિંગ’માં મજબૂત સ્ટારકાસ્ટ

શાહરુખ ખાનની ‘કિંગ’ ફિલ્મ પહેલેથી જ મેગા બજેટ અને મોટા પાયે ફિલ્મ છે. તેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ મજબૂત છે, જેમાં સુહાના ખાન ઉપરાંત, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, અર્જુન વર્ષી, જેકી શ્રોફ અને રાઘવ જુયાલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2026 માં રિલીઝ થવાની યોજના છે.

શાહરુખનો નવો સંગીત પ્રયોગ

શાહરુખ ખાને હંમેશા પોતાની ફિલ્મોમાં નવી અને આંતરરાષ્ટ્રીય સંગીત પ્રતિભાનો સમાવેશ કર્યો છે. ‘ચક દે ઈન્ડિયા’માં શંકર-એહસાન-લોયની જોડી હોય કે ‘પઠાણ’માં વિશાલ-શેખરની સુપરહિટ ધૂન હોય – કિંગ ખાનની સંગીત સમજ હંમેશા અલગ અને પ્રભાવશાળી રહી છે. આવી સ્થિતિમાં, એડ શીરન જેવા આંતરરાષ્ટ્રીય સ્ટારનું આ પ્રોજેક્ટ સાથે જોડાણ ફિલ્મની ભવ્યતામાં વધુ વધારો કરે છે.

ભારત કોઈ પણ મધ્યસ્થતાને સ્વીકારતું નથીઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત કોઈ પણ પરિસ્થિતિમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા નથી સ્વીકારતું, ન પહેલાં સ્વીકારી હતી, ન હવે કરે છે અને ન તો ભવિષ્યમાં કરશે. G-7 શિખર સંમેલનમાં આ સ્પષ્ટ સંદેશ સીધો ટ્રમ્પને ફોન દ્વારા આપ્યો હતો, કારણ કે ટ્રમ્પ સાથે ઈઝરાયલ-ઈરાન સંકટને કારણે રૂબરૂ મુલાકાત શક્ય  નહોતી બની.

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે આ ફોન સંવાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈચ્છા પર થયો હતો અને લગભગ 35 મિનિટ ચાલ્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારતની નીતિ સ્પષ્ટ કરી હતી કે કાશ્મીર કે પાકિસ્તાન સાથે સંબંધિત વિષયો સંપૂર્ણપણે દ્વિપક્ષી છે અને કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા ક્યારેય સ્વીકાર્ય નથી રહી।

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વિશે પણ વડા પ્રધાને સ્પષ્ટતા કરી કે તાજેતરમાં જે સૈન્ય તણાવ જોવા મળ્યો હતો, તેમાં ન તો અમેરિકા અને ન કોઈ અન્ય દેશની મધ્યસ્થતા થઈ હતી. સરહદ પરના સેનાની કાર્યવાહીઓ રોકવા માટે જે ચર્ચાઓ થઈ હતી, તે બંને દેશોની સૈન્ય સંસ્થાઓ વચ્ચે પહેલેથી હાજર ચેનલ્સ દ્વારા જ થઈ હતી અને તે પણ પાકિસ્તાનની પહેલ પર.

આ સંવાદમાં વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ઓપરેશન ‘સિન્દૂર’ વિશે પણ માહિતી આપી હતી,જેમાં ભારતે સરહદ પાર આતંકવાદના જવાબમાં ઘાતક સૈન્ય કાર્યવાહી કરી હતી. આ મુદ્દે ટ્રમ્પે પણ મોદીને આતંકવાદ સામે ભારતને સમર્થન આપવા માટે ખાતરી આપી હતી.

વિદેશ સચિવે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ભારતમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે, જોકે મુલાકાતની તારીખ અને સ્વરૂપ અંગે હજી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

આ નિવેદનને અમેરિકા માટે એક કૂટનીતિક સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કે ભારત તેના પ્રાદેશિક મુદ્દાઓમાં કોઈ પણ ત્રીજા પક્ષની દખલઅંદાજી સહન કરશે નહીં.

મહારાષ્ટ્રમાં હિન્દી હવે અનિવાર્ય ભાષા રહેશે નહીં, વિવાદ વચ્ચે સરકારે કહ્યું આવું

હિન્દી ભાષા અંગે મહારાષ્ટ્ર સરકારનો વધુ એક નવો GR (સરકારી ઠરાવ) એટલે કે સરકારી આદેશ બહાર આવ્યો છે. હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવા અંગે ચાલી રહેલા વિવાદ બાદ સરકારે એક નવો આદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હિન્દી હવે વૈકલ્પિક ભાષા રહેશે.

રાજ્યમાં હિન્દી હવે અનિવાર્ય ભાષા રહેશે નહીં. અભ્યાસ માટે હિન્દીને સામાન્ય ત્રીજી ભાષા તરીકે લાગુ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી હિન્દીને બદલે બીજી કોઈ ભાષા શીખવા માંગે છે, તો તેને આમાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ ભાષા શીખવા માટે વર્ગમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. જો આવું થાય તો જ શાળામાં સંબંધિત ભાષાના શિક્ષકની નિમણૂક કરવામાં આવશે, એટલે કે હિન્દી હવે સામાન્ય ત્રીજી ભાષા હશે.

સરકારી આદેશમાં આ બાબતો કહેવામાં આવી

સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે રાજ્ય અભ્યાસક્રમ ફ્રેમવર્ક શાળા શિક્ષણ 2024 મુજબ, હવેથી ધોરણ 1 થી 5 સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દી ત્રીજી ભાષા તરીકે ફરજિયાત ભાષા રહેશે નહીં.

વિદ્યાર્થીઓ હિન્દીને બદલે બીજી ભાષા પણ પસંદ કરી શકે છે

સરકારી આદેશમાં જણાવાયું છે કે ધોરણ 1 થી 5 સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દી શીખવવામાં આવશે. જો વિદ્યાર્થીઓ હિન્દીને બદલે અન્ય ભારતીય ભાષાઓમાંથી કોઈ એકને ત્રીજી ભાષા તરીકે શીખવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો તે વિદ્યાર્થીઓને તે ભાષાને ત્રીજી ભાષા તરીકે શીખવવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, તેમની શાળામાં એવા વિદ્યાર્થીઓની સંખ્યા જે હિન્દીને બદલે ત્રીજી ભાષા તરીકે અન્ય ભાષાઓ શીખવવાની ઇચ્છા વ્યક્ત કરે છે તેમની સંખ્યા ઓછામાં ઓછી 20 વર્ગવાર હોવી જોઈએ. તે પછી જ હિન્દીને બદલે બીજી કોઈ ભાષા શીખવવામાં આવશે.

G-7 શિખર સંમેલનથી PM મોદીએ પાકિસ્તાનને ફટકાર લગાવી

નવી દિલ્હીઃ G-7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો દૃઢ સંકલ્પ રજૂ કર્યો અને પાકિસ્તાનને ફટકાર લગાવી છે.  તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહીમાં ઝડપ લાવવા અને તેને પ્રોત્સાહન અને સમર્થન આપનારા દેશો વિરુદ્ધ કડક પગલાં લેવાની પર ભાર મૂક્યો હતો.

કેનેડામાં G-7ના સેશનમાં સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે આતંકવાદને સમર્થન આપનારા દેશોને જવાબદાર ઠેરવવામાં આવવા જોઈએ.વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે અમારી નીતિ અને દૃષ્ટિકોણ સ્પષ્ટ હોવા જોઈએ – જો કોઈ દેશ આતંકવાદને સમર્થન આપે છે, તો તેને તેની કિમત ચૂકવવી પડશે. એક બાજુ આપણે આપણાં હિતોને ધ્યાનમાં રાખીને તત્કાળ પ્રતિબંધો લગાવીએ છીએ, તો બીજી બાજુ જે દેશ ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તેમને પુરસ્કાર મળે છે, એમ તેમણે કહ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વડા પ્રધાને આતંકવાદ વિરુદ્ધ ભારતના અભિગમની પુષ્ટિ કરી હતી અને પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરવા બદલ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહી માટે આગ્રહ કર્યો અને આતંકને પ્રોત્સાહન આપનારા સામે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વડા પ્રધાને પોતાના ભાષણ દરમિયાન વૈશ્વિક દક્ષિણના મુદ્દાઓ અને તેના પ્રમુખ હિતોને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત વૈશ્વિક દક્ષિણની અવાજને વિશ્વ મંચ પર લાવવાની જવાબદારી નિભાવે છે.

આ પહેલાં PM મોદીને G-7 સેશનમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ સંમેલન પહેલાં પણ મોદીએ જણાવ્યું હતું કે તેઓ શિખર સંમેલનમાં વૈશ્વિક નેતાઓ સાથે મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને વૈશ્વિક દક્ષિણની અગ્રતા ઉપર ભાર મૂકશે.

ખોમિનીએ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીએ બુધવારના રોજ X પર પોસ્ટ કરીને કહ્યું હતું  કે મહાન હૈદરને નામે યુદ્ધ શરૂ થઈ ગયું છે. એ પછી થોડા સમય બાદ ખોમિનીએ ઈઝરાયેલને ચેતવણી આપતાં કહ્યું હતું કે આપણે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપવો પડશે. અમે એમને કોઈ દયા નહીં બતાવીએ.આ પહેલાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખોમિનીને શરત વગર આત્મસમર્પણ કરવા કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે અમે સારી રીતે જાણીએ છીએ કે સુપ્રીમ લીડર ક્યાં છુપાયો છે. અમે તેને મારવા નથી જઈ રહ્યા – ઓછામાં ઓછું હમણાં તો નહીં. ટ્રમ્પે કહ્યું હતું કે હવે અમારું ધૈર્ય ખૂટી રહ્યું છે અને ખોમિનીએ શરત વગર આત્મસમર્પણ કરવું જોઈએ.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે છઠ્ઠા દિવસે પ્રવેશી ગયો છે અને બંને દેશો એકબીજા પર મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે. મેહર ન્યૂઝ એજન્સી અનુસાર ઈરાને બુધવારે સવારે ઈઝરાયેલ પર ફતાહ મિસાઇલોનો મારો કર્યો છે. ફતાહ મિસાઇલ હાઈપરસોનિક મિસાઇલ છે, જે અવાજની ગતિ કરતાં પાંચ ગણી ઝડપે ચાલે છે.

રોઇટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા મિડલ-ઈસ્ટમાં વધુ લડાકુ વિમાનો તહેનાત કરી રહ્યું છે. ઈરાનના સરકારી મિડિયાએ જણાવ્યું છે કે ઈઝરાયેલી સેના દ્વારા ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલી ખોજિર મિસાઇલ ઉત્પાદન સુવિધા પર નિશાન સાધવામાં આવ્યું છે. આ સુવિધા ઈરાન માટે મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે અહીં બેલિસ્ટિક મિસાઇલ્સ સાથે સંકળાયેલે માળખું છે. અહીં ઓક્ટોબર, 2024માં પણ ઈઝરાયેલે હુમલો કર્યો હતો.

કાંદા-બટેટાના ઘઉંના લોટમાં પકોડા

વરસાદમાં તો પકોડા ખાવા ગમે જ! જો કોઈક વાર ચણાનો લોટ ઘરમાં ન હોય તો, ઘઉંના લોટના પકોડા પણ સરસ બને છે! જે બહારથી ઘણાં જ ક્રિસ્પી રહે છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1 કપ
  • બટેટા 2
  • કળી પત્તાના પાન 7-8
  • લીલા મરચાં 4
  • કાંદા 2
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • કાળા મરીનો અધકચરો ભૂકો ½ ટી.સ્પૂન
  • મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સમારેલી કોથમીર 1 કપ
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • રવો 2 ટે.સ્પૂન
  • બેકીંગ સોડા ½ ટી.સ્પૂન

રીતઃ બટેટાને ખમણી લો. કાંદા ઝીણાં સમારી લો. કળી પત્તાના પાન પણ સમારીને ઉમેરી દો. લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરી દો. ઘઉંનો લોટ, જીરૂ, અજમો, કાળા મરીનો ભૂકો, હળદર, મરચાં પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સમારેલી કોથમીર મેળવીને આ મિશ્રણ હાથ વડે ભેગું કરીને પાંચેક મિનિટ માટે રહેવા દો. જેથી તેમાં રહેલું પાણી છૂટે. ત્યારબાદ થોડું થોડું પાણી મેળવીને સહેજ જ ઢીલું એટલે કે એકદમ ઘટ્ટ ખીરું બનાવી લો.

આ ખીરું એક ચમચી વડે 2 મિનિટ માટે ફેંટી લો. હવે પકોડા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ કઢાઈ ભરીને નહીં પરંતુ નાની સાઈઝના પકોડા ડૂબે તેટલું જ લેવું.

પકોડા તળવા પહેલાં તેમાં રવો તેમજ ચોખાનો લોટ મેળવી દીધા બાદ બેકીંગ સોડા મેળવો. ત્યારબાદ નાની સાઈઝના પકોડા તળો. ખીરું ઘટ્ટ હોવાથી પકોડા તેલમાં નાખતી વખતે સાચવીને હળવેથી નાખવા. થોડીવાર માટે ગેસની આંચ મધ્યમ કરીને પકોડા હલાવ્યા વિના થવા દો. નીચેથી ગોલ્ડન થવા આવે ત્યારે ઝારા વડે ફેરવી દો.

પકોડા ગોલ્ડન રંગના તળાઈ જાય એટલે ગેસની આંચ તેજ-મધ્યમ કરીને પકોડા ઝારા વડે કાઢી લો.

પકોડામાં રવો તેમજ ચોખાનો લોટ ઉમેર્યા હોવાથી તે બહારથી ઘણાં જ ક્રિસ્પી બને છે!

આ પકોડા ગળી તેમજ તીખી ચટણી સાથે સારાં લાગશે અથવા ટોમેટો કેચ-અપ સાથે પણ ચાલશે!

૧૮ જૂન ૨૦૨૫

પંચાંગ 18/06/2025

ગુજરાત : 13 IAS અધિકારીઓને બદલી-બઢતીના આદેશ

ગુજરાતમાં આજે 13 IAS અધિકારીઓને બદલી-બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ IAS અશ્વની કુમાર, સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવની બદલી કરવામાં આવી છે તેમજ કે.કે. નિરાલા, IASની બદલી થતાં, IAS આરતી કંવર, સરકારના સચિવ, નાણાં વિભાગ આગામી આદેશ સુધી સરકારના નાણાં વિભાગ (ખર્ચ)ના સચિવ પદનો વધારાનો હવાલો સંભાળશે.