Home Blog Page 611

પંચાંગ 13/09/2025

શું અશ્નીર ગ્રોવરે ફરી સલમાન ખાનને છંછેડ્યો?

અશ્નીર ગ્રોવર આ દિવસોમાં રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ ના કારણે સમાચારમાં છે. તાજેતરમાં તેણે સલમાન ખાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું છે. જાણો આખી વાર્તા.

એ વાત તો બધા જાણે છે કે અશ્નીર અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા નથી. બંનેએ એકબીજા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ દિવસોમાં સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ 19 હોસ્ટ કરી રહ્યો છે, જ્યારે અશ્નીર ગ્રોવર શો રાઇઝ એન્ડ ફોલ માટે સમાચારમાં છે. તાજેતરમાં, અશ્નીર ગ્રોવરે એક ઇન્ટરવ્યુમાં કંઈક એવું કહ્યું જેને સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે.

અશ્નીર ગ્રોવરે તાજેતરમાં ન્યૂઝ 18 સાથે વાત કરી હતી, જ્યાં તેમણે રિયાલિટી શો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રિયાલિટી શો સ્પર્ધકો વિશે હોવા જોઈએ. સદનસીબે કે કમનસીબે, ભારતમાં આપણી પાસે એક ખૂબ મોટો શો છે જેમાં એક ખૂબ જ મોટો સુપરસ્ટાર રહ્યો છે. તેથી, તે સ્પર્ધકો કરતાં તેમના વિશે વધુ બની ગયું છે, ખરું ને? પરંતુ હકીકત એ છે કે કલાકો કોણ લગાવી રહ્યું છે? ભાઈ આપ તો એક વીકએન્ડ મેં આ રહે હો. જો 24 ઘંટે લગે હુએ હૈ વો તો સ્પર્ધક હૈ.”

તેમણે વધુમાં કહ્યું, ‘સત્તાનું સંતુલન સ્પર્ધકો અને તેમને મળતી સામગ્રી વચ્ચે હોવું જોઈએ. તેના બદલે કોઈ એવા વ્યક્તિ દ્વારા હાઇજેક કરવામાં આવે જેને તમે જાણો છો અને જે ફક્ત સપ્તાહના અંતે જ આવે છે.’

અશ્નીર ગ્રોવર બિગ બોસમાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે અશ્નીર ગ્રોવર નવેમ્બર 2024 માં બિગ બોસમાં મહેમાન તરીકે ગયો હતો. આ દરમિયાન સલમાન ખાને તેમના જૂના નિવેદનો અંગે સ્ટેજ પર તેમને ઠપકો આપ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વાતની ખૂબ ચર્ચા થઈ હતી.

મુંબઈમાં ચાલતી ટ્રેનમાંથી કૂદી અભિનેત્રી કરિશ્મા, માથા પર ગંભીર ઈજા

‘રાગિની એમએમએસ’ ની પ્રખ્યાત અભિનેત્રી ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. અભિનેત્રી ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી હતી અને હવે તેની હાલત એવી થઈ ગઈ છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોમાં અભિનય માટે પ્રખ્યાત કરિશ્મા શર્મા તાજેતરમાં એક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. મુંબઈમાં ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા બાદ તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તેણી હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તે શૂટિંગ માટે ચર્ચગેટ સ્ટેશન તરફ જઈ રહી હતી. અભિનેત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે. કરિશ્માએ પોતે આ ઘટનાની માહિતી તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. કરિશ્માએ જણાવ્યું હતું કે તે કેવી રીતે અકસ્માતનો ભોગ બની અને હવે તેની સાથે શું થયું છે.

કરિશ્માએ આ દુ:ખદ ઘટનાની વિગતો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. તેણીએ જણાવ્યું કે મેં સાડી પહેરી હતી અને હું ટ્રેનમાં ચઢવા ગઈ. જેવી મેં ટ્રેન પકડી કે અચાનક તેની ગતિ વધી ગઈ. આ સમય દરમિયાન તેણે જોયું કે તેના મિત્રો ટ્રેનમાં ચઢી શકતા નથી. ગભરાઈને તેણે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનું નક્કી કર્યું, જેના કારણે તે પીઠના બળે જમીન પર પડી ગઈ. કરિશ્માએ કહ્યું કે આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા, પીઠમાં દુખાવો અને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ પહોંચી છે. માથામાં ઈજાની ગંભીરતા જોઈને, ડોક્ટરોએ MRI કરાવવાની સલાહ આપી છે અને હાલ માટે તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.

પોતાની પોસ્ટમાં કરિશ્માએ લખ્યું, ‘ગઈકાલે, ચર્ચગેટ પર શૂટિંગ માટે જતી વખતે, મેં સાડી પહેરીને લોકલ ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. ટ્રેન શરૂ થતાંની સાથે જ તેની ગતિ વધી ગઈ અને મેં જોયું કે મારા મિત્રો ટ્રેનમાં ચઢી શકતા નથી. ડરના કારણે હું કૂદી પડી અને મારી પીઠના બળે પડી ગઈ. માથામાં સોજો આવી ગયો છે અને પીઠમાં ભારે દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટરોએ MRI કરાવવાની સલાહ આપી છે. હું હાલમાં હોસ્પિટલમાં છું. કૃપા કરીને મારા જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો.’

તેના એક નજીકના મિત્રએ હોસ્પિટલથી ભાવનાત્મક સંદેશ શેર કર્યો અને જણાવ્યું કે અકસ્માત પછી કરિશ્મા બેભાન હાલતમાં મળી આવી હતી. મિત્રએ લખ્યું, ‘વિશ્વાસ નથી થઈ રહ્યો કે કરિશ્મા સાથે આવું કંઈક થયું છે. તે બેભાન હતી અને અમે તેને જમીન પર પડેલી જોઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવી. ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જલ્દી સ્વસ્થ થાઓ, કરિશ્મા.’

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કરિશ્મા શર્મા ‘ફસતે ફસાતે’, ‘સુપર 30’, ‘એક વિલન રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ઉપરાંત, તે ‘પવિત્ર રિશ્તા’, ‘યે હૈ મોહબ્બતેં’ અને ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવા ટીવી શોનો પણ ભાગ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર મુંબઈ લોકલ ટ્રેનની મુસાફરી દરમિયાન સલામતી અને જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમે કરિશ્માના ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.

મોંઘવારીમાં ફરી વધારોઃ ઓગસ્ટમાં CPI દર 2.07 ટકાએ પહોંચ્યો

નવી દિલ્હીઃ ઓગસ્ટમાં CPI મોંઘવારી દર (રિટેલ ઇન્ફ્લેશન) વધીને 2.07 ટકાએ પર પહોંચ્યો છે, જે ગયા મહિના કરતાં 46 બેસિસ પોઇન્ટ વધુ છે. ઓગસ્ટમાં ખાદ્ય વસ્તુઓના ભાવોમાં વાર્ષિક ધોરણે 0.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે જુલાઈમાં તેમાં 1.76 ટકાનો ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.

આ સાથે જ મોંઘવારીના દરમાં સતત 10 મહિનાના ઘટાડો અટક્યો છે. સરકાર દ્વારા 12 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઈમાં CPI દર આઠ વર્ષના નીચલા સ્તર 1.61 ટકા પર હતો. જોકે નાનો વધારો છતાં મોંઘવારી સતત ચોથા મહિને ત્રણ ટકાથી નીચે જ રહી છે.સ્ટેસ્ટિક્સ મંત્રાલય (MOSPI)ના આંકડા મુજબ ઓગસ્ટમાં હેડલાઇન ઇન્ફ્લેશન અને ફૂડ ઇન્ફ્લેશનમાં વધારો મુખ્યત્વે શાકભાજી, માંસ અને માછલી, તેલ અને ચરબી, પર્સનલ કેર, ઈંડા વગેરેના ભાવમાં વધારાને કારણે થયો છે. ગયા મહિને જુલાઈમાં CPI દર 1.61 ટકા હતો. જોકે વાર્ષિક ધોરણે ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારીમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ દર 3.65 ટકા હતો.

RBIની MPC બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન થશે. આ વર્ષે RBI અત્યાર સુધી 100 બેસિસ પોઇન્ટની કાપ કરી ચૂકી છે અને રેપો રેટ ઘટીને 5.5 ટકા પર આવી ગયો છે. આંકડા મુજબ ખાદ્ય મોંઘવારી ઓગસ્ટમાં પણ નેગેટિવ ઝોનમાં રહી.

શહેરી અને ગ્રામ્ય મોંઘવારી વધી

શહેરી મોંઘવારી જુલાઈના 2.05 ટકાથી વધી ઓગસ્ટમાં 2.47 ટકા થઈ છે. ગ્રામ્ય મોંઘવારી જુલાઈના 1.18 ટકાથી વધી ઓગસ્ટમાં 1.69 ટકા થઈ છે. આ સાથે દાળોની મોંઘવારી (-)13.76 ટકાથી ઘટીને (-)14.53 ટકા થઈ છે, જ્યારે શાકભાજીની મોંઘવારી (-) 20.69 ટકાથી ઘટીને (-)15.92 ટકા થઈ છે. આ સાથે અનાજમાં મોંઘવારી જુલાઈના 3.07 ટકાથી ઘટીને 2.7 ટકા થઈ છે.

CBIએ બેંક છેતરપિંડી કેસમાં રાજ્યમાં પાડ્યા દરોડા

અમદાવાદઃ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)એ અમદાવાદસ્થિત એક ખાનગી કંપની સામે 121 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના કેસમાં રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે, એમ  અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. CBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને આક્ષેપજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

બેંક ઑફ ઇન્ડિયાની ફરિયાદને આધારે ‘અનિલ બાયોપ્લસ’ અને તેના ડિરેક્ટરો અમોલ શ્રીપાલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકુર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીના ડિરેક્ટરોએ બેંક ઓફ ઇન્ડિયાના અજ્ઞાત અધિકારીઓ સાથે મળી એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું અને બેંકને 121.60 કરોડ રૂપિયાનું ગેરકાયદે રીતે નુકસાન પહોંચાડ્યું હતું.

કંપની અને તેના ડિરેક્ટરોએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી આપીને બેંક સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. આ કેસ નોંધાયા બાદ CBIએ તરત જ કાર્યવાહી કરી હતી. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી ABL કંપનીની ઓફિસો અને ડિરેક્ટરોના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન CBIને ઘણા મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય પુરાવા મળ્યા છે.

બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ABL કંપનીએ જુદાં-જુદાં બેંક ખાતાઓ અને પ્રોજેક્ટો માટે લોન લીધી હતી, પરંતુ આ લોનનો ઉપયોગ જે હેતુ માટે લેવામાં આવી હતી તેને બદલે બીજી જગ્યાએ કર્યો હતો, જેને કારણે બેંકને મોટું નુકસાન થયું હતું.

સંજય રાઉતે નેપાળના વિરોધને મહારાષ્ટ્ર સાથે જોડ્યો, શિવસેનાએ વિરોધ કર્યો

સંજય રાઉતે નેપાળમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને ભારત અને મહારાષ્ટ્ર સાથે જોડ્યા છે. આ ઘટના બાદ શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ હવે મુંબઈ પોલીસ કમિશનરને મળશે.

તાજેતરમાં, પાડોશી દેશ નેપાળમાં યુવાનોના વિરોધ વચ્ચે પીએમ અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું હતું. આ હિંસા બાદ સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેના પછી શિવસેનાના નેતાઓએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. સંજય રાઉતના આ નિવેદન અંગે શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે મુંબઈ પોલીસ કમિશનરને મળશે. શિવસેનાનો આરોપ છે કે સંજય રાઉત નેપાળ હિંસા પર વિવાદાસ્પદ નિવેદનો આપીને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, તેમની સામે કેસ નોંધવો જોઈએ.

સંજય રાઉતે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને દેશમાં નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. મેં કહ્યું કે નેપાળી યુવાનોની લડાઈ ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહી સામે છે, મહારાષ્ટ્રના શિંદે જૂથે મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. આજે આ મૂર્ખ લોકો પોલીસ કમિશનરને મળી રહ્યા છે અને મારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ લોકો ડરી ગયા છે! ભ્રષ્ટાચાર દ્વારા પૈસા અને સત્તા મળે તો પણ પરિસ્થિતિ નેપાળ જેવી જ રહેશે; આ ડર સારો છે! નેપાળના યુવાનોએ ક્રાંતિનો માર્ગ બતાવ્યો, ભ્રષ્ટ શાસકોને રસ્તા પર લાવ્યા. આ શિંદેના બધા લોકોને ડરાવી દેશે! જય હિંદ, જય મહારાષ્ટ્ર, ભારત માતા કી જય!

બીજી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, “મહારાષ્ટ્ર અને ભારતમાં નેપાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. નેપાળી યુવાનો ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહી સામે લડી રહ્યા છે. એકનાથ શિંદે જૂથે આ કહેવા બદલ મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ ડરી ગયા છે! ભ્રષ્ટાચાર સત્તા લાવે છે, પરંતુ નેપાળની ક્રાંતિ રસ્તો બતાવે છે. જય હિંદ! જય મહારાષ્ટ્ર! ભારત માતા કી જય!”

ભારત પર લગાવો 100 ટકા ટેરિફઃ G7 દેશો પર ટ્રમ્પનું દબાણ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલી દે અને તેના પછી શું કરી નાખે, એ કોઈ આગાહી કરી શકે તેવી વાત નથી. ટ્રમ્પ એક તરફ ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દે છે તો બીજી તરફ ભારતને પોતાનો સાચો મિત્ર પણ કહી દે છે. અમેરિકા હંમેશાં જ આવાં કૃત્યો માટે જાણીતું રહ્યું છે.

હવે અમેરિકાએ G7 દેશોને ભારત અને ચીન પર 100 ટકા સુધી ટેરિફ લગાવવા કહ્યું છે. આ પહેલાં પણ તે યુરોપિયન યુનિયન પર આવું દબાણ બનાવી ચૂક્યું છે.

G7ના નાણાં મંત્રીઓ કરશે બેઠક

શુક્રવારે G7નાં મુખ્ય અર્થતંત્રોના નાણાં મંત્રીઓ વિડિયો કોલ મારફતે બેઠક કરશે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુક્રેનમાં શાંતિ સમજૂતીના પ્રયાસ હેઠળ અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા નવા પ્રસ્તાવો પર ચર્ચા થશે. આ બેઠક સાથે જોડાયેલાં સૂત્રોએ દાવો કર્યો છે કે અમેરિકા તેમાં G7 દેશો પર ભારત અને ચીન દ્વારા રશિયન તેલની ખરીદી માટે ભારે શૂલ્ક (ટેરિફ) લગાવવા દબાણ કરશે.

આ શૂલ્ક કેટલો હશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ કહેવાય છે કે અમેરિકાએ 50થી 100 ટકા વચ્ચે ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ પહેલાં અમેરિકાના નાણાં વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે અમારા યુરોપિયન યુનિયનના સાથીઓને સ્પષ્ટ કહી દીધું છે કે જો તેઓ પોતાના દેશમાં યુદ્ધ સમાપ્ત કરવાના વિષયમાં ગંભીર છે, તો તેમને અમારી સાથે મળી શૂલ્ક લગાવવા પડશે.

તેમણે G7નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અમારા G7 ભાગીદારોને પણ અમારી સાથે પગલાં ભરવાની જરૂર છે. ગયા મહિને અમેરિકાએ ભારત પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધો હતો. જ્યારે યુરોપિયન યુનિયન પણ પોતાની ગેસનો આશરે પાંચમો ભાગ રશિયાથી ખરીદે છે.

સીટ વહેંચણી, CM પદને લઈને મહાગઠબંધનમાં ખેંચતાણ?

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સીટ વહેંચણી મુદ્દે મહાગઠબંધન અંદર ચાલતી ખેંચતાણ અને તેજસ્વી યાદવને CM તરીકે પ્રોજેક્ટ કરવાનો કોંગ્રેસનોe ઇનકાર બાદ RJDપ્રમુખ લાલુપ્રસાદ યાદવ ફરીથી સક્રિય થયા છે. તેમની એકમાત્ર પ્રાથમિકતા પોતાના પુત્ર તેજસ્વી યાદવને CMની ખુરશી પર બેસાડવાની છે, જેના માટે તેઓ આરોગ્યની અનેક પડકારો હોવા છતાં સતત રાજ્યના વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન ખબર છે કે તેજસ્વી યાદવને CM તરીકે વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની તરફથી પ્રોજેક્ટ કરવા માટે લાલુ યાદવ કોંગ્રેસ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાલુની ચિંતા ફક્ત વિરોધીઓથી જ નથી, પરંતુ મહાગઠબંધનમાં સહયોગી કોંગ્રેસની આનાકાની પણ છે, જે સીટ વહેંચણી અને CMપદને લઈને અનિશ્ચિતતા પેદા કરી રહી છે.

રાજકીય પંડિતોની માન્યતા મુજબ લાલુ યાદવે હવે માન્યું છે કે તેમના સીધા હસ્તક્ષેપ વિના ન તો સીટ વહેંચણી સંભવ છે અને ન તો મહાગઠબંધનમાં તેજસ્વીને સર્વસંમતિથી CMનો ચહેરો જાહેર કરી શકાય છે. તેમને ડર છે કે જો તેઓ નિષ્ક્રિય રહ્યા તો કોંગ્રેસ જેવો મોટો સહયોગી પક્ષ પછીથી કન્ની કાપી શકે છે, જેને કારણે RJDને મહાગઠબંધનમાં જ પાછળ ધકેલી શકાય છે.

આવી પરિસ્થિતિમાં લાલુ યાદવ પોતાના પરંપરાગત કોર મતબેંક (મુસ્લિમ-યાદવ)ને સાધવા માટે આક્રમક નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ, તેઓ પ્રાદેશિક અસ્મિતા અને વિકાસના મુદ્દાઓ ઉઠાવી નવા મતદારોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને CM નીતીશકુમાર પર તેમના હુમલા સતત તીખા થતા જઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે નીતીશ સરકારના 20 વર્ષના શાસનને “બે પેઢીઓને બરબાદ કરનાર” ગણાવ્યું હતું.

રાહુલ ગાંધી અને યોગીના પ્રધાન વચ્ચે થઈ ભારે દલીલબાજી

રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રાહુલ ગાંધી અને યોગી સરકારના પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે તીખી દલીલનો વિડિયો સામે આવ્યો છે. આ દલીલ રાહુલ ગાંધીના રાયબરેલી પ્રવાસ દરમિયાન થઈ હતી. રાહુલ 10 અને 11 સપ્ટેમ્બર બે દિવસના રાયબરેલી પ્રવાસે હતા. એ દરમિયાન તેમની યોગી સરકારમાં પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ સાથે દલીલ થઈ ગઈ હતી. તેનો વિડિયો હવે સામે આવ્યો છે.

રાયબરેલીમાં જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠક ચાલી રહી હતી. રાહુલ ગાંધીની બાજુમાં જ યુપીના પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ બેઠા હતા, ત્યારે બંને વચ્ચે તીખી દલીલ શરૂ થઈ ગઈ હતી. રાહુલ ગાંધી બોલ્યા કે બેઠક હું અધ્યક્ષ તરીકે ચલાવી રહ્યો છું. જો તમને કંઈ કહેવું હોય તો પહેલાં પૂછો, પછી હું તમને બોલવાની તક આપીશ. એના પર પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ ભડકી ગયા અને બંને વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી.


અમેઠીના સાંસદ પણ રહ્યા હાજર

આ બેઠકમાં અમેઠીના સાંસદ કે.એલ. શર્મા પણ હાજર હતા, જે રાહુલ ગાંધી સાથે દિનેશ પ્રતાપ સિંહ સામે દલીલ કરતા દેખાયા. એ દરમિયાન રાહુલ ગાંધી એક મુદ્દે સવાલ કરતા બોલ્યા કે મને પહેલાં પૂછવું જોઈએ હતું. એના પર પ્રધાન દિનેશ પ્રતાપ સિંહે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે તમે અધ્યક્ષ જરૂર છો, પણ હું તમારી દરેક વાત માનવા માટે બંધાયેલો નથી. તમે તો પોતે સ્પીકરની વાત પણ નથી માનતા. આમ બંને નેતાઓ વચ્ચે ગરમાગરમ દલીલ શરૂ થઈ ગઈ. આ બેઠકમાં હાજર અધિકારીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ પણ હેરાન રહી ગયા હતા. આ બનાવનો વિડિયો હવે સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

What financial journalist Jayesh Chitalia says about investment opportunities for middle class?