Home Blog Page 546

ઓટ્રોવર્ટ : પોતાના સ્વભાવનો ત્રીજો રંગ

જીંદગી નામની ફિલ્ડમાં અહીં દરેકને પોતાની ગેમ રમવી પડે છે. અને પરફોર્મ કરવું પડે છે. દરેકનુ પર્ફોમન્સ અહીં તાળીઓના ગડગડાટથી ભરપૂર હોય એ જરૂરી નથી, તેમ છતાં અહીં હર કોઈ પોતાને સૌથી શ્રેષ્ઠ રીતે રજૂ કરવાનો ઉત્તમ પ્રયત્ન કરે છે. અને એના આધારે જ અહીં આપણને લોકો દ્વારા, સમાજ દ્વારા કોઈ ને કોઈ લેબલ આપવામાં આવે છે, અંતમુખી, બહુમુખી જેવા લેબલ ચોટાડવામાં આવે છે. સાદી ભાષામાં બોલકા, કે મીંઢા જેવા લેબલો જાણીતા છે.

પરંતુ હુમન સાયકોલોજી એક વિશાળ સમુદ્ર છે, જેમાં એક જ માનવી હંમેશ એકરંગી હોય તે જરૂરી નથી,તે હંમેશ એક જ ઢાંચામાં ફિટ બેસે તે પણ શક્ય નથી. કોઈ માણસ એકલતા વધુ પસંદ કરે છે, જયારે કોઈને ટોળા વગર ચાલતું નથી…કોઈને શાંતિ વધુ પસંદ છે, જયારે કોઈને એકલતા કોરી ખાય છે. એ લોકોને હંમેશ કોઈને શોધ્યે રાખે છે જેથી તે પોતાની સુખ દુઃખની વાતો કહી શકે, સાંભળી શકે. અને અમુક લોકો એવા હોય છે જેઓ આ બને બીબામાં બંધ બેસતા નથી, એ છે ઓટ્રોવર્ટ..

ન તો તેઓને એકાંત ગમે છે એટલું કે બધાથી દૂર રહે, ન તો લોકોની વચ્ચે રહેવું તેમને સતત ખુશ રાખે છે. એવા લોકોને હવે એક નવું નામ મળ્યું છે, ‘ઓટ્રોવર્ટ’ (Otrovert). આ શબ્દ માનસિક તજજ્ઞ ડૉ. રામી કમિન્સ્કી દ્વારા હાલમાં જ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. એવી વ્યક્તિ જે ‘સાચા સંબંધો’ અને ‘સાચાપણું’ શોધે છે, ભીડમાં રહેવા નહીં, પણ પોતાને સમજવા માટે જીવતી હોય છે. ‘ઓટ્રોવર્ટ’ શબ્દનું નિર્માણ ડૉ. રામી કમિન્સ્કીએ, તેવા લોકો માટે કર્યું છે , જે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટની વચ્ચે છે અને “વચ્ચે” હોવાને લીધે, તેઓ “અલગ” હોય છે. જો આસપાસના બધા ઉત્સાહિત હોય, તો પણ તેઓ એ ભાવના ‘ફીલ’ કરે એ જરૂરી નથી. તેઓ પોતાના આંતરિક દુનિયામાં વધુ જીવે છે.

ઓટ્રોવર્ટ -પોતાના સ્વભાવનો ત્રીજો રંગ

ધારો કે કોઈ ઓફિસમાં એક પાર્ટી ચાલી રહી છે. બધા હસતા, ડાન્સ કરતા અને ફોટા લેતા વ્યસ્ત છે. પરંતુ ખૂણામાં એક વ્યક્તિ શાંતિથી કૉફી પી રહી છે, આપણે તેને નામ આપીએ, એ છે રીમા. તે સૌને ઓળખે છે, સૌ તેને ઓળખે છે, છતાં એ જૂથમાં મિક્સ નથી થતી. કોઈ પૂછે, “રીમા, તું એન્જોય નથી કરતી?”
તે હળવું સ્મિત કરીને કહે, “હા, કરી રહી છું પણ મારી રીતે.”
પાર્ટી પૂરી થયા પછી તે ઘરે જઈને સંગીત સાંભળે છે, પોતાના વિચારો લખે છે, અને ખુશી અનુભવે છે.

રીમા ન તો ઇન્ટ્રોવર્ટ છે કે જેને લોકો સાથે વાત કરવી ન ગમે, ન તો એક્સ્ટ્રોવર્ટ કે જેને ભીડ વિના જીવવું મુશ્કેલ પડે. તે એક ઓટ્રોવર્ટ છે, એવી વ્યક્તિ જે ‘સાચા સંબંધો’ અને ‘સાચાપણું’ શોધે છે, ભીડમાં ભળવાં નહીં, પણ પોતાને સમજવા માટે.

આવાં લોકો માટે સામાજિક ધોરણો અલગ હોય છે, જે વધુ પ્રેક્ટિકલ અને ભાવનાત્મક રીતે સ્વતંત્ર હોય છે જે ટોળામાં રહેવા છતાં તેમાં ભળતા નથી. જો આખું જૂથ એક મત પર છે, તો પણ ઓટ્રોવર્ટ પોતાના વિચારથી વળગેલા રહે છે. તેઓને ખબર છે કે તેઓ દરેક જગ્યાએ ફીટ નહીં બેસે, છતાં એમાં સંકોચ નથી. એ અલગપણું જ તેમની શક્તિ છે.

 

કદાચ આજ રંગ હવે માનવીય સ્વભાવમાં ઉત્ક્રાંતિ લાવી રહ્યો છે. આપણે સમય જતાં દુનિયા બદલતી જોઈ અને અનુક્રમે લાગણીઓનો ભારો લઈને ચાલતો માનવોનો સમૂહ પણ.. વૈજ્ઞાનિકો ક્રમ બદ્ધ રીતે માનવોમાં ભૌતિક તફાવતો રજૂ કરતાં રહ્યા પણ કદાચ પહેલી વાર હુમન સાયકોલોજીમાં એવુ બન્યું કે સમયનુસાર માણસના સ્વભાવ પણ બદલતાં ગયાં, વિચારો ઉત્ક્રાંતિ પામ્યા, સમાજને પોતાને બહેતર બનાવવા માટે જાગૃત થયાં.

એટલે જ એ કહેવામાં બેમત નથી કે ઓટ્રોવર્ટ વધુ સંવેદનશીલ અને સફળ થઈ શકે છે કેમકે જીવનના આ મેદાનમાં જ્યાં દરેક પોતપોતાની ગેમ રમે છે, ત્યાં “ઓટ્રોવર્ટ” એ એવા ખેલાડી છે, જે જીત કે તાળીઓ માટે નહીં, પરંતુ પોતાની અંદરનાં સત્યને સમજવા માટે રમે છે. તેઓ બહારની દુનિયામાં રહે છે, પણ અંદરનું વિશ્વ ભૂલતા નથી. અને એજ સંતુલન એને સર્વશ્રેષ્ટ બનાવે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

કાબુલમાં ભારતે ફરીથી દૂતાવાસ ખોલવાનું કર્યું એલાન

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી ભારત તરફથી તાલિબાનના કોઈ વરિષ્ઠ નેતાનું પહેલું ઉચ્ચ સ્તરીય સ્વાગત છે. તેઓ આઠ દિવસ માટે ભારત આવ્યા છે. એ દરમિયાન દ્વિપક્ષી, રાજકીય તેમ જ આર્થિક મુદ્દાઓ સહિત અનેક બાબતો પર ચર્ચા થશે.

દિલ્હીમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે દ્વિપક્ષી બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા દિશામાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. ભારતે કાબુલમાં પોતાના ટેક્નિકલ મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ બંને દેશો માટે એક મોટું અને મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળનું દિલ્હીમાં હાર્દિક સ્વાગત કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે ભારતની સુરક્ષા પ્રત્યે અફઘાનિસ્તાનની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.તેમણે પહેલગામ આતંકવાદી હુમલામાં અફઘાનિસ્તાનના સમર્થનને નોંધપાત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. બંને દેશો આ મુદ્દે સાથે કામ કરશે, જે પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

ભારતે અફઘાનિસ્તાનની અખંડિતતા, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારતનો અભિગમ એ છે કે અફઘાન જનતાનું ભવિષ્ય તેઓ પોતે નક્કી કરવું જોઈએ.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?

વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારત સાથે મિત્રતા અને સહકારની વાત કરી અને અનેક મહત્વપૂર્ણ બાબતો રજૂ કરતાં. કહ્યું હતું કે અમેરિકન કબજાની અવધિ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ અફઘાનિસ્તાનએ ક્યારેય ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. અફઘાનિસ્તાન હંમેશા ભારત સાથેના સારા સંબંધોને મહત્વ આપે છે.

તેમણે છેલ્લાં ચાર વર્ષમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ પછી ભારતે આપેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ બતાવે છે કે મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનની પડખએ ઊભું રહે છે. અફઘાનિસ્તાન ભારતને એક નજીકના મિત્ર તરીકે જુએ છે.

લાઈટ્સ, કેમેરા, રિએક્શન!

દશ્ય મજ્જેનું હતું. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે મુંબઈમાં યશ રાજ ફિલ્મ્સ  (YRF)ની વિઝિટ લીધી, જ્યાં એમનું સ્વાગત લંડનમાં શૂટ થયેલી ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ના અમર ગીત “તુઝે દેખા તો યે જાના સનમ…”ની સુરાવલીઓથી કરવામાં આવ્યું. તે પછી બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરે કન્ફર્મ કર્યું કે વિક્રમ સંવત 2082માં ‘યશરાજ ફિલ્મ્સ’ તથા અન્ય ભારતીય પ્રોડક્શન હાઉસ કમસે કમ ત્રણ ફિલ્મ યુ.કે.નાં વિવિધ લોકેશન્સ પર બનાવશે. આનાથી યુ.કે.માં આશરે 3,000 જેટલી નોકરીની તક ઊભી થશે. બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ-એનએફડીસી વચ્ચે થયેલા કરાર મુજબ, ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી આશરે 1400 કરોડ રૂપિયા બ્રિટનની એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેસ્ટ કરી અર્થતંત્ર ઝળાંહળાં બનાવશે.

આની સામે હવે ટ્રેજી-કોમિક સિચ્યુએશન જુઓ. વ્હાઈટ હાઉસમાં નોકરીએ લાગ્યા ત્યારથી ગાંડીઘેલી હરકતો, ફતવાથી બેસ્ટ એક્ટર સાબિત થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે દરખાસ્ત મૂકી કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બહાર બનેલી કોઈ બી ફિલ્મ યુએસએમાં રિલીઝ થાય તો એની પર 100 ટકા શુલ્ક લાગશે.

આમ તો અવળચંડા વિચારો માટે જાણીતા ટ્રમ્પ સાહેબને કોઈ સિરિયસલી લેતું નથી. એચવન-બી વિસા માટે આશરે કરોડ રૂપિયા લેવા એવી એમની દરખાસ્ત સામે અમેરિકાની વિરાટ કંપનીઓ કોર્ટમાં ગઈ છે, આ પહેલાં પણ એમના ઘણા તરંગ-તુક્કામાંથી ફેડરલ કોર્ટે હવા કાઢી નાખી.

અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100 ટકા શુલ્ક લગાવવાનો આઈડિયા એમને મે મહિનામાં આવેલો. એ જ તુક્કો ‘બડવાઈઝર’ બિયરનાં ફીણની જેમ એમના દિમાગમાં ફરી ઊભરાઈ આવ્યો છે. આમાં એમનો ઈરાદો, અમેરિકામાંથી તગડી કમાણી કરતી ચાઈનીઝ, ભારતીય ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીની બૂરી વલે કરવાનો જ છે. કોઈ શક?

ટ્રમ્પે એ સમજવાની જરૂર છે કે ફિલ્મ એ કંઈ ચીજવસ્તુ નથી- એ તો સોફ્ટવેર અને સર્વિસ છે. શું ટ્રમ્પ સર્વિસ પર પણ શુલ્ક લગાવવા માગે છે? ભારત માટે આ ચિંતાની બાબત બની શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિન્દી-તેલુગુ ફિલ્મોએ લાખો ડોલરની કમાણી કરી છે. અમેરિકામાં શૂટ થયેલી ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન (એડિટિંગ-સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ વગેરે) કેનેડા અને ભારતનાં હૈદરાબાદ-મુંબઈમાં થાય છે. મારવેલ-સિરીઝની સુપરહિટ ફિલ્મોનું વીએફએક્સ ભારતમાં થાય છે. ટ્રમ્પની ધમકી બાદ એનું શું થશે? ભારતીય ભાષાની ફિલ્મો દર વર્ષે આશરે હજાર-બારસો કરોડ રૂપિયાની કમાણી અમેરિકામાંથી કરે છે. દાખલા તરીકે, તેલુગુમાં બનેલી ‘આરઆરઆર’ ફિલ્મના કુલ નફામાં 60 ટકા હિસ્સો અમેરિકાનો છે. હવે, જો ટ્રમ્પની પ્રપોઝલ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય તો જપાન, ચીન, ઈન્ડિયન ફિલ્મો રિલીઝ કરવા અમેરિકાના ડિસ્ટ્રિબ્યૂટરોએ બમણી કિંમત ચૂકવવી પડશે, ટિકિટની પ્રાઈસ અધધધ વધી જશે.

જો કે વિદેશમાં નિર્માણનો અર્થ શું છે તે સ્પષ્ટ નથી. જો અમેરિકાની ફિલ્મનો અમુક ભાગ, ધારો કે, ભારતમાં શૂટ થાય તો એ અમેરિકન ગણાય કે વિદેશી? અને શું ટ્રમ્પનો હુકમ OTTને પણ પણ લાગુ પડશે?

ટ્રમ્પનું કહેવું છે કે એ હોલિવૂડની એક જમાનાની જાહોજલાલી પાછા લાવવા માગે છે, અથવા કમસે કમ આવું બહાનું એમણે 100 ટકા શુલ્ક લાદવા માટે આપ્યું છે. એ તો હકીકત છે કે હોલિવૂડનાં આજે વળતાં પાણી છે. છેલ્લાં થોડાં વર્ષમાં માંડ બેએક અમેરિકન ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ પર ઝંડા લહેરાવ્યા છે. અધૂરામાં પૂરું આ વર્ષે એક મેડ-ઈન-ચાઈના ફિલ્મ, ‘નેઝા: ધ ડેમન બોય ચર્ન્સ ધ સી’એ જે સપાટો બોલાવ્યો એનાથી ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું. ચીનમાં આ ફિલ્મ ચાઈનીસ નૂતન વર્ષે, 29 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ, જે વૈશ્વિક સ્તરે 2 અબજ ડોલર (2 બિલિયન યુએસ ડોલર)નો આંકડો પાર કરનારી પ્રથમ એનિમેટેડ અને નોન-અમેરિકન ફિલ્મ બની.

હોલિવૂડની મંદી વિશે વાત કરીએ તો, થોડા જ મહિના પહેલાં ‘ડિઝની સ્ટુડિયો’એ સેંકડો કર્મચારીને પાણીચાં આપ્યાં. સ્ટુડિયોના માંધાતાનું કહેવું છે કે રસિકજનો આજકાલ થિયેટરમાં ફિલિમ જોવા ખાસ જતા નથી, મનનું રંજન ઓટીટીથી વધુ કરે છે. આજે 100માંથી માંડ 20 જ અમેરિકન ફિલ્મ-ટીવી-શો હોલિવૂડમાં બને છે. એટલાન્ટા, ન્યુ યોર્ક અને ટેક્સાસ હોલિવૂડના કમ્પિટિટર બન્યા છે. બીજી બાજુ મેક્સિકો, યુરોપ, ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશો અમેરિકન ફિલ્મ સ્ટુડિયોઝને ઓછી પ્રાઈસ સાથે આકર્ષી રહ્યા છે. ટ્રમ્પ ટેરિફ-વોલ ઊભી કરીને આ ઓછી પ્રાઈસને ટક્કર આપવા માગે છે, પણ જો અન્ય દેશો અમેરિકન ફિલ્મો પર શુલ્ક લગાવશે તો?

ટ્રમ્પ ભૂલી જાય છે કે હોલિવૂડ, ધારો કે, 100 કરોડ રૂપિયાની કમાણી કરે તો એમાં 66 કરોડ રૂપિયા જેટલો હિસ્સો વિદેશનો હોય છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર અમેરિકન ફિલ્મ ‘એવેટર’ની 73% આવક વિદેશી સ્ક્રીન પરથી આવી હતી;  એની સિક્વલે પણ વિદેશમાંથી સારી કમાણી કરી. અને જંગી જહાજની જળસમાધિવાળી ‘ટાઈટેનિકે’ જંગી આવક વિદેશમાંથી મેળવી હતી.

-અને ઓ હેલ્લો, મિસ્ટર ટ્રમ્પ, હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ચારમાંથી ત્રણ ફિલ્મ કેનેડિયન સર્જક જેમ્સ કેમરોનની છે, ‘ટાઈટેનિક’ની હીરોઈન કેટ વિન્સલેટ બ્રિટિશ છે. હોલિવૂડ આજે દુનિયાભરની પ્રતિભાનું સંગમસ્થળ બની ગયું છે, જેમાં પ્રિયંકા ચોપડા, ફ્રિડા પિંટો અને સ્વર્ગસ્થ ઈરફાન સામેલ છે. આજે અમેરિકાનાં પ્રોડક્શન હાઉસ ભારતના નિર્માતા સાથે હાથ મિલાવીને ફિલ્મો બનાવે છે.

ટ્રમ્પને માલૂમ થાય જે, દુનિયા આજે ગ્લોબલ ગામ બની ગયું છે, જમાનો કોલાબોરેશનનો છે, એકબીજા સાથે હળીમળીને કામ કરવાનો છે. હોલિવૂડને આજે જેની બિલકુલ જરૂર નથી એ છે ટેરિફથી ઘેરાયેલી સાન ફ્રાન્સિસ્કોની અલ્કાટ્રાઝ જેલની કાળમીંઢ દીવાલ.

ટાટા ગ્રુપમાં તડાં?: ટ્રસ્ટીએ કહ્યું, આવું પહેલાં ક્યારેય નથી થયું

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપમાં હાલ બધું સમુંસૂતરું નથી નથી ચાલી રહ્યું. ટાટા ટ્રસ્ટ્સની અંદરના એક જૂથે જ્યારે વિજય સિંહની ટાટા સન્સના બોર્ડમાં પુનઃનિયુક્તિ (reappointment) સામે મત આપ્યો, ત્યારે વિજય સિંહે જણાવ્યું હતું કે કોઈ મુદ્દે મતદાન કરાવવું ટ્રસ્ટ માટે “અભૂતપૂર્વ” ઘટના છે. આ પગલું સ્વર્ગસ્થ રતન ટાટાની વિચારસરણીની વિરુદ્ધ છે, જેમાં તેઓ હંમેશાં નિર્ણય “સહમતી અને એકતા”થી લેવાની વાત કરતા હતા.

હાલમાં થયેલા આ મતદાને 180 અબજ ડોલર મૂલ્યના ટાટા ગ્રુપની અંદર ચાલી રહેલા સત્તાસંઘર્ષને બહાર લાવ્યો છે. એમ. પાલણજી જૂથના ડિરેક્ટર મેહલી મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ ટાટા ટ્રસ્ટ્સના ચાર ટ્રસ્ટીઓના એક જૂથે ટાટા સન્સના બોર્ડમાં વિજય સિંહની પુનઃનિયુક્તિનો વિરોધ કર્યો હતો.વિજય સિંહ વિરુદ્ધનો મત ભારતના સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઘરાનાની અંદર વિભાજનનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ટાટા ટ્રસ્ટ્સ પાસે એકત્રિત રીતે ટાટા સન્સમાં 66 ટકા હિસ્સેદારી છે.

સિંહના જણાવ્યા અનુસાર તેઓ તે બેઠકમાં હાજર નહોતા, જેમાં મતદાન થયું હતું. તેમણે કહ્યું હતું  કે હું ત્યાં હાજર નહોતો, તેથી કોઈના પક્ષમાં કે વિરોધમાં મત આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જેમ હવે બધાને ખબર છે, ચાર ટ્રસ્ટીઓએ ટાટા સન્સના બોર્ડમાં મારું સ્થાન ચાલુ રાખવા વિરુદ્ધ મત આપ્યો હતો, પણ તેના કારણો સ્પષ્ટ નહોતાં.

વિજય સિંહ 1970 બેચના IAS અધિકારી અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ રહ્યા છે. તેઓ રતન ટાટાના આમંત્રણ પર 2018માં ટાટા ટ્રસ્ટ્સ સાથે જોડાયા હતા. તાજેતર સુધી તેઓ ટાટા સન્સના બોર્ડમાં કાર્યરત હતા. જોકે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર હજુ પણ તેમનું નામ ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યું છે, એવી માહિતી છે કે મેહલી મિસ્ત્રીના નેતૃત્વવાળા જૂથે તેમની પુનઃનિયુક્તિ અટકાવ્યા પછી તેમણે રાજીનામું આપી દીધું છે.

World Mental Health Day:જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ

દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને યાદ અપાવવાનો છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર, આપણે માથાનો દુખાવો, તાવ અને અન્ય સમસ્યાઓને ગંભીરતાથી લઈએ છીએ, પરંતુ આપણે માનસિક સ્વાસ્થ્યને અવગણીએ છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સમયસર તેનો ઉકેલ લાવતા નથી, ત્યારે તે ગંભીર હતાશા, ચિંતા અથવા આત્મહત્યા તરફ દોરી શકે છે.

 

નિષ્ણાતો માને છે કે તેના કેટલાક લક્ષણોને શરૂઆતમાં જ ઓળખી લેવાથી તેની સારવાર સરળ બની શકે છે. ચાલો તેના કેટલાક લક્ષણો જાણીએ.

માનસિક સમસ્યાના લક્ષણો શું છે?

લાંબા સમય સુધી ખરાબ મૂડ

પહેલું લક્ષણ લાંબા સમય સુધી ખરાબ મૂડ રહેવો છે. ધારો કે તમે તમારી ગર્લફ્રેન્ડ પર કોઈ વાતને લઈને ગુસ્સે છો. આ ગુસ્સો થોડી મિનિટો કે થોડા કલાકો સુધી રહી શકે છે. જોકે, સતત ઉદાસી, આનંદનો અભાવ અથવા નકામી લાગણી ડિપ્રેશનના સંકેતો હોઈ શકે છે. જો આ બે દિવસ સુધી ચાલુ રહે, તો આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના 2022 ના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં 8 માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાય છે.

વધુ પડતી ચિંતા અને ડર

નેશનલ એલાયન્સ ઓન મેન્ટલ ઇલનેસ (NAMI) અહેવાલ આપે છે કે જો કોઈ વ્યક્તિ દરેક નાની-નાની વાત પર ચિંતિત થઈ જાય, સતત બેચેન રહે, અને ડર તેના રોજિંદા જીવનને અસર કરવાનું શરૂ કરે, તો તે ચિંતા ડિસઓર્ડરનું લક્ષણ હોઈ શકે છે.

ઊંઘ અને ભૂખમાં ફેરફાર

અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન (APA) અનુસાર, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાના સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણોમાંનું એક ઊંઘમાં ખલેલ છે. આમાં વધુ પડતી ઊંઘ અથવા બિલકુલ ઊંઘનો અભાવ શામેલ હોઈ શકે છે. આ ખાવા-પીવાની આદતો સાથે પણ જોઈ શકાય છે.

સામાજિક જીવનથી અંતર

હેલ્થડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા સંશોધન સૂચવે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓ મિત્રો અને પરિવારથી દૂર રહેવાનું શરૂ કરે છે. જો તેઓ એકલા રહેવાનું પસંદ કરવાનું શરૂ કરે છે, તો આ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા સૂચવે છે.

ધ્યાન અને યાદશક્તિ ગુમાવવી

અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન (APA) અનુસાર, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અને નિર્ણયો લેવાની ક્ષમતા પર સીધી અસર કરે છે. વારંવાર ભૂલી જવું અને મૂંઝવણ એ સામાન્ય લક્ષણો છે.

ગુસ્સો અને ચીડિયાપણું વધવું

આ મુદ્દા પર અસંખ્ય સંશોધન અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે વ્યક્તિનો ગુસ્સો અને ચીડિયાપણું વધે છે, ત્યારે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનો અનુભવ કરી રહ્યો હોઈ શકે છે. અચાનક ગુસ્સો, ચીડિયાપણું અને મૂડ સ્વિંગ એ સામાન્ય સંકેતો છે.

આત્મહત્યા અથવા સ્વ-નુકસાનના વિચારો

સાતમું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે, ત્યારે તે પોતાના જીવન પર પ્રશ્ન કરવા લાગે છે, જેમ કે “જીવન અર્થહીન છે,” “હું કંઈ કરી શકતો નથી,” અને “લોકો મારાથી આગળ નીકળી ગયા છે.” મેયો ક્લિનિકના અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર વિચારે છે કે, “જીવવાનો કોઈ અર્થ નથી” અથવા “મારે મારી જાતને નુકસાન પહોંચાડવું જોઈએ,” ત્યારે તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે, કોઈપણ જો અને પરંતુ વગર, કારણ કે આ ખૂબ જ ખતરનાક સ્તર હોઈ શકે છે.

નરમ પડ્યા ચિરાગ પાસવાન, હવે આટલી બેઠકો પર થયા રાજી

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે LJP (R)ના પ્રમુખ ચિરાગ પાસવાને તેમની 40 બેઠકોની માગ ઘટાડીને હવે ભાજપને 35 બેઠકોની યાદી સોંપી છે. પક્ષનાં સૂત્રોએ જણાવ્યું કે ભાજપે NDAના સાથીદારોને 26 બેઠકો આપવાની સાથે ભવિષ્યમાં એક-એક ધારાસભ્ય પરિષદ (MLC) અને રાજ્યસભાની બેઠક આપવાનું પણ આશ્વાસન આપ્યું છે.

ચિરાગ પોતાના પક્ષ દ્વારા ગયા વર્ષે જીતેલી પાંચ લોકસભા બેઠકો — હાજીપુર, જમુઈ, વૈશાલી, ખગડિયા અને સમસ્તીપુર —માંથી દરેક ક્ષેત્રમાં ઓછામાં ઓછી બે બેઠકો મેળવવા માટે અડગ છે.LJP (R) દ્વારા NDAના કેટલાક સાથી પક્ષોની હાલની બેઠકો પરથી ચૂંટણી લડવાની માગને કારણે વિવાદ ઊભો થયો છે, તેમાં ગોવિંદગંજ, મટિહાની અને સિકંદરા બેઠકોનો સમાવેશ થાય છે, જે હાલ ક્રમશઃ ભાજપ, જનતા દળ (યુનાઇટેડ) અને હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) પાસે છે. LJP (R)ના ગોવિંદગંજ બેઠક પોતાના રાજ્ય પ્રમુખ રાજુ તિવારી માટે માંગે છે. ચિરાગ બ્રહ્મપુર બેઠક પરથી પક્ષના નેતા હુલાસ પાંડેને ઉમેદવાર બનાવવા પર અડગ છે, જ્યારે ભાજપ પોતાના નેતા સંતોષ રાયને ત્યાંથી ઉમેદવાર બનાવવા માગે છે — આ બેઠક હાલમાં RJD  પાસે છે.

LJP (R)ની માગ યાદીમાં હાજીપુરની મહનાર અને મહુઆ બેઠકો, સમસ્તીપુરની મોરવા, ખગડિયાની અલૌલી, પટનાની ભાગલપુર સુધાર, બખ્તિયારપુર અને ફતુહા, ગયાની અત્રી, ઔરંગાબાદની ઓબરા તેમ જ શેખપુરા, અરવલ અને જહાનાબાદની બેઠકોનો સમાવેશ થાય છે.“ભલે અમે અમારી મૂળ માગ થોડી ઘટાડી હોય, પરંતુ અમે જિતાય તેવી બેઠકો માટે પ્રયત્નશીલ છીએ. ખાસ કરીને જ્યાં અમે એકલા ચૂંટણી લડીને પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઉદાહરણ તરીકે, અમે મટિહાની બેઠક (2020ની વિધાનસભા ચૂંટણીમાં) જીતી હતી, પરંતુ અમારા વિધાયક રાજકુમાર સિંહ બાદમાં JDUમાં જોડાયા હતા. આ અમારી બેઠક છે. તેમ જ અમને અમારા સાથી પક્ષોની કેટલીક અન્ય બેઠકો પર પણ સુધારાની આશા છે.

દિવાળી સજાવટ અને વાસ્તુના નિયમો

અંધકાર એટલે માત્ર પ્રકાશનો અભાવ કે પછી અવકાશ? પ્રકાશ માત્ર આકાર આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ પદાર્થની ઉપસ્થિતિ દર્શાવવા માટે પ્રકાશ જરૂરી છે. આપણે જેને પ્રકાશનો સહુથી મોટો સ્ત્રોત સમજીએ છીએ એ સૂર્ય એક અગન ગોળો છે. જે સતત બળીને પૂરો થઇ રહ્યો છે. અને બીજો સ્ત્રોત ચંદ્ર જેના પોતાનામાં કોઈ તેજ જ નથી. તે માત્ર પરાવર્તિત પ્રકાશ આપે છે. ચંદ્ર કવિઓની કલ્પનામાં હોય છે. કોઈ પોતાની પ્રિયતમાને સુરજ સાથે નહિ સરખાવે. પણ હકીકતમાં સૂર્યના ઉછીના પ્રકાશથી ચંદ્ર ચમકીને લોકપ્રિય બને છે. આવીજ રીતે કેટલાક લોકો અન્યના કામનો જશ પોતે લેવા માટે તત્પર હોય છે. અને જે સાચે જ સરહનાના હકદાર છે એ માત્ર અન્યને પ્રકાશ આપવામાં કાર્યરત હોય છે. એવોર્ડ માટે જાતે અરજી કરવી પડે એવા સંજોગોમાં જે સાચે જ હકદાર છે એ ક્યારેય સ્વમાનના ભોગે અરજી કરશે ખરા?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: દિવાળીના ડેકોરેશન માટે કોઈ વાસ્તુનિયમો હોય છે?

જવાબ: ચોક્કસ હોય છે. દિવાળીની તૈયારી કરતી વખતે આપણે ઘણા બધા નિયમોને ભૂલી જઈએ છીએ. દિવાળી એ ઘોંઘાટનો તહેવાર નથી. એ પ્રકાશનું પર્વ છે. દિવાસો અને દિવાળી બંને અમાસ છે પણ એ બંને દિવસોને પવિત્ર માનવામાં આવે છે. ભારતીય વરસનો છેલ્લો દિવસ એટલે દિવાળી. એ દિવસની ઉર્જા આપણે આખા નવા વર્ષ માટે સાથે લઇ જઈએ છીએ. તેથી જ નિયમો સમજવા જરૂરી છે. દિવાળી એટલે શારદા પૂજનનો દિવસ. ત્રીદેવી લક્ષ્મી, મહાકાલી અને સરસ્વતી ધન, તન અને મનના દેવી છે. ભારતીય વાસ્તુ નિયમો પણ આ ત્રણેયને ઉર્જા આપે છે. શારદા પૂજન વખતે પીળા ફૂલોથી સજાવટ થાય છે. દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધી અને ઉંબરો પૂજવામાં આવે છે. દ્વાર પાસે સબરસ મુકવામાં આવે છે. આંગણામાં રંગોળી પુરવામાં આવે છે.

ઇશાન દિશામાં બાજઠ પર ચોપડાનું સ્થાપન કરવામાં આવે છે. આના માટેના નિયમો નિષ્ણાત પાસેથી જાણી લેવા જોઈએ. ઈશાનમાં સ્થાપના કર્યા બાદ સપરિવાર પૂજા કરવી જરૂરી છે. આ સમયે ઘીના દીવા મૂકી શકાય. ઈલેક્ટ્રોનિક અવાજ અને પ્રકાશ ન જ વાપરવા જોઈએ. જો મોટી જગ્યા હોય તો પીળા ફૂલ અને આસોપાલવના તોરણથી સજાવી શકાય. પ્લાસ્ટિક, એલ્યુમીનીયમ, જેવા પદાર્થથી બનેલી વસ્તુઓ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત દરેક જગ્યા મુજબના નિયમો સમજવા માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

સવાલ: એક ફિલ્મ આવી હતી. જેમાં એક ભિખારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડપતિ બની જાય છે. અમારી સોસાયટીની બહાર એક ભિખારી બેસતો હતો. એ ભીખ માંગતા માંગતા એણે એક પૈસાદારની દીકરી સાથે લગ્ન કરી લીધા. એના સસરાએ અમારી સોસાયટીમાં ફ્લેટ અપાવીને છુટો કરી દીધો. એ પણ ભીખ માંગીને એટલો પૈસાદાર બની ગયો કે એણે નવી ગાડી લીધી. પણ હજુ એ ગ્રુપમાં ભીખ માટે અપીલ કર્યા કરે છે. હવે એ કયું આર કોડ પણ મુકે છે. પૈસા ન આપે તો સિક્યોરીટી ગાર્ડની સેના બનાવીને હેરાન કરે છે. પોલીસ બોલાવવાની ધમકી આપે છે. આવા લોકોનું શું કરવું જોઈએ?

જવાબ: એક જૂની વાત છે. કે એક ભિખારીને ભગવાને વરદાન માંગવા કહ્યું. એણે કહ્યું કે મને વરદાન આપો કે હું હાથી પર સોનાની અંબાડી પર બેસીને સોનાના વાડકામાં ભીખ માંગું. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. માણસને ગમે તે જગ્યાએ બેસાડો એનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. આ માણસ આવો જ રહેવાનો. એને નજરઅંદાઝ કરીને જીવો.

જે માણસ જે વાતાવરણમાં ઉછરે એને એ લોકો સાથે એક લાગણી જાગે. એ ભીખ માંગતો હશે ત્યારે આ જ ગાર્ડ એને ઘુસવા નહિ દેતા હોય. એટલે એના માટે ગાર્ડ એટલે સર્વ શક્તિમાન વ્યક્તિ હોઈ શકે. ગાર્ડને પોતાના કામ માટે ઉપયોગમાં લઈને એને દુનિયાના શ્રેષ્ઠ માણસ જેવી લાગણી થતી હોય એવું બને. વળી એને ઉભો કરવા માટે તમારી જ સોસાયટીના લોકો પોલીસ બોલાવવાની ધમકી આપતા હશે. આવા લોકોને બહુ ભાવ ન અપાય.

સુચન: દિવાળીની પૂજા રાત્રીના પ્રથમ પ્રહરમાં કરવી યોગ્ય છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

અમેરિકા હવે પાકિસ્તાન AMRAAM મિસાઈલ નહીં આપે, ટ્રમ્પે આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ ભારત સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા પાકિસ્તાનને AIM-120 એડવાન્સ્ડ મિડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઈલ (AMRAAM) સપ્લાય કરવા મંજૂરી આપી હતી ,પણ હવે અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનને આવી કોઈ મિસાઈલ સપ્લાય કરવાની તેની કોઈ યોજના નથી. અગાઉ એવી અફવાઓ હતી કે રેથિયોન કંપની સાથે 2.5 અબજ ડોલરના સોદામાં પાકિસ્તાનને AIM-120ના C8 અને D3 વર્ઝન આપવામાં આવશે, જેની ડિલિવરી મે 2030 સુધીમાં પૂરી થવાની હતી. આ સોદો પાકિસ્તાનની વાયુસેનાને મજબૂત બનાવવાની સાથે દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલનને અસર કરી શકે એવો હતો, ખાસ કરીને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને ધ્યાનમાં લેતાં આ સોદો મહત્તવનો હતો.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે કોઈ હથિયાર ડીલ થઈ નથી અને આ પ્રકારની અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી.

દરેક હવામાનમાં અસરકારક મિસાઈલ

AIM-120 AMRAAM એક ‘ફાયર એન્ડ ફોરગેટ’ મિસાઈલ છે, જે અમેરિકન વાયુસેનાની અદ્યતન એર-ટુ-એર હથિયાર પ્રણાલી છે. 1991માં પ્રથમ વખત તૈનાત થયેલી આ મિસાઈલમાં એક્ટિવ રડાર ગાઇડન્સ સિસ્ટમ છે, જે તેને દિવસ-રાત અને દરેક હવામાનમાં અસરકારક બનાવે છે. તેનું વજન આશરે 154 કિલોગ્રામ (340 પાઉન્ડ) છે. તે સોલિડ-ફ્યુઅલ રોકેટ મોટરથી સંચાલિત છે, જેને કારણે તે આશરે 4900 કિમી પ્રતિ કલાકની ગતિ હાંસલ કરે છે. તેની રેન્જ મૂળ આવૃત્તિમાં 50થી 100 કિલોમીટર છે, જ્યારે નવીનતમ AIM-120D વર્ઝન 160 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદી શકે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૦ ઑક્ટોબર ૨૦૨૫