નવી દિલ્હી – અહીંની તિહાર જેલમાં પહેલી જ વાર એક સાથે ચાર અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવનાર છે.
અત્યાર સુધી તિહારમાં એક વખતમાં માત્ર એક અપરાધીને ફાંસી દેવામાં આવતી રહી છે. પરંતુ હવે નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસના ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાર અપરાધીના નામ છે – મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તા.
જેલમાં વધુ ત્રણ ફાંસીના માંચડા તૈયાર કરવામાં આવ્યા છે.
દેશમાં તિહાર પહેલી જ જેલ બનશે જ્યાં એક સાથે ચાર અપરાધીને ફાંસી અપાશે.
તિહાર જેલમાં ફાંસીનો એક માંચડો તો હતો જ, બીજા 3 પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ કે નિર્ભયા કેસના ચારેય અપરાધીને એક જ દિવસે ફાંસી પર લટકાવી દેવામાં આવશે.
જેલ પ્રશાસન આ ચારેય અપરાધી વિશેનો અહેવાલ કોર્ટને સુપરત કરશે. તમામ કાયદેસર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કહેવાય છે કે ચારેય આરોપી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવશે. એ નકારી કઢાયા બાદ ચારેય જણ રાષ્ટ્રપતિ કોવિંદને દયાની અરજી કરશે. એ પણ નકારી કાઢવામાં આવ્યા બાદ ચારેયને ફાંસીએ લટકાવી દેવાશે.
જેલમાં વધુ 3 માંચડા તૈયાર કરવાનું કામ જાહેર બાંધકામ (PWD) વિભાગને સોંપવામાં આવ્યું હતું, જે તેણે ગયા સોમવારે પૂરું કરી દીધું હતું. જેલમાં માંચડા તૈયાર કરવા માટે JCB અંદર લઈ જવામાં આવી હતી. માચડાઓની નીચે એક બોગદું બનાવવામાં આવ્યું છે. ફાંસી અપાઈ ગયા બાદ ચારેય અપરાધીના મૃતદેહ બોગદામાંથી બહાર કાઢવામાં આવશે.
દેશભરને હચમચાવી મૂકનાર નિર્ભયા કાંડ 2012ની 16 ડિસેંબરે દિલ્હીમાં બન્યો હતો. આ કેસમાં કોર્ટમાં સુનાવણી થઈ ચૂકી છે. આખરી ચરણમાં ડેથ વોરંટની સુનાવણી કરાશે જે માટે દિલ્હીની પટિયાલા કોર્ટે 7 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.
એ દિવસે કમનસીબ યુવતી, જેની સાચી ઓળખ છુપાવીને એને નિર્ભયાનું નામ આપ્યું છે, એની પર દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસની અંદર એનાં બોયફ્રેન્ડની હાજરીમાં ઉક્ત ચારેય અપરાધીએ ગેંગરેપ કર્યો હતો.
ચારેય જણને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, જેને નીચલી અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ મંજૂર રાખી છે.
1982માં તિહાર જેલમાં રંગા અને બિલ્લા નામના અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. એ બંનેએ 1978માં નવી દિલ્હીમાં પૈસા માટે સગીર વયનાં ભાઈ-બહેન ગીતા અને સંજયનું અપહરણ કર્યું હતું, પણ બાદમાં એમને જ્યારે ખબર પડી કે બાળકોનાં પિતા નૌકાદળમાં અધિકારી છે ત્યારે એમણે ભાઈ-બહેનની હત્યા કરી હતી. એમણે ગીતા પર બળાત્કાર કર્યો હતો અને પછી હત્યા કરી હતી. રંગાનું સાચું નામ કુલજીત સિંહ હતું અને બિલ્લાનું નામ જસબીર સિંહ હતું. ગીતા અને સંજયના પિતા મદનમોહન ચોપરા નૌકાદળના અધિકારી હતા.









































આટલા પરથી તમને અંદાજ કદાચ આવ્યો પણ હશે કે કોઈ મૂળ અંગ્રેજ અથવા ગોરો માણસ હશે અને ભારતમાં આવીને ભગવા પહેરીને બાબા બન્યા હશે. વાત સાચી છે, ભારતની અને પૂર્વની સંસ્કૃતિના પ્રેમમાં પડીને ઘણા ગોરા લોકો ભારત આવે, ભગવા પહેરે, ભક્તિ કરે, યોગ કરે, ધ્યાન કરે અને ભારતીય નામ ધારણ કરીને પશ્ચિમમાં તેનો પ્રચાર કરે. ભારતમાં કોઈને ગુરુ ધારે અને ગુરુનો મહિમા પણ પશ્ચિમના જગતમાં કરે ત્યારે ભારતીયો બહુ ખુશ થતા હોય છે. તેઓ ગહન ધ્યાન વિશે અને અધ્યાત્મિક અનુભવ વિશે, માયા અને મોહ વિશે વાતો અંગ્રેજીમાં જણાવે એટલે કે કેટલાકને વધારે આકર્ષક લાગે. તેઓ માયાની કલ્પના ભારતીય માનસમાં છે તેને કેટલી હદે સમજ્યા હશે તે કહેવું મુશ્કેલ હોય છે, પણ ભક્તોને તેમનું ભારે આકર્ષણ હોય છે.
તેથી જ બાબા રામ દાસ પણ આવા કેટલાક ગોરા ગુરુઓની જેમ અમેરિકામાં ઘણા લોકપ્રિય બન્યા હતા. તેઓ ભારત આવીને નીમ કરોલ બાબાના શિષ્ય બન્યા હતા. રામ દાસનું અસલી નામ રિચર્ડ આલ્પર્ટ હતું. તેમના પિતા બોસ્ટનના જાણીતા વકીલ હતા. હાર્વર્ડમાંથી તેઓ સાયકોલૉજીનું ભણ્યા હતા અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું હતું. 1960ના દાયકામાં સાયકોલૉજીના પ્રોફેસર તરીકે તેમનું નામ જાણીતું થવા લાગ્યું હતું અને તેઓ કાઉન્ટર-કલ્ચર એટલે કે મુખ્ય ધારાના પ્રવાહોથી અલગ કલાની દુનિયામાં રાચતા, મોટા ભાગના નશેડી કલાકારોના કલ્ચર તરફ આકર્ષાયા હતા. ટિમોથી લીયરી અને એલેન ગિન્સબર્ગ તેમના સાથીઓ બન્યા હતા. માત્ર નશીલા પદાર્થો લેવાના બદલે આ લોકો તેમના અભ્યાસમાં અને માનવમનના ઊંડાણમાં, અચેતન મનમાં તેની શું અસર થાય છે તેનો અભ્યાસ પણ કરતા થયા હતા. એલએસડી સહિતના કેફીદ્વવ્યોનો જાત અનુભવ કર્યા પછી જેલમાં કેદીઓને, જીવલેણ બીમારી પિડાતા લોકોને કે માનસિક રીતે વિક્ષિપ્ત લોકોને નિયંત્રિત અવસ્થામાં કેફીદ્વવ્યો આપવા જોઈએ તે પ્રકારની તેમની મૂવમેન્ટ ચાલતી થઈ હતી. નશો માણસને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે અને એક જુદી જ દુનિયાનો અનુભવ કરાવે છે અને તેનાથી વિક્ષિપ્ત લોકોને, પરેશાન લોકોને રાહત મળે છે તે પ્રકારના પ્રયોગો અને અનુભવ તેઓ અને તેમના સાથીઓ કરતા રહ્યા હતા.

તેમના પ્રયાસોને સફળતા પણ મળવા લાગી હતી અને તેમના ઘણા અનુયાયીઓ પણ થવા લાગ્યા હતા. તેમણે આગળ જતા અંધાપા નિવારણ માટે સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરીને બીજા સેવા કાર્યો પણ કર્યા હતા. સાથે જ પોતાના ગુરુ નીમ કરોલી બાબાના સંદેશના પ્રસાર અને પ્રચાર માટે તેમણે લવ સર્વ રિમેમ્બર (પ્રેમ સેવા સ્મરણ) ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. પૂર્વ અને પશ્ચિમનો મિલાપ થાય તે માટે તેઓ પ્રયાસો કરતા રહ્યા હતા. ભારતના અનુભવો પછી તેઓ પ્રકૃત્તિનું મહત્ત્વ સમજ્યા હતા અને તેથી શહેર છોડીને તેઓ કેલિફોર્નિયાના સેન એન્સેમ્લો જેવા નાના ગામમાં રહેવા જતા રહ્યા હતા. બૌદ્ધ પરંપરા અને તેની ધ્યાન પદ્ધતિઓ પણ તેમને એટલો જ રસ પડ્યો હતો.
એક સંસ્કૃતિનો માણસ બીજી સંસ્કૃતિના પરિચયમાં આવે અને પ્રભાવિત થાય ત્યારે આવા કિસ્સા સર્જાતા હોય છે. ભારત અનોખો અને અજબગજબનો દેશ છે એમ માનીને ઘણા ભારત આવે છે અને બાબાઓ પાસે ધ્યાનના પ્રયોગો કરતા રહે છે. તેમાંથી સ્ટીવી જૉબ્સ જેવા ઘણા વળી પાછા કર્મના માર્ગે પણ ચડી જાય છે. તેઓ જાણતા હોય છે કે સમાધી લગાવીને બેસી જવાથી કંઈ હાંસલ થતું નથી. કર્મ કર્યા સિવાય છૂટકો નથી, પણ ધ્યાનથી ડહોળાયેલું મન શાંત થાય છે અને તમારા કર્મના માર્ગ તમને ઉત્સાહ સાથે આગળ વધવા પ્રેરે છે એવું જ્ઞાન ઘણા પીરસતા હોય છે. આ બધુ અગમનિગમ છે, સૌએ પોતપોતાની રીતે સમજવું, પણ બાબા રામ દાસ જેવા કિસ્સાને કારણે એટલું સમજવા મળે કે દુનિયાની જુદી જુદી પરંપરાઓને સમજવી જોઈએ અને તેમાંથી કંઈ શુભ પ્રાપ્ત થતું હોય તો સ્વીકારવામાં કંઈ ખોટું નથી.

