રાશિ ભવિષ્ય 09/07/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે,અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે,માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
નકલી બાબાઓના આશ્રમો બંધ કરાવોઃ PIL પર SCમાં સુનાવણી
નવી દિલ્હીઃ કોરોના વાઇરસ ફેલાવાના જોખમને ધ્યાનમાં રાખતાં નકલી (ફેક) બાબાઓ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવતા આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોને બંધ કરવાનો કેન્દ્રને આદેશ આપતી એક જનહિતની અરજી (PIL)નો સુપ્રીમ કોર્ટે બુધવારે સ્વીકાર કર્યો છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે આ આશ્રમોમાં અને આધ્યાત્મિક કેન્દ્રોની પૂરતી તપાસ કરવામાં આવે, કારણ કે ત્યાં હજારો મહિલાઓને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. 
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને એ.એસ. બોપન્નાની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સિકંદરાબાદનિવાસી અરજીકર્તા ડમ્પાલા રામરેડ્ડીની અરજીનો સ્વીકાર કર્યો છે. કોર્ટે મહેતાને આ મામલે તપાસ કરવા કહ્યું છે. કોર્ટે બે સપ્તાહ પછી અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
આશ્રમો માટે પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ
આ સાથે અરજીકર્તા દ્વારા દેશમાં આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા સ્થપાતા આશ્રમો માટે પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ કરવામાં આવી છે. વકીલ શ્રવણકુમારના માધ્યમથી નોંધવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારી અધિકારીઓ નકલી બાબાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે, કેમ કે આ બાબાઓ અબુધ (ભોળા) લોકો – ખાસ કરીને મહિલાઓને ફસાવે છે. હજારો મહિલાઓને આશ્રમોમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે અને તેમને ડ્રગ્સ તથા નશીલા પદાર્થોનાં બંધાણી બનાવવામાં આવે છે.
અરજીકર્તા બળાત્કારના આરોપી દીક્ષિત પર પણ ગુસ્સે થયો હતો, કેમ કે જ્યાં તેને રખાયો હતો, એ દિલ્હીની રોહિણી આધ્યાત્મિકા વિશ્વ વિદ્યાલયમાં તેની પુત્રી પણ પાંચ વર્ષી રહે છે અને અનેક યુવતીઓની ફરિયાદને પગલે કોર્ટ દ્વારા નિમાયેલી પેનલે ત્યાં દરોડા પણ પાડ્યા હતા.
મુંબઈની ઝૂંપડપટ્ટીમાં મહાપાલિકાની ડોર-ટૂ-ડોર કોરોના ચેકઅપ ઝુંબેશ…

PM આવાસ યોજનાઃ પ્રવાસી મજૂરોને મળશે વાજબી ભાડેથી ફ્લેટ્સ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કૃષિ ક્ષેત્ર, વીમા ક્ષેત્ર સહિત ગરીબો અને જરૂરિયાતમંદો માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં જે સૌથી મહત્ત્વનો નિર્ણયનો લેવામાં આવ્યો છે કે શહેરી પ્રવાસી મજૂરો અને ગરીબો માટે વાજબી ભાડા પર આવાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય શહેરીપ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં કહ્યું હતું કે કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી પ્રવાસીઓ-ગરીબો માટે વાજબી ભાડા પર આવાસ યોજના (AHRCs)ના વિકાસને મંજૂરી આપી દીધી છે. 
આ યોજના હેઠળ ત્રણ લાખ લોકોને ઘર મળશે
આ યોજના હેઠળ ત્રણ લાખ લોકોને ઘર મળશે. આ યોજના હેઠળ હાલના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડથી બનેલા હાઉસિંગ કોમ્પેલેક્સને AHRCમાં તબદિલ કરી શકાય છે. આ યોજના હેઠળ લોકોને વિશેષ મંજૂરી આપવામાં આવશે, તેમને 50 ટકા વધારાના FAR/FSI, ટેક્સ છૂટ આપવામાં આવશે. આ સાથે ટેક્નોલોજી ઇનોવેશન ગ્રાંટ હેઠળ રૂ. 600 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રારંભિક તબક્કામાં આ યોજનાનો લાભ ત્રણ લાખ લોકોને થશે.

અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી
વડા પ્રધાનની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવના પર સહમતી બની હતી. માર્ચમાં જૂન સુધી આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, હવે આ યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આ સિવાય ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ મહિના મફત સિલિન્ડર આપવાના સમયગાળાને ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે. આ સમયગાળાને જૂનથી વધારીને હવે સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. આમાં 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આનો લાભ ચાર કરોડ લોકોને મળશે.

EPFમાં 24 ટકાની મદદને વધારવામાં આવી
સરકારે વેપારીઓ અને કર્મચારીઓ માટે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં 24 ટકાની મદદને ત્રણ મહિના વધારવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે EPFમાં 24 ટકા સરકારી હિસ્સા (12 ટકા કર્મચારી અને 12 ટકા માલિક)ને ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે. એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સરકાર EPFમાં 24 ટકા આપશે. જાવડેકરે કહ્યું હતું કે સરકાર દ્વારા EPFમાં મદદમાં ખર્ચ આશરે 4,860 કરોડ રૂપિયા આવશે.
આંબેડકરના નિવાસ ‘રાજગૃહ’માં તોડફોડની ઘટનામાં શકમંદની ધરપકડ
મુંબઈઃ દેશના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ ‘બાબાસાહેબ’ આંબેડકર એક સમયે મધ્ય મુંબઈના માટુંગા (પૂર્વ) ઉપનગરમાં જ્યાં નિવાસ કરતા હતા એ ‘રાજગૃહ’માં અજ્ઞાત ઉપદ્રવીઓએ ગઈ કાલે રાતે તોડફોડ કરી હતી. પોલીસે એના સંબંધમાં એક શકમંદને અટકમાં લીધો છે.
રાજગૃહમાં તોડફોડની ઘટના મંગળવારે રાતે બની હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અનેક રાજકીય નેતાઓએ આ કૃત્યને વખોડી કાઢ્યું છે. ઠાકરેએ કહ્યું છે કે આ કૃત્ય કરનાર સામે કડક પગલું ભરવામાં આવશે.
આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકરે માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એમણે કહ્યું હતું કે એક અજાણ્યો શખ્સ સીસીટીવીમાં ઝડપાઈ ગયો છે, એ મંદબુદ્ધિનો હોય એવું લાગતું હતું. એ માણસ સોમવારે સાંજે રાજગૃહની નજીક ફરતો દેખાયો હતો. જ્યારે પોતે એને પૂછ્યું હતું કે તું અહીંયા શું કામ આંટા મારે છે, ત્યારે એ ગુસ્સે ભરાયો હતો અને પછી ત્યાંથી જતો રહ્યો હતો.
મુંબઈ પોલીસે રાજગૃહમાં તોડફોડ કરવા બદલ અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે. કહેવાય છે કે બે વ્યક્તિએ મકાનની કાચની બારીઓ પર પથ્થર ફેંક્યા હતા અને સીસીટીવી કેમેરાઓને નુકસાન પહોંચાડ્યું હતું. એમણે રાજગૃહમાં રાખવામાં આવેલા કૂંડાઓને પણ જમીન પર પછાડી દીધા હતા.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે એક શખ્સ મકાનના કમ્પાઉન્ડમાં રાખેલા ફૂલના કૂંડાઓને પછાડે અને પછી ત્યાંથી ભાગી જાય છે.
રાજગૃહ માટુંગા-દાદર (પૂર્વ) સ્થિત હિન્દુ કોલોની વિસ્તારમાં આવેલું છે. આ બે માળવાળો હેરિટેજ બંગલો છે. એ આંબેડકરનું મ્યુઝિયમ છે, કારણ કે ત્યાં આંબેડકરના પુસ્તકો, છબીઓ, અસ્થિઓ તથા એ જે ઉપયોગમાં લેતા હતા તે વાસણો તથા અન્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ રાજગૃહમાં આંબેડકરના પુત્રવધુ તથા પૌત્રો રહે છે. આ પૌત્રો છે – પ્રકાશ આંબેડકર (વંચિત બહુજન આઘાડીના નેતા), આનંદરાવ અને ભીમરાવ.
પ્રકાશ આંબેડકર હાલ અકોલા ગયા છે. ત્યાંથી એમણે એમના સાથીઓ, કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને રાજગૃહની બહાર એકઠાં ન થાય.
સરહદ પર વિવાદિત વિસ્તારોમાંથી ચીન, ભારતે સૈનિકોને હટાવ્યા
નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ અને ચીન સાથે સરહદ બનાવતા લદ્દાખના એક વિવાદિત વિસ્તારમાંથી ભારત અને ચીને પોતપોતાના સૈનિકોને સંપૂર્ણપણે હટાવી લીધા છે, એમ સૂત્રોએ કહ્યું છે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બંને દેશના સૈનિકો વચ્ચે ગયા મહિને જ્યાં હિંસક અથડામણ થઈ હતી એ સ્થળેથી ચીની સેના બે કિલોમીટર પાછળ હટી ગઈ છે. સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા છેલ્લા બે દિવસોથી જારી હતી. ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પાછા હટાવવાની પ્રક્રિયા બુધવારે પૂરી થઈ ગઈ છે. સૂત્રોએ કહ્યું હતું કે ભારત-ચીનના સૈનિકોની વચ્ચે આજે પેટ્રોલિંગ પોઇન્ટ 15 પર પાછા હટાવવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનો આશરે બે કિલોમીટર સુધી પાછા જઈ ચૂક્યા છે.
ચીની સૈનિકોએ કામચલાઉ માળખાઓને દૂર કરવાનું શરૂ કર્યું
સૂત્રોએ કહ્યું હતું કે હોટ સ્પ્રિંગ્સ અને ગોગરામાં સોમવારે બંને પક્ષો (ભારત-ચીન)ની વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ હતી. ચીની સૈનિકોએ શનિવારથી પોતે બનાવે માળખાઓને દૂર કરવાનું શરૂ કરી દીધું હતું.

સેનાના અધિકારીઓની વચ્ચે આગળની વ્યૂહરચનાને લઈને મંત્રણા
સેનાનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે બંનેની પરસ્પર સહમતિને આધારે બંને દેશના સૈનિકોને હિંસક અથડામણવાળી જગ્યાએ આશરે એકથી દોઢ કિલોમીટર પાછા હટાવી લેવાનું હતું. એક વાર બંને સેનાઓ વચ્ચે થયેલી સહમતિ મુજબ સૈનિકો પાછા હટી જશે, તે પછી બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે આગળની વ્યૂહરચનાને લઈને મંત્રણા થશે.

બંને દેશ LACથી પોતાના સૈનિકોને પાછળ હટાવવા પર સહમત થયા
હાલમાં જ ભારત અને ચીન- બંનેએ સહમતિ દર્શાવી હતી કે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે LAC પર સેનાઓએ પાછા હટવું જરૂરી છે. લાંબા સમયથી ચાલી રહેલા ટેન્શનની વચ્ચે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે ચીની વિદેશપ્રધાન વાંગ યીથી આશરે બે કલાક સીમા વિવાદ પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં બંને દેશ LACથી પોતાના સૈનિકોને પાછળ હટાવવા પર સહમત થયા હતા. આ પહેલાં સીમા પર ટેન્શનને ઓછું કરવા માટે ભારત-ચીનના ટોચના અધિકારીઓની વચ્ચે વાતચીત થતી રહેતી હતી.
ભારતે પણ એકથી બે કિલોમીટર સુધી સૈનિકોને પાછા બોલાવ્યા
સેનાનાં સૂત્રોએ માહિતી આપી હતી કે ચીની સૈનિકોના પાછા ફરવા સાથે, તેમણે પોતાના તંબૂઓ, વાહનો પણ હિંસક અથડામણ જગ્યાએથી પાછા હટાવી લીધા છે. બીજી બાજુ આ વિસ્તારમાં ભારતે પણ એકથી બે કિલોમીટર સુધી સૈનિકોને પાછા બોલાવી લીધા છે. જોકે ગલવાન નદીના વિસ્તારમાં ચીની સેનાનાં કેટલાંક વાહનો હજી મોજૂદ છે. ભારતીય સેનાના અધિકારીઓનું કહેવું છે કે સેના સંપૂર્ણ રીતે પાછા હટાવી લેવાની પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહી છે.

મુંબઈમાં તેંડુલકરના હસ્તે પ્લાઝમા સેન્ટરનું ઉદઘાટન…
મહાન બેટ્સમેન ભારત રત્ન સચીન તેંડુલકરે 8 જુલાઈ, બુધવારે મુંબઈમાં અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં પ્લાઝમા થેરપી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કોરોના વાઈરસ મહાબીમારીમાંથી સાજા થયેલા લોકોને અપીલ કરી હતી કે તેઓ પ્લાઝમાનું દાન કરવા માટે રક્તદાન કરવા આગળ આવે.
ઉલ્લેખનીય છે કે કોરોના બીમારીના ઉપચાર માટે પ્લાઝમા થેરપી પણ એક ઉપચારપદ્ધતિ છે. કોરોનામાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના રક્તમાં રહેતા પ્લાઝમા ઘટકને લેબોરેટરીમાં અલગ કરવામાં આવે છે. ત્યારબાદ એને અન્ય કોરોના દર્દીના શરીરમાં-લોહીમાં છોડવામાં આવે છે. આ પદ્ધતિથી કોરોના દર્દીના શરીરમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સારવાર માટે તબીબી સાધનસામગ્રીનો ઉપયોગ કરવા અનુભવી ડોક્ટરોની જરૂર પડે. ચોક્કસ કયો પ્લાઝમા કયા દર્દી પર અસરકારક બનશે એ ડોક્ટર જ જણાવી શકે. જો આ ઉપચાર પદ્ધતિમાં ભૂલ થાય તો દર્દીની હાલત બગડી શકે અને એનું મૃત્યુ પણ નિપજી શકે.
મુંબઈમાં દુનિયાનું સૌથી મોટું પ્લાઝમા કલેક્શન સેન્ટર શરૂ કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસો ચાલુ છે. એનો એક ભાગ છે સેવન હિલ્સ હોસ્પિટલ. મુંબઈ મહાનગરપાલિકા અને સેવન હિલ્સ હોસ્પિટલે સાથે મળીને આ પ્લાઝમા સેન્ટરની સ્થાપના કરી છે. 
BSE ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં S&P સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સને પગલે ટર્નઓવર વધીને રૂ. 6442 કરોડ
મુંબઈ તા. 8 જુલાઈ, 2020ઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ 29 જૂન, 2020થી S&P સેન્સેક્સ 50 ઈન્ડેક્સના વીકલી કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા હતા એને ભરપૂર પ્રતિસાદ મળ્યો છે અને એને પરિણામે એક્સચેન્જના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર 8 જુલાઈના રોજ વધીને રૂ.6442 કરોડની સપાટીએ પહોંચ્યું હતું. આ કોન્ટ્રેક્ટ સોમવાર એક્સપાયરીના છે.
આ પ્રસંગે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે મન્ડે એક્સપાયરીવાળા વીકલી સેન્સેક્સ-50 કોન્ટ્રેક્ટ્સ અને સાથે સાથે ઈન્ટરઓપરેબિલિટીના માળખાને પગલે આ કોન્ટ્રેક્ટસમાં વધુ સહભાગીઓ સામેલ થશે અને અમારા ઈક્વિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મને વધુ ગતિશીલ બનાવશે. સહભાગીઓની સતત અને સક્રિય સામેલગીરીને પગલે આ શક્ય બન્યું છે.














