BSE ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં S&P સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સને પગલે ટર્નઓવર વધીને રૂ. 6442 કરોડ

મુંબઈ તા. 8 જુલાઈ, 2020ઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ 29 જૂન, 2020થી S&P સેન્સેક્સ 50 ઈન્ડેક્સના વીકલી કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા હતા એને ભરપૂર પ્રતિસાદ મળ્યો છે અને એને પરિણામે એક્સચેન્જના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર 8 જુલાઈના રોજ વધીને રૂ.6442 કરોડની સપાટીએ પહોંચ્યું હતું. આ કોન્ટ્રેક્ટ સોમવાર એક્સપાયરીના છે.

આ પ્રસંગે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે મન્ડે એક્સપાયરીવાળા વીકલી સેન્સેક્સ-50 કોન્ટ્રેક્ટ્સ અને સાથે સાથે ઈન્ટરઓપરેબિલિટીના માળખાને પગલે આ કોન્ટ્રેક્ટસમાં વધુ સહભાગીઓ સામેલ થશે અને અમારા ઈક્વિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મને વધુ ગતિશીલ બનાવશે. સહભાગીઓની સતત અને સક્રિય સામેલગીરીને પગલે આ શક્ય બન્યું છે.