Home Blog Page 4716

વાહ ભાઈ વાહ! ૨૬ જુલાઈ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૬ જુલાઈ, ૨૦૨૦

હોમ લોનથી મુશ્કેલી છે? આ રીતે સરળતાથી ભરો EMI

નવી દિલ્હીઃ ધરતીનો છેડો ઘર. એમ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પોતાનું પણ એક ઘર હોય, પણ ઘર ખરીદવા માટે પૂરા નાણાં ન હોય તો જેથી હોમ લોન લેવી પડતી હોય છે. હોમ લોનથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. જોકે કેટલીક વાર હોમ લીધા પછી EMI ભરવી મુશ્કેલી પડે છે. EMIએ ત્યારે મુશ્કેલ બની જાય છે, જ્યારે નિયમિત આવક ન થતી હોય અથવા કોઈ ને કોઈ કારણે આવક બંધ થઈ જાય છે.  હોમ લોનની મૂળ રકમનો આવકવેરા કાયદાની કલમ 80 C હેઠળ લાભ મળે છે, જ્યારે વ્યાજની ચુકવણી પર તમને કલમ 24Bનો લાભ મળે છે. જો તમે હોમ લોનના બોજથી પરેશાન છો તો કેટલીક વાતો પર ધ્યાન આપીને એ બોજને ઓછો કરી શકાય છે.

વધુ ચુકવણી

જ્યારે તમે હોમ લોન લો છો તો સામાન્ય રીતે સંપત્તિના 80 ટકાના મૂલ્યની લોન મળે છે. એનો લોન-ટૂ-વેલ્યુ રેશિયો પણ કહેવામાં આવે છે. બાકી ડાઉન પેમેન્ટની ખિસ્સામાંથી ચુકવણી કરવાની હોય છે. જેટલી મોટી તમે ઉધારી લેશો તેટલી EMI મોટા હશે. એટલા માટે નાના EMI માટે ઓચી ઉધારી લેવાના અને વધુ એડવાન્સ પેમેન્ટ કરવાના પ્રયાસ કરો.

EMI રકમ વધારો

સેલરી મેળવતા કર્મચારીઓ સેલરી વધવા પર લોનની EMIને વધારી શકે છે. જો તમે દર વર્ષે EMI રકમ વધારો છો તો લોનનો સમયગાળામાં ઘટાડો થશે. એનાથી તમારી લોનનો બોજ ઓછઓ થશે.

ઓવરડ્રાફ્ટની સુવિધા

હોમ લોન પર વ્યાજદર ઓછો કરવા માટે હોમ લોન એકાઉન્ટની સાથે હોમ લોન ઓવરડ્રાફ્ટની સુવિધાનો વિકલ્પ છે.  આ સુવિધા દ્વારા તમે તમારો EMIની સિવાય પણ પોતાના હોમ લોન એકાઉન્ટમાં વધારાના નાણાં જમા કરાવી શકો છો. ખાતામાં જ્યારે વધારાના પૈસા હોય ત્યારે વ્યાજના નાણાં અને લોનનો સમયગાળો ઓછો થઈ જશે.

EMIની તારીખ અને સેલરીની તારીખ

જો તમે તમારા EMIની તારીખ તમારી સેલરીની તારીખની આસપાસ રાખો છો તો એમાં તમારે EMIની ચુકવણીને લઈને ચૂક નહીં થાય.

બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો

હોમ લોનનો સમયગાળાની વચ્ચે જો કોઈ લોનદાતા મળે છે તો હોમ લોનને ટ્રાન્સફર કરી શકાય છે. એ વાત ધ્યાનમાં રાખીને તમે હોમ લોનને જલદી ભરી શકો છો.

રાશિ ભવિષ્ય 26/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

પંચાંગ 26/07/2020

અમેરિકા: ઓનલાઇન કોર્સ માટે નવા સ્ટુડન્ટ્સને દેશમાં આવવાની મંજૂરી નહીં

વોશિંગ્ટનઃ અમેરિકાએ શુક્રવારે એલાન કર્યું હતું કે જેમના કોર્સિસના બધા ક્લાસિસ ઓનલાઇન થઈ ચૂક્યા છે એ નવા વિદેશી સ્ટુડન્સને દેશમાં આવવાની મંજૂરી નહીં હોય. કોરોના રોગચાળાને લીધે બધા ક્લાસિસને ઓનલાઇન કરવાના આદેશ પછી અમેરિકાએ આ નવા નિર્દેશ જારી કર્યા છે. આ આદેશ ડોનાલ્ડ ટ્રમ્પ એકમિનિસ્ટ્રેશનના ICE એટલે કે એમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે જારી કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ સંકકટ દરમ્યાનકેટલાય પ્રકારના વિઝા સ્થગિત કરી દીધા છે. સ્ટુડન્ટ્સને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવાદોમાં રહે છે.

બે સપ્તાહ પહેલાં ICEએ એક આવો જ આદેશ જારી કર્યો હતો.

આ આદેશમાં એ વિદેશી સ્ટુડન્ટ્સને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, જેમના ક્લાસિસ ઓનલાઇન ચાલી રહ્યા છે. ત્યાર બાદ આ આદેશમાં બદલાવ કરી દીધો છે.

સુધારાઓ માટે રાવે આપ્યો હતો સાહસનો પરિચય: પ્રણવ મુખર્જી

નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુક્રવારે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવનો મહાન નેતા તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે અનેક અવરોધો હોવા છતાં પણ તેમણે હિંમતપૂર્વક દેશમાં ઘણા સુધારા કર્યા. તેમણે કહ્યું હતું કે પી.વી. નરસિમ્હા રાવના સાહસિક નેતૃત્વને પગલે દેશ અને પડકારોનો સામનો કરીને આગળ વધ્યો. મહત્વનું છે કે, શુક્રવારે પી.વી. નરસિમ્હા રાવના જન્મ શતાબ્દી ઉજવણી પ્રસંગે પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે નરસિમ્હા રાવ ફક્ત તેમના જન્મસ્થાન તેલંગાણા સાથે જ નહીં પણ સમગ્ર દેશ સાથે જોડાયેલા હતા.

આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવને યાદ કર્યા અને કહ્યું કે તેમના હિંમતવાન નેતૃત્વને કારણે દેશ અનેક પડકારોને પાર કરવામાં સફળ રહ્યો છે અને પાર્ટીને તેમની ઉપલબ્ધિઓ અને યોગદાનનો ગર્વ છે.

પૂર્વ રેકોર્ડ કરેલા સંદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે ‘તેલંગાણા પીસીસી દ્વારા આયોજીત પૂર્વ વડા પ્રધાનના જન્મ શતાબ્દી સમારોહની ઉજવણીથી હું ખુશ છું. પરંતુ હું માનું છું કે અન્ય લોકોએ પણ તેમની જન્મ શતાબ્દી ઉજવવી જોઈએ, કેમ કે તેમને સંબંધ સમગ્ર દેશ સાથે હતો. ‘ ભૂમિ સુધારણા કાર્યક્રમમાં પૂર્વ વડા પ્રધાનના યોગદાનને યાદ કરતાં પ્રણવ મુખર્જીએ કહ્યું કે તેમણે ઘણાને પ્રેરણા આપી છે.

મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનો જન્મ 28 જૂન, 1921 ના ​​રોજ થયો હતો અને 23 ડિસેમ્બર, 2004 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ 21 જૂન 1991થી 16 મે 1996 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.

 

મુંબઈના 26/11ના હુમલાના સહઆરોપી રાણાની જામીન અરજી ફગાવાઇ

વોશિંગ્ટનઃ અમેરિકી કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણાની 15 લાખ ડોલરની જામીન અરજીને ફગાવી દીધી હતી, જેથી 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મામલે તેની સંડોવણી બદલ તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાં તેણે પોતાના જીવ પર જોખમ હોવાનું જણાવ્યું હતું. હેડલીના નાનપણના મિત્ર 59 વર્ષીય રાણાને ભારતની વિનંતી પર 10 જૂને લોસ એન્જલસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભારતે મુંબઈ હુમલામાં રાણાની સંડોવણી બદલ તેના પ્રત્યર્પણ કરવાની અરજ કરી હતી. ભારતમાં રાણા ભાગેડુ જાહેર છે.

મુંબઈ હુમલામાં છ અમેરિકીઓ સહિત 166 લોકો માર્યા ગયા

ફેડરલ ફરિયાદીઓના જણાવ્યા અનુસાર 2006થી નવેમ્બર, 2008ની વચ્ચે રાણાએ દાઉદ ગિલાનીના નામથી ઓળખ ધરાવતા હેડલી અને પાકિસ્તાનમાં કેટલાક અન્ય લોકોની સાથે મળીને લશ્કરે તૈયબા તથા હરકત-ઉલ-જિહાદએ-ઇસ્લામીને મુંબઈમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવા તથા હુમલો કરવામાં મદદ કરી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી હેડલી લશ્કરનો આતંકવાદી છે. તે 2008ના મુંબઈ હુમલાના મામલમાં સરકારી સાક્ષી બની ગયો છે. તેને હુમલામાં સંડોવણીને લીધે અમેરિકામાં 35 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. આ મુંબઈ હુમલામાં છ અમેરિકીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા.     

તે કેનેડા ભાગી જાય તો ભારતમાં મોતની સજાથી બચી જવાની શક્યતા

લોસ એન્જલસમાં અમેરિકી જિલ્લા કોર્ટના ન્યાયાધીશ જેકલિન ચુલજિયનને 21 જુલાઈએ આપેલા 24 પાનાંના આદેશમાં રાણાને એ કહેતાં જામીન આપતાં ઇનકાર કર્યો હતો, કારણ કે તેણે હવાઈ પ્રવાસથી પોતાને જોખમ જણાવ્યું હતું. રાણાએ હવાઈ પ્રવાસથી જોખમ જણાવતાં અમેરિકી સરકારે જામીન પર તેને છોડી મૂકવાનો વિરોધ કરતાં એ તર્ક આપ્યો હતો કે જો તે કેનેડા ભાગી ગયો તો તે ભારતમાં મોતની સજાથી બચી જવાની શક્યતા છે.

હવે વાત રાણાના પ્રત્યાર્પણની કરીએ તો ભારત માટે 2008ના મુંબઈ હુમલાના દોષી ડેવિડ હેડલીને પરત લાવવો મુશ્કેલ બની શકે છે, પણ આ હુમલાના સહ ષડયંત્રકાર તહવ્વુર રાણાના પ્રત્યાર્પણમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલી નથી. જોકે કેટલાક સમય પહેલાં અમેરિકાએ રાણાના પ્રત્યર્પણના ભારતની વિનંતીને હજી સુધી મંજૂર નથી કરી, પણ એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં આવું કરી શકે છે.

હેડલીએ હુમલામાં પોતાની સંડોવણીનો તરત સ્વીકાર કર્યો

મદદનીશ અમેરિકી એટર્ની જોન જે લુલેજિયાને લોસ એન્જલસની ફેડરલ કોર્ટમાં કહ્યું હતું કે રાણા વિપરીત હેડલીએ હુમલામાં પોતાની સંડોવણીનો તરત સ્વીકાર કરી લીધો હતો અને બધા આરોપોમાં દોષી હોવાનો પણ સ્વીકાર કરી લીધો હતો.  એટલા માટે હેડલીનું ભારત પ્રત્યાર્પણ નથી કરી શકાયું. જોકે રાણાએ ના તો દોષનો સ્વીકાર કર્યો છે અને ના તૌ અમેરિકાની સાથે સહયોગ આપ્યો છે. એટલા માટે તેને એ લાભ નહીં મળે, જે હેડલીને મળ્યો હતો.

 

 

સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે: પ્રિયંકાનો CM યોગીને પત્ર

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કોરોના વાઈરસના વધતા જતા કહેરને પગલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પ્રિયંકાગાંધીએ આ પત્રમાં લખ્યું છે કે ગઈકાલે રાજ્યમાં 2500 કેસ નોંધાયા છે. નવા દર્દીઓની સંખ્યામાં પૂર જેવી સ્થિતિ છે. મહાનગરો ઉપરાંત ગામડાઓ પણ કોરોનાથી અછૂત નથી. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે તમારી સરકારે ‘નો ટેસ્ટ, નો કોરોના’ નીતિ અપનાવી છે. જેના કારણે પરિસ્થિતિ વિસ્ફોટક બની છે. જ્યાં સુધી પારદર્શક અભિગમ દાખવવામાં નહીં આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈ અધૂરી રહેશે અને પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

તેમણે પત્રમાં આગળ લખ્યું કે, હોસ્પિટલોની હાલત ખૂબ ખરાબ છે. લોકો સુવિધાના અભાવે ડરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો ટેસ્ટ માટે આવતા નથી. સરકારની આ નિષ્ફળતા છે. કોરોનાનો ડર બતાવીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના પર અંકુશ નહીં મૂકવામાં આવે તો સ્થિતિ આપત્તિમાં ફેરવાશે. તમારી સરકારે એવો દાવો કર્યો છે કે બે લાખ પથારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પણ હોસ્પિટલમાં માત્ર 20 હજાર દર્દીઓ આવતા અફરાતફરી મચી ગઈ છે. તેમણે સવાલ કર્યો કે જો હોસ્પિટલોમાં ભીડ છે, તો યુપી સરકાર મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ અસ્થાયી (હંગામી) હોસ્પિટલો કેમ નથી બનાવી રહી?

તેમણે વધુમાં લખ્યું કે, વડાપ્રધાન બનારસના સાંસદ સભ્ય છે, સંરક્ષણ પ્રધાન લખનૌથી સાંસદ સભ્ય છે અને ઘણા પ્રધાનો ઉત્તર પ્રદેશના છે, તો પછી વારાણસી, લખનૌ અને આગ્રા જેવા શહેરોમાં હંગામી હોસ્પિટલો કેમ ન ખોલવામાં આવી શકે.

આ સાથે જ પ્રિયંકા ગાંધીએ હોમ આઈસોલેશનને લઈને પણ યોગી સરકારને સલાહ આપતા કહ્યું કે ઉતાવળમાં તેનો અમલ ન કરી શકાય. પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું, ‘સર, પરિસ્થિતિ ગંભીર બની રહી છે. હું તમને વિનંતી કરું છું કે કોરોના સામેની આ લડાઈ ફક્ત પ્રચાર કે ન્યૂઝ મેનેજ કરીને ન લડી શકાય.

 

મધ્યપ્રદેશ : શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીએ શનિવારે ટ્વિટ કરીને પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે હું કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરું છું. ડોક્ટરની સલાહ મુજબ હું ક્વોરન્ટાઈન થઈ રહ્યો છું. મધ્ય પ્રદેશના લોકોને અપીલ છે કે સાવધાની રાખે. થોડી એવી લાપરવાહી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. મને મળેલા તમામ લોકોને મારી સલાહ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.

તેઓએ પોતાના સંપર્કમાં આવનાર દરેકને ટેસ્ટ કરાવવાની અને નજીકના લોકોને ક્વોરન્ટાઈન થવાની અપીલ કરી છે. તેઓ કોરોના સંક્રમિત થનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. ત્રણ દિવસ પહેલા તેમની સાથે લખનઉ જનાર કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહત્વનું છે કે, શિવરાજ સિંહે 22 જુલાઈના રોજ કેબીનેટ બેઠક યોજી હતી. 23 જુલાઈના રોજ મંત્રી ઓમપ્રકાશ સકલેચા, મંત્રી વિશ્વાસ સારંગ અને ધારાસભ્ય નારાયણ પટેલને મળ્યા હતા. શિવરાજનો પહેલા પણ ચારથી પાંચવાર કોરોના ટેસ્ટ થયો હતો ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરીવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

‘જિયો માર્ટે’ ટોચની ત્રણ એપ્સમાં સ્થાન મેળવ્યું

અમદાવાદઃ રિલાયન્સ રિટેલના બીટા ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રોસરી પ્લેટફોર્મ જિયો માર્ટની એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જિયોમાર્ટ એપ લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી 10 લાખથી પણ વધુ યુઝર્સે ડાઉનલોડ કરી છે. આમ શોપિંગ કેટેગરીમાં જિયોમાર્ટ ટોચની ત્રણ એપ્સમાં સ્થાન પામી ચૂકી છે. એપ એની મુજબ એપલ એપ સ્ટોરમાં તે બીજો રેન્ક ધરાવે છે અને ગૂગલ પ્લે સ્ટોરની શોપિંગ કેટેગરીમાં તે ત્રીજા સ્થાને છે.

દૈનિક ધોરણે 2.5 લાખ ઓર્ડર

રિલાયન્સની જિયોમાર્ટ પર સમગ્ર દેશમાંથી રોજના 2.5 લાખ ઓર્ડર પ્રાપ્ત થાય છે અને આ આંકડો દરરોજ વધી રહ્યો છે. માર્ચના અંતભાગમાં jiomart.comનું બીટા વર્ઝન દેશનાં 200 શહેરો અને ટાઉન્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં જિયોમાર્ટ પ્લેટફોર્મની ઉપલબ્ધતા ડિજિટલ શોપિંગની પદ્ધતિને મુક્ત બજારની પરિભાષામાં પરિવર્તિત કરી રહ્યું છે. તેમાં ટાયર-II અને ટાયર III કક્ષાના સંખ્યાબંધ નગરોમાં ઓનલાઇન ઓર્ડરિંગ સેવા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જ્યાં ગ્રાહકો પહેલી વાર ગ્રોસરી, ફળફળાદિ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓઓની ઓનલાઇન ખરીદી રહ્યા છે અને ઘરેબેઠા ડિલિવરી મેળવવાનો અનુભવ મેળવી રહ્યા છે.

15થી વધુ શહેરોમાં જિયોમાર્ટની સેવાઓ ઉપલબ્ધ

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીધામ, નવસારી, જૂનાગઢ, વાપી, જામનગર, હિંમત નગર, ભૂજ, આણંદ, નડિયાદ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર અને અન્ય શહેરો મળી 15થી વધુ શહેરોમાં જિયોમાર્ટની સેવાઓ ઉપલબ્ધ છે. ગ્રાહકો સરળતાથી ખરીદીનો અનુભવ લઈ શકે તે માટે એપને તૈયાર કરવામાં આવી છે.

જિયોમાર્ટ ગ્રાહકોને સરળ અને ઉચ્ચ ગુણવત્તાનો શોપિંગ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ

હાલમાં જ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે  જિયોમાર્ટ હવે તેની ભૌગોલિક પહોંચ અને ડિલિવરી ક્ષમતાને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જિયોમાર્ટ ગ્રાહકોને સરળ અને ઉચ્ચ ગુણવત્તાનો શોપિંગ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રોસરી ઉપરાંત જિયોમાર્ટ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉત્પાદનોને તેના પ્લેટફોર્મ પર લઈ આવવા માટેની તૈયારી કરી રહ્યું છે. આવનારાં વર્ષોમાં અમે વધુ ને વધુ શહેરોનો ઉમેરો કરીશું, સમગ્ર દેશમાં વધુ ને વધુ ગ્રાહકો સુધી પહોંચીશું અને વધુ ને વધુ કેટેગરીનો ઉમેરો કરતાં રહીશું.

ગ્રાહકોને ચુકવણી માટે વિવિધ વિકલ્પો

આ ઉપરાંત જિયોમાર્ટ તેના ગ્રાહકોને ચૂકવણી માટે વિવિધ વિકલ્પો આપી રહ્યું છે. નેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્ઝ, આરવન લોયલ્ટી પોઇન્ટ્સ અને  કેશ ઓન ડિલિવિરી વગેરે…  એ સાથે તાજેતરમાં જ સોડેક્સો મિલ કૂપનનો વિકલ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે અને હમણાં જ કેશબેક ઓફર સાથે ક્રેડિટ કાર્ડ અને વોલેટ્સના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

સતત નવા ઉત્પાદનો, ફીચર્સ, બ્રાન્ડ્સ અને વરાઇટી ઉપલબ્ધ

જિયોમાર્ટ દરરોજ અને સતત નવાં ઉત્પાદનો, ફીચર્સ, બ્રાન્ડ્સ અને વરાઇટી ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તેના દ્વારા ગ્રાહકો જ્યારે-જ્યારે આ પ્લેટફોર્મ્સ પર આવે છે ત્યારે તેમને શોપિંગનો નવો જ અનુભવ કરે છે. પર્સનલ કેર પ્રોડક્ટ્સ, હોમ અને કિચન કેર પ્રોડક્ટ્સ, પૂજાનો સામાન, શૂ કેર, બેબી કેર પ્રોડક્ટ્સ, બ્રાન્ડેડફૂડ્સ સહિતની કેટેગરીમાં અસંખ્ય વિકલ્પો મળે છે. સ્માર્ટ સ્ટોર પ્રાઇસ પ્રોમિસ હેઠળ જિયોમાર્ટ તમામ ઉત્પાદનો પર લઘુતમ પાંચ ટકા ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક કિંમતો ઓફર કરે છે.

2024 સુધીમાં 50 ટકા બજાર હિસ્સો

ગોલ્ડમેન સાશ તેના અહેવાલમાં ટાંકે છે કે “અમે માનીએ છીએ કે ફેસબુક સાથેની સમજૂતીથી RIL ઓનલાઇન ગ્રોસરી ક્ષેત્રે બજાર અગ્રણી બની શકે છે, જેમાં વર્ષ 2024 સુધીમાં 50 ટકા બજાર હિસ્સો મેળવી શકે છે.