મુંબઈના 26/11ના હુમલાના સહઆરોપી રાણાની જામીન અરજી ફગાવાઇ

વોશિંગ્ટનઃ અમેરિકી કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણાની 15 લાખ ડોલરની જામીન અરજીને ફગાવી દીધી હતી, જેથી 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મામલે તેની સંડોવણી બદલ તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાં તેણે પોતાના જીવ પર જોખમ હોવાનું જણાવ્યું હતું. હેડલીના નાનપણના મિત્ર 59 વર્ષીય રાણાને ભારતની વિનંતી પર 10 જૂને લોસ એન્જલસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભારતે મુંબઈ હુમલામાં રાણાની સંડોવણી બદલ તેના પ્રત્યર્પણ કરવાની અરજ કરી હતી. ભારતમાં રાણા ભાગેડુ જાહેર છે.

મુંબઈ હુમલામાં છ અમેરિકીઓ સહિત 166 લોકો માર્યા ગયા

ફેડરલ ફરિયાદીઓના જણાવ્યા અનુસાર 2006થી નવેમ્બર, 2008ની વચ્ચે રાણાએ દાઉદ ગિલાનીના નામથી ઓળખ ધરાવતા હેડલી અને પાકિસ્તાનમાં કેટલાક અન્ય લોકોની સાથે મળીને લશ્કરે તૈયબા તથા હરકત-ઉલ-જિહાદએ-ઇસ્લામીને મુંબઈમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવા તથા હુમલો કરવામાં મદદ કરી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી હેડલી લશ્કરનો આતંકવાદી છે. તે 2008ના મુંબઈ હુમલાના મામલમાં સરકારી સાક્ષી બની ગયો છે. તેને હુમલામાં સંડોવણીને લીધે અમેરિકામાં 35 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. આ મુંબઈ હુમલામાં છ અમેરિકીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા.     

તે કેનેડા ભાગી જાય તો ભારતમાં મોતની સજાથી બચી જવાની શક્યતા

લોસ એન્જલસમાં અમેરિકી જિલ્લા કોર્ટના ન્યાયાધીશ જેકલિન ચુલજિયનને 21 જુલાઈએ આપેલા 24 પાનાંના આદેશમાં રાણાને એ કહેતાં જામીન આપતાં ઇનકાર કર્યો હતો, કારણ કે તેણે હવાઈ પ્રવાસથી પોતાને જોખમ જણાવ્યું હતું. રાણાએ હવાઈ પ્રવાસથી જોખમ જણાવતાં અમેરિકી સરકારે જામીન પર તેને છોડી મૂકવાનો વિરોધ કરતાં એ તર્ક આપ્યો હતો કે જો તે કેનેડા ભાગી ગયો તો તે ભારતમાં મોતની સજાથી બચી જવાની શક્યતા છે.

હવે વાત રાણાના પ્રત્યાર્પણની કરીએ તો ભારત માટે 2008ના મુંબઈ હુમલાના દોષી ડેવિડ હેડલીને પરત લાવવો મુશ્કેલ બની શકે છે, પણ આ હુમલાના સહ ષડયંત્રકાર તહવ્વુર રાણાના પ્રત્યાર્પણમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલી નથી. જોકે કેટલાક સમય પહેલાં અમેરિકાએ રાણાના પ્રત્યર્પણના ભારતની વિનંતીને હજી સુધી મંજૂર નથી કરી, પણ એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં આવું કરી શકે છે.

હેડલીએ હુમલામાં પોતાની સંડોવણીનો તરત સ્વીકાર કર્યો

મદદનીશ અમેરિકી એટર્ની જોન જે લુલેજિયાને લોસ એન્જલસની ફેડરલ કોર્ટમાં કહ્યું હતું કે રાણા વિપરીત હેડલીએ હુમલામાં પોતાની સંડોવણીનો તરત સ્વીકાર કરી લીધો હતો અને બધા આરોપોમાં દોષી હોવાનો પણ સ્વીકાર કરી લીધો હતો.  એટલા માટે હેડલીનું ભારત પ્રત્યાર્પણ નથી કરી શકાયું. જોકે રાણાએ ના તો દોષનો સ્વીકાર કર્યો છે અને ના તૌ અમેરિકાની સાથે સહયોગ આપ્યો છે. એટલા માટે તેને એ લાભ નહીં મળે, જે હેડલીને મળ્યો હતો.