Home Blog Page 4595

દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં BSEનું પગલું

મુંબઈ તા. 3 નવેમ્બર, 2020ઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને ચરિતાર્થ કરવાના ભાગરૂપે દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ બીઆઈએસ ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ હેઠળ ગોલ્ડની ડિલિવરી પાર પાડી છે. એક્સચેન્જે સતત પાંચમા મહિને ઓપ્શન ઈન ગુડ્સ ફ્રેમવર્ક હેઠળ ગુજરાતના અમદાવાદ ખાતેથી અત્યાર સુધીમાં રૂ.1.5 કરોડના ગોલ્ડની ડિલિવરીઝ પાર પાડી છે. આ રિફાઈન્ડ ગોલ્ડને ઓગમન્ટ એન્ટ્રપ્રાઈઝીસ પ્રા. લિ. અને પાર્કર પ્રેસિયસ મેટલ્સ એલએલપી દ્વારા એક્સચેન્જના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ રિફાઈનરીઝ ઉપરાંત એમ. ડી. ઓવરસીઝ પ્રા. લિ. અને સોવેરિન મેટલ્સ પ્રા. લિ. પણ બીએસઈના પેનલ પર છે જે એક્સચેન્જ પ્લેટફોર્મ પર સિરિયલ નંબરયુક્ત ગોલ્ડ બાર્સ એક્સચેન્જના પ્લેટફોર્મ પર પૂરા પાડે છે.

અગાઉ બીએસઈ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ કોન્ટ્રેક્ટના સેટલમેન્ટ માટે માત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) દ્વારા મંજૂર કરાયેલા સિરિયલ નંબર યુક્ત ગોલ્ડ બાર્સ સ્વીકારતું હતું. એક્સચેન્જે તેના ઓેપ્શન્સ ઈન ગુડ્સ સેગમેન્ટ હેઠળ એલબીએમએ સ્ટાન્ડર્ડ અનુસારની સિલ્વરની પણ ડિલિવરીઝ ગુજરાતના અમદાવાદ સ્થિત વોલ્ટ્સ ખાતે  પાર પાડી છે.

આ સિદ્ધિ વિશે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે આ ડિલિવરીઝ અને ભારતીય રિફાઈન્ડ ગોલ્ડના ખરીદકર્તા અને વેચાણકર્તા દ્વારા કરવામાં આવેલો સ્વીકાર દર્શાવે છે કે તેમને બીએસઈએ કરેલી આ પહેલ પર ભરોસો છે. આના પગલે વધુ લોકો તેમાં સામેલ થશે અને બીએસઈના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુલિયનની ડિલિવરી વધુને વધુ સ્વીકાર્ય બનશે.

બીએસઈનું સરળ ટ્રેડિંગ પ્લેટફોર્મ, ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટેનું મજબૂત ડિલિવરી ફ્રેમવર્ક ઝવેરીઓ, બુલિયન વેપારીઓ અને અન્ય સહભાગીઓ માટે અત્યંત લાભકારી અને કિંમતની દૃષ્ટિએ ઉત્તમ પુરવાર થયું છે. એના દ્વારા તેઓ ભાવના જોખને નિવારી શકે છે એટલું જ નહિ પણ કોન્ટ્રેક્ટની સમાપ્તિ અંતે કોમોડિટીની ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.

કોરોનાના 38,310 નવા કેસો, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 82 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,310 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 82,67,623 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,23,097 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 76,03,121 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 58,323 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,41,405એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક

દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકો દિવાળીમાં ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક પુરવાર થઇ શકે છે એવી દહેશત વ્યક્ત કરી છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તો ઠીક કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પણ ફટાકડાનો ધુમાડો જોખમી નીવડી શકે છે. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવાની સૌથી વધુ તકલીફ હોય છે. આવા સંજોગોમાં ફટાકડાનો ઝેરી ગેસ શ્વાસ વાટે શરીરમાં જતા દર્દીના ફેફસાં પર અસર થાય છે, જે દર્દીની તકલીફ વધારે છે અને બાદમાં આ તકલીફ જીવલેણ પણ પુરવાર થઇ શકે છે. જેથી કોરોનાની ગંભીર આ સ્થિતિમાં દર્દીની જિંદગી જોખમમાં નહિ મુકાય એ માટે તબીબોએ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો તથા કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફટાકડા નહિ ફોડવા તબીબો અપીલ કરી રહ્યા છે. કોરોનાનો દર્દી જ્યાં હોમ ક્વોરન્ટાઇન થયો હોય તે વિસ્તારમાં પણ ફટાકડા નહિ ફોડવા જોઇએ.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

આઠ પેટાચૂંટણી પર મતદાન શરૂઃ ભાજપ, કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારે સાત કલાકથી શરૂ થઈ ચૂક્યો છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. જોકે ભાજપ-કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોના કાળમાં પ્રથમ વાર મતદાન યોજવામાં આવ્યું હોવાથી સામાજિક અંતર રાખીને મતદારોને મતદાન કરવા દેવાય છે. મતદાન પહેલાં થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. સવારના બેથી અઢી કલાકમાં 8થી 9 ટકા મતદાન થયું હતું.

કુલ 18.75 લાખ મતદારો મતદાન કરશે

આ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. આ પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારોનું ચૂંટણીભાવિ EVMમાં કેદ થશે. કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર 1500ના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદારો માટે 3400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. 21 લાખ પોલિથિન હેન્ડ ગ્લવ્ઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવશે, પોલિંગ પાર્ટી માટે આઠ હજાર PPE કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ચૂંટણીમાં કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે. સાંજે 5.00થી 6.00 દરમિયાન દર્દીઓ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ પીપીઈ કિટ પહેરી અને મત આપવા માટે આવી શકશે. જ્યારે અન્ય તમામ મતદારોએ માસ્ક પહેરીને મતદાન કરવા આવવાનું રહેશે.

કપરાડામાં EVM ખોટકાયું 
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાના મતદાન બૂથ પર મશીન ખોટકાયું હતું. જોકે ઝોનલ ઓફિસરે શાળા પર આવી વીવીપેટ બદલ્યું હતું.

મોરબી માળિયામાં EVMમાં ધાંધિયા

મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે EVM ધાંધિયા જોવા મળ્યા. કાલિકા પ્લોટ વિસ્તારમાં EVM મશીન હજુ પણ બંધ છે. તો સ્મિથ પ્રાથમિક સ્કૂલમાં ૨૧૨ નંબરના બૂથમાં પણ ઇવીએમ બંધ હાલતમાં જોવા મળ્યા.

કરજણમાં પણ EVM ખોટકાયું

કરજણના વેમારડી ગામે EVM ખોટકાયું હતું. મતદારો લગભગ 30 મિનિટ સુધી કેન્દ્રની બહાર ઉભા રહ્યા હતા. છતા મતદાન શરૂ થયું ન હતું.

ગઢડાની એમ. એમ. હાઇસ્કૂલમાં EVM બંધ

ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં સવારની પહોરમાં જ EVM બંધ થયું હતું. મતદાન શરૂ થયાની સાથે જ EVM ખોટકકાયું હતું બૂથ નંબર 203 માં EVM મશીન બંધ થયું હતું. આ ઘટનાને પગલે ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા.

ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ
ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી પંચ કાર્યાલયમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં 900 કેમેરાથી સજ્જ મતદાન મથકો ઉપર સીધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

 

 

બિહાર-ચૂંટણીઃ આજે બીજા ચરણમાં 94-બેઠકો પર મતદાન

પટનાઃ બિહારમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે સુરક્ષાના કડક બંદોબસ્ત વવચ્ચે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. આજે 17 જિલ્લામાં 94 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજનો તબક્કો રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી યાદવ તથા બીજા 1,450 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.

મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્ય સુધી ચાલશે. કોરોના વાઈરસના દર્દીઓ તથા આ રોગના લક્ષણ ધરાવતા લોકો પણ મતદાન કરી શકે એ માટે સાંજે પાંચ વાગ્યા પછી એક કલાક સુધી એમને માટે મતદાનનો સમય અલાયદો રખાશે.

નક્સલવાદી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જોકે મતદાન વહેલું પૂરું કરાશે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ઉમેદવાર સુશીલકુમાર મોદીએ રાજેન્દ્રનગરમાં અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ખગડિયામાં મતદાન કર્યું હતું.

સુશીલકુમાર મોદી

તેજસ્વી યાદવ ઉપરાંત એમના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ પણ ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પણ આ જ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.

આજના તબક્કામાં કુલ 2.85 કરોડ મતદારો છે.

ચિરાગ પાસવાન

કુલ ઉમેદવારોમાં 1,316 પુરુષો અને 146 મહિલાઓ છે. એક તૃતિય પંથીનો ઉમેદવાર છે.

ચૂંટણી પંચે 17 જિલ્લામાં મતદાન માટે 18,823 મતદાન કેન્દ્રો ઊભા કર્યા છે, જ્યાં 41,362 પોલિંગ બૂથમાં લોકો મત આપી શકશે.

૩ નવેમ્બર ૨૦૨૦

૩ નવેમ્બર ૨૦૨૦

ગરીબીમાં ઉછર્યા અને સંગીતે લક્ષ્મીકાંત બનાવ્યા

૬૩૫ હિન્દી ફિલ્મોમાં સંગીત આપીને દર્શકોને ડોલાવનાર સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલના લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તમામ મહાન ફિલ્મકારો સાથે તેમણે સફળ સંગીત નિયોજન કર્યું છે.

આ મહાન સંગીતકારનું બાળપણ વિલેપાર્લે-પૂર્વની ઝુંપડપટ્ટીમાં વીત્યું. બાળપણમાં જ પિતાજીનું નિધન થયું અને ગરીબીને કારણે એ પ્રાથમિક શિક્ષણ પણ મેળવી ન શક્યા. વડીલોએ સંગીત શીખવાની સલાહ આપી હતી એ જ આગળ જતાં કામ લાગી.

માત્ર ૧૦ વર્ષની ઉંમરે લક્ષ્મીકાંતજીએ લતાજીના રેડીઓ ક્લબના એક કાર્યક્રમમાં મેન્ડોલીન વગાડ્યું હતું. લતાજીએ તેમને શાબાશી આપી અને પરિવારની ‘સૂરીલ કલા કેન્દ્ર’માં દાખલ કરાવ્યા. અહીં જ એમનો ભેટો પ્યારેલાલ સાથે થયો. લતાજીએ આ બંને કલાકારો માટે સિફારીશ કરી હતી. કલ્યાણજી-આણંદજીના સહાયક સંગીતકાર રૂપે એ દસ વર્ષ સુધી કાર્યરત રહ્યાં. સચિન દેવ અને રાહુલ દેવની ફિલ્મોમાં મ્યુઝિક એરેન્જર પણ બન્યાં. લક્ષ્મીકાંતજી પર શંકર જયકિશનની ખૂબ અસર હતી.

એમની પહેલી જ ફિલ્મ ‘પારસમણી’ હીટ ગઇ. એ પણ નોંધવું જોઇએ કે આ સંગીતકાર બેલડીએ હંમેશા ‘એ’ ગ્રેડના ગાયકો સાથે જ કામ કર્યું. એમના સંગીતમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સુમેળ રહેતો, તો એમના લોકગીતો અને ઉપશાસ્ત્રીય ગીતો પણ ખૂબ લોકપ્રિય રહ્યાં.

આ મહાન સંગીતકાર બેલડીની કેટકેટલી ફિલ્મો યાદ કરીએ? યાદી લખવા બેસીએ તો લાંબી બને, પણ દોસ્તી, જીને કી રાહ, મિલન, દો રાસ્તે, બોબી, રોટી કપડા ઔર મકાન, અમર અકબર એન્થની, એક દુજે કે લીયે, સત્યમ શિવમ સુન્દરમ, સરગમ, કર્ઝ, નામ, નગીના, તેઝાબ, રામ લખન, સૌદાગર, ખલનાયક… આ એમની કેટલીક બ્લોક બસ્ટર સફળતા હતી.

(નરેશ કાપડીઆ-સુરત)

પંચાંગ 03/11/2020

રાશિ ભવિષ્ય 03/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે, બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર, ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

બેસો જોઇ… તો… ઉઠાડે ના કોઇ…

બેસો જોઇ… તો… ઉઠાડે ના કોઇ…

કોઇ પણ જગ્યાએ પહેલી કે બીજી હરોળમાં બેસી જવું જોઇએ નહીં. આમ કરશો તો યજમાન પાછળ બેસવા કહેશે એટલે અપમાનિત થશો.

એના કરતાં…

એવી જગ્યાએ બેસો જ્યાંથી કોઇ ઉઠાડે નહીં અને કદાચ ઉઠાડે તો આગ્રહ કરી આગલી હરોળમાં લઇ જાય.

તમારું માન અને શાન બંને જળવાશે.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ગુજરાતી ફિલ્મ અભિનેતા, નિર્માતા આશિષ કક્કડનું નિધન

મુંબઈઃ જાણીતા ગુજરાતી ફિલ્મનિર્માતા, વોઈસ ઓવર કલાકાર, અભિનેતા આશિષ કક્કડનું કોલકાતામાં તીવ્ર હાર્ટ એટેકને કારણે નિધન. ‘કાઈપો છે’ ફિલ્મમાં એમણે ભજવેલી નાનકડી ભૂમિકામાં પણ જે અભિનય કર્યો હતો ઘણાયને ગમ્યો હતો.

આશિષ કક્કડે ‘બેટર હાફ’ (2010), ‘મિશન મમ્મી’ (2016) જેવી ફિલ્મો બનાવીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવા પ્રાણ ઉમેરવાના પ્રયત્નો કર્યા હતા.

આશિષ કક્કડના ઓચિંતા અવસાનને કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને મોટી ખોટ પડી છે.