પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી હેઠળ ભલે RJDને ફક્ત 25 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હોય, પરંતુ એવું બિલકુલ નથી કે તેજસ્વી યાદવના હાથમાંથી બધું જ ખસી ગયું છે. આશાનું એક કિરણ હજુ બાકી છે. લાલુ પ્રસાદ યાદવની છાયા બહાર આવીને, તેજસ્વીએ જોરદાર પ્રચાર કર્યો, ભારે ભીડ એકત્ર કરી, પરંતુ તેનો અસર બેઠકોમાં દેખાયો નહીં. છતાં પણ RJD ને BJP અને JDU કરતાં વધુ મત મળ્યા, જે દર્શાવે છે કે બિહારની જનતા વચ્ચે પાર્ટીની લોકપ્રિયતા આજે પણ મજબૂત છે.
ચૂંટણી પંચ અનુસાર RJD એ 143 બેઠકો પર લડી, 25 જીતી અને 23 ટકા મત મેળવ્યા — જે આ ચૂંટણીમાં કોઈ પણ એક પાર્ટી દ્વારા મળેલો સર્વોચ્ચ મતપ્રતિશત છે. આ 2020ના ચૂંટણીમાં મળેલા 23.11 ટકા મતથી થોડું ઓછું છે, ત્યારે RJD 75 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.
RJDના ખાતામાં સર્વાધિક મતપ્રતિશત
નબળા પ્રદર્શન છતાં RJD મત મેળવવામાં કરોડપતિ” સાબિત થઈ. 2025ની વિધાનસભા ચૂંટણીમાં RJDને કુલ 1.15 કરોડ (1,15,46,055) મત મળ્યા.
ત્યાર બાદ BJP — જે 89 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની. તેને 20.08 ટકા મત મળ્યા, જે 2020ના 19.46 ટકા કરતાં વધુ છે. ચૂંટણી પંચ મુજબ 1,00,81,143 લોકોએ BJPને મત આપ્યા.
BJP ના સાથીદાર, નીતીશકુમારની JDUએ 101 બેઠકો પર લડી, 85 જીતી અને 19.25 ટકા મત મેળવ્યાં (કુલ મત — 96,67,118). 2020ના 15.39 ટકા સામે આ મોટો વધારો છે, જે સૂચવે છે કે વર્ષોથી એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરવા છતાં નીતીશકુમારનો મજબૂત આધાર આજે પણ કાયમ છે.
આખરે એવું શું થયું કે RJD ને સૌથી વધુ મત મળ્યા?
RJD ને સૌથી વધુ મતપ્રતિશત મળવાનાં ઘણાં કારણો છે. લાલુ યાદવના શાસનકાળના “જંગલ રાજ” ના આરોપો હોવા છતા પણ RJD ની લોકપ્રિયતા ઘટી નથી.
RJD ને મળેલા ઊંચા મતપ્રતિશતથી એ પણ ઝળહળે છે કે ઘણી બેઠકો પર તે બીજા ક્રમે રહી હશે અને કડક ટક્કર આપી હશે, પરંતુ જીત માટે પૂરતી શક્તિ નહોતી. હારેલા ઉમેદવારોને મળેલા મોટા મતો એ તેના મતપ્રતિશતને વધાર્યા, પરંતુ બેઠકોમાં વધારો ન લાવી શક્યા.
“દિવ્યા, શું કહું… મકાન માલિકે આ મહિને ઘર ખાલી કરવાનું કહી દીધું છે. એક તરફ ઓફિસમાં કામનો ભાર અને ઉપરથી નવું ઘર શોધવાની ચિંતા!
કેટલાં ઘર જોયા, પણ એમને ખબર પડે કે હું એકલી છું, એટલે બહાના શરૂ થઈ જાય છે. એક બે મકાન માલિકે તો એમ પણ કહ્યું કે, ‘આમ છોકરીએ એકલાં કેવી રીતે રહેવાય? તમારા મા-બાપ તમને બીજા શહેરમાં રહેવા કેમ દે છે?’ આવી વાત સાંભળી ખૂબ ગુસ્સો આવે છે, પણ મકાન જોઈએ એટલે સાંભળવું પડે. ઘણા તો એકલી જોઇને ભાડું વધારી દે છે અને કહે છે ‘ભગવાનનો આભાર માનો, અમે તો તમને મકાન ભાડે આપી રહ્યા છીએ, બીજા તો એકલી છોકરીને મકાન આપે જ નહીં.’
વિચાર કરો, રાવ્યા જેવી ભણેલી, સારી નોકરી કરતી યુવતી માટે મોટા શહેરોમાં મકાન મેળવવું આટલું મુશ્કેલ હોય તો અન્ય છોકરીઓનું શું થતું હશે? માતા–પિતાને ખબર પડે તો દીકરીઓને બીજા શહેરમાં મોકલવાનું નામ જ ના લે.
સ્ત્રીને સુરક્ષિત અને સમાન તકો આપવી એ જવાબદારી
આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, નોકરી અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે, છતાં જ્યારે કોઈ એકલી સ્ત્રી શહેરમાં ઘર ભાડે લેવા જાય છે, ત્યારે સમાજની દ્રષ્ટિ હજી પણ જૂની જ છે. ઘરમાલિકોનો અવિશ્વાસ, પડોશીઓની શંકાસ્પદ નજર અને લોકો શું કહેશે જેવી માનસિકતા વચ્ચે એક કામકાજી મહિલા માટે રહેવા જેવી મૂળભૂત જરૂરિયાત પણ પડકાર બની જાય છે. એના ચરિત્ર, જીવનશૈલી કે ઓફિસ ટાઈમ પર અણગમતાં પ્રશ્નો થાય છે. જાણે સ્ત્રીનું એકલું રહેવું ‘અસામાન્ય’ ગણાતું હોય! સ્ત્રીની સ્વતંત્રતાને માપતી સમાજની આવી ડબલ સ્ટાન્ડર્ડ માનસિકતા અહીં સ્પષ્ટ જોવાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા બારડોલી R.N.G.P.I.T.ના મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તૃપ્તિ દેસાઈ કહે છે કે, વિધવા સ્ત્રીઓ હોય, એકલી માતાઓ હોય કે ઘરથી દૂર કામ કરતી યુવતીઓ. ઘણા મકાન માલિકો એમની સાથે ભરોસો, સુરક્ષા અથવા ‘સમાજ શું કહેશે’ જેવા કારણો બતાવી મકાન આપવા પાછળ ખચકાય છે. એકલી સ્ત્રી ઘર ભાડે લેતી વખતે માત્ર છત નહીં, પરંતુ માન, સમાન ન્યાય અને સુરક્ષાની શોધમાં હોય છે. સમાજ તરીકે આ અવરોધો દૂર કરી, દરેક સ્ત્રી માટે સુરક્ષિત અને સમાન તકો આપવી એ આપણી જવાબદારીભર્યું કાર્ય છે.
ત્રણેય સ્તરે જાગૃતિ આવશ્યક છે
આજના સમયમાં સ્ત્રીની સ્વતંત્રતા માત્ર વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ સમાજની પ્રગતિનું માપદંડ બની ગઈ છે. જ્યારે એકલી સ્ત્રી શહેરમાં પોતાના કામ, અભ્યાસ અથવા કારકિર્દી માટે રહેવા માગે છે, ત્યારે એને મકાનભાડા જેવી મૂળભૂત જરૂરિયાતો મેળવવામાં અવરોધો આવે છે. આ પરિસ્થિતિ માત્ર અન્યાયકારી જ નથી, પરંતુ સ્ત્રીની ક્ષમતાઓ પર વિશ્વાસના અભાવને પણ દર્શાવે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડિરેક્ટર અને સ્ટુડન્ટ વેલ ફેરના ડીન ડો. ચેતા કહે છે કે, સ્ત્રીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. કોર્પોરેટ લીડરશિપથી લઈને ઉદ્યમશીલતા, ટેક્નોલોજી, એકેડેમિક્સ અને સર્વિસ સેક્ટર સુધી. તેઓ પૈસા અને જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે છે. છતાં પણ, રહેઠાણ જેવી મૂળભૂત સુવિધા અંગે સમાજ હજુ પણ એમને શંકાની નજરે જુએ છે, જે વિકાસની ગતિને ધીમી કરે છે. એકલી સ્ત્રીને મકાનના આપવાનો અર્થ છે કે આપણે એની સુરક્ષા, સમર્થતા અને નિર્ણયક્ષમતાને નકારીએ છીએ. આ વિચારસરણી બદલવા માટે ઘરમાલિકો, પડોશી સમાજ અને નીતિનિર્ધારકો ત્રણેય સ્તરે જાગૃતિ આવશ્યક છે. સ્ત્રીની સ્વતંત્રતા એ સમાજ માટે જોખમ નહીં, પરંતુ સમાજને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનું બળ છે.
વિચારધારાની દિવાલો ક્યારે તૂટશે?
આજની યુવતી સપના લઈને શહેરોમાં આવે છે, શિક્ષણ મેળવે છે, નોકરી કરે છે અને પોતાના પગે ઊભી રહેવાની હિંમત બતાવે છે. છતાં, જ્યારે એકલી રહીને ભાડે મકાન લેવાનું આવે છે, ત્યારે સમાજની નજર અચાનક બદલાઈ જાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા લેખિકા અને ટ્રેનર મૈત્રી વ્યાસ કહે છે, મેં પણ જ્યારે મારા કરિયર માટે શહેર બદલ્યું ત્યારે આ અનુભવ્યું હતું. ઘરમાલિકોના અનાવશ્યક પ્રશ્નો, જીવનશૈલી વિશેની શંકા અને “એકલી છોકરીને મકાન આપવું મુશ્કેલ છે” જેવી માન્યતાઓ. એ ક્ષણોમાં સમજાયું કે સમસ્યા રૂમની નથી, માનસિકતાની છે. પરંતુ બદલાવ અશ્ક્ય નથી. ઘરમાલિકો અને પડોશીઓએ એકલી યુવતીને શંકાની દ્રષ્ટિએ નહીં, સામાન્ય વ્યક્તિની જેમ વિશ્વાસથી જોવાની જરૂર છે. સમાજને સમજવું પડશે કે સ્વતંત્ર રીતે રહેવું કોઈ અસામાન્ય નિર્ણય નથી, પરંતુ આજની પેઢીની વાસ્તવિક જરૂર છે. પરિવારોએ પોતાની દીકરીઓને હિંમત આપવી જોઈએ કે તેઓ નિર્ભયપણે બહાર જઈ શકે, એકલી રહી શકે અને પોતાનું જીવન પોતાની રીતે બનાવી શકે. યુવા પેઢીએ આ વિષય પર ખુલ્લી વાતચીત શરૂ કરવી જોઈએ જેથી ગેરસમજોની દિવાલો ધીમે ધીમે તૂટે.
નવી દિલ્હીઃ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં અનેક વિસ્તારોનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 600ને પાર થઈ ગયો છે. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરગ્રામ અને ફરીદાબાદમાં હવા બહુ જ ઝેરી બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ કડક પ્રદૂષણ નિયંત્રણના પગલાં GRAP સ્ટેજ-4 લાગુ કર્યા છે.
GRAP સ્ટેજ 4 હેઠળ લાગુ પડેલા કડક નિયમો
વાહનો પર પ્રતિબંધ: દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ. માત્ર અત્યાવશ્યક સામાન લઈ જનારાં અથવા CNG, LNG, BS-VI ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનોને જ પરવાનગી રહેશે.
કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ: સરકારી તથા જાહેર તમામ નિર્માણ કાર્યો બંધ. અન્ય બિન-જરૂરી કન્સ્ટ્રક્શન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ: દિલ્હીમાં બિન-જરૂરી વ્યાવસાયિક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. માત્ર CNG અને BS-VI ડીઝલ વાહનોને જ મંજૂરી મળશે.
વર્ક-ફ્રોમ-હોમ: ટ્રાફિક ઘટાડવા માટે સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ.
અધિકારીઓનું કહેવું છે કે પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા માટે આ કડક પગલાં જરૂરી છે. સામાન્ય લોકો પણ માસ્ક પહેરે અને બિનજરૂરી રીતે બહાર ન નીકળે તે સલાહ આપવામાં આવી છે.દિલ્હીમાં પ્રદૂષણ: વાયુ ગુણવત્તા ‘ખૂબ ખરાબ’, ચાર વિસ્તારો ‘ગંભીર’ કેટેગરીમાં
દિલ્હીમાં મંગળવારે સવારે વાયુ ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્લીનો AQI 344 સુધી પહોંચી ગયો છે. બવાણા, વજીરપુર, જહાંગીરપુરી અને વિવેક વિહાર જેવા ચાર વિસ્તારો ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયા છે. હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સીઝનની સરેરાશ કરતાં 2.7 ડિગ્રી ઓછું છે. મહત્તમ તાપમાન અંદાજે 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ આગામી કેટલાક દિવસો સુધી વાયુ ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ રહી શકે છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર વધુ એક કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ વખતે, એક સામાજિક કાર્યકર્તાએ તેમના પર 500 કરોડના હોસ્પિટલ કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ અંગે પૂછવામાં આવતા રાજ્યના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે લેખિત ફરિયાદ બાદ જ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવાર ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ તેમના પર રૂ. 500 કરોડના હોસ્પિટલ કૌભાંડનો આરોપ લગાવ્યો છે. દમણિયાનો દાવો છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા બનાવવામાં આવેલી શતાબ્દી હોસ્પિટલ અજિત પવારના સંબંધીઓ સાથે જોડાયેલી સંસ્થાને સોંપવામાં આવી રહી છે.
લેખિત ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવશે: બાવનકુળે
મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતથી અજાણ હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યારે આ મામલો સરકાર સમક્ષ લેખિતમાં રજૂ કરવામાં આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશે. આનો અર્થ એ છે કે સરકાર સત્તાવાર ફરિયાદની રાહ જોઈ રહી છે.
અંજલી દમાણિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અહેવાલ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે BMC દ્વારા બનાવવામાં આવેલી 580 બેડની શતાબ્દી હોસ્પિટલ PPP મોડેલ પર આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલ માટે બોલી પદ્મસિંહ પાટિલના તેર્ના પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવી છે, જેનો પરિવાર અજિત પવાર સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. તેમનો દાવો છે કે RSS નજીકમાં એક હોસ્પિટલ પણ બનાવી રહ્યું છે, પરંતુ પૂર્ણ થયેલી હોસ્પિટલ પવાર પરિવારને જઈ રહી છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ કટાક્ષ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે સમગ્ર મહારાષ્ટ્ર રાજકારણીઓને સોંપી દેવુ જોઈએ.
સરકારે કહ્યું કે આરોપો રાજકારણનો ભાગ છે
રાજ્યમંત્રી પંકજ રાજેશ ભોયરે કહ્યું, “રાજકારણમાં સંકળાયેલા કોઈપણ વ્યક્તિ માટે આરોપોનો સામનો કરવો સામાન્ય છે. તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ આરોપોનો જવાબ આપવો યોગ્ય નથી.”
અજિત પવારનું નામ અન્ય વિવાદો સાથે પણ જોડાયેલું છે. પુણેના મુંધવા વિસ્તારમાં 40 એકર સરકારી જમીનના વેચાણમાં અજિત પવાર તાજેતરમાં ફસાયા હતા. આરોપો છે કે જમીન ઓછી કિંમતે વેચવામાં આવી હતી, સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી અને આ સોદામાં અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી એક કંપનીનો સમાવેશ થતો હતો. જોકે આ કેસમાં FIR દાખલ કરવામાં આવી છે, પરંતુ પાર્થ પવારનું નામ શામેલ નથી. મુખ્યમંત્રી ફડણવીસ કહે છે કે આ સોદામાં સીધા સંકળાયેલા લોકો સામે FIR દાખલ કરવામાં આવે છે.
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હારના ચાર દિવસ પછી જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર (PK)એ પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને માત્ર પોતાની હાર સ્વીકારી નહીં, પરંતુ NDA સરકાર પર ચૂંટણી જીતવા માટે રૂ. 29,000 કરોડ સુધી વહેંચવાના ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. એ સાથે જ તેમણે CM નીતીશકુમાર સામે નવી શરત મૂકી છે. જો સરકાર છ મહિનામાં 1.5 કરોડ મહિલાઓને રૂ. 2-2 લાખ આપવાનું વચન પૂરું નહીં કરે, તો તેઓ રાજકારણ છોડી દેશે.
તેમણે સ્વીકાર્યું હતું કે જન સુરાજનો ઈમાનદાર પ્રયાસ સફળ ન થઈ શક્યો. તેમણે કહ્યું હતું કે બિહાર ચૂંટણીમાં જન સુરાજની હારની 100 ટકા જવાબદારી હું જ લઉં છું. તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ ‘વ્યવસ્થા પરિવર્તન’ તો દૂર, ‘સત્તા પરિવર્તન’ પણ નહીં કરી શક્યા. આ નિષ્ફળતા બદલ માફી માગતા તેમણે જાહેર કર્યું હતું કે તેઓ બે દિવસ બાદ આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ રાખશે, જેને તેમણે ‘પ્રાયશ્ચિત’ તરીકે બતાવ્યું. તેમણે કહ્યું, ભૂલ અમારી તરફથી થઈ હશે, પરંતુ અમે કોઈ ગુનો કર્યો નથી.
હું બધા પાસે માફી માગું છું
પ્રશાંત કિશોરે હાર સ્વીકારતાં કહ્યું હતું કે બધાની આશાઓ અને સપનાંઓ પર ઊતરવામાં હું નિષ્ફળ રહ્યો. તેની આખી જવાબદારી મારી છે. હું તમારા બધા પાસે માફી માગું છું.
જન સુરાજના 98 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત
જન સુરાજ પાર્ટીએ બિહારની 243માંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાંના 233 ઉમેદવારો (અથવા 98 ટકા)ની જમાનત જપ્ત થઈ ગઈ હતી. પાર્ટીને બિહાર ચૂંટણીમાં આશરે 2 ટકા મત મળ્યા હતા.
નવી દિલ્હીઃ કુખ્યાત નક્સલી હિડમા માર્યો ગયો છે. તેની પર એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતા માઓવાદી કમાન્ડર માડવી હિડમા (43)ને સુરક્ષા દળોએ આંધ્ર પ્રદેશમાં ઠાર કર્યો છે. હિડમા તે જ દહેશતનું નામ હતું, જેના પર ઓછામાં ઓછા 26 મોટા હુમલાઓનું માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો. 43 વર્ષીય હિડમા 2013ના દરભા ઘાટી કાંડ અને 2017ના સુકમા હુમલા સહિત અનેક સશસ્ત્ર હુમલાઓ માટે જવાબદાર માનવામાં આવતો હતો.
આંધ્ર પ્રદેશ પોલીસના એક ઓપરેશનમાં માડવી હિડમા અને અન્ય પાંચ માઓવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ તેને અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લાના મારેદુમિલ્લીમાં ઠાર કર્યા. 1981માં છત્તીસગઢના સુકમા જિલ્લાના પુવર્તી વિસ્તારમાં હિડમાનો જન્મ થયો હતો. તે PLGA બટાલિયન નંબર વનનો વડો બન્યો હતો અને CPI (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિનો સૌથી નાની વયનો સભ્ય પણ રહ્યો હતો.
હિડમા પર એક કરોડનું ઈનામ
હિડમા સાથે તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજક્કા પણ આ અથડામણમાં મારી ગઈ છે. હિડમા ઉર્ફે સંતોષ PLGA બટાલિયન નંબર વનનો કમાન્ડર હતો, જેને સૌથી ઘાતક માઓવાદી હુમલા વિભાગ માનવામાં આવે છે. તે CPI (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિમાં બસ્તર વિસ્તારમાંથી એકમાત્ર આદિવાસી પ્રતિનિધિ હતો. તેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
⚡️🇮🇳 Top Naxalite commander Madvi Hidma, wanted for at least 26 major attacks, has been killed in an encounter with police at the Andhra Pradesh–Chhattisgarh–Telangana tri-junction. – Indian media pic.twitter.com/8ICtZFC1JP
2013 ઝીરમ ઘાટી હત્યાકાંડ: 27 લોકો માર્યા ગયા, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ સામેલ
2021 સુકમા–બિજાપુર હુમલો: 22 સુરક્ષા જવાનો શહીદ
આ ઉપરાંત હિડમાએ વર્ષો સુધી બસ્તર વિસ્તારમાં સૌથી ઘાતક માઓવાદી ઓપરેશનોનું નેતૃત્વ કર્યું હતું. હિડમાના મોતને સુરક્ષા એજન્સીઓ બસ્તરમાં માઓવાદી નેટવર્ક સામેની સૌથી મોટી સફળતા ગણાવી રહી છે.
ઓપરેશન અંગે DGP શું કહે છે?
આંધ્ર પ્રદેશના DGP હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેદુમિલ્લીમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક ટોચના માઓવાદી નેતા સહિત કુલ છ માઓવાદીઓ માર્યા ગયા છે. હાલમાં મોટા પાયે શોધખોળ કામગીરી ચાલુ છે.
અરવલ્લીના મોડાસા પાસે એક ચાલતી એમ્બ્યુલેન્સમાં આગ લાગી હતી. આ દુર્ઘટના ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક દાઝી ગયા છે.
સોમવારે એટલે ગત મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે રાણાસૈયદ ચોકડી પાસે દુ:ખદ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લાગેલી આગમાં 4 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળપર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
એમ્બ્યુલન્સમાં નવજાત શિશુને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ કરુણ ઘટના બની. મૃતકોમાં નવજાત શિશુ, બાળકના પિતા, ડ્રાઈવર અને નર્સનો સમાવેશ થાય છે. ઘટનામાં ત્રણ લોકો તો ઘટનાસ્થળે જ આગમાં બળીના ભડથું થઈ ગયા હતાં. હાલમાં એવી આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનામાં ઘાયલ થયેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે. ફાયર વિભાગે હવે આગ પર કાબુ મેળવી લીધો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે બિહારના મુઝફ્ફરપુરમાં બીજી એક ઘટનામાં, એક પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા. મોતીપુર બજારમાં એક ઘરમાં અચાનક આગ લાગી, જેના કારણે પાંચ લોકોના કરુણ મોત થયા. એવું કહેવાય છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, અને ઘટના સમયે પરિવાર સૂઈ રહ્યો હતો. પરિણામે, તેઓ બચી શક્યા નહીં. સ્થાનિક રહેવાસીઓએ આગ જોઈને એલાર્મ વગાડ્યો અને ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની તીવ્રતા એટલી તીવ્ર હતી કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (OBC)ના આરક્ષણને લઈને મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે OBC આરક્ષણ અંગે તેનાં સૂચનોને અધિકારીઓએ ખોટી રીતે વાંચ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય 31 જાન્યુઆરી, 2026ની ચૂંટણીઓ માટે કુલ આરક્ષણની 50 ટકા મર્યાદા પાર કરી શકશે નહીં.
કોર્ટે બંઠિયા કમિશનના નિષ્કર્ષોને આધારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેની નવી OBC આરક્ષણ મેટ્રિક્સ લાગુ કરવાની મહારાષ્ટ્ર સરકારની પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ વિવાદ વિકાસ કિશોરરાવ ગવલી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસના બંધારણીય પીઠના ચુકાદાની પૃષ્ઠભૂમિમાં ઊભો થયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે અગાઉના 27 ટકા OBC ક્વોટાને રદ કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આરક્ષણ માટે “ટ્રિપલ ટેસ્ટ”ની શરત નિર્ધારિત કરી હતી.
આ ટેસ્ટ મુજબ, રાજ્યએ દરેક સ્થાનિક સંસ્થાવાર OBCનો ડેટા એકત્ર કરવો, તેને આધારે ક્વોટા નક્કી કરવો અને એક સમર્પિત કમિશન રચવું ફરજિયાત છે.આ સુનિશ્ચિત કરવા માટે કે SC, ST અને OBC માટેનું કુલ આરક્ષણ 50 ટકા કરતાં વધી ન જાય. મહારાષ્ટ્રે આ પ્રક્રિયા માટે બંઠિયા કમિશન રચ્યું હતું. કમિશનનો રિપોર્ટ અને તેને આધારે નવી આરક્ષણ વ્યવસ્થા અમલમાં મૂકવાના રાજ્યના પ્રયત્નો હાલમાં સુપ્રીમ કોર્ટ સામે પ્રલંબિત છે.
જ્યારે મામલો સુનાવણીમાં આવ્યો ત્યારે પીઠે રાજ્યને સૌથી પહેલાં પૂછ્યું હતું કે નવા જાહેર કરાયેલા આંકડા બંધારણીય મર્યાદામાં કેવી રીતે રહી શકે? રાજ્ય તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને પીઠે સીધો સવાલ કર્યો હતો કે આરક્ષણ 50 ટકા કરતાં વધુ કેવી રીતે હોઈ શકે?
મહેતાએ ચૂંટણી પ્રક્રિયાની તાત્કાલિકતા અને તારીખોને ધ્યાને લઈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે નામાંકન કાલે દાખલ થવાના છે.જસ્ટિસ કાંતે કહ્યું કે અદાલત ચૂંટણી કાર્યક્રમ અંગે સંવેદનશીલ છે, પરંતુ તેના આધાર પર બંધારણીય માળખાને કમજોર કરી શકાતું નથી. તેમણે કહ્યું હતું કે કોર્ટ ચૂંટણી અટકાવવાની કોશિશ કરી રહી નથી, પરંતુ બંધારણીય પીઠ દ્વારા નક્કી કરેલી 50 ટકાની મર્યાદાને અવગણવામાં આવશે નહીં.
નવી દિલ્હીઃ દિલ્હી કાર બ્લાસ્ટ અને ફરીદાબાદ ટેરર મોડ્યુલની તપાસમાં હવે તપાસ એજન્સી ED પણ જોડાઈ ગઈ છે. EDએ આજે સવારે હરિયાણામાં આવેલી અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા ફંડિંગ નેટવર્કની તપાસ શરૂ કરતાં દિલ્હી-NCRમાં ઓછામાં ઓછાં 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. સવારે પાંચ વાગ્યે શરૂ થયેલી આ કાર્યવાહી યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓના સ્થાનોમાં કરવામાં આવી, કારણ કે ધરપકડ કરાયેલા અનેક સંદિગ્ધોના આ યુનિવર્સિટી સાથે સીધાં જોડાણો બહાર આવ્યાં છે.
લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટના અનેક સંદિગ્ધોનું આ યુનિવર્સિટી સાથે જોડાણ રહ્યું છે. આ બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા. દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન્નબી અલ-ફલાહ યુનિવર્સિટીની વિદ્યાર્થી હતો. એ સિવાય, અન્ય કેટલાક ડોક્ટરોને પણ આ જ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાના સંદેહમાં ઝડપવામાં આવ્યા છે. આ યુનિવર્સિટી તપાસનું કેન્દ્ર બનીને ઉદભવ્યું છે. 13 નવેમ્બરે યુનિવર્સિટીને શો કોઝ નોટિસ જારી કરવામાં આવી હતી, કારણ કે તેને માન્યતા પ્રાપ્ત નથી અને તેણે માન્યતા માટે અરજી પણ કરી નથી. યુનિવર્સિટીની વેબસાઇટ પણ હટાવી દેવામાં આવી છે.
ફંડિંગ ચેનલ પર છે EDની તપાસનું ધ્યાન
EDનું મુખ્ય ધ્યાન તે સંદિગ્ધ નાણાં પર છે, જે આ સંસ્થા મારફતે મોકલવામાં આવ્યાં હતાં. ED તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીનાં ખાતાંઓ અથવા તેની સાથે સંકળાયેલી સંસ્થાઓનો ઉપયોગ હુમલાની યોજના બનાવવા અથવા તેને અમલમાં મૂકવા માટે નાણાં મોકલવામાં થયો હતો કે નહીં. અન્ય કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓ પણ ED સાથે મળીને આ આતંકી ફંડિંગના જાળને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હી પોલીસે ફરીદાબાદ ટેરર મોડ્યુલ તેમ જ છેતરપિંડી અને જાલસાજીના બે કેસોમાં યુનિવર્સિટીના ચાન્સેલરને બે સમન્સ મોકલ્યા છે. તપાસકર્તાઓનું કહેવું છે કે યુનિવર્સિટીના કાર્યપદ્ધતિ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓમાં જોવા મળેલી અનેક ગેરરીતિઓને સમજવા માટે ચેરમેનનું નિવેદન અત્યંત મહત્વનું છે. વિવાદો વચ્ચે, યુનિવર્સિટીએ તાજેતરમાં એક નિવેદન જાહેર કરી દિલ્હી બ્લાસ્ટની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે તે એક જવાબદાર સંસ્થા છે અને રાષ્ટ્ર સાથે છે.