અમદાવાદઃ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘’મિશન બ્રેઇન ઇન્ડિયા” વેસ્ટ ઝોન ચેપ્ટરના સહકારથી ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર-૨માં શાળાનાં બાળકોની “નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉદગમનાં સેવાકાર્યોની માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉદગમ દ્વારા જરૂર જણાય, ત્યાં નગરની સરકારી પ્રાથમિક શાળાઓનાં વંચિત બાળકોના ભવિષ્ય નિર્માણ સારું સતત કાર્ય કરવામાં આવે છે, તેના ભાગરૂપે સેક્ટર-બે સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોની “નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી” કાર્યક્રમનું સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મનપાના વોર્ડ નં. ૯ના નગરસેવક રાજુભાઈ પટેલએ હાજરી આપીને ટીમ ઉદગમને પ્રોત્સાહિત કરી, ભવિષ્યમાં સેવાકાર્યમાં પોતાના પૂરા સહકારની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં શાળાનાં ૧૭૬ બાળકોની બાળરોગ-નિષ્ણાત ડૉકટરો દ્વારા, સામાન્ય આરોગ્ય ચકાસણી, દાંત, કાન-નાક-ગળાના સર્જન, ચામડીના રોગોના નિષ્ણાતો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી બાદ બાળકોને સ્વાસ્થ્યને લગતી જરૂરી પ્રાથમિક માહિતી આપી, મદદ અને જરૂરી ફોલોઅપ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સૌમ્ય જોશી, ડો. ફ્રેની શાહ, બાળરોગ-નિષ્ણાત ડો. દક્ષમ, ડો. નિહાર ગોસાઈ અને મેડિકલના ૨૮ વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. એ સાથે ઉદગમ ટ્રસ્ટના મનોજભાઈ જોષી, જયપ્રકાશભાઈ ભટ્ટ, આશાબહેન સરવૈયા, હિમાંશુ મકવાણા, શાળાનાં આચાર્ય મીનાક્ષીબહેન ઉપાધ્યાય અને શાળા પરિવાર એ ખૂબ જહેમત ઉઠાવી બાળઆરોગ્ય ચકાસણી કાર્યક્રમને સફળતાના શિખર પર ચડાવી દીધો હતો. કલ્પનાબહેન ત્રિવેદી અને પ્રજ્ઞાબહેન પટેલ ખાસ હાજરી આપીને સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં તમામ બાળકોને પૌષ્ટિક દૂધ અને જ્યુસનું વિતરણ કરી બાળકોને ખુશ કરી દીધાં હતાં.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીનું આયોજન
કૌભાંડીઓ આ નવા પ્રકારે લોકોને કરી રહ્યા છે કંગાળ, સાવધાન…
નવી દિલ્હીઃ ટ્રેનની ટિકિટ રદ કર્યા પછી સીમા (નામ બદલ્યું છે)એ ફોન ચેક કર્યો. તેને રિફંડની રકમનો મેસેજ નહોતો આવ્યો. તેણે કસ્ટમર કેરમાં વાત કરવા માટે ગૂગલ ખોલ્યું અને IRCTC કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો. સર્ચ રિઝલ્ટમાં જે નંબર સૌથી ઉપર આવ્યો એના પર તેણે કોલ કર્યો. કોલ પર જે શખસ વાત કરી રહ્યો હતો, એ બહુ વિશ્વાસુ લાગતો હતો. કોલરે તેને એક લિન્ક મોકલી અને ફરિયાદ કરવા કહ્યું. બધું ઠીક ચાલી રહ્યું હતું, ત્યારે તેના એકાઉન્ટમાંથી OTP આવવા લાગ્યા. જ્યાં સુધી કંઈક સમજે એ પહેલાં અકાઉન્ટમાંથી રૂ. ત્રણ લાખ કપાઈ ચૂક્યા હતા. જ્યાં સુધી તે તેના અકાઉન્ટને બ્લોક કરાવે, ત્યાં સુધી અકાઉન્ટમાંથી રૂ. પાંચ લાખના વ્યવહારો થઈ ચૂક્યા હતા.
આ સાઇબર છેતરપિંડી છે. પ્રતિ દિન સેંકડો મામલા સામે આવી રહ્યા છે. 65 વર્ષીય એક વ્યક્તિ સાથે સાઇબર છેતરપિંડી કંઈક અલગ રીતે થઈ. તેમના અકાઉન્ટમાંથી નાણાં નહીં કપાયાં, પણ તેમણે આબરૂ બચાવવા માટે આ રકમ અલગ-અલગ-લોકોને આપી હતી.
આ સિનિઝર સિટિઝને ફરીથી લગ્ન કરવા માટે એક મેરેજ પોર્ટલ પર રજિસ્ટર કર્યાં હતાં. અહીં એક મહિલા સાથે તેમણે વાતચીત આગળ વધી. થોડી ઘણી વાતચીત પછી મહિલાએ વડીલને વિડિયો કોલ કર્યો હતો. પોલીસને વડીલે જણાવ્યું હતું કે મહિલાએ કોલ પર કપડાં ઉતારવા શરૂ કર્યાં અને વડીલનો વિડિયો બનાવી લીધો. એ રીતે વડીલ પાસે તે મહિલાએ રૂ. 60 લાખ કઢાવી લીધા.
કૌભાંડીઓએ આ પ્રકારે કેશ ઓન ડિલિવરી ઓર્ડર લઈને પહોંચે છે. જ્યારે લોકો ઓર્ડર લેવાની ના પાડે તો તેઓ કેન્સલ કરવાની વાત કરી છે અને એક ખોટો કસ્ટમર કેરને નામે તમારી પાસે OTP આવે છે. જેવો તમે OTP શેર કરો છો, ત્યારે સ્કેમર્સનું કામ થઈ જાય છે.
અમેરિકી કંપનીઓએ Q1માં 2.70 લાખ લોકોની છટણી કરી
ન્યુ યોર્કઃ અમેરિકી કંપનીઓએ આ વર્ષના પહેલા ત્રિમાસિક –જાન્યુઆરીથી માર્ચ, 2023માં આશરે 2,70,416 નોકરીઓની છટણીનું એલાન કર્યું છે. જે ગયા વર્ષની તુલનાએ આશરે 396 ટકા વધુ છે. ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં અમેરિકી કંપનીઓએ 55,696 કર્મચારીઓની છટણી કરી હતી. સૌથી વધુ છટણી ટેક્નોલોજી ક્ષેત્રમાં જોવા મળી હતી, એમ અહેવાલ કહે છે. માર્ચ મહિનામાં અમેરિકી કંપનીઓએ 89,703 કર્મચારીઓની છટણી કરી છે. જ્યારે ફેબ્રુઆરીમાં 77,770 નોકરીઓના કાપને મુકાબલે પાંચ ટકા વધુ છે. જ્યારે 2022માં આ મહિનામાં 21,387 કાપથી 319 ટકા વધુ છે.
આ માહિતી ગ્લોબલ આઉટપ્લેસમેન્ટ અને એક્ઝિક્યુટિવ કોચિંગ ફ્રમ ચેલેન્જર, ગ્રે અને ક્રિસમસના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે માર્ચમાં એ સતત ત્રીજો મહિનો છે, જ્યારે છટણી એક વર્ષના આ મહિનાની તુલનામાં વધુ રહી છે.
ચેલેન્જર. ગ્રે અને ક્રિસમસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ એન્ડ્ર્યુ ચેલેન્જરે જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કંપનીઓ 2023માં ઘણી સાવચેતી સાથે આગળ વધી રહી છે. જોકે અર્થતંત્ર હજી પણ રોજગારીનું સર્જન કરી રહ્યું છે. વ્યાજદરોમાં વધારો જારી રહેતા કંપનીઓ ખર્ચમાં કાપ મૂકી રહી છે, જેથી મોટા સ્તરે છટણી જોવા મળી રહી છે. જે હજી પણ આગળ જારી રહેશે.
તેમણે કહ્યું હતું કે સૌથી વધુ છટણી ટેક્નોલોજી ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને આ ટેલેન્ટની બધાં ક્ષેત્રોમાં માગ છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં 38 ટકા છટણી થઈ છે.
વર્ષ 2030 સુધી વ્યક્તિ અમરતા હાંસલ કરી લેશેઃ` ગૂગલના એન્જિનિયર
વોશિંગ્ટનઃ ગૂગલના એક ભૂતપૂર્વ એન્જિનિયરના દાવાએ વિશ્વને ચોંકાવ્યું છે. તેમણે કહ્યું હતું કે 2030 સુધીમાં વ્યક્તિ અમરતા હાંસલ કરવાની શક્યતા છે. આ એન્જિનિયરનું નામ રે કુર્ઝવેઇલ (Ray Kurzweil) છે. તે એક કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને લેખક છે. ટેક બ્લોગર Adagioએ હાલમાં કુર્ઝવેઇલના આ દાવાને યુટ્યુબ પર મૂક્યો છે. અત્યાર સુધી હજ્જારો લોકો આ વિડિયોને જોઈ ચૂક્યા છે.
ન્યુ યોર્ક પોસ્ટે કહ્યું છે કે કુર્ઝવેઇલે 2005ની બુકમાં દાવો કર્યો છે કે સિંગુલિરિટી ઘણી નજીક છે. તેમણે દાવો કર્યો છે કે ટેક્નોલોજીની મદદથી વ્યક્તિ 2030 સુધીમાં અમરતા પ્રાપ્ત કરે એવી શક્યતા છે. તેમણે 2017માં ફ્યુચરિઝમને જણાવ્યું હતું. 2029 વર્ષમાં AI વેલિડ ટેસ્ટ પાસ કરી લેશે. ત્યાર બાદ તે વ્યક્તિના સ્તરની બૌદ્ધિક ક્ષમતા હાંસલ કરી લેશે.
મેં સિંગુલરિટી માટે 2045નો સમય આપ્યો છે, ત્યારે આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાને એક અબજ ગણી વધારી શકીશું. એટલા માટે આપણે એને ઇન્ટેલિજન્સની સાથે મર્જ કરવાની રહેશે. તેઓ તેમના પુસ્તકમાં લખે છે કે સિંગુલિરિટી એક ફ્યુચર પિરિયડ છે, જેમાં ટેક્નોલોજીની ઝડપ એટલી વધી જશે તે વ્યક્તિની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જશે.
તેમણે કહ્યું હતું કે સિંગુલિરિટી આપણને આપણી બાયોલોજિકલ બોડી અને બ્રેન્સની સરહદની પાર જવાની મંજૂરી આપશે. આપણે આપણા ભવિષ્ય માટે પોતાના હિસાબે તાકાત હાંસલ કરી શકીશું. આપણી અમરતા આપણા હાથોમાં હશે. 2010મં કુર્ઝવેઇલે દાવો કર્યો હતો કે તેમણે કુલ 147 ભવિષ્યવાણી કરી છે, જેમાંથી 86 ટકા સાચી સાબિત થઈ છે. ગૂગલે તેમને 2012માં ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ નિયુક્ત કર્યા હતા. તેમને 13 માનદ્ ડોક્ટરેટ મળી ચૂકી છે.
ધન માટે આપણે કે આપણા માટે ધન?
“જે વિદ્વાન મનુષ્યો સર્વ રોગનાશક, આનંદ પ્રદાન કરનાર ઔષધિરસનું પાન કરીને પોતાના શરીર અને આત્માને પવિત્ર
કરે છે તેઓ ધનવાન બને છે.” યજુર્વેદના 26મા સ્કંધની 25મી સંહિતાનો આ ભાવાર્થ છે.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપ્રસિદ્ધ ફિલ્મ ’આનંદ’ અવિસ્મરણીય છે. તેમાં રમેશ દેવ ડૉ. પ્રકાશ કુલકર્ણીનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં બે રસપ્રદ દૃશ્યો છે. એક દૃશ્યમાં ડૉ. કુલકર્ણી શ્રીમતી સંન્યાલનો રોલ કરનારાં લલિતાકુમારીને સલાહ આપે છે. અન્ય એક દૃશ્યમાં તેઓ શેઠ ચંદ્રનાથનો પાઠ ભજવી રહેલા આસિતકુમાર સેનને સલાહ આપતા નજરે પડે છે. આ બન્ને સીનમાં દરદીઓ પોતાની બીમારી વિશે ફરિયાદ કરે છે. આ બીમારીઓ સીધાસાદા વ્યાયામ કરીને તથા તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવીને દૂર કરી શકાય છે. આમ છતાં બન્ને દરદીઓ દવા લેવા ઈચ્છતાં હોય છે. ડૉ. કુલકર્ણી તેમને પરીક્ષણો કરાવવાનું કહે છે અને તેમની માનસિક સ્થિતિના ઇલાજ માટેની દવાઓ આપે છે.
આવા જ પ્રકારની ઉદ્યોગપતિ ઈશ્વર વીરાણીની વાર્તા અગ્રણી ગુજરાતી સાપ્તાહિક ’ચિત્રલેખા’માં પ્રગટ થઈ હતી. હરકિશન મહેતાની ધારાવાહી નવલકથા ’મુક્તિ-બંધન’ની આ વાત છે. ઈશ્વર વીરાણીને ડાયાબિટીસ હતો. એક વખત લઘુશંકા કરવા માટે તેમણે ફાઇવસ્ટાર હોટેલમાં જવું પડે છે. તેઓ મોટા ઉદ્યોગપતિ હોવાના નાતે અન્ય કોઈ મહેમાન માટેનાં વૉશરૂમનો ઉપયોગ કરે એ યોગ્ય ગણાય નહીં. આથી તેઓ ફક્ત લઘુશંકા કરવા માટે ઓરડો ભાડે રાખીને હોટેલનું બિલ ભરે છે.
ભૌતિક સુખનો ઉપભોગ કરવા માટે શારીરિક અને માનસિક આરોગ્ય અત્યંત જરૂરી હોય છે. મસમોટી બૅન્ક બૅલેન્સ હોય, બ્લ્યુચિપ શેરોનો પોર્ટફોલિયો હોય એમ છતાં રોજિંદાં કાર્યો કરવામાં પણ જો વૉર્ડબોયની મદદ લેવી પડતી હોય તો એ સંપત્તિનો કોઈ અર્થ રહેતો નથી.
એક વખત દલાઈ લામાને પૂછવામાં આવ્યું હતું કે તમને મનુષ્યજાત વિશે સૌથી વધુ નવાઈ કઈ વાતની લાગે છે. તેના જવાબમાં તેમણે કહ્યું, “મનુષ્યની નવાઈ છે, કારણકે આ જીવ એવો છે જે પૈસા રળવા માટે પોતાના આરોગ્યનો ભોગ આપે છે અને પછી આરોગ્ય પાછું મેળવવા માટે પોતાના પૈસાનો ભોગ આપે છે. માણસ ભવિષ્ય માટે એટલે ચિંતાતુર હોય છે કે એ વર્તમાનનો આનંદ માણી શકતો નથી. પરિણામે, એ ભવિષ્ય જોવા જીવતો રહી શકતો નથી. એ એવી રીતે જીવે છે જાણે એને ક્યારેય મોત નથી આવવાનું અને પછી એવી રીતે મરી જાય છે જાણે એ ક્યારેય જીવ્યો જ ન હતો.”

બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, ડિપ્રેશન, વગેરેના દરદીઓ સતત વધી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં શ્રીમંતોના પરિવારજનો આ માંદગીઓમાં સપડાય છે. તેમણે રહેણીકરણી સંબંધિત બીમારીઓના ઇલાજ પાછળ ભરપૂર ખર્ચ કરવો પડે છે. બીમારીઓના ઇલાજ અને સારવાર પાછળ લાખોમાં ખર્ચ થઈ જાય છે. કૅન્સર જેવી બીમારી આવે ત્યારે તો હાલત ઘણી જ ખરાબ થઈ જાય છે. અમારા એક પરિચિતના ભત્રીજાને બ્લડ કૅન્સરની સારવાર માટે લંડન લઈ જવો પડ્યો હતો. ત્યાં તેની સારવારનો ખર્ચ 1.75 કરોડ રૂપિયા થયો. એ પરિવાર તો ખર્ચ કરી શક્યો, પરંતુ બીજાં એવાં કેટલાંય કુટુંબો હશે જેઓ આ માંદગીને લીધે સાવ ઘસાઈ જતા હશે.
ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મારી પાસે એવા પરિવારોના પણ ફોન આવે છે, જેમના ઘરમાં કોઈ વ્યક્તિ ગંભીર માંદગીથી પિડાતી હોય. તેમને પોતાની નાણાકીય સ્થિતિ સાચવી લેવા બાબતે સલાહની જરૂર હોય છે. ભગવાને ભલે તેમને પૂરતું ધન આપ્યું હોય, પણ એક સ્વજનની સારવાર પાછળ ધન ક્યારે ખૂંટી જાય એ કહી શકાતું નથી.
ઉક્ત સંહિતા ધનવાન બનવા અને ધન ટકાવી રાખવા માટે શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ભાર મૂકે છે. તમે જો ડૉક્ટરની ફી, દવાઓ, પરીક્ષણો, વગેરે ખર્ચની ગણતરી માંડો તો અમુક વર્ષોમાં અનેક લાખ રૂપિયા ખર્ચાઈ ગયાનું તમને ધ્યાનમાં આવશે. એ ધન તમારી તિજોરીમાંથી ઓછું થયું ગણાય અને નાણાકીય ક્ષેત્રની વ્યક્તિ તરીકે હું એમ પણ કહી શકું કે જો એટલાં જ નાણાંનું યોગ્ય રોકાણ થયું હોત તો તે અનેક ગણું વધી ગયું હોત.
ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ ફક્ત નાણાંનો વ્યય નથી. એ વ્યય તો છે આપણા પરિશ્રમનો, જે આપણે ધન કમાવા માટે કર્યો હોય છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
કોરાનાના 6155 નવા કેસો, 11નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 6155 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,39,054 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,30,954 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,89,111 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3353 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 31,194એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.07 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,09,378 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.25 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.02 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,22,663 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1963 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

શેખરને ‘ઉત્સવ’ નો આનંદ ના રહ્યો
શેખર સુમનનું નસીબ એટલું સારું હતું કે પહેલી ફિલ્મમાં જ હીરો તરીકે તક મળી ગઇ હતી. એ પછી મુખ્ય હીરો બનવા
છતાં ખાસ સફળતા મળી ન હતી. શેખરને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો શોખ જાગ્યો હતો. શત્રુધ્ન સિંહાની ફિલ્મના પોસ્ટર પર કૌંસમાં પટના લખાયેલું જોતો ત્યારે પોતાનું નામ પણ આ રીતે લખાશે એવું સપનું જોતો હતો. શેખરે પોતાની ઇચ્છા ક્યારેય કોઇને કહી ન હતી. કેમકે પિતા ફિલ્મો જોવાના સુધ્ધાં વિરોધી હતા. માત્ર ધાર્મિક ફિલ્મો અને સિરિયલો જોવાની છૂટ આપી હતી. તે ચોરીછૂપી ફિલ્મો જોઇ લેતો હતો. જોકે, પાછળથી ડૉકટર પિતાને ખબર પડી ગઇ કે શેખર અભિનયમાં જવા માગે છે. ત્યારે સગાંના સૂચનથી એમણે મૂક સંમતિ આપી દીધી હતી.
શેખરે દિલ્હી જઇને સ્નાતકનો અભ્યાસ કર્યા પછી અભિનયમાં શ્રીરામ કંપનીનો એક વર્ષનો કોર્ષ કરી ડિપ્લોમાનું સર્ટીફિકેટ મેળવ્યું પછી એમાં જ બે વર્ષ નોકરી કરી. શેખરનો આશય મુંબઇ આવીને અભિનેતા બનવાનો હતો એટલે અભિનયની કંપનીમાં તાલીમ મેળવવા કામ કર્યું હતું. ત્યારે અભિનય શીખવતા ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ અને ‘પૂના ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટ’ કાર્યરત હતા. પરંતુ પૂનાની સંસ્થામાં સંઘર્ષ ચાલતો હોવાથી એ સમય પર અભિનયનો કોર્ષ બંધ હતો. એટલે એમાં પ્રવેશ મેળવી શક્યો નહીં. દિલ્હીમાં કામ કરી અભિનયની દુનિયામાં કદમ મૂકવા શેખર મુંબઇ આવ્યો અને સંઘર્ષ શરૂ કરે એ પહેલાં જ અચાનક ફિલ્મ ‘ઉત્સવ’ (૧૯૮૪) મળી ગઇ.

શેખર દિલ્હી હતો ત્યારે શશી કપૂર સાથે ફિલ્મ ‘પિઘલતા આસમાન’ (૧૯૮૫) ના સેટ પર મુલાકાત થઇ હતી અને એક નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. મુંબઇમાં શેખર આવ્યો ત્યારે એનું શુટિંગ હજુ ચાલતું હોવાનું જાણવા મળતાં સેટ પર જવા લાગ્યો હતો. શશી કપૂર સાથે ઓળખાણ થઇ હોવાથી એમની સાથે બેસી રહેતો હતો. શશી પોતાનો શૉટ આપીને આવતા અને શેખર સાથે વાત કરતા રહેતા હતા. એમણે આગળનું શું આયોજન છે એમ પૂછ્યું ત્યારે શેખરે અભિનેતા બનવાની ઇચ્છા બતાવી હતી. શશી કપૂરે કહ્યું કે તે ફિલ્મ ‘ઉત્સવ’ બનાવવા જઇ રહ્યા છે અને હીરોની શોધમાં છે. એમાં એક યુવાન ચારુદત્તની મુખ્ય ભૂમિકા વિશે એમણે કહ્યું.
શેખરે તૈયારી બતાવી એટલે નિર્દેશક ગિરિશ કર્નાડ સાથે મુલાકાત કરાવી. એમણે સ્ક્રીન ટેસ્ટ લીધો અને એમાં શેખર પાસ થઇ ગયો. રેખા સાથે ‘ઉત્સવ’ જેવી સફળ ફિલ્મથી સારી શરૂઆત થયા પછીની યાત્રા કઠિન બની હતી. એ પછી સુધા ચંદ્રન સાથે નકારાત્મક ભૂમિકામાં ‘નાચે મયૂરી’ (૧૯૮૬) કરી. કંઇક અલગ કરવા ‘અનુભવ’ (૧૯૮૬) માં કામ કર્યું. ઉપરાંત માધુરી સાથે ‘માનવ હત્યા’, ડિમ્પલ કાપડિયા સાથે ‘પતિ પરમેશ્વર’ જેવી કેટલીક ફિલ્મો કરી. પછી થયું કે કારકિર્દી અપેક્ષા પ્રમાણે આગળ વધી રહી નથી. જો આવી જ રીતે ફિલ્મો કરતો રહેશે તો ‘ઉત્સવ’ થી જે સારી શરૂઆત કરી હતી તેનો કોઇ અર્થ રહેવાનો નથી. આર્થિક જરૂરિયાતોને કારણે કેટલીક ફિલ્મો કરી લીધી હતી પરંતુ પછી અટકી ગયો હતો. ફિલ્મોમાં યોગ્ય મુકામ ના મળતાં શેખર દુ:ખી થયો હતો. ફિલ્મોમાં આનંદ ના આવતાં ટેલિવિઝનનો રસ્તો પકડ્યો હતો. શેખરને વિનોદ પાંડેની ‘રિપોર્ટર’ અને જયા બચ્ચનની સિરિયલ ‘દેખ ભાઇ દેખ’ મળી ગઇ હતી. પછી ફિલ્મોમાં કામ ન કરવાનો અફસોસ રહ્યો ન હતો.
૦૮ એપ્રિલ, ૨૦૨૩
૦૮ એપ્રિલ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 08/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.


