કૌભાંડીઓ આ નવા પ્રકારે લોકોને કરી રહ્યા છે કંગાળ, સાવધાન…

નવી દિલ્હીઃ ટ્રેનની ટિકિટ રદ કર્યા પછી સીમા (નામ બદલ્યું છે)એ ફોન ચેક કર્યો. તેને રિફંડની રકમનો મેસેજ નહોતો આવ્યો. તેણે કસ્ટમર કેરમાં વાત કરવા માટે ગૂગલ ખોલ્યું અને IRCTC કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો. સર્ચ રિઝલ્ટમાં જે નંબર સૌથી ઉપર આવ્યો એના પર તેણે કોલ કર્યો. કોલ પર જે શખસ વાત કરી રહ્યો હતો, એ બહુ વિશ્વાસુ લાગતો હતો. કોલરે તેને એક લિન્ક મોકલી અને ફરિયાદ કરવા કહ્યું. બધું ઠીક ચાલી રહ્યું હતું, ત્યારે તેના એકાઉન્ટમાંથી OTP આવવા લાગ્યા. જ્યાં સુધી કંઈક સમજે એ પહેલાં અકાઉન્ટમાંથી રૂ. ત્રણ લાખ કપાઈ ચૂક્યા હતા. જ્યાં સુધી તે તેના અકાઉન્ટને બ્લોક કરાવે, ત્યાં સુધી અકાઉન્ટમાંથી રૂ. પાંચ લાખના વ્યવહારો થઈ ચૂક્યા હતા.

આ સાઇબર છેતરપિંડી છે. પ્રતિ દિન સેંકડો મામલા સામે આવી રહ્યા છે. 65 વર્ષીય એક વ્યક્તિ સાથે સાઇબર છેતરપિંડી કંઈક અલગ રીતે થઈ. તેમના અકાઉન્ટમાંથી નાણાં નહીં કપાયાં, પણ તેમણે આબરૂ બચાવવા માટે આ રકમ અલગ-અલગ-લોકોને આપી હતી.

આ સિનિઝર સિટિઝને ફરીથી લગ્ન કરવા માટે એક મેરેજ પોર્ટલ પર રજિસ્ટર કર્યાં હતાં. અહીં એક મહિલા સાથે તેમણે વાતચીત આગળ વધી. થોડી ઘણી વાતચીત પછી મહિલાએ વડીલને વિડિયો કોલ કર્યો હતો. પોલીસને વડીલે જણાવ્યું હતું કે મહિલાએ કોલ પર કપડાં ઉતારવા શરૂ કર્યાં અને વડીલનો વિડિયો બનાવી લીધો. એ રીતે વડીલ પાસે તે મહિલાએ રૂ. 60 લાખ કઢાવી લીધા.

કૌભાંડીઓએ આ પ્રકારે કેશ ઓન ડિલિવરી ઓર્ડર લઈને પહોંચે છે. જ્યારે લોકો ઓર્ડર લેવાની ના પાડે તો તેઓ કેન્સલ કરવાની વાત કરી છે અને એક ખોટો કસ્ટમર કેરને નામે તમારી પાસે OTP આવે છે. જેવો તમે OTP શેર કરો છો, ત્યારે સ્કેમર્સનું કામ થઈ જાય છે.