વર્ષ 2030 સુધી વ્યક્તિ અમરતા હાંસલ કરી લેશેઃ` ગૂગલના એન્જિનિયર

વોશિંગ્ટનઃ ગૂગલના એક ભૂતપૂર્વ એન્જિનિયરના દાવાએ વિશ્વને ચોંકાવ્યું છે. તેમણે કહ્યું હતું કે 2030 સુધીમાં વ્યક્તિ અમરતા હાંસલ કરવાની શક્યતા છે. આ એન્જિનિયરનું નામ રે કુર્ઝવેઇલ (Ray Kurzweil) છે. તે એક કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને લેખક છે. ટેક બ્લોગર Adagioએ હાલમાં કુર્ઝવેઇલના આ દાવાને યુટ્યુબ પર મૂક્યો છે. અત્યાર સુધી હજ્જારો લોકો આ વિડિયોને જોઈ ચૂક્યા છે.

ન્યુ યોર્ક પોસ્ટે કહ્યું છે કે કુર્ઝવેઇલે 2005ની બુકમાં દાવો કર્યો છે કે સિંગુલિરિટી ઘણી નજીક છે. તેમણે દાવો કર્યો છે કે ટેક્નોલોજીની મદદથી વ્યક્તિ 2030 સુધીમાં અમરતા પ્રાપ્ત કરે એવી શક્યતા છે. તેમણે 2017માં ફ્યુચરિઝમને જણાવ્યું હતું. 2029 વર્ષમાં AI વેલિડ ટેસ્ટ પાસ કરી લેશે. ત્યાર બાદ તે વ્યક્તિના સ્તરની બૌદ્ધિક ક્ષમતા હાંસલ કરી લેશે.

મેં સિંગુલરિટી માટે 2045નો સમય આપ્યો છે, ત્યારે આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાને એક અબજ ગણી વધારી શકીશું. એટલા માટે આપણે એને ઇન્ટેલિજન્સની સાથે મર્જ કરવાની રહેશે. તેઓ તેમના પુસ્તકમાં લખે છે કે સિંગુલિરિટી એક ફ્યુચર પિરિયડ છે, જેમાં ટેક્નોલોજીની ઝડપ એટલી વધી જશે તે વ્યક્તિની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જશે.

તેમણે કહ્યું હતું કે સિંગુલિરિટી આપણને આપણી બાયોલોજિકલ બોડી અને બ્રેન્સની સરહદની પાર જવાની મંજૂરી આપશે. આપણે આપણા ભવિષ્ય માટે પોતાના હિસાબે તાકાત હાંસલ કરી શકીશું. આપણી અમરતા આપણા હાથોમાં હશે. 2010મં કુર્ઝવેઇલે દાવો કર્યો હતો કે તેમણે કુલ 147 ભવિષ્યવાણી કરી છે, જેમાંથી 86 ટકા સાચી સાબિત થઈ છે. ગૂગલે તેમને 2012માં ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ નિયુક્ત કર્યા હતા. તેમને 13 માનદ્ ડોક્ટરેટ મળી ચૂકી છે.