Home Blog Page 2848

નોટ આઉટ @ 93 : હસિતશંકર ભચેચ

જેણે જીવનમાં પૂર્ણ-અમાસ જોઈ છે અને પૂનમનો આનંદ પણ જોયો છે તેવા ઈશ્વર-પરાયણ અને માનસિક-રીતે જાગૃત, સંગીત અને યોગના સાધક હસિતશંકર દ્રુપદશંકર ભચેચની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ જૂનાગઢમાં, બાળપણ ગર્ભશ્રીમંત કુટુંબમાં, પર-દાદા વારાણસીમાં શ્રેષ્ઠીને ત્યાં ખજાનચી હતા. તેઓ વડનગર થઈ અમદાવાદ આવ્યા. પપ્પા સંગીત-શિક્ષક તથા યોગ-સાધક અને અભ્યાસુ. હસિતશંકર સૌથી મોટા અને પાછળ પાંચ બહેનો. તેમની કિશોર-વયે સંબંધીએ આર્થિક છેતરપીંડી કરી. તેમણે મિલકત ગુમાવી. ભરણપોષણની પણ તકલીફ થવા લાગી. તેઓ વડોદરા આવી નાના-મામા(ફ્રેંચ શિક્ષક) સાથે રહ્યા, ગુરુકુળની જેમ ઘરકામ શીખી ગયા. મ્યુનિસિપલ સ્કૂલ અને પછી ઠાકર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. મેટ્રિક કરી L.D.આર્ટસ કોલેજ,અમદાવાદથી BA કર્યું. રમતગમતનો શોખ હતો, ખોખો, હુતુતુ રમતા, અખાડામાં જતા. સંગીત-પાઠશાળામાં નિયમિત જતા. વડોદરામાં ફૈઆઝખાનના ભત્રીજા સાથે સારો મનમેળ. ભણવામાં હોશિયાર એટલે સ્કોલરશીપ મળી. અભ્યાસ પત્યો એટલે કામ-ચલાઉ નોકરી લઈ લીધી, પછી BOBમાં જોડાયા. ઘરના સંજોગોને કારણે કાયમ પ્રમોશન જતું કર્યું. વ્યવસાયિક પ્રગતિને ઓછું મહત્વ આપ્યું. 1990માં રિટાયર થયા. પત્ની પ્રજ્ઞાબહેને બી.એડ. કર્યું હતું એટલે “બાલઘર” સ્કૂલમાં વર્ષો સુધી કામ કર્યું. લાંબુ અને અવર્ણનીય  દાંપત્ય-જીવન ભોગવી 2018માં પત્ની દેવ થયાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

પ્રકૃતિ-પ્રેમી વ્યક્તિ છે, સવારે એલાર્મ વગર 5:00 વાગે ઊઠે, દાતણ-પાણી કરી પ્રભુને પગે લાગે, ઓમકાર-ધ્યાન અને સ્તુતિમાં બે કલાક જાય. 9.00 વાગે ચા-નાસ્તો કરે. ઘરમાં નાની-મોટી મદદ કરે. જરૂર પડે શાક સમારી આપે, કપડા વાળે. 12:30 વાગે કુટુંબ સાથે જમવાનું. ત્યારબાદ રેડીયો પર સાંસ્કૃતિક, સામાજિક, શાસ્ત્રીય-સંગીતના પ્રોગ્રામ રોજ સાંભળવાના! બપોરે આરામ કરે. 4:00 વાગે ચા-પાણી કરે. સાંજે પણ કુટુંબ સાથે જમવાનું અને 10:30 વાગે સૂઈ જાય. મનમાં સંગીત અને ભક્તિ નિરંતર ચાલુ હોય!

શોખના વિષયો : 

સંગીતનો શોખ ભારે! રેડિયો સતત સાથે હોય! ટીવી-રેડિયો ઉપર સમાચાર જુએ, સંગીત સાંભળે. સતત આત્મચિંતન કરે. સંન્યાસ-આશ્રમની જરૂરિયાતો ઓછી હોય એટલે તેને અનુરૂપ જીવનશૈલી હોય! રમતગમતનો શોખ, એટલે જમાઈ સાથે IPLક્રિકેટ જુએ અને તેનું ડિસ્કશન કરે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

કોરોના થયો હતો. મણકાના ઓપરેશન કર્યા પછી પણ નીચે બેસી શકે છે, પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું છે, પથરીનું પણ ઓપરેશન કર્યું છે, આંખોમાં તકલીફ છે, ફક્ત પાંચ ટકા વિઝન છે.કાનની તકલીફ નથી. બીપી તથા કોલેસ્ટ્રોલની તકલીફો છે…અનેક તકલીફો વચ્ચે પણ આનંદમાં મસ્ત છે! જમવામાં ગળ્યું બહુ ભાવે, પીઝા પણ ભાવે! બધું પ્રમાણમાં ખાય.

યાદગાર પ્રસંગ:  

વેદાંતમાં પીએચડી એવા પ્રજ્ઞાચક્ષુ ગંગેશ્વરાનંદજી સર્વાનંદજી મહારાજ ઘરની સામેના બંગલામાં રહે. તેઓ કહેતા:”હસિતના મુખમાં મને ઈશ્વરના દર્શન થાય છે!” હસિતભાઈને વેદાંતમાં તૈયાર કરવા તેમણે પિતા પાસે હસિતભાઈની માંગણી કરી હતી! પિતા સાધુ-સંતોની સેવા કરે એટલે આશીર્વાદ મળેલા. આનંદ-લેહરીમાતાજી સાક્ષાત-રૂપે દર્શન આપે. એકવાર ભુજ નજીકના જંગલમાં પિતા રાતના તેમને સાથે લઈ સ્વાધ્યાય કરવા ગયા. જંગલમાં દીપડો આવ્યો, બે આંખો દેખાય! તેમને બીક લાગી! તરત જ માતાએ આવી કૂતરાની જેમ દીપડાને રમાડ્યો, તેને માથે  હાથ ફેરવ્યો અને દીપડો શાંતિથી જતો રહ્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરે છે, રેડિયો અને મોબાઈલ વાપરે છે, ટેકનોલોજી માટે પોઝિટિવ છે. આપણા શાસ્ત્રોમાં આ બધી ટેકનોલોજીનો ઉપયોગ વર્ણવેલો જ છે, આ તો જૂની વસ્તુ નવા સ્વરૂપે આવી છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

“શું-શા-પૈસા-ચાર” કહીને ગુજરાતીઓને ઊતારી પાડતા. એક ગુજરાતીએ આજે ભારતને કેટલું આગળ વધાર્યું છે! તેમનું બહુમાન છે! ગામડા સમૃદ્ધ હતાં, ત્યારે લોકોને શહેરનું આકર્ષણ હતું. હવે વળી પાછા લોકો ગામડા તરફ જઈ રહ્યા છે. જૂની રીતો નવા વસ્ત્રો પહેરીને પાછી આવી રહી છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો

ત્રણ દીકરીઓ વેલ-સેટલ છે, પોતાના પ્રોફેશનમાં, સંગીત અને નૃત્યમાં પ્રવીણ છે. તેઓ હાલ નાની દીકરી માધવી ઝાલા સાથે રહે છે. બે દોહિત્રી અને બે દોહીત્રો સાથે સારો સંવાદ છે.

સંદેશો : 

અભિમાન વગરનું, સંતોષ-સાદગીવાળું જીવન જીવો. જે મળવાનું હશે તે મળશે જ! જીવનને ઉર્ધ્વગામી બનાવો. પવિત્રતા, નીતિ-પરાયણતા, પ્રામાણિકતા, પ્રેમ, વહાલ, દયા, પ્રસન્નતા, આનંદ જીવનમાં હશે તો મનવાંછિત ફળ ચોક્કસ મળશે.

શિવ શિવ શિવ ભોળા, આવ્યો દ્વાર તારે,

હર હર હર શંભુ, તું વિના કોણ તારે?!

IPL 2023 : ગુજરાતને હરાવી ફાઈનલમાં પહોંચ્યું ચેન્નાઈ

એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ જે ગયા વર્ષે લીગ સ્ટેજમાંથી શરમજનક રીતે બહાર થઈ ગઈ હતી, તે આઈપીએલ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ધોનીએ ફરી એકવાર બતાવ્યું કે તે પુનરાગમન કરવામાં કેટલો માહેર છે. ગત સિઝનમાં ભલે તે નીચેથી બીજા ક્રમે હતી, પરંતુ તે ગયા વર્ષની વાત હતી અને આ આ વર્ષની વાત છે. ગત સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ 15 રને પરાજય આપ્યો હતો. આ સાથે ચેન્નાઈએ 10મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આટલું જ નહીં ચેન્નાઈએ IPLમાં પહેલીવાર હાર્દિક પંડ્યાની ગુજરાતને પણ હરાવ્યું છે. ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે પંડ્યાનું ગુજરાત ટોચ પર રહીને પ્લેઓફમાં પ્રવેશ્યું હતું, પરંતુ ક્વોલિફાયર્સમાં ધોનીનું વર્ચસ્વ હતું.


ગાયકવાડની અદભૂત બેટિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે ડેવોન કોનવેએ 34 બોલમાં 40 રન બનાવ્યા હતા. ગાયકવાડ અને કોનવે સાથે મળીને ચેન્નાઈને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 10.3 ઓવરમાં મોહિત શર્માએ ગાયકવાડને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.આ પછી ચેન્નાઈની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુ બંનેએ 17-17 રન અને રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ પછી ચેન્નાઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.


બોલરોએ જીતની સ્ટોરી લખી

173 રનના ટાર્ગેટના જવાબમાં ચેન્નાઈએ ગુજરાતને 157 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ગુજરાત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ગુજરાત સામે દીપક ચાહર, મહિષ તિક્ષાના, રવીન્દ્ર જાડેજા અને મતિષા પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી. રિદ્ધિમાન સાહા, કેપ્ટન પંડ્યા, દાસુન શનાકા, વિજય શંકર, રાહુલ તેવટિયા બધા ફ્લોપ રહ્યા હતા. જોકે એક સમયે રાશિદ ખાનની તોફાની બેટિંગે ચેન્નાઈની ચિંતા વધારી દીધી હતી.


ગુજરાત ઓલઆઉટ

15 ઓવર પછી ગુજરાતને જીતવા માટે 30 બોલમાં 71 રનની જરૂર હતી. આ પછી રાશિદે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. છેલ્લી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 12 બોલમાં 35 રનની જરૂર હતી. ગુજરાત પુનરાગમન કરે તેવું લાગતું હતું, પરંતુ 19મી ઓવરના ત્રીજા બોલ પર તુષાર દેશપાંડેએ રાશિદને ડેવોન કોનવેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વિકેટે ચેન્નાઈની જીત પણ નિશ્ચિત કરી દીધી. છેલ્લી ઓવરમાં પથિરાનાએ શમીને આઉટ કરીને ગુજરાતનો આખો દાવ સમેટી લીધો હતો.

પંચાંગ 24/05/2023

જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી રેસલર્સની કેન્ડલ માર્ચ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજોએ મંગળવારેના રોજ કેન્ડલ માર્ચ કાઢી હતી. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. ખાપના પ્રતિનિધિઓએ પણ આ કૂચમાં ભાગ લીધો હતો. પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક પણ ઈન્ડિયા ગેટ પર રેસલર્સને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.

કેન્ડલ માર્ચમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલતું રહેશે. ઘણા લોકો આ ચળવળને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.


શા માટે રસ્તા પર ચેમ્પિયન છે?

તેમણે કહ્યું કે ભારતને પ્રેમ કરતા તમામ ધર્મ અને જાતિના લોકોએ સરકારને આ સવાલ પૂછવો જોઈએ કે અમારા ચેમ્પિયન 1 મહિનાથી રસ્તા પર કેમ છે? તેમનું સ્થાન રોડ નહીં પણ અખાડો છે. રેસલર સાક્ષી મલિકે કહ્યું કે આ દેશની દીકરીઓની લડાઈ છે જેમાં તમારે બધાએ અમારો સાથ આપવો પડશે જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે, પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી.

 

કુસ્તીબાજોના પ્રદર્શનમાં પહોંચેલા પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એક ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે તેમને સાંભળવામાં આવી રહ્યાં નથી. જો સરકાર સાચી હોત તો બ્રિજભૂષણ સિંહ જેલમાં હોત. દેશના ઘણા પ્રખ્યાત કુસ્તીબાજો બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે 23 એપ્રિલથી અહીં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સિંહ પર એક સગીર સહિત છ મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે ગયા મહિને ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી હતી.

ગત રવિવારે કુસ્તીબાજોના સમર્થનમાં હરિયાણાના રોહતકમાં ખાપ મહાપંચાયત પણ યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધને સમર્થન આપતી મહિલાઓ 28 મેના રોજ નવા સંસદ ભવન સામે પંચાયત યોજશે, જે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત ઈમારતનું ઉદ્ઘાટન કરશે.

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં TMC ભાગ નહીં લે

તૃણમૂલ કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તે 28મીએ યોજાનાર નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ટીએમસીના નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું છે કે વડાપ્રધાન માટે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એટલે ‘હું, મારું, મને’.

બ્રાયન વધુમાં જણાવ્યું હતું કે સંસદ એ માત્ર એક ઇમારત નથી પરંતુ તે વર્ષો જૂની પરંપરાઓ, મૂલ્યો, પૂર્વધારણાઓ અને નિયમો સાથેની સ્થાપના છે. તેમણે સંસદ ભવનને ભારતીય લોકશાહીનો પાયો ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી આ બાબતોને સમજતા નથી. આ વાત તેણે ટ્વિટર પર શેર કરી છે.

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ અબજોના ખર્ચે બનેલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ચાર માળની આ ઈમારતમાં 1200 સાંસદો માટે જગ્યા બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તેને બનાવવામાં લગભગ 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આનંદો : ગુજરાત સરકારે સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો 8 ટકાનો વધારો

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારે 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને પેન્શન ધારકોને 8 ટકાના વધારાનો લાભ આપવામાં આવશે.

ક્યારથી વધારો લાગુ થશે ?

ત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તારીખ 01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તારીખ 01-01-2023ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈ 2022થી તથા 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાના થતાં મોંઘવારી ભથ્થામાં આઠ ટકાવા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તેને ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023ના પગાર સાથે, બીજા હપ્તો ઓગસ્ટ 2023 અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

કોને ભથ્થાનો લાભ મળશે ?

ગુજરાતના 9 લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. ત્યારે સરકાર દ્વારા વધારવામાં આવેલ મોંઘવારી ભથ્થાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળશે. મુખ્યમંત્રી દ્વારા લેવાયેલ આ નિર્ણય પ્રમાણે રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળીને અંદાજે 9.38 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ મળવાનો છે.

ધોરણ-10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ જાહેર થશે

ધોરણ 10 અનો ધોરણ 12 કોમર્સના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. ધોરણ-10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ જાહેર થશે. ધોરણ-10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પરિણામની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવી છે. www.gseb.org પર સવારે 8 વાગ્યાના ટકોરે પરિણામ જોવા મળશે.

વોટ્સએપ નંબર મોકલીને મેળવો પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવાયું કે, માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

GSEB ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરવા માટે સ્ટેપ્સ
સ્ટેપ 1- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ઓપન કરો
સ્ટેપ 2- હોમપેજ પર જીએસઈબી બોર્ડ એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 પર ક્લિક કરો
સ્ટેપ 3- સ્કૂલ ઇંડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરો
સ્ટેપ 4- સબમિટ બટન પર ક્લિક કરો
સ્ટેપ 5- જીએસઈબી એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 સ્ક્રીન પર આવી જશે.
સ્ટેપ 6- રિઝલ્ટ ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો.

રાહુલ ગાંધીએ નવા પાસપોર્ટ માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, NOC આપવા વિનંતી કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો અને તેમની યુએસ મુલાકાત પહેલા નવો પાસપોર્ટ જારી કરવાની માંગ કરી. તેણે સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ માર્ચમાં લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠર્યા બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. કેરળના વાયનાડથી 2019માં લોકસભામાં ચૂંટાયેલા રાહુલ ગાંધીએ નવા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી છે. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ જૂનમાં યુએસની 10 દિવસની મુલાકાતે જવાના છે અને મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ ભાષણ આપશે.

રાહુલ અમેરિકા જવાના છે

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાત દરમિયાન, ભૂતપૂર્વ ધારાસભ્ય ભારતીય-અમેરિકનો સાથે બે જાહેર સભાઓને સંબોધશે, કેપિટોલ હિલ ખાતે ધારાશાસ્ત્રીઓ અને થિંક ટેન્કના સભ્યોને મળશે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓને મળશે.

યુકેમાં કરાયેલી ટીપ્પણીને લઈને હોબાળો થયો હતો

રાહુલ ગાંધી થોડા અઠવાડિયા પહેલા યુકેના પ્રવાસે પણ ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને દેશની સંસ્થાઓ પર ભાજપ-આરએસએસ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમની આ ટિપ્પણી બાદ ભારતમાં તોફાન મચી ગયું હતું. બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીની માફીની માંગ સાથે રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે રાહુલ ગાંધી પર વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો અને વિદેશી હસ્તક્ષેપની માંગ કરવાનો આરોપ લગાવ્યો.

અમેરિકાના મિશિનગન, કેન્સાસ અને સિકાગોમાં મા ઉમિયાના ભવ્ય મંદિરો બનાવવામાં આવશે

મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં છે. ત્યારે હવે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ તેમજ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે. વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા.

પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. 21 મે 2023 રવિવારના દિવસે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. હવે ફરી આ દિશામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે. અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે.

વિશ્વઉમિધામના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે.

Umiya Mata temple stone-laying on February 28-29 | Ahmedabad News - Times  of India

ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે

મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ અને ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાના વીઝન અને મીશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વીઝન અને મીશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ છે.

 ગુજરાત સાયન્સ સિટીમાં ‘BE AN AQUARIST’ નામની વર્કશોપનો પ્રારંભ

 અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘BE AN AQUARIST’  નામના અદભુત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ માટે આયોજિત આ વર્કશોપનો 23 મેથી પ્રારંભ થયો છે, જે  27 મે સુધી ચાલશે. આ વર્કશોપમાં વિવિધ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ તેમ જ એક્વેરિયમ સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સહિત 50 જેટલા લોકો સામેલ થયા છે.

પ્રથમ દિવસે વર્કશોપમાં જોડાનારા વિદ્યાર્થીઓ અને લોકોનું ગુજરાત સાયન્સ સિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલે સ્વાગત કર્યું હતું અને ગુજરાત સાયન્સ સિટીની ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરીની વિશેષતા વિશે વાત કરી હતી. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના સિનિયર ક્યુરેટર ડો. દિશાંત પારાશર્ય, આસિસ્ટન્ટ ક્યુરેટર ડો. શબનમ સૈયદ અને સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઇઝેશન વિભાગના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ હર્ષિદા પટેલ હાજર રહ્યાં હતાં. આ પાંચ દિવસમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને લોકોને જળચર જીવો અને એક્વેરિયમ અંગે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવશે, જેમાં મોટા એક્વેરિયમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેના વિશે તેમ જ મોટી માછલીઓની જૈવિક અને ભૌતિક જરૂરિયાતો વિશે સમજ આપવામાં આવશે.

આ ઉપરાંત એક્વેરિયમની દરેક બાબતો જેવી કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વોટર સપ્લાય, તાપમાન નિયંત્રણ વગેરે વિશે સમજણ આપવામાં આવશે. એ સાથે-સાથે કારકિર્દીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને લોકોને ગુજરાત સાયન્સ સિટી તરફથી આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.