Home Blog Page 2813

લિખિતંગ : તમારી જીવાદોરી માં નર્મદા !!

કલોલ: નદીઓ , કેનાલો, તળાવો ની ચોખ્ખાઈ અને સુરક્ષા માટે સરકાર સામાજિક સંસ્થા ઓ અથાગ પ્રયત્નો કરે છે. લોકો નદી કે કેનાલોમાં પડી આત્મહત્યા ના કરે એના માટે જાળીઓ પણ લગાડે છે. એમ છતાં ગુજરાત ની નદીઓ , નાની મોટી કેનાલોમાં લોકો પૂજાની સામગ્રી અને અન્ય કચરો પધરાવી જાય છે. લોકો ગંદકી કરતાં રહે છે,પણ સ્વચ્છતાના આગ્રહી પ્રયાસ મુકતા નથી.

ગાંધીનગર જિલ્લાના કલોલ થી શેરીસા તરફ જતા માર્ગ પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પર લોકો પૂજા સામગ્રી અને કચરો ફેંકી ગંદકીના કરે એ માટે રસપ્રદ બેનર્સ લગાડવામાં આવ્યા છે. એ બેનર્સમાં લિખિતંગ નર્મદા માં છે…
કેનાલની બંને તરફની જાળીઓ તેમજ લોખંડના ફિક્સ હોર્ડિંગ્સ પર સૂચનાઓ લગાડવા માં આવી છે. એ બેનર્સ માં લખ્યું છે:

‘આપણી આવનારી પેઢી નું ઉજ્જવળ ભવિષ્ય આપણાં જ હાથમાં છે’

‘તમારામાં માનવતાના થોડા પણ સંસ્કાર હોય તો પાણીને ગંદુના કરશો’

‘ખંડીત થયેલા મંદિર, ફોટા અને માતાજીની ચુંદડીઓ અહિંયા મુકો’

આ પ્રકારના બેનર્સ લગાડવામાં આવ્યા હોવા છતાં લોકો ગંદકી કરે છે. પૂજા નો સામાન સૂચિત જગ્યાએ મુકવાને બદલે છુટ્ટો પાણી માં નાંખે છે. નર્મદા કેનાલ ની નજીક ના કેટલાક ખેતરોના માલિકો કેનાલોને નુકશાન થાય એ રીતે ફાઈટરોથી પાણી ખેંચી લે છે. નર્મદાનું પાણી ગુજરાતમાં સિંચાઈ માટે તો ઉપયોગી થાય છે જ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં ગામડાંની તરસ પણ છીપાવવા મદદરૂપ થાય છે. એટલે જ નર્મદા કેનાલની સુરક્ષા અને સ્વચ્છતા જરૂરી છે.

પ્રજ્ઞેશ વ્યાસ

વેકેશન પુરુ થતાં જ શાળાઓના પ્રાંગણમાં બાળકો નો કિલકિલાટ

અમદાવાદ: શાળાઓનું ઉનાળાનું વેકેશન પૂર્ણ થયું. નવા સત્રની શરૂઆત થતાં જ શાળાઓના પ્રાંગણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા. 5 જૂન સોમવાર ની સવારથી જ ગુજરાત રાજ્ય ની શાળા ઓ એ પોતાના નિયમો અનુસાર શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે.

ગુજરાત રાજ્ય ની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગની મોટાભાગની શાળાઓ એ શૈક્ષણિક કાર્ય ચાલુ કર્યુ છે. અમદાવાદ શહેર સહિત રાજ્ય ના તમામ જિલ્લાઓની 38 હજાર જેટલી શાળાઓ શરૂ થઇ ગઇ છે.

શિક્ષણ વિભાગે તાજેતરમાં જ ધોરણ 9 થી 12 ના ‘ એકડમિક કેલેન્ડર ‘ ની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ સત્ર 5 જૂન થી 8 નવેમ્બર સુધી 124 દિવસ નું રહેશે. 9 નવેમ્બર થી 29 નવેમ્બરના દિવાળી વેકેશન બાદ બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે.

પ્રજ્ઞેશ વ્યાસ

અફઘાનિસ્તાનમાં 60 વિદ્યાર્થિનીઓ ઝેર અપાયા પછી હોસ્પિટલમાં દાખલ

કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાને હંમેશાં છોકરીઓના શિક્ષણનો વિરોધ કર્યો છે. જેને પગલે અફઘાનિસ્તાનમાં સ્કૂલ જતી વિદ્યાર્થિનીઓને હવે નિશાન બનાવવામાં આવી રહી છે. અમેરિકી ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝે જણાવ્યા મુજબ અફઘાનિસ્તામાં બે અલગ-અલગ ઘટનાઓમાં પ્રાથમિક સ્કૂલમાં શિક્ષણ લેતી 800 અફઘાન વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનમાં એક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે આશરે 80 વિદ્યાર્થીઓને સ્કૂલોમાં ઝેર આપવામાં આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાઓ ઉત્તરમાં સ્થિત સર-એ-પુલ પ્રાંતમાં શનિવારે અને રવિવારે બની હતી. શિક્ષણ વિભાગના ડિરેક્ટર મોહમ્મદ રહેમાનીએ કહ્યું હતું કે સંગચરક જિલ્લામાં ધોરણે એકથી છ સુધીની વિદ્યાર્થિનીઓને ઝેર આપવાની ઘટના બની હતી. તેમણે કહ્યું હતું કે નસવાન-એ-કબોદ આબ સ્કૂલમાં 60 વિદ્યાર્થીઓને અને નસવાન-એ-ફૈઝાબાદ સ્કૂલમાં 17 વધુ વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું.આ બંને સ્કૂલો એકબીજાની નજીકમાં છે અને એક પછી એક સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે એ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને હવે ઠીક છે. વિભાગની તપાસ ચાલી રહી છે અને પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે કોઈએ દ્વેષપૂર્ણ ભાવથી આ હુમલો કર્યો હતો અને એના માટે કોઈ ત્રીજા પક્ષકારે એ માટે નાણાંની ચુકવણી કરી હતી એમ તેમણે વધુ વિગતો આપવાની ના પાડતાં જણાવ્યું હતું. આ વિદ્યાર્થીઓને ઝેર શા કારણે આપવામાં આવ્યું ને તેમને કઈ રીતે ઇજા થઈ એ વિશએ તેમણે કોઈ માહિતી નહોતી આપી.

 

 

 

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા ૨૦૦ માછીમારો,પરિવારોમાં આનંદની લાગણી

વડોદરા: પાકિસ્તાન દ્વારા અપહ્યત વધુ ૨૦૦ માછીમારોને મુક્ત કરવામાં આવતા તેઓ વાઘા બોર્ડર થઇ ખાસ ટ્રેન મારફત રવિવારની મોડી રાતે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આ માછીમારોનું સ્વાગત કરી વતનમાં આવકારવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગુજરાતના ૧૮૧ જેટલા માછીમારોની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ બાદ વધુ ૨૦૦ સાગરખેડુઓ આઝાદ થતા તેમના પરિવારોમાં આનંદની લાગણી છવાઇ છે.

મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૭૧ નો સમાવેશ થાય છે. તેમાં સૌથી વધુ ૧૨૯ માછીમારો ગિર સોમનાથ જિલ્લાના છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫ અને પોરબંદરના ૪ માછીમારોને પાકિસ્તાનના કરાંચીની જેલમાંથી મુક્તિ મળી છે. તેમની સાથે બિહારના ૩, દિવના ૧૫, મહારાષ્ટ્રના ૬ અને ઉત્તરપ્રદેશના ૫ માછીમારોને પણ વર્ષો બાદ વતનની રાહ જોવા મળી છે.

આ માછીમારોને વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા દળો અપહરણ કરી લેવામાં આવ્યા હતા. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ બંધુકની અણી ઉપર આ માછીમારોના અપહરણ કરીને પાકિસ્તાનની જેલની પૂરી દેવામાં આવ્યા હતા.

તેમને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા સાથે સતત સંકલન સાધ્યું હતું. કેન્દ્ર સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે આ માછીમારોને મુક્તિ મળી હતી.

આ માછીમારોને પાકિસ્તાનના તંત્રવાહકો દ્વારા અમૃતસર સ્થિત વાઘા બોર્ડર ખાતે લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં ભારતને સોંપવામાં આવ્યા હતા. માછીમારોની તબીબી તપાસણી કરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ માછીમારોને લેવા માટે રાજ્યનું મત્સ્ય ઉદ્યોગ ખાતું અને પોલીસની એક ટીમ પણ વાઘા બોર્ડર ખાતે ગઇ હતી. આ ટીમની સાથે આ ૨૦૦ સાગરખેડુઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમને ખાનગી બસ મારફતે વતનમાં મોકલવામાં આવ્યા હતા.

વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે મત્સ્ય ઉદ્યોગ ખાતાના સમીર આરદેશણા સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા અને બાદમાં બસમાં બેસાડી ગિરસોમનાથ તરફ રવાના કર્યા હતા.

રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો

• છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ EVની સંખ્યા 1,18,086 સુધી પહોંચી
• સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ EV રજીસ્ટર થયા
• આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક

ગાંધીનગર: આજે ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેને આનુષંગિક સાધન-સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઇ-વ્હીકલ (EV)ની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ EVના રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,18,086 સુધી પહોંચી છે, જે અગાઉ માત્ર 7240 હતી.

છેલ્લા પાંચ મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ 31,561 ઈલેક્ટ્રીક વાહનો સુરતમાં નોંધાયા છે. તે પછી, અમદાવાદમાં 20,937, વડોદરામાં 7,648, રાજકોટમાં 6,678 અને જામનગરમાં 3,259 EV નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ 1,18,086 ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર, 4039 થ્રી વ્હીલર્સ અને 5646 ફોર વ્હીલર્સ છે અને બાકીના 2006 અન્ય કેટેગરીમાં આવતા ઈલેક્ટ્રીક વાહનો છે.

રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઝડપથી EV ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. હાલ રાજ્યમાં કુલ 152 ચાર્જિંગ સ્ટેશન છે. આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં છે. સરકાર દ્વારા રાજ્યના દરેક વિસ્તારમાં સમાન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને ચાર્જિંગ સ્ટેશન સાઈટ પસંદગીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે BISAG-N સાથે મળીને ઝોન/હોટસ્પોટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 91, મ્યુનિસિપાલિટી અંતર્ગત આવતા વિસ્તારોમાં 48, રાજ્ય ધોરીમાર્ગો/રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 96 હોટસ્પોટ અને પ્રવાસન સ્થળો પર 15 હોટસ્પોટની પસંદગી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર લોકોને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અંગે ખૂબ જ જાગૃત કરી રહી છે. વર્ષ 2021માં લાગુ કરવામાં આવેલ આ પોલિસી અંતર્ગત ટુ-વ્હીલર પર મહત્તમ રૂ.20,000, થ્રી-વ્હીલર પર મહત્તમ રૂ.50,000 અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પર મહત્તમ રૂ.1,50,000ની સબસીડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.133.83 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે, જે અંતર્ગત કુલ બે લાખ ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવશે.

ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી એ ગુજરાતની નીતિ અને ગ્રીન ગ્રોથ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગ્રીન ગ્રોથ દેશમાં હરિયાળી ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તન સાથે જોડાયેલ છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરીને ગ્રીન ગ્રોથ ચલાવવામાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઈલેક્ટ્રીક વ્હિકલ આબોહવા પરિવર્તન સામે લડવામાં અને પ્રદુષણમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. વધુમાં, Evsના કારણે રોજગાર સર્જન પણ થાય છે. ગુજરાત અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને પરિવહન ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરી ટકાઉ ભવિષ્યમાં ફાળો આપી રહ્યુ છે.

પેટીએમે મર્ચન્ટ ગ્રોથ 35 ટકા વધીને રૂ. 2.65 લાખ કરોડ નોંધાવ્યો

નવી દિલ્હીઃ મે, 2023માં પૂરા થતા બે મહિનાના સમયગાળામાં દેશની અગ્રણી પેમેન્ટ્સ અને નાણાકીય સર્વિસિસ કંપની પેટીએમે સોમવારે બિઝનેસ ઓપરેટિંગ અને કામગીરીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પેટીએમ એપ પર નોંધપાત્ર ગ્રાહકોનો વધારો થયો હતો, જેમાં જેમાં કંપનીએ કન્ઝ્યુમર આધારિત નોંધપાત્ર ગ્રોથ નોંધાવ્યો હતો.  

મે, 2023એ પૂરા થતા બે મહિનામાં કંપનીએ કન્ઝ્યુમર આધારિત સરેરાશ મન્થલી ટ્રાન્ઝેક્શન યુઝર્સ (MTU) 9.2 કરોડનો ગ્રોથ દર્શાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 24 ટકા જેટલો છે. આ સાથે ઓફલાઇન પેમેન્ટ્સમાં પણ તેની અગ્રેસરતા જાળવી રાખતાં QR પાયોનિયરે કહ્યું હતું કે કંપનીએ 75 લાખ ડિવાઇસ સાથે નવો લક્ષ્ય હાંસલ કર્યો છે, જેમાં મે મહિનામાં ચાર ડિવાઇસ (ગ્રાહકોનો)નો ઉમેરો થયો હતો. કંપનીએ કહ્યું હતું કે છેલ્લા થોડા ત્રિમાસિક ગાળામાં ચુકવણીના વોલ્યુમમાં સતત વધારો થયો છે., જે થકી નફાશક્તિમાં વધારો થયો છે. કંપનીના મર્ચન્ટ પેમેન્ટ વોલ્યમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

મે, 2023એ પૂરા થતા બે મહિનામાં મર્ચન્ટ પેમેન્ટના પ્લેટફોર્મના માધ્યમથી કુલ મર્ચન્ટ મર્ચન્ડાઇઝ વેલ્યુ (GMV) રૂ. 2.65 લાખ કરોડ 32.1 અબજ ડોલર) છે, જે વાર્ષિક ગ્રોથ 35 ટકા દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-24ના પહેલા બે મહિનામાં કંપની દ્વારા કુલ લોન વિતરણ રૂ. 9618 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે સમાનગાળામાં આપવામાં આવેલા લોન રૂ. 3576ના વિતરણની તુલનાએ 169 ટકા વધુ છે, એમ કંપનીની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સે નિયામકીય યાદીમાં માહિતી આપી હતી.

 

 

 

 

 

કોરાનાના 173 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 173 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,91,756 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,882 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,56,681 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 322 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3193એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 40,594 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.08 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,13,251 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 111 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ચોમાસું વિલંબમાં પડ્યું; મેઘરાજાની પધરામણીની હજી રાહ જોવી પડશે

મુંબઈઃ દેશમાં પૂર્વ તરફના મોસમી વરસાદનું આગમન ઢીલમાં પડ્યું છે. હજી સુધી કેરળ રાજ્યમાં ચોમાસું બેઠું નથી. ત્યાં ચોમાસાના વરસાદનું આગમન હજી ચાર-પાંચ દિવસ મોડું થશે, એવી જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી છે.

અગાઉ ભારતીય વેધશાળાની આગાહી હતી કે કેરળમાં 4 જૂને ચોમાસું બેસી જશે. પરંતુ એમ થયું નથી. ચોમાસું લંબાઈ ગયું છે. ત્યાં હજી ચારેક દિવસ સુધી વરસાદ શરૂ થવાની શક્યતા નથી. આને કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આ વખતે નૈઋત્ય ખૂણેથી મેઘરાજાનું આગમન લંબાશે.

વાઘા-અટારી સરહદ પર BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

અમૃતસરઃ કેફી પદાર્થો લાવતા એક ડ્રોનને સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સતર્ક જવાનોએ વાઘા-અટારી સરહદ પર તોડી પાડ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની ધરતી પરથી મોકલવામાં આવેલા તે ડ્રોને ભારતીય હવાઈ સીમાનો ભંગ કર્યો હતો. અમૃતસરમાં ચાંપતી નજર રાખનાર બીએસએફના જવાનોએ એને આગળ વધતું અટકાવ્યું હતું અને તોડી પાડ્યું હતું.

તોડી પડાયેલા ડ્રોનમાંથી આશરે 3 કિલો 200 ગ્રામ વજનનાં માદક પદાર્થો ભરેલું એક પેકેટ મળી આવ્યું હતું.

સુવિચાર – ૦૫ જૂન, ૨૦૨૩