Home Blog Page 2653

હવામાન વિભાગ દ્વારા આજે ફરી વરસાદને લઈને આગાહી

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ગઈ કાલે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદમની શક્યતા રહેલી છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જેથી હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આજની વાત કરવામા આવે તો હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..

આ વિસ્તારોમા અતિભારે વરસાદ ખાબકશે

હવમાન વિભાગે્ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્તા વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે.મધ્ય ગુજરાતની વાત કરવામા આવે તોઅમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે.

આજથી વરસાદની જોર ઘટશે

વરસાદની આગાહીની સાથે સાથે હવામાન વિભાગે આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. IMD ના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતનું રીંછ “સ્લોથ બીઅર”

ગુજરાત સસ્તન, જળચર, ખેચર, ભૂચર, સરિસૃપ જેવા વિવિધ વન્યપ્રાણીઓથી સધ્ધર વિસ્તાર છે. એમાંનું એક સસ્તન વન્યપ્રાણી રીંછ છે.

ભારતમાં મુખ્યત્વે રીંછની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી પ્રજાતી છે “સ્લોથ બીઅર”

ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ રીંછને વધુ અનુકુળ હોવાથી ત્યાં એમની વસ્તી વધુ છે.

રીંછ એક નિશાચર પ્રાણી છે અને તે સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. ખોરાકમાં ફળ, ફૂલ, કંદમૂળ અને વિવિધ જાતોનાં કીટકો ખાવાનું પસંદ કરે છે. રીંછનો પ્રિય ખોરાક ઉધઈ છે. રીંછ પોતાના ચોક્કસ સ્થળે જ પાણી પીવા માટે જાય છે

બોરડી, મહુડા, આંબો, જાંબુ જેવા વૃક્ષો પાસે રીંછ વધારે જોવા મળે છે. રીંછનું આયુષ્ય અંદાજે 35થી 40 વર્ષનું હોય છે.

સ્લોથ રીંછ વસંત અને ઉનાળાની શરૂઆતમાં પ્રજનન કરે છે અને શિયાળાની શરૂઆતમાં બચ્ચાને જન્મ આપે છે. બે થી ત્રણ વર્ષે બે બચ્ચાને જન્મ આપે છે.

સ્લોથ રીંછ ફ્રેન્ડલી હોય છે પરંતુ મનુષ્ય દ્ધારા અતિક્રમણ કરવામાં આવે તો તેઓ ક્યારેક હુમલો પણ કરે છે.

ગુજરાતમાં બાલારામ-અંબાજી વન્યપ્રાણી અભ્યારણ, જેસોર અભ્યારણ, જાંબુઘોડા વન્યપ્રાણી અભ્યારણ, રતન મહાલ અભ્યારણ અને શૂલપાણેશ્વર અભ્યારણ જેવી જગ્યાઓ પર રીંછ જોવા મળે છે.

અંબાજીમાં મેઈન્ટેનન્સની કામગીરીને લઈને 4 દિવસ રોપ-વે સુવિધા રહેશે બંધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે.અંબાજીમાં માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ યાત્રાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે.ગબ્બર પર્વત પર માઇભક્તો માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપવેની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે.જેના કારણે રોપ વેમાં યાત્રિકોનો મોટી સંખ્યામા ધસારો રહેતો હોય છે.જેથી રોપ વેના મેન્ટેનન્સ અને રખ રખાવની કામગીરી માટે રોપ વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે.જેથી આવનાર 4 દિવસ સુધી રોપ વેની મેન્ટેનન્સની કામગીરીને લઈ ઉષા બ્રેકો દ્વારા રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે બંધ
પ્રાપ્ત વિગતો અનુસાર,અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય ઉષા બ્રેકર્સ દ્વારા લેવામાં આવ્યો છે. રોપ-વેની મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. આ દરમિયાન દર્શનથીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકશે છે.મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 6 ઓગસ્ટથી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. 6 ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે. આ દરમિયાન દર્શનથીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકશે છે.મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 6 ઓગસ્ટથી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.આ સમય દરમિયાન યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી શકશે.

અગાઉ પણ બંધ કરાઈ હતી રોપ-વે સેવા
મહત્વનું છે કે,આ વર્ષે જ મેઈન્ટેનન્સની કામગીરીને લઈને તારીખ 9 જાન્યુઆરી 2023થી લઇને 13 જાન્યુઆરી 2023 સુધી રોપ-વે સુવિધા બંધ કરાઈ હતી. જે બાદ 14મી જાન્યુઆરીથી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી.

સેમીકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સ યોજાઈ, થયા મહત્વના MOU

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમીકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે.ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું નેશનલ હબ બનાવવા સાથે સેમીકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઉભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન GSEMને ગાઈડન્સ એન્ડ સપોર્ટ પૂરાં પાડશે. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે.આ MOU સાઈનિંગ વેળાએ મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા તેમજ IESA તરફથી વાઈસ પ્રેસિડેન્ટ કર્નલ અનુરાગ અવસ્થી, એડવાઈઝર વિવેક ત્યાગી અને એક્ઝીક્યુટિવ કમિટિ મેમ્બર અશોક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

 

રાજ્ય સરકાર વતી આ MOU પર GSEMના મિશન ડિરેક્ટર કરી વિદેહ ખરેએ તથા IESA વતી પ્રેસિડેન્ટ કે. ક્રિષ્નામૂર્થિએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર બનવામાં આ MOU ઉપયુક્ત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે IESA ભારતના સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્ત્વના સેમિનાર, કોન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે.

 

મોહરમના જુલૂસમાં વીજ કરંટ લાગવાથી છનાં મોત

બોકારોઃ ઝારખંડના બોકારોમાં શનિવારે મોહર્રમના જુલૂસને અકસ્માત થયો હતો. મોહરમ જુલૂસ દરમિયાન તાજિયા હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી ગયા હતા, જેને કારણે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે નવ લોકોની હાલત ગંભીર છે. આ જુલૂસમાં હાજર તાજિયા 11,000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા. બીજી બાજુ  ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે, જેમાં બેનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.

બોકારોના પોલીસ કમિશનર પ્રિયદર્શી આલોકે જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 80 કિમી દૂર પેટરવાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેતકો ગામમાં બની હતી. જ્યારે લોખંડનો બનેલો ધાર્મિક ધ્વજ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટના મોહરમના જુલૂસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બની હતી.  તેમની પાસે ધાર્મિક ધ્વજ હતો અને તેનો ધ્રુવ લોખંડનો બનેલો હતો. તે કોઈક રીતે 11,000-વોલ્ટની હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, તમામ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી આઠને બોકારો જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ચારનાં મોત થયાં હતાં.

ધોરાજીમાં પણ  તાજિયા જુલૂસમાં દુર્ઘટના

રાજકોટના ધોરાજીમાં તાજિયા ઉપાડતી વખતે 15 લોકોને કરંટ લાગ્યો છે. જેમાં ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે.

ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે. PGVCL ની વીજ લાઇનમાં તાજિયા અડી જતાં આ ઘટના બની હતી. 15 જેટલા લોકોને આ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

ગુજરાતનું રીંછ “સ્લોથ બીઅર”

ગુજરાત સસ્તન, જળચર, ખેચર, ભૂચર, સરિસૃપ જેવા વિવિધ વન્યપ્રાણીઓથી સધ્ધર વિસ્તાર છે. એમાંનું એક સસ્તન વન્યપ્રાણી રીંછ છે. ભારતમાં મુખ્યત્વે રીંછની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી પ્રજાતી છે “સ્લોથ બીઅર”

તાજેતરમાં જ વન વિભાગ દ્ધારા રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઈ છે. ત્યારે રીંછ વિશે જાણવું રસપ્રદ છે.

રીંછનો પ્રિય ખોરાક

રીંછ એક નિશાચર પ્રાણી છે અને તે સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. વનવિભાગના જણાવ્યા પ્રમાણે રીંછ આખી રાત ખોરાક માટે ફરે છે. ખાસ કરીને ખોરાકમાં ફળ, ફૂલ, કંદમૂળ અને વિવિધ જાતોનાં કીટકો ખાવાનું પસંદ કરે છે. રીંછના પ્રિય ખોરાક વિશે વાત કરીએ તો તે ઉધઈ છે. મોટાભાગે દિવસ દરમિયાન પોતાના રહેઠાણમાં રહે છે અને સાંજના સમયે બહાર નિકળે છે. રીંછ પોતાના ચોક્કસ સ્થળે જ પાણી પીવા માટે જાય છે.

આ સ્થળે રીંછ જોવા મળે

રાત્રી દરમિયાન જે વિસ્તારમાં વનસ્પતિ અને વધુ ફળ હોય ત્યાં રીંછ જોવા મળે છે. ખાસ કરીને બોરડી, મહુડા, આંબો, જાંબુ જેવા વૃક્ષો પાસે રીંછ વધારે જોવા મળે છે. રીંછનું આયુષ્ય અંદાજે 35થી 40 વર્ષનું હોય છે. જ્યારે તેના પ્રજનનકાળની વાત કરીએ તો સ્લોથ રીંછ વસંત અને ઉનાળાની શરૂઆતમાં પ્રજનન કરે છે અને શિયાળાની શરૂઆતમાં બચ્ચાને જન્મ આપે છે. રિંછ  બે થી ત્રણ વર્ષે બે બચ્ચાને જન્મ આપે છે. આમ તો સ્લોથ રીંછ ફ્રેન્ડલી હોય છે પરંતુ મનુષ્ય દ્ધારા અતિક્રમણ કરવામાં આવે તો તેઓ ક્યારેક હુમલો પણ કરે છે.

રીંછના નિવાસ-સ્થાન

ગુજરાતમાં જુદી-જુદી જગ્યા પર રીંછનું નિવાસ સ્થાન છે. જેમાં જાણીતા સ્થળની વાત કરીએ તો બાલારામ-અંબાજી વન્યપ્રાણી અભ્યારણ, જેસોર અભ્યારણ, જાંબુઘોડા વન્યપ્રાણી અભ્યારણ, રતન મહાલ અભ્યારણ અને શૂલપાણેશ્વર અભ્યારણ જેવી જગ્યાઓ પર જોવા મળે છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં વધુ છે રીંછ

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લામાં રીંછની વિશેષ ઉપસ્થિતિ જોવા મળે છે. એમાં પણ સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ રીંછને વધુ અનુકુળ હોવાથી ત્યાં એમની વસ્તી વધુ છે.

પાંચ વર્ષે થાય છે વસ્તી ગણતરી

વન વિભાગ દ્ધારા દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2016માં રીંછની રાજ્યવ્યાપી વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછ છે. છેલ્લી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો છે. રાજયમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 146 રીંછ જોવા મળ્યા છે. જ્યારે દાહોદ જિલ્લામાં 101, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30, મહેસાણામાં 9, પંચમહાલમાં 6 અને નર્મદા જિલ્લામાં 5 રીંછની વસ્તી નોંધાઈ છે.

મણિપુર પહોંચ્યા INDIAના સાંસદઃ હિંસા પીડિતોથી કરશે મુલાકાત

ઇમ્ફાલઃ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુસિવ એલાયન્સ (INDIA) ના ઘટક પક્ષોના 21 સાંસદો હિંસા પ્રભાવિત મણિપુરની બે દિવસીય યાત્રાએ પહોંચ્યા હતા. આ સાંસદ જાતીય હિંસાથી અસરગ્રસ્ત રાજ્યમાં વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરશે. આ પ્રતિનિધિ મંડળ સમીક્ષાને અનુસરા મણિપુરની સમસ્યાઓના સમાધાન માટે સરકાર અને સંસદને સૂચનો કરશે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ નાસિર હુસૈને કહ્યું હતું કે 16 પક્ષોના સાંસદ રાજ્યના હિંસા પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેશે અને પહાડી વિસ્તારોમાં લોકોને મળશે.

નાસિર હુસેન મુજબ સાંસદની સ્થિતિની સમીક્ષા કરવા માટે બંને જગ્યાએ બે રાહત શિબિરોની પણ મુલાકાત લેશે. તેમણે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ મણિપુરના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે સાથે પણ રવિવારે મુલાકાત કરશે.

આ પ્રતિનિધિ મંડળમાં વિવિધ પક્ષોના સાંસદ સામેલ છે. વિપક્ષના ડેલિગેશનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ટીમ-A અને  B. ટીમ Aમાં 10 સભ્યો છે, જ્યારે ટીમ B માં 11 સભ્યો છે.

વિપક્ષના સભ્યો જે વિસ્તારોમાં જશએ, એમાં ચુરાચાંદપુર, ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમમાં રાહત શિબિર, મોઇરાંગ રાહત શિબિર સામેલ છે. સાસદ આ મુલાકાત વખથે એક રિપોર્ટ તૈયાર કરશે અને પછી સંસદમાં એના પર ચર્ચાની માગ કરશે.

તૃણમૂલ કોંગ્રેસના નેતા દેવે કહ્યું હતું કે વિપક્ષી પ્રતિનિધિ મડળ એ સંદેશ આપવા ઇચ્છે છ કે અમે મણિપુરના લોકોની સાથે છે. તેમણે કહ્યું હતું કે અમે ચિંતિત છીએ. અમે ઇચ્છીએ છીએ કે મણિપુરમાં ફરીથી શાંતિ સ્થપાય.

 

 

 

 

 

 

સેવ-કાંદાનું શાક

વરસાદના આ દિવસોમાં જ્યારે ટમેટાં કે શાકભાજી મળી નથી રહ્યાં તો શાક માટે હજુ એક વેરાયટી છે સેવ-કાંદાનું શાક! જે ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે! સેવ કાં તો ઘરે બનાવી શકાય છે અથવા ફરસાણની દુકાનેથી પણ મળી રહે છે.

સામગ્રીઃ

  • કાંદા 4
  • ચણાના લોટની સેવ 100 ગ્રામ
  • વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • હીંગ ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાંજીરુ ½ ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ કાંદાને ઝીણાં સમારી લો. કઢાઈમાં તેલ ગરમ કરીને રાઈ તતડાવો. હીંગ ભભરાવીને કાંદા નાખીને સાંતળો. કાંદા નરમ થઈ જાય એટલે તેમાં સૂકો મસાલો તેમજ આદુ-મરચાંની પેસ્ટ નાખીને 2 મિનિટ સાંતળો. મીઠું પ્રમાણમાં ઓછું નાખવું. કારણ કે, સેવમાં મીઠું હોય જ છે. હવે તેમાં 2 ટે.સ્પૂન જેટલું પાણી મેળવી દો, જેથી સેવ નાખ્યા બાદ સાવ સૂકું ના લાગે. ઢાંકીને 2 મિનિટ થયા બાદ તેમાં સેવ ભભરાવીને મિક્સ કરો અને 1 મિનિટ બાદ ગેસ બંધ કરીને શાક ઉતારી લો. ઉપર કોથમીર ભભરાવી દો.

આ શાક પણ તૈયાર થયા બાદ ગરમ ખાવામાં સારું લાગે છે. એટલું થઈ શકે કે, કાંદા અને મસાલો સાંતળીને રાખી મૂકો અને જમવાના સમયે ફરીથી ગેસ પર ગરમ કરી લીધા બાદ તેમાં સેવ ઉમેરીને ગરમાગરમ શાક જમવામાં પીરસો.

આગામી T20 વર્લ્ડ કપ અમેરિકામાં રમાશેઃ 20 ટીમો ભાગ લેશે

નવી દિલ્હીઃ વર્ષ 2024માં વેસ્ટ અને અમેરિકાની યજમાનીમાં રમાનારા T20 વર્લ્ડ કપની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ  4થી 30 જૂનમાં આયોજિત કરવામાં આવશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનાં 10 શહેરોમાં 27 દિવસ સુધી 20 ટીમો વચ્ચે 55 મેચ રમાશે. 147 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકા ICCની કોઈ વૈશ્વિક ઈવેન્ટનું આયોજન કરશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકાના શોર્ટલિસ્ટ કરાયેલાં ચાર શહેરોનું નિરીક્ષણ કર્યું છે, જેમાંથી ત્રણને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો નથી. આગામી કેટલાક મહિનામાં તમામ સ્થળોને આખરી ઓપ આપવામાં આવશે.

હાલમાં ચાર US શહેરો- ફ્લોરિડા, મોરિસવિલે, ડલ્લાસ અને ન્યુ યોર્ક શોર્ટલિસ્ટ છે. તેમાંથી માત્ર ફ્લોરિડાના લોડરહિલ સ્ટેડિયમને જ આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. અહીં ઓગસ્ટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે T20 મેચ પણ રમાશે. બાકીનાં ત્રણ શહેરોને હજુ આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાનો બાકી છે. ICCની ગાઇડલાઇન મુજબ વર્લ્ડ કપની યજમાની માટે ઇન્ટરનેશનલ સ્ટેટસ મેળવવું જરૂરી છે.

વર્ષ 2024 T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. છેલ્લા T20 વર્લ્ડ કપમાં ટોપ-8 ક્રમાંકિત ટીમો, જેમાં હોમ ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે, તે પહેલાથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે. T20I રેન્કિંગના આધારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્વોલિફાય થયા છે. તે જ સપ્તાહમાં, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યુ ગિની (PNG) એ પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો.

5-5 ટીમોના 4 ગ્રુપ

20 ટીમોને પાંચ ટીમોના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં 40 મેચ રમાશે. તમામ ગ્રુપની ટોપ 2-2 ટીમો સુપર-8 સ્ટેજમાં પહોંચશે, આ સ્ટેજમાં 12 મેચ રમાશે. સુપર-8ની ટોચની 2-2 ટીમો પણ સેમિફાઇનલમાં ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 30 જૂન 2024ના રોજ સેમીફાઈનલની વિજેતા ટીમો વચ્ચે રમાશે. ટુર્નામેન્ટમાં 27 દિવસમાં કુલ 55 મેચો રમાશે, જેમાં બે સેમી ફાઈનલ, એક ફાઈનલ અને 52 ગ્રુપ સ્ટેજ મેચો સામેલ છે.

 

 

 

 

 

રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે પિન્ક સિટી ‘જળ’પુર બન્યું

જયપુરઃ રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પિન્ક સિટી જયપુર ફરી ડૂબી ગયું છે. શહેરમાં ચોતરફ પાણી જ પાણી છે. રસ્તાઓ દરિયો બની ચૂક્યા છે. વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. શહેરમાં જળભરાવાને કારણે મોટા ભાગની દુકાનો બંધ છે. શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક-જેમ લાગ્યા છે. પાણીમાં ડૂબેલી ગાડીઓ બંધ પડી છે. જયપુરમાં સતત વરસાદને કારણે જળપુર બની ગયું છે. શહેરમાં પૂર જેવી સ્થિતિ છે. ઠેકઠેકાણે ઘટના-દુર્ઘનાના સમાચાર આવી રહ્યો છે. સ્થિતિને જોતાં SDRFએ હેલ્પ નંબર જારી કર્યા છે.

જયપુરમાં ગઈ કાલે બપોર પછી પડી રહેલા વરસાને પગલે શહેરના નાના રસ્તાઓ જ નહી, પણ મુખ્ય રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે. ચારે બાજુ ભરાયેલા વરસાદી પાણીને કારણે મોટા ભાગનાં બજારો બંધ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે પહેલી ઓગસ્ટથી રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર શરૂ થશે, જે 10 ઓગસ્ટ સુધી જારી રહેશે. છેલ્લા 24 કલાકમાં જયપુરમાં 158 એમએમ (છ ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદ જારી છે. જયપુરના ડિરેક્ટર આર. એસ શર્માએ જણાવ્યું હતું કે જયપુરમાં સતત વરસાદ જારી છે અને અત્યાર સુધીમાં છથી સાત ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે.

હવામાન વિભાગ અનુસાર જોધપુર, ઉદેપુર, જયપુર અને અજમેરમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે.