હવામાન વિભાગ દ્વારા આજે ફરી વરસાદને લઈને આગાહી

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ગઈ કાલે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદમની શક્યતા રહેલી છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જેથી હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આજની વાત કરવામા આવે તો હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..

આ વિસ્તારોમા અતિભારે વરસાદ ખાબકશે

હવમાન વિભાગે્ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્તા વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે.મધ્ય ગુજરાતની વાત કરવામા આવે તોઅમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે.

આજથી વરસાદની જોર ઘટશે

વરસાદની આગાહીની સાથે સાથે હવામાન વિભાગે આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. IMD ના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.