Home Blog Page 2557

કોરાનાના 61 નવા કેસો, એકનું પણ મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 61 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,117 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,0323 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,64,751 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 963 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 492એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 30,588 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,67,978 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 126 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

લોકમેળાઓમાં ધબકે છે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશનું લોકજીવન

લોકમેળાની મજા માણવા ઉમટતો લાખોનો માનવ મહેરામણ સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનું પ્રતિબિંબ

*****

રાજકોટ, ઇશ્વરિયા, ઘેલા સોમનાથ, ભવનાથ, પરબવાવડી, તરણેતર, પીંડારા, ભૂચરમોરી, ઇન્દ્રેશ્વર, ઢેબરિયો,  રવેચી, માધવપુર ઘેડના જગમશહૂર મેળાઓ

*****

તરણેતરનો મેળો જીવનસાથીની પસંદગી અને ગ્રામીણ ઓલિમ્પિકસ, પીંડારાનો મેળો મલ્લ કુસ્તી, માધવપુરનો આંતરરાષ્ટ્રીય મેળો કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, ભવનાથ મેળો દિગંબર બાવાઓ માટે પ્રખ્યાત

*****

મેળાઓમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાવાતા તંબુઓ, રાવટીઓ, ભુંગા, ઝૂંપડીઓ


સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટાભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા પિછાણી શકાય છે. લોકમેળાના આયોજન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો અગત્યના છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક પ્રખ્યાત મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે. આવા જ કેટલાક જાણીતા લોકમેળાઓની જાણકારી અત્રે પ્રસ્તુત છે…

રાજકોટમાં ૧૯૮૩થી શાસ્ત્રી મેદાનમાં અને હવે રેસકોર્ષ મેદાનમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા શ્રાવણ માસમાં પાંચ દિવસનો લોકમેળો યોજાય છે, જેમાં રાઇડ્સ (ફજર ફાળકા), ખાણીપીણીના નાના-મોટા ધંધાર્થીઓને રોજગારી મળી રહે છે. આ લોકમેળાની આવક લોક-કલ્યાણના કામો માટે વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ લોકમેળો માણવા ઉમટી પડે છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તો રાજકોટથી ૧૦ કિ.મી. દૂર માધાપર પાસે ઇશ્વરિયા મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસમાં મેળો ભરાય છે. આ મંદિર પ્રકૃતિ અને ધર્મનું અનેરા સંગમ સમું છે. રાજકોટથી ૬૦ કિ.મી. દૂર જડેશ્વર મહાદેવ અને ૭૬ કિ.મી. દૂર ઘેલા સોમનાથ મંદિરે પણ શ્રાવણી મેળાની મજા લૂંટવા ઉત્સવપ્રેમી નાગરિકો ઉમટી પડે છે.

ગરવા  ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરે દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢની આગવી ઓળખ સમો છે. ભજન-ભોજન-ભક્તિ સાથે મહાશિવરાત્રિની રાત્રે નીકળતી દિગંબર સાધુઓની રવેડીના દર્શનાર્થે લોકોના ટોળાં ઉમટી પડે છે. લોકવાયકા મુજબ આ રવેડીમાં ખુદ ભગવાન ભોળાનાથ પધારે છે. દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં લોકો શિવરાત્રિનો લોકમેળો માણવા આવતાં હોય છે. દર વર્ષે કાર્તિક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની ૧૬ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનું આયોજન થાય છે. જેમાં શ્રધ્ધાળુઓ હોંશભેર જોડાય છે. જૂનાગઢથી ૪૦ કિ.મી. દૂર આવેલ ભેંસાણ તાલુકાના પરબધામ (પરબવાવડી)માં રકતપિત્તના દર્દીઓની સેવા કરી ચૂકેલા સંતશ્રી દેવીદાસનું સમાધિસ્થાન છે. દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે લોકમેળો ભરાય છે.

સુરેન્દ્રનગરથી ૯૫ કિ.મી. દૂર આવેલા પાંચાળ પંથકમાં તરણેતર ગામ નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મંદિર લોકોની આસ્થાનું સ્થાનક છે. દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ રચાયો હતો. અર્જૂને પોતાની બાણ વિદ્યાની કુશળતાનો પરિચય આ સ્થળે જ આપ્યો હતો અને દ્રૌપદીને મેળવી હતી. અહીંના કુંડમાં બ્રહ્માજીએ ભગવાન મહાદેવની ઉપાસના કરી હતી. તરણેતરના મેળામાં સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકજીવન ધબકતું જણાઇ આવે છે. રંગબેરંગી પરંપરાગત પોશાકો પહેરીને મેળો મહાલતા યુવાનોને જોવો એક લ્હાવો છે. આ મેળો આદિવાસી યુવતીઓ માટે ‘મનનો માણિગર’ને યુવકોને ‘મનગમતી માનુની’ મેળવી લેવાનો અવસર પૂરો પાડે છે. હાલના બદલાયેલા સંજોગોમાં ગુજરાત સરકારે આ મેળાઓની અગત્ય સ્વીકારી છે, જેના ભાગરૂપે જગમશહુર મેળામાં કામચલાઉ નિવાસ રૂપે તંબુઓ, રાવટીઓ તથા માટી-છાણની બનાવેલી ઝૂંપડીઓ તૈયાર કરાવે છે. જેમાં જરૂરી સગવડો પણ હોય છે. ગ્રામીણ ઓલિમ્પિકસ આ પણ મેળામાં યોજાય છે.

જામનગરના ઇતિહાસમાં લડાયેલા યુદ્ધોમાં ભૂચરમોરીનું યુદ્ધ વિશેષ મહત્વ ધરાવે છે. આ યુદ્ધ કોઇ સત્તાલાલસા માટે નહીં પરંતુ શરણાગત ધર્મની રક્ષા માટે લડાયું હતું. હાલારના કુંવર સહિત અનેક શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જામનગરથી ૩૮ કિ.મી. દૂર ધ્રોલ પાસે શ્રાવણ વદ તેરસ, ચૌદશ અને અમાસના દિવસે આ મેળો ભરાય છે. જામનગરથી ૩૬ કિ.મી. દૂર આવેલા કાલાવડ પાસે નવા રણુજા ગામે હિન્દવા પીર ગણાતા રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં પણ મોટો લોકમેળો ભરાય છે.

દ્વારકા પાસેના શિવરાજપુરમાં તથા કલ્યાણપુર તાલુકાના પીંડારા કે જ્યાં પાંડવોએ ૧૦૮ પિંડ તરાવ્યા હતા. આ બંને સ્થળોએ મલ્લ કુસ્તી મેળા યોજાય છે. ભાણવડ પાસેના ઇન્દ્રેશ્વર મંદિર કે જે ત્રણ નદીનું સંગમ સ્થળ છે ત્યાં શ્રાવણી અમાસ પર ત્રણ દિવસનો મેળો ભરાય છે.

પોરબંદરથી ૬૦ કિ.મી. દૂર માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી મેળો ભરાય છે. આ મેળો ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણિના લગ્ન નિમિત્તે યોજાય છે, જેમાં અશ્વ દોડ, ઊંટ દોડ વગેરે સ્પર્ધા યોજાય છે. રાજ્ય સરકાર વર્ષ-૨૦૨૨થી આ મેળાની આંતરરાષ્ટ્રીય લોકમેળા તરીકે ઉજવણી કરી રહી છે. પોરબંદરથી ૨૭ કિ.મી.ના અંતરે આવેલા વિસાવડા ગામે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાથી દ્વારકા જતી વખતે અહીં વિસામો લીધો હતો. એની સ્મૃતિરૂપે મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની પાદુકા છે. પોરબંદર જિલ્લાના કુછડી ખાતે આવેલ ખીમેશ્વર શિવ મંદિરમાં શ્રાવણ માસમાં દર સોમવારે મેળો ભરાય છે. કહેવાય છે કે અહીં પાંડવોએ નિવાસ કર્યો હતો.

પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર ફાગણ સુદ પૂનમનો ઢેબરિયો મેળો છ ગાઉ યાત્રા પ્રસંગે ભરાય છે. તો ભાવનગર જિલ્લાના તળાજાથી ૨૨ કિ.મી. દૂર સાગર તટે આવેલા ગોપનાથ મંદિરે ગુજરાતના આદિ કવિ ભકત નરસિંહ મહેતાને પિનાકપાણી શંકરનો સાક્ષાત્કાર થયો હતો ત્યાં શ્રાવણી મેળો ભરાય છે.

રણોત્સવની જેમ કચ્છ તેના મેળાઓ માટે પણ જાણીતું છે. જેમાં હાજીપીરનો મેળો, વાગડ રવેચીનો મેળો, ગરીબદાસજીનો મેળો જાણીતા છે. આ સિવાય વરૂણદાદા, માયભીભી, દતાત્રેયજી, મેકરણ દાદા, અબડા, રૂકનશાપીર, મતિયાપીર, શીતળા માતા, મામાઇ દેવ, જોગણી માયના મેળા પણ માણવા જેવા હોય છે. કોમી એકતાના પ્રતિક સમા હાજીપીરનો મેળો ચૈત્ર માસના પ્રથમ સોમવારે દર વર્ષે ઉજવાય છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ભાદરવા સુદ આઠમે ભુજથી ૧૭૫ કિ.મી. દૂર આવેલ રવેચી માતાજીના મંદિરે મોટો મેળો ભરાય છે, જેમાં ગ્રામજનો પોતાના વાહનો – પશુઓને શણગારીને, રંગબેરંગી ભરતકામ, આભલાકામના વસ્ત્રો પહેરી મેળાની મઝા લૂંટે છે. પાંડવોએ પોતાના વનવાસનું છેલ્લું વર્ષ અહીં વિતાવ્યું હતું. ભુજથી ૬૪ કિ.મી.ના અંતરે આવેલા ધીણોધર ડુંગર ઉપર દાદા ધોરમનાથે સોપારી પર ઉંધા માથે ૧૨ વર્ષ તપસ્યા કરી હતી. અહીં ફાગણ સુદ ચોથ-પાંચમના પ્રખ્યાત મેળો યોજાય છે.

(પારૂલ આડેસરા)

૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 02/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.કાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

નઠારા માણસો પાસેથી નાણાં કે બીજી કોઈ મદદ લેવાં નહીં

નૈહેતાર્થાન્ પ્રસઙ્ગેન ન વિરુદ્ધેન કર્મણા ।

ન વિદ્યમાનેષ્વર્થેષુ નાર્ત્યામપિ યતસ્તતઃ ।।15।।

“ગાવા-બજાવવાની વૃત્તિથી કે વિરુદ્ધ કર્મથી ધન પ્રાપ્ત કરવું નહીં. પોતાની પાસે ધન હોય કે ન હોય, તકલીફના સમયે જેવા-તેવા પાસે અર્થાત્ નીતિભ્રષ્ટો પાસેથી દ્રવ્ય ન લેવું.”

આજના યુગમાં ખાસ લાગુ પડનારી વાતની ચર્ચા મનુસ્મૃતિના ચોથા અધ્યાયના પંદરમા શ્લોકમાં થયેલી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકો પોતાના શોખના વિષયને આજીવિકાનું સાધન બનાવવા લાગ્યા છે.

મારાં ક્લાયન્ટ અંજલિ ભટ્ટે એક દિવસ મને કહ્યું કે તેને કૉર્પોરેટ કેરિયર છોડીને ગાયનને કારકિર્દી ઘડવાનો વિચાર છે. તેણે આ નિર્ણય વિશે મારો મત પણ માગ્યો. અંજલિ ખરેખર અદભુત ગાયિકા છે અને તેણે અનેક કાર્યક્રમો પણ કર્યા છે.

આવા પ્રકારની સલાહ તો અનેક યુવાનોએ મારી પાસે માગી છે. મનુની સલાહ આજકાલની ઈચ્છાથી સદંતર વિરુદ્ધ જાય છે. અંગત રીતે હું પણ મનુ જોડે સહમત છું. કોઈ શોખ હોવો એક વાત છે અને તેમાંથી કારકિર્દી ઘડવી એ જુદી વાત છે.

મારા ફોટોગ્રાફર મિત્ર નિશિતે મને આવો જ એક સવાલ પૂછ્યો હતો. મેં તેને સામેથી પૂછ્યું, તારી પાસે જીએસટી નંબર, ટૅન નંબર છે? એણે મારી સામે એવી રીતે જોયું જાણે હું એલિયન હોઉં. મને ખબર જ હતી કે તેની પ્રતિક્રિયા આવી જ હશે. મેં ફોડ પાડતાં કહ્યું, તું એક વખત કોઈ બિઝનેસ કે વ્યવસાય શરૂ કરીશ ત્યારે ફોટોગ્રાફીનાં અસાઇનમેન્ટ લેવા લાગીશ. જો તને કોઈ ટ્રાવેલ મૅગેઝિન પાસેથી કોન્ટ્રેક્ટ મળશે તો તને પૅમેન્ટ કરતી વખતે તેઓ તારો જીએસટી નંબર માગશે. શરૂઆતમાં તારું બિલિંગ ઓછી રકમનું હશે, પરંતુ બિઝનેસ વધે ત્યારે જીએસટી લાગુ પડ્યા વગર રહે નહીં. વળી, જો શૂટિંગ માટે ઉપકરણની ખરીદી કરવાની આવશે તો તે વખતે મોટા પૅમેન્ટ કરતા સમયે ટીડીએસ કાપવાની જરૂર પડે છે. એ ટીડીએસ કાપ્યા પછી સરકારમાં જમા કરાવવો પડે, આવક વેરા ખાતામાં રિટર્ન ફાઇલ કરવાં પડે અને બીજી બધી અનેક ઔપચારિકતાઓ કરવી પડે.

આપણે પોતાની હૉબીને વ્યવસાયમાં પરિવર્તિત કરીએ કે તરત જ આવક વેરો, જીએસટી, પ્રોફેશનલ ટેક્સ, વગેરે ઔપચારિકતાઓ શરૂ થઈ જાય. કામકાજ વિસ્તરવા લાગે ત્યારે વધુ લોકોને નોકરીએ રાખવા પડે, પગાર ચૂકવવો પડે, વગેરે. વળી, સમયસર ઇનવોઇસ બનાવવાં પડે અને પૅમેન્ટ મેળવવા માટે ફોલો-અપ કરવું પડે. આવા વખતે હૉબી એક હૉબીના સ્વરૂપે રહી શકતી નથી. આથી, શક્ય હોય ત્યાં સુધી હૉબીને કારકિર્દી બનાવવી જોઈએ નહીં. માનસિક તાણ હળવી કરવા માટે જ હૉબીનો ઉપયોગ કરવો.

ઉપરોક્ત શ્લોકમાં બીજો મુદ્દો એ છે કે જરૂર પડ્યે કોની પાસે કરજ કે મદદ માગવાં જોઈએ?

થોડાં વર્ષો પહેલાં મારા બિલ્ડિંગમાં કામ કરતી યુવા વયની એક નોકરાણીએ મને કહ્યું કે તેના પિતાને કૅન્સર થયું છે. મારી ઓળખાણમાં કોઈ સારા ડૉક્ટર હોય તો તેનું નામ તેણે પૂછ્યું. તેની સાથે વાત કરતાં કરતાં મને જાણવા મળ્યું કે તેના પરિવારે તેમની ઝૂપડપટ્ટીના શાહુકાર પાસે 40 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેના પર તેઓ 36 ટકાના દરે વ્યાજ ચૂકવતા હતા. માંદગીને લીધે તેના પિતાએ નોકરીએ જવાનું બંધ કરી દેવું પડ્યું હતું. તેની માતાએ પણ લોકોનાં ઘરનાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ સ્થિતિમાં તેમણે દીકરીને પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. છેલ્લે, અમારા આખા બિલ્ડિંગના લોકોએ ભેગા મળીને તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી.

અહીં “થઈ જશે” ફિલ્મની વાર્તા યાદ આવે છે. આ ફિલ્મના હીરોને ઘર ખરીદવા માટે પૈસાની જરૂર હોય છે. બિલ્ડિંગ લાઇનની પ્રથા પ્રમાણે વ્હાઇટના પૈસાની વ્યવસ્થા તો લૉનથી થઈ ગઈ હતી. બ્લેકના પૈસા માટે તેમણે સ્થાનિક ગુંડા પાસે જવાનું નક્કી કર્યું. એ ગુંડો ઉંચા વ્યાજે પૈસા આપતો. સદનસીબે, તેના પિતાને આ વાતની ખબર પડી અને તેમણે તેને ગુંડા પાસે જતાં રોક્યો.

મનુએ આવા સંજોગોને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે કે નઠારા માણસો પાસેથી નાણાં કે બીજી કોઈ મદદ લેવાં નહીં.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 02/09/2023

આઇસી15 ઇન્ડેક્સ 4 ટકા તૂટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. એની પાછળનું એક કારણ સ્પોટ બિટકોઇનના ઈટીએફ માટેની અરજીઓ સંબંધે નિર્ણય લેવામાં અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને કરેલો વિલંબ હોઈ શકે છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.01 ટકા (1,424 પોઇન્ટ) ઘટીને 34,055 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,479 ખૂલીને 35,921ની ઉપલી અને 33,651 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટ્રોન અને ચેઇનલિંક સિવાયના ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા. ચારથી છ ટકાની રેન્જમાં ઘટેલા પોલીગોન, લાઇટકોઇન, યુનિસ્વોપ અને પોલકાડોટ ટોચના ઘટેલા કોઇન હતા.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ ઓકેએક્સ ભારતીય માર્કેટમાં પ્રવેશીને વેબ3 એપ્લિકેશન્સ માટે સ્થાનિક કુશળ લોકો શોધવા માગે છે. ભારતમાં ઓકેએક્સના બે લાખ વોલેટ યુઝર્સ છે. બીજી બાજુ, જાણીતી ટેક્નોલોજી કંપની આઇબીએમે યુરોપિયન યુનિયનના સીબીડીસી – ડિજિટલ યુરોના સફળ ઉપયોગ માટે પાંચ ભલામણો કરી છે.

રૂ.2000ની 93% નોટ પાછી આવી ગઈ છેઃ આરબીઆઈ

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોનો મબલખ હિસ્સો બેન્કો પાસે પરત આવી ગયો છે.

દેશમાં આ સૌથી ઊંચા મૂલ્યવાળી નોટોને ચલણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવશે એવી ગઈ 19 મેએ જાહેરાત કરવામાં આવી હતી. એ મહિનાથી લઈને ગઈ 31 ઓગસ્ટ સુધીમાં રૂ.2000ની રૂ. 3.32 લાખ કરોડની કિંમતની નોટ્સ બેન્કો પાસે પાછી આવી ગઈ છે, જે કુલ 3.56 લાખ કરોડની નોટ્સનો 93 ટકા હિસ્સો દર્શાવે છે.

શાહીન અફરિદીની તોફાની બોલિંગ સામે ટકવું ટીમ ઈન્ડિયા માટે જરૂરી: મોહમ્મદ કૈફ

મુંબઈઃ કટ્ટર ક્રિકેટ હરીફ દેશો – ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે શ્રીલંકાના કેન્ડી શહેરના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ-2023માં ગ્રુપ-Aની મેચ રમાશે. બંને દેશના તેમજ અન્ય ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલો જોવા માટે આતુર છે. ભારતના ભૂતપૂર્વ બેટર મોહમ્મદ કૈફે ડિઝની+ હોટસ્ટાર સાથેની વાતચીતમાં મહત્ત્વની સલાહ આપી. એણે કહ્યું છે કે, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન અફરિદીની કાતિલ ફાસ્ટ અને સ્વિંગ બોલિંગ સામે ભારતના ટોપ ઓર્ડરના બેટર્સે ટકવું પડશે. ટીમ ઈન્ડિયાએ અફરિદીની શરૂઆતની ઓવરોનો હિંમત અને સાવચેતીપૂર્વક સામનો કરે એ જરૂરી રહેશે.

કૈફે વધુમાં કહ્યું છે કે, ખેલાડીઓ ગમે તેટલી નેટ પ્રેક્ટિસ કરે, પણ શાહીન અફરિદી જે બોલ ફેંકે એનો અનુભવ તો મેચના દિવસે જ થાય.

પાકિસ્તાન તેની પહેલી ગ્રુપ મેચ નેપાળ સામે તોતિંગ માર્જિન – 238 રનથી જીતી ચૂક્યું છે. તેનો કેપ્ટન બાબર આઝમ 151 રન અને મિડલ ઓર્ડર બેટર ઈફ્તિખાર એહમદ અણનમ 109 રન કરીને જોરદાર ફોર્મમાં છે. ત્યારબાદ નેપાળના દાવને 104 રનમાં સમેટી લેવામાં પાકિસ્તાનના તમામ પાંચ બોલરોએ વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. અફરિદીએ પહેલી જ ઓવરમાં બંને ઓપનરને આઉટ કર્યા હતા. ભારત માટે આ પહેલી જ ગ્રુપ મેચ હશે.

ટીમના સદસ્ય અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ કબૂલ કર્યું છે કે પાકિસ્તાન પાસે અસરદાર બોલરો છે. એમનો સામનો કરવા માટે અમારે સજાગ રહીને શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે.

GST કલેક્શનમાં 11 ટકા વધી રૂ. 1.60 લાખ કરોડને પારઃ પાંચમી વાર રેકોર્ડ

નવી દિલ્હીઃ ઓગસ્ટ-2023માં GST કલેક્શન વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યું છે. રેવેન્યુ સચિવ સચિન મલ્હોત્રાએ પહેલી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આવક વર્ષ 2022માં રૂ. 1,43,612 કરોડ થઈ હતી. આમ GST કલેક્શનમાં ઓગસ્ટમાં આશરે રૂ. 1.6 લાખ કરોડ રહી છે, એમ રેવેન્યુ સેક્રેટરી મલ્હોત્રાએ જણાવ્યું હતું.

નાણા મંત્રાલય મુજબ જુલાઈ, 2022માં GST કલેક્શન રૂ. 1,65,105 કરોડ નોંધાયું હતું. આ પાંચમી વાર છે, જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ રહ્યું હોય. તેમણે કહ્યું હતું કે જૂન ત્રિમાસિકમાં GDPનો ગ્રોથ દર 7.8 ટકા હતો. સાંકેતિક રૂપે એમાં આઠ ટકાનો વધારો નોંધાયો હતો.

દેશમાં GST લાગુ થયા બાદ આ વર્ષે એપ્રિલ-2023માં સૌથી વધુ GST કલેક્શનની આવક થઈ હતી. એપ્રિલમાં GSTની આવક રૂ. 1.87 લાખ કરોડ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં એ સરેરાશ રૂ. 1.51 લાખ કરોડ અને 2023-24ના પહેલા ત્રિમાસિક માં સરેરાશ રૂ. 1.69 લાખ કરોડનું કલેક્શન કહ્યું હતું.

મારો બિલ મારો અધિકાર

પહેલી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારે મારું બિલ મારો અધિકાર નામથી એક ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) યોજના લોન્ચ કરી છે. આ યોજના દ્વારા માત્ર રૂ. 200ની ખરીદદારી કરીને રૂ. એક કરોડ સુધીનું રોકડ ઇનામ જીતવાની તક મળશે. આ યોજના હેઠળ લોકોએ રૂ. 200 અથવા તેનાથી વધુ કોઈ પણ GST ચલણને અપલોડ કરવાનું રહેશે.