ભારતીય સિનેમાના ઇતિહાસમાં 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિધાતા’ એક સીમાચિહ્ન સમાન ગણાય છે. સુભાષ ઘાઈ
માટે આ ફિલ્મ માત્ર એક વ્યાવસાયિક સફળતા નહોતી પરંતુ દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની એક અગ્નિપરીક્ષા હતી. આ ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેના પરથી જ એક આખી ફિલ્મ બની શકે.
સુભાષ ઘાઈએ વિવિધ ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ ફિલ્મની શરૂઆત બિલકુલ અલગ રીતે થઈ હતી. નિર્માતા ગુલશન રાયે 1980 માં જ્યારે આ પ્રોજેક્ટ વિચાર્યો ત્યારે તેમના મનમાં દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનની જોડી હતી. તે સમયે અમિતાભ બચ્ચન સ્ટારડમના શિખર પર હતા અને દિલીપકુમાર લાંબા વિરામ બાદ ફરી સક્રિય થયા હતા. જોકે, અમિતાભ બચ્ચન પાસે તારીખો ન હોવાને કારણે અને અમજદ ખાન પણ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જતાં ફિલ્મની આખી કાસ્ટિંગની જવાબદારી સુભાષ ઘાઈના ખભે આવી પડી હતી.
ઘાઈ માટે સૌથી મોટો પડકાર દિલીપકુમારને નિર્દેશિત કરવાનો હતો. ઘાઈએ એક રમુજી કિસ્સો શેર કર્યો હતો કે જ્યારે તેઓ દિલીપકુમારને મળવા ગયા ત્યારે મનોજકુમારે તેમને ચેતવણી આપી હતી કે દિલીપકુમાર એવા કલાકાર છે જે તમારી આવડતની પહેલા પરખ કરશે. અને દિલીપકુમારે ઘાઈને પૂછ્યું હતું કે તેમણે અગાઉ કઈ ફિલ્મો બનાવી છે. જ્યારે ઘાઈએ ‘કાલીચરણ’ અને ‘વિશ્વનાથ’ જેવી હિટ ફિલ્મોના નામ આપ્યા ત્યારે દિલીપકુમારે તે ફિલ્મો જોયા બાદ જ આ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી.

ગોવાના શૂટિંગ દરમિયાન જ્યારે પ્રોડક્શનની ગાડી એરપોર્ટ પર ન પહોંચી ત્યારે દિલીપકુમાર ટેક્સી કરીને સેટ પર આવી ગયા હતા. જે તેમની શિસ્ત અને નમ્રતાનો પુરાવો હતો. ફિલ્મમાં સંજય દત્તનું કાસ્ટિંગ પણ એક અકસ્માત જેવું હતું. નિર્માતા ગુલશન રાય જ્યારે સુનીલ દત્તના ઘરે ગયા ત્યારે તેમણે યુવાન સંજય દત્તને જોયો અને નક્કી કર્યું કે આ છોકરો દિલીપકુમારના પૌત્ર તરીકે યોગ્ય લાગશે. ‘વિધાતા’ની કાસ્ટિંગની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં દિલીપકુમાર, સંજીવકુમાર અને શમ્મી કપૂર જેવા ત્રણ મહાન કલાકારો એકસાથે આવ્યા હતા.
સંજીવકુમાર વિશે વાત કરતા સુભાષ ઘાઈએ જણાવ્યું છે કે તે હંમેશા પૂછતા કે ‘દિલીપકુમારની સામે હું ક્યાંક દબાઈ તો નહીં જાઉં ને?’ હકીકતમાં સંજીવકુમાર દિલીપકુમારના પ્રશંસક હોવા છતાં તેમની સાથે સ્પર્ધા કરવામાં થોડા અચકાતા હતા. ઘાઈએ તેમને સમજાવ્યા હતા કે ફિલ્મમાં તેમનું પાત્ર એકદમ અલગ અને મજબૂત છે. શૂટિંગ દરમિયાન જ્યારે આ બંને દિગ્ગજો સામસામે આવતા ત્યારે આખો સેટ શાંત થઈ જતો. શમ્મી કપૂર માટે પણ આ ફિલ્મ ખાસ હતી. તેમને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
દિલીપકુમાર પોતે શમ્મી કપૂરના રોલ માટે ખૂબ જ આગ્રહી હતા અને ઘાઈને કહેતા કે શમ્મીના સીન્સ ખૂબ જ પ્રભાવશાળી હોવા જોઈએ. હીરોઈનની શોધ પણ કંઈ ઓછી રસપ્રદ નહોતી. ઘાઈ પહેલા રતિ અગ્નિહોત્રીને લેવા માંગતા હતા પરંતુ નિર્માતા ગુલશન રાયે તેમના વિશે નકારાત્મક વાતો સાંભળી હોવાથી ના પાડી દીધી હતી. અંતે પદ્મિની કોલ્હાપુરેની પસંદગી થઈ હતી. પદ્મિની તે વર્ષે ત્રણ મોટા સુપરસ્ટાર્સ (દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર) સાથે કામ કરી રહી હતી. તેની એનર્જી અને ડાન્સિંગ સ્કીલ્સે ‘સાત સહેલિયાં’ ગીતને અમર બનાવી દીધું.

જેકી શ્રોફની વાત કરીએ તો તેઓ આ ફિલ્મમાં એક નાનો રોલ લેવા આવ્યા હતા પરંતુ સુભાષ ઘાઈએ તેમનો ચહેરો જોઈને જ કહી દીધું હતું કે ‘તું અત્યારે નાનો રોલ ન કર, હું તને મોટી ફિલ્મમાં લોન્ચ કરીશ.’ અને આ રીતે ‘વિધાતા’ના સેટ પરથી જ ‘હીરો’ ફિલ્મનો પાયો નખાયો હતો. ફિલ્મના વિલન અમરીશ પુરી માટે પણ ‘વિધાતા’ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ‘જગાવર ચૌધરી’ના પાત્રમાં તેમની ગર્જના અને દેખાવે તેમને બોલીવુડના સૌથી ખતરનાક વિલન બનાવી દીધા હતા. મજાની વાત એ હતી કે અમરીશ પુરીના મોટાભાઈ મદનપુરી આ ફિલ્મમાં હતા પરંતુ તેઓ અમરીશ પુરીના હાથ નીચે કામ કરતા એક ગૌણ પાત્રમાં હતા.
સુભાષ ઘાઈએ દરેક કલાકારના વ્યક્તિત્વનો ઉપયોગ કરીને આ ફિલ્મને એક કલ્ટ ક્લાસિક બનાવી હતી. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને ૧૯૮૨ની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. સુભાષ ઘાઈને ‘વિધાતા’એ શીખવ્યું કે જ્યારે તમારી પાસે દિગ્ગજ કલાકારો હોય ત્યારે તમારે માત્ર દિગ્દર્શક તરીકે નહીં પરંતુ એક કુશળ મેનેજર તરીકે પણ કામ કરવું પડે છે. આ ફિલ્મની કાસ્ટિંગની વાતો આજે પણ નવોદિત ફિલ્મમેકર્સ માટે એક પાઠ સમાન છે. કેવી રીતે યોગ્ય પાત્ર માટે યોગ્ય કલાકારની પસંદગી કરવી અને તેમનું સંચાલન કરવું કે ફિલ્મને ઈતિહાસમાં અમર બનાવી શકે.






નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoIનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં આ LoI એક્સચેન્જ સેરેમની યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક તરફથી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ LoIની પરસ્પર આપ-લે કરી હતી. રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOIમાં આવરી લેવાયા છે.
જે.વી.પી.ના જનરલ સેક્રેટરી મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ એવા ગુજરાત અને ભારતની તેમની આ પ્રથમ મુલાકાતથી તેઓ ભાવવિભોર થયાની અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાતે આપ્યા છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીયુત ટિલ્વિન સિલ્વાએ જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકાને ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિતની મદદની તત્પરતા દર્શાવી છે અને પડખે ઉભું રહ્યું છે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તેમણે ગુજરાત-શ્રીલંકાની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી અંગે પણ ઉત્કૃષ્ટતા દર્શાવી હતી અને અમૂલની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્ટર્સમાં ગુજરાત પાસેથી એક્સપર્ટિઝ, નોલેજ શેરિંગ અને ક્નો-હાઉ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં શ્રીલંકાને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.


મેવેન્જર્સની થીમ સાથે, વિદ્યાર્થીઓ મીડિયા એવેન્જર્સ બની મીડિયાલક્ષી અલગ-અલગ 19 સ્પર્ધામાં સહભાગી થયા હતા. ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓએ અંકિત ગોરના માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક લેખન તથા ડો. રવિન્દ્ર ઝાલાના નેતૃત્વ સાથે ગ્રાફિક અને એનિમેશનના વર્કશોપનો પણ લાભ લીધો હતો.
કાર્યક્રમના ઉદ્ઘઘાટનસત્રના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર રોનક કામદાર તથા પ્રસિદ્ધ પોડકાસ્ટર જય થડેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદિપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ હાજર રહ્યા હતા.
સંસ્થાના નિયામક પ્રો(ડો.) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, “મીડિયોત્સવની બે સીઝનની જ્વલંત સફળતા બાદ આ વર્ષે પણ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.ડો. ભાગ્યેશ જ્હાએ વિદ્યાર્થીઓને સમજણ અને સંયમનો સંદેશ આપ્યો હતો. અભિનેતા રોનક કામદારે સંસ્થા તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પોડકાસ્ટર જય થડેશ્વરે લાઈફ એન્ડ કરિઅર આધારિત માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.”
આ વર્ષે ન્યૂઝ એન્કરિંગ, જિંગલ મેકિંગ, આરજે, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ જેવી વિવિધ ૧૯ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. મીડિયા તથા મનોરંજન જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિતોએ મનોરંજન કૃતિઓ માણી હતી. સહભાગીઓને પ્રમાણપત્ર તથા વિજેતાઓને ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. મીડિયોત્સવ ૨૦૨૬ની સફળતા પાછળ સેન્ટર ફોર પ્રોફેશનલ સ્ટડીઝ, ગુજરાત સાહિત્ય અકાદમી, જમાવટ મીડિયા, ફૌજી બેગ્ઝ અને રિવોઇ મીડિયાનો અતુલ્ય સાથ રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ માટે સંસ્થાના નિયામક પ્રો(ડો.) શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, રીતુ વર્મા, લાઈબ્રેરીયન માનસી સરવૈયા, ટેકનિકલ આસિસ્ટન્ટ ચારુદત્ત અખાડે, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ સતત જહેમત ઉઠાવી હતી.
