મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર દિગ્દર્શક રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં છે. શેટ્ટીએ અક્ષયના શૂટિંગનું ફર્સ્ટ લુક રિલીઝ કર્યું છે. એમાં અક્ષય એક હેલિકોપ્ટરમાંથી બંને હાથમાં મશીન ગન પકડીને છલાંગ લગાવતો દેખાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ વડા ‘વીર સૂર્યવંશી’નું પાત્ર ભજવે છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય બે વર્ષ પહેલાં ‘સૂર્યવંશી’ ફિલ્મમાં ચમક્યો હતો.
રોહિત શેટ્ટીએ બહાદુર પોલીસ અધિકારીના વિષયવાળી 3 મોટી ફિલ્મ બનાવી છે – ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’. ‘સિંઘમ’માં અજય દેવગન, ‘સિમ્બા’માં રણવીર સિંહ અને ‘સૂર્યવંશી’માં અક્ષય કુમારને ચમકાવ્યો હતો. ‘સિંઘમ અગેન’નું શૂટિંગ ગયા સપ્ટેમ્બરમાં શરૂ કરાયું હતું. એમાં દીપિકા પદુકોણ અને કરીના કપૂર-ખાન બે અભિનેત્રીઓ તરીકે છે.
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસે આજે જળગાંવમાં હતા ત્યારે એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એમને તાત્કાલિક ત્યાંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એમને વધારે સારવારની જરૂર જણાતાં એમને મુંબઈ લાવવા માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. 71 વર્ષીય ખડસેને આજે બપોરે હાર્ટ એટેક આવ્યો હતો. એમણે ગઈ કાલે સાંજથી જ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.
તેઓ આજે બપોરે જળગાંવની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ગયા હતા. ત્યાં ડોક્ટરોને એમના સ્વાસ્થ્યમાં ચોક્કસ બગાડો થયો હોવાનું માલુમ પડ્યું હતું. મરાઠી દૈનિક મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ, મુખ્ય પ્રધાન શિંદેએ કરેલી વ્યવસ્થા મુજબ જળગાંવથી સાંજે 7 વાગ્યાની એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ દ્વારા એમને મુંબઈ લાવનાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જળગાંવમાં ખડસેની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટરે કહ્યું કે નેતાને છેલ્લા 48 કલાકથી છાતીમાં ગભરામણ થતી હતી. એમની તબિયત હવે સ્થિર છે. પરંતુ એમને વધારે તબીબી દેખરેખ માટે મુંબઈ મોકલવામાં આવશે. ખડસે 2020માં ભારતીય જનતા પાર્ટી છોડીને એનસીપીમાં જોડાયા હતા.
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે તેમની તાજપોશી થવાની છે. અભિનેતા તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા આ મહિનાના અંતમાં લગ્ન કરશે. જો કે રણદીપના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રણદીપ હુડ્ડા અને લિનના લગ્ન ખૂબ જ ખાનગી રહેવાના છે. તેના લગ્નમાં માત્ર તેનો પરિવાર અને કેટલાક નજીકના મિત્રો જ હાજરી આપશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રણદીપ નથી ઈચ્છતો કે તેના લગ્ન મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે. અભિનેતાનું કહેવું છે કે તે લગ્ન પછી જ તેની સત્તાવાર જાહેરાત કરશે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રણદીપે ઈન્સ્ટાગ્રામ પર તેની ગર્લફ્રેન્ડ સાથેનો એક ફોટો શેર કરીને તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે લીનના જન્મદિવસ પર એક લવ પોસ્ટ શેર કરીને તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. રણદીપની ગર્લફ્રેન્ડની વાત કરીએ તો તે મણિપુરની રહેવાસી છે અને એક પ્રેમિકા છે. ભારતીય મોડલ. લીન રણદીપ કરતા લગભગ 10 વર્ષ નાની છે.
આ ફિલ્મમાં અભિનેતા જોવા મળ્યો હતો
રણદીપના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અભિનેતાએ વીર સાવરકરની ભૂમિકા ભજવી હતી. અભિનેતાએ આ પાત્ર માટે ખૂબ જ મહેનત કરી હતી. આ ફિલ્મ માટે રણદીપે લગભગ 26 કિલો વજન ઘટાડ્યું હતું. અભિનેતાની આવી મહેનતને દર્શકોએ ખૂબ વખાણી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ સિવાય તાજેતરમાં જ રણદીપનું ગીત જોહરાજાબી પણ રિલીઝ થયું છે. આ ગીતમાં તેની સાથે પ્રિયંકા ચહર ચૌધરી જોવા મળી રહી છે.
કોલકાતાઃ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહેલા મહાન બેટર વિરાટ કોહલીએ બહુપ્રતિક્ષિત પરાક્રમ આજે પૂરું કરી બતાવ્યું છે. અહીં ઈડન ગાર્ડન્સ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાતી વર્લ્ડ કપ-2023 લીગ મેચમાં એણે સદી ફટકારી છે, જે તેની કારકિર્દીની 49મી છે. આ સાથે તેણે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે, 49 સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરની સિદ્ધિની બરોબરી કરી છે.
289મી વન-ડે મેચ રમી રહેલા કોહલીએ આજે ભારતના દાવની 46મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તે આ જ વર્લ્ડ કપમાં બે વાર ચૂકી ગયો હતો. ગઈ બીજી નવેમ્બરે શ્રીલંકા સામેની મેચમાં તે 88 રને આઉટ થયો હતો અને એ પહેલાં, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 95 રનના સ્કોર પર આઉટ થયો હતો. કોહલીએ આજે 119 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ તેની સદી પૂરી કરી ત્યારે ભારતનો સ્કોર 49મી ઓવરમાં પાંચ વિકેટે 306 રન હતો. કેપ્ટન રોહિત શર્મા 40, શુભમન ગિલ 23, શ્રેયસ ઐયર 77, કે.એલ. રાહુલ 8 અને સૂર્યકુમાર યાદવ 22 રન કરીને આઉટ થયો હતો. ભારતનો દાવ આખરે 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રને સમાપ્ત થયો હતો. કોહલી 101 અને રવિન્દ્ર જાડેજા 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
કોહલીએ વન-ડે ક્રિકેટમાં 13,625 રન કર્યા છે. તેણે 111 ટેસ્ટમાં 29 સદી સાથે 8,676 રન કર્યા છે અને 115 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 4,008 રન કર્યા છે.
રાહુલ ગાંધીના રક્ષણમાં કોઈ લશ્કર નથી. રાહુલ ગાંધી બપોરે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટથી રાહુલ ગાંધી હેલિકોપ્ટર મારફતે કેદારનાથ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી ધાર્મિક યાત્રા સાદગી સાથે કરવા માંગે છે. તેથી જ તેની સુરક્ષામાં કોઈ કાફલો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસે રાહુલ ગાંધીની મુલાકાતનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી બાબા કેદારનાથના દર્શન કરવા ઉત્તરાખંડ આવી રહ્યા છે. પોસ્ટ અનુસાર, રાહુલ ગાંધી અંગત ધાર્મિક મુલાકાતે આવ્યા છે.
કામદારોને વ્યક્તિગત મુસાફરીનો આદર કરવા વિનંતી કરવામાં આવી છે. ઉત્તરાખંડ કોંગ્રેસના કાર્યકરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઉત્સાહપૂર્વક રાહુલ ગાંધીને પૂરા દિલથી સમર્થન આપે. એક્સ પર જારી કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓ જ્યારે પણ ઉત્તરાખંડ આવશે ત્યારે તેઓ પ્રિય નેતાને મળી શકે છે. બાબા કેદારની પવિત્ર ભૂમિમાં આગમન પર ઉત્તરાખંડ કોંગ્રેસ વતી રાહુલ ગાંધીને હૃદયપૂર્વક અભિનંદન અને સ્વાગત કરવામાં આવ્યું છે.
‘કોંગ્રેસ સાંસદની ધાર્મિક મુલાકાત માત્ર દેખાડો છે’
રાહુલ ગાંધીની ધાર્મિક મુલાકાત પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું કે જે રામમાં નથી માનતો તેનું ક્યારેય ભલું નહીં થાય. હરિદ્વારમાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મહંત રવિન્દ્ર પુરીએ રાહુલ ગાંધીની ધાર્મિક મુલાકાતને શો-ઓફ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી છેલ્લા એક વર્ષથી પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ તેમના પ્રવક્તા ભગવાન રામ અને સનાતનનો વિરોધ કરે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા દેખાડો કરવા માટે આ માત્ર ધાર્મિક યાત્રા છે. અખાડા પ્રસાદના પ્રમુખ કહે છે કે વિશ્વભરના કરોડો સનાતનીઓ ભગવાન રામમાં આસ્થા ધરાવે છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા ભગવાન રામના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે હિન્દુઓ ભાજપની સાથે છે.
કાબુલઃ અફઘાનિસ્તાનની રખેવાળ તાલિબાન સરકારે 2022ના એપ્રિલમાં કેફી દ્રવ્યો પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી અફીણની ખેતીમાં 95 ટકા ઘટાડો નોંધાયો છે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ડ્રગ્સ અને ગુનાખોરીને લગતા વિભાગે આપી છે.
એક સમયે દુનિયામાં અફીણની સૌથી વધારે ખેતી અફઘાનિસ્તાનમાં થતી હતી. આ દેશમાં એક સમયે 2,33,000 હેક્ટર જમીન પર અફીણની ખેતી થતી હતી પરંતુ 2023માં માત્ર 10,800 હેક્ટર જમીન પર થાય છે. 2022માં 6,200 ટન અફીણ સપ્લાય કરવામાં આવ્યું હતું, પરંતુ 2023માં તે આંકડો ઘટીને 333 ટન થયો છે. ફરાહ, હેલમંદ, કંદહાર અને નાંગરહાર પ્રાંતોમાં અફીણની ખેતી કરનાર ખેડૂતો હવે ઘઉંની ખેતી કરવા લાગ્યા છે.
નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગરમાં હવાના પ્રદૂષણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. નાગરિકોનાં આરોગ્ય માટે પરિસ્થિતિ જોખમી બની ગઈ છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને અરવિંદ કેજરીવાલ સરકારે મોટું પગલું ભર્યું છે. તેણે શહેરમં તમામ પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત ધોરણ 6 થી 12 સુધીનાં વર્ગો ઓનલાઈન ચાલુ રાખવામાં આવશે.
દિલ્હીમાં વાતાવરણ આજે સતત છઠ્ઠા દિવસે ખૂબ જ પ્રદૂષિત રહ્યું છે. અહીં હવાના પ્રદૂષણનો આંક (AQI) અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. શનિવારે બપોરે 4 વાગ્યે આ આંક 415 હતો અને આજે સવારે 7 વાગ્યે 460 હતો.
બેંગલુરુઃ અહીં ગઈ કાલે બનેલા એક હિચકારા, આઘાતજનક બનાવમાં 37 વર્ષની એક વરિષ્ઠ મહિલા સરકારી અધિકારીની તેમનાં અત્રેનાં નિવાસસ્થાને છરો ભોંકીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પ્રતિમા કે.એસ. કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તર વિભાગમાં ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે કામ કરતાં હતાં. તેઓ ડોડાકલ્લાસાન્ડ્રા સુબ્રમણ્યમપુરા વિસ્તારમાં રહેતાં હતાં. પોલીસના મતે આ હત્યા સુનિયોજીત યોજના હોય એવું લાગે છે. એમનો મૃતદેહ ઘરમાં જમીન પર પડેલો મળી આવ્યો હતો. એમનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું. પડોશીઓએ આજે સવારે 8.30 વાગ્યે પોલીસને આ બનાવની જાણ કરી હતી.
(ફાઈલ તસવીર)
પોલીસનું કહેવું છે કે પ્રતિમા શનિવારે સાંજે 6 વાગ્યા સુધી ઓફિસમાં હતાં અને રાતે 8 વાગ્યે એમનાં ઘેર પાછાં ફર્યાં હતાં. એમનાં કાર ડ્રાઈવરે એમને એમનાં ઘેર ડ્રોપ કર્યા હતા. હત્યા શનિવારે રાતે 8 અને રવિવારે સવારે 8 વાગ્યાની વચ્ચે થઈ હોવી જોઈએ.
અહેવાલો અનુસાર, હુમલો કરાયો ત્યારે મહિલા અધિકારીનાં પતિ ઘરમાં નહોતાં. તેઓ શિવામોગા જિલ્લાના તીર્થહલ્લીમાં હતાં. અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસી મહિલા અધિકારીને છરો ભોંક્યો હતો અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ હત્યામાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ સંડોવાયા હોય એવું મનાય છે. એમના જ ઓર્ડરથી મહિલા અધિકારીની હત્યા કરવામાં આવી હોવી જોઈએ. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ઘરમાંથી કોઈ કિંમતી ચીજવસ્તુઓ ચોરાઈ નથી.
પ્રતિમા છેલ્લા આઠ વર્ષથી ભાડાના ઘરમાં રહેતાં હતાં. એમનાં નિવાસસ્થાને કોઈ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી. પોલીસે પ્રતિમાનાં ઘરનોકર, એમનાં ડ્રાઈવર તથા પડોશીઓનાં નિવેદનો નોંધ્યા છે.
કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે આજે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ-2023 લીગ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમ સેમી ફાઈનલમાં પહોંચી ચૂકી છે. આજનો દિવસ એ રીતે વિશેષ છે કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે.
ભારતે ગઈ મેચમાં રમેલી તેની ટીમને યથાવત્ રાખી છે. સાઉથ આફ્રિકા ટીમે એક ફેરફાર કર્યો છે. જમોડી ફાસ્ટ બોલર જેરાલ્ડ કોએટ્ઝીની જગ્યાએ ડાબોડી ચાઈનામેન બોલર તબરેઝ શમ્સીને ઈલેવનમાં સ્થાન આપ્યું છે. ભારતીય ટીમ તેની સાતેય મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. સાઉથ આફ્રિકા સાતમાંથી છ મેચ જીતને બીજા ક્રમે છે.
મુંબઈમાં બીકેસી વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટર ખાતે 3 નવેમ્બર, શુક્રવારે ‘જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2023’ના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બોલીવુડની અનેક જાણીતી અભિનેત્રીઓએ સુંદર પરિધાનમાં સજ્જ થઈને હાજરી આપી હતી અને પોઝ આપીને આકર્ષિત કર્યાં હતાં. ‘જિયો MAMI (Mumbai Academy of Moving Image) મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2023’નો આરંભ 27 ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. આ ફિલ્મોત્સવમાં દુનિયાભરની 70 ભાષાઓની અઢીસોથી વધારે ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉપરની તસવીરમાં જ્હાન્વી કપૂર છે, જે ચમકદાર કોર્સેટ ગાઉનમાં સજ્જ થઈને આવી હતી. (તસવીરકાર અને વીડિયોઃ માનસ સોમપુરા)