ડ્રગ્સ પર પ્રતિબંધને કારણે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી 95% ઘટી ગઈ

કાબુલઃ અફઘાનિસ્તાનની રખેવાળ તાલિબાન સરકારે 2022ના એપ્રિલમાં કેફી દ્રવ્યો પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી અફીણની ખેતીમાં 95 ટકા ઘટાડો નોંધાયો છે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ડ્રગ્સ અને ગુનાખોરીને લગતા વિભાગે આપી છે.

એક સમયે દુનિયામાં અફીણની સૌથી વધારે ખેતી અફઘાનિસ્તાનમાં થતી હતી. આ દેશમાં એક સમયે 2,33,000 હેક્ટર જમીન પર અફીણની ખેતી થતી હતી પરંતુ 2023માં માત્ર 10,800 હેક્ટર જમીન પર થાય છે. 2022માં 6,200 ટન અફીણ સપ્લાય કરવામાં આવ્યું હતું, પરંતુ 2023માં તે આંકડો ઘટીને 333 ટન થયો છે. ફરાહ, હેલમંદ, કંદહાર અને નાંગરહાર પ્રાંતોમાં અફીણની ખેતી કરનાર ખેડૂતો હવે ઘઉંની ખેતી કરવા લાગ્યા છે.