Home Blog Page 2304

૨૬ નવેમ્બર, ૨૦૨૩

૨૬ નવેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 26/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે,  તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 26/11/2023

કોચીની ક્યુસેટ યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ, 4 વિદ્યાર્થીઓના મોત

કેરળમાં કોચી યુનિવર્સિટી (CUSAT)માં સંગીત કાર્યક્રમ દરમિયાન નાસભાગને કારણે ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયાના પણ સમાચાર છે. યુનિવર્સિટીમાં જ્યારે નિકિતા ગાંધીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમ કેમ્પસના ઓપન એર ઓડિટોરિયમમાં ચાલી રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ઓપન એર ઓડિટોરિયમમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વરસાદ શરૂ થયો, જેના કારણે લોકો ઓડિટોરિયમની અંદર દોડી ગયા. થોડી જ વારમાં ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીઓમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નાસભાગમાં 15 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મૃતદેહને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.

શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે યુનિવર્સિટીમાં આ અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં આજે ટેક ફેસ્ટનો છેલ્લો દિવસ હતો. ઘટના બાદ સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી બહાર કાઢી રહ્યા છે.

RBIની મોટી કાર્યવાહી, BOB સહિત ત્રણ બેંકો પર 10 કરોડથી વધુનો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશની તમામ બેંકોના કામકાજ પર નજર રાખે છે. જ્યારે પણ કોઈ બેંક આરબીઆઈના નિયમોની અવગણના કરે છે અને પોતાનું કામ કરે છે, ત્યારે કેન્દ્રીય બેંક તેના પર દંડ લાદી શકે છે. આ શ્રેણીમાં, ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ સિટી બેંક, બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર કુલ રૂ. 10.34 કરોડનો દંડ ફટકાર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે સિટી બેંક એનએ પર ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ અને આઉટસોર્સિંગ પર આચાર સંહિતા સાથે સંબંધિત ધોરણોનું પાલન ન કરવા બદલ મહત્તમ 5 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

બેંક ઓફ બરોડાએ 4.34 કરોડનો દંડ ફટકાર્યો હતો

અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા પર ‘સેન્ટ્રલ રિપોઝીટરી’ની રચના અને લોન સંબંધિત અન્ય બાબતો સંબંધિત કેટલીક સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ 4.34 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Reserve Bank of India.

ઈન્ડિયન ઓવરસીઝ બેંકને 1 કરોડ રૂપિયાનો દંડ

આ સિવાય ચેન્નાઈ સ્થિત જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક પર લોન સંબંધિત સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્રણેય કેસ અંગે રિઝર્વ બેંકે કહ્યું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે. આનો હેતુ બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કર્યા

અમદાવાદઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતાં અને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતાં. તેમણે આકાર પામી રહેલા રામ મંદિરની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે ભવ્ય રામમંદિરની નજીકમાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભગવાનની શ્રીરામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે. એટલું જ નહીં, વડાપ્રધાને વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્ય સૂત્રને પણ સાકાર કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રીરામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી.તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.વડાપ્રધાનમોદીની પ્રેરણા દાયી ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.

BCCI એ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પંજાબ તરફથી રમતા ઉદય સહારનને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દુબઈ દ્વારા કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 8 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરને રવિવારે રમાશે.

ભારતીય ટીમ અંડર-19 એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. એટલે કે આ પહેલા ગત સિઝનમાં ભારતે આ ખિતાબ જીત્યો હતો. ભારતની અંડર-19 ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. અંડર-19 ભારતીય ટીમે સૌથી વધુ 8 ટ્રોફી પોતાના નામે કરી છે. આ વખતે જૂનિયર ક્રિકેટ કમિટી દ્વારા 2023 એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં ત્રણ પ્રવાસી સ્ટેન્ડબાય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમના ચાર રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી છે, જેઓ ટીમ સાથે દુબઈ નહીં જાય.

ભારતે 2022માં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે આ પહેલા 2022માં રમાયેલા એશિયા કપ 2022માં નિશાંત સિંધુની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ એકતરફી મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની અંડર-19 ટીમ 38 ઓવરમાં માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય કૌશલ તાંબેએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ કુમાર અને રાજ બાવાએ 1-1 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 21.3 ઓવરમાં માત્ર 1 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા અંગક્રિશ રઘુવંશીએ 67 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 56* રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શેખ રશીદે 49 બોલમાં અણનમ 31* રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા સામેલ હતા.

અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ

અર્શિન કુલાર્ની, આદર્શ સિંહ, રૂદ્ર પટેલ, સચિન, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ, સૌમ્ય કુમાર, મુર્ગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગોવડ, આરાધ્યા શુક્લા, નમામ તિવારી, રાજ લિંબાણી.

સ્ટેન્ડબાય પ્લેયર્સ : પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.

4 રિઝર્વ ખેલાડીઓ : દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે.

પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યાકેસઃ ચાર આરોપીઓને આજીવન કેદ

નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે વર્ષ 2008માં થયેલી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા મામલે ચાર દોષીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. પાંચમા દોષીને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું હતું કે આ ગુનો રેરેસ્ટ ઓફ રેરના અંતર્ગત નથી આવતો એટલે દોષીઓને મોતની સજા નથી આપવામાં આવી.

આ હત્યા કેસમાં રવિ કપૂર, અમિત શુક્લા, બલજિત સિંહ મલિક અને અજય કુમારને ઉંમરકેદની સજા સંભાળવવામાં આવી છે, જ્યારે પાંચમા દોષી અજય સેઠીને તેમની મદદ કરવા માટે ત્રણ વર્ષની સજા આપવામાં આવી છે. કોર્ટે ચારેય આરોપીઓને દંડ પણ ફટકાર્યો છે.

દિલ્હીની મહિલા ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા 30 સપ્ટેમ્બર 2008એ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર થઈ હતી. ત્યારે સૌમ્યા નાઇટ શિફ્ટ કરીને ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો. આ હત્યા કેસની સૌથી ખાસ વાત એ છે કે તેનો ખુલાસો કરવામાં પોલીસને લગભગ છ મહિનાનો સમય લાગ્યો હતો. પોલીસે કોઈ બીજા હત્યાકાંડમાં આરોપીઓની ધરપકડ કરી હતી, જેમણે સૌમ્યાની હત્યાની વાત પણ કબૂલી લીધી હતી.

આ સુનાવણીમાં ન્યાયાધીશે સૌમ્યાની માતાને પૂછ્યું કે શું તેમને કંઈ કહેવું છે? તેના પર પીડિતાની માતાએ કહ્યું હતું કે 15 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. મારા પતિ ICUમાં દાખલ છે અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

બંને કેસમાં ચારેય દોષિતોને અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. બંને આજીવન કેદની સજા એક બાદ એક ચાલશે. હત્યામાં રૂ.25,000-25,000 અને મકોકામાં 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલે કે ચારેયને બેવડી આજીવન કેદ સવા-સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

 

 

 

IPL 2024: રોહિત શર્માના ચાહકો માટે સારા સમાચાર!

IPL 2024ને લઈને સતત માહિતી બહાર આવી રહી હતી કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે. આ સાથે એવી અટકળો પણ શરૂ થઈ હતી કે જો હાર્દિક મુંબઈ આવશે તો તે કેપ્ટનશિપ પણ સંભાળશે. પરંતુ આ પછી સવાલ એ ઊભો થયો કે જો હાર્દિક મુંબઈમાં જોડાશે તો રોહિત શર્માનું શું થશે? રોહિત અને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ખૂબ જ ચિંતિત હતા અને તેમના પાંચ વખતના ચેમ્પિયન કેપ્ટનને લઈને તેમનું ટેન્શન વધી ગયું હતું. પરંતુ હવે રોહિત અને મુંબઈ બંનેના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે.

જો આપણે નવીનતમ અપડેટ્સ વિશે વાત કરીએ, તો તે સ્પષ્ટ છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં પુનરાગમન કરી રહ્યો છે. પરંતુ હવે એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે રોહિત ક્યાંય જશે નહીં અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે. જોકે, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે રોહિત પોતે સિઝનના અંત સુધીમાં હાર્દિકને કેપ્ટનશિપ સોંપશે. અથવા તેની ઈચ્છા મુજબ, તે તેના ભવિષ્યને લઈને બેટ્સમેન અથવા કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાયેલ રહી શકે છે. મતલબ કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને પોતાના ભાવિ લીડર તરીકે ટીમમાં સામેલ કરવા માંગે છે. મતલબ કે હાર્દિક આગામી વર્ષો સુધી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે જોવા મળશે.

રોહિત કોઈપણ સંજોગોમાં મુંબઈ નહીં છોડે

26 નવેમ્બરે ખેલાડીઓને રિલિઝ કરવા અને જાળવી રાખવાના ચિત્ર સ્પષ્ટ થશે. તે પહેલા ઘણા અલગ-અલગ અપડેટ્સ સામે આવી રહ્યા છે. કેટલાક અપડેટ્સમાં સતત એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા ગુજરાત ટાઇટન્સમાં જોડાઈ શકે છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત કોઈપણ સંજોગોમાં મુંબઈ નહીં છોડે. એક સમયે તેના સુકાની પદ પરથી હટી જવાની વાતો હતી, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુંબઈનો કેપ્ટન રહેશે. હાલમાં આખરી નિર્ણય શું છે, આના પરનો પડદો 26 નવેમ્બરને રવિવારે જ હટશે.

હાર્દિક પંડ્યાના ગયા બાદ ગુજરાત ટાઇટન્સની કમાન કોણ સંભાળશે ?

ભારતની T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી કેટલાક દિવસો માટે સૌથી વધુ ચર્ચિત ક્રિકેટર બનવાની સંભાવના છે. IPL 2024 માટે ખેલાડીઓની હરાજી પહેલા 26 નવેમ્બરે ટ્રેડિંગ વિન્ડો સમાપ્ત થાય છે. તેના વિશે મોટા સમાચાર છે કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડી શકે છે. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ સિઝનમાં જ IPL ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય તે છેલ્લી સિઝનમાં ટીમને ફાઇનલમાં લઈ જવામાં સફળ રહ્યો હતો. પરંતુ ફાઇનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જવા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરે તેવી શક્યતા છે. તે ગુજરાત ટાઇટન્સ છોડી દેશે. હાર્દિક પંડ્યાના બદલામાં ગુજરાત ટાઇટન્સે કયા ખેલાડીનો વેપાર કર્યો છે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમે હાર્દિકની જગ્યાએ જોફ્રા આર્ચરનો સમાવેશ કરી શકે છે, પરંતુ હજુ સુધી કંઈપણ પુષ્ટિ થઈ નથી.

શુભમન ગિલનું નામ સૌથી આગળ છે

જો કે આમ થશે તો ગુજરાત ટાઇટન્સની આગેવાની કોણ કરશે તેવો મોટો પ્રશ્ન ઉભો થશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યાના ગયા બાદ શુભમન ગિલને જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે છેલ્લી બે સિઝનમાં ફ્રેન્ચાઇઝી માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે IPL 2022માં 16 મેચમાં 34.50ની એવરેજથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર અડધી સદી આવી. જ્યારે વર્ષ 2023માં તેણે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના બેટથી ત્રણ સદી અને ચાર સદી ફટકારી હતી.

કેન વિલિયમસન પણ દાવેદાર છે

જો કે કેન વિલિયમસન પણ ટીમમાં છે અને તેની પાસે આઈપીએલમાં ટીમની કેપ્ટનશિપનો અનુભવ પણ છે. કેન વિલિયમસન ગત સિઝનમાં માત્ર એક જ મેચ રમ્યો હતો અને તે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને આખી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. કેપ્ટન તરીકે કેન વિલિયમસનના આંકડાઓને જોતા ફ્રેન્ચાઇઝી કેપ્ટનશીપ માટે તેના નામ પર વિચાર કરી શકે છે.