Home Blog Page 2154

નીચા ચાલો, ભાઈ…-સાધુ જ્ઞાનવત્સલદાસ

એક અતિપ્રચલિત રમૂજ છેઃ એક મિત્રે બીજા નિરાશ થયેલા મિત્રને સુફિયાણી સલાહ આપતાં કહ્યું કે “નિરાશ શીદને થાય છે… આ જગતમાં કશું જ અશક્ય નથી” ત્યારે મિત્રે છાસિયું કરતાં કહ્યું, “એમ? તો ટૂથપેસ્ટમાંથી કાઢેલી પેસ્ટ પાછી અંદર ભરી આપ…” જોકને બાજુએ મૂકીએ અને વિચારીએ કે આ દુનિયામાં સૌથી અશક્ય લાગતું કામ કે ક્રિયા કઈ? તો જવાબ મળે છેઃ માફી માગવી અને આપવી. ભલભલી બહાદુર વ્યક્તિ માફી માગવાની આવે ત્યારે નબળી પડતી જણાય છે, એવી જ રીતે માફી આપવામાં પણ ઘણા નબળા પડતા જણાય છે કેમ કે માફી માગવા અને આપવા વચ્ચે આડે આવે છે અહં ઈગો.

અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ “ઈટ્સ નાઈસ ટુ બી ઈમ્પોર્ટન્ટ, બટ ઈટ્સ મોર ઈમ્પોર્ટન્ટ ટુ બી નાઈસ” અર્થાત્ “મહત્ત્વના બનવું સારું છે, પરંતુ સારા બનવું એ વધારે મહત્ત્વનું છે.”

પોતાનું મહત્વ બતાવવું, મહત્વના બનવું, માનવંતા બનવું એ માનવીની એક સહજ સ્વાભાવિક માનસિકતા છે. કોઈ આ માટે અચંબિત કરી મૂકે એવા વેશ-કેશ સાથે જાહેર સ્થળોએ દેખા દે છે, કે એ રીતે તો એ રીતે, લોકો મારી નોંધ તો લેશે. અભિભૂત કરી દે તેવાં કળા-કૌશલથી બીજાના નોંધપાત્ર થવું તે માણસમાત્રને ગમે છે. આમાં એક મજા છે અને અમુકને તો આનો રીતસરનો નશો હોય છે. હકીકતમાં આ મજા, આ આનંદ આ નશો અલ્પજીવી અને પ્રમાણમાં ટાંચો છે, જે આવતાંની સાથે જ જવાની ઘડીઓ ગણે છે.

એક ચિંતકે લખ્યું છે કે, “ધ ગ્રેટેસ્ટ હૅપિનેસ ઑન ધિસ અર્થ ઈઝ કન્વિક્શન ધૅટ વી આર લવ્ડ” અર્થાત્ “બીજાનાં હૃદયમાં આપણા માટે સાચો પ્રેમ છે તેની પ્રતીતિ જેવો બીજો કોઈ આનંદ આ પૃથ્વી પર નથી.”

આપણી ગેરહાજરીમાં આપણને કોઈ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના યાદ કરે, આપણી ઉપસ્થિતિની ઝંખના કરે અને વિશેષ તો આપણા પ્રત્યેક પ્રસ્તાવને બહુધા સકારાત્મક પ્રતિભાવ સાંપડે ત્યારે સમજવું કે આપણે ખરા અર્થમાં બીજાનો પ્રેમ સંપાદિત કરી શક્યા છીએ. આની ખાતરી થવી એના આનંદની અવિધ આંકી શકાતી નથી.

અન્યના અને ખાસ તો સમાજના જે માનવવર્તુળ વચ્ચે આપણે વધુ રહેતા હોઈએ તેમનાં હૃદયમાં આપણા માટે જન્મેલા શાશ્વત અને સીમારહિત પ્રેમ તથા આદર એ ચારિત્ર્યયુક્ત સદગુણી જીવનની અપેક્ષા રાખે છે.

સદગુણોમાં શિરમોર છે નમ્રતા. મહાભારતના શાંતિ પર્વમાં પરાશર ઋષિ જનક રાજાને કહે છેઃ “બુદ્ધિમાનોમાં આત્મજ્ઞાની શ્રેષ્ઠ છે અને તેમાં પણ અહંકારરહિત છે, તેને તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.”

મહાન પુરુષોની મહાનતા એ તેઓની ‘નમ્રતા’નો જ પર્યાય છે. બુદ્ધિબળથી પ્રાપ્ત થતી મોટપના ભપકાથી અન્યને ભારોભાર આંજી દેવાનું તેઓને પસંદ નથી. તેઓની નમ્રતાનું આંજણ આપોઆપ લોકનજરે અંજાય છે અને એટલે જ, તેઓ લોકહૃદયે અંકાય છે. આ જ તેમની ખરી મોટપ છે, મહાનતા છે.

કબીરજી પણ લખે છે, “ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ… નીચા નીચા જો કોઈ ચાલે, તો સબસે ઊંચા હોય…. મીઠા મીઠા સબ કોઈ પીએ, કડવા ન પીએ કોઈ, કડવા કડવા જો કોઈ પીએ, સબસે મીઠા હોઈ… રામ રસ ઐસો હૈ મેરે ભાઈ…”

નમ્રતાની જુદી-જુદી અનેક કક્ષાઓ છે. જેની પ્રસંગોપાત પરખ થાય છે. જ્યારે વાંક વિનાના આક્ષેપો સામે, શબ્દોની ઝપાઝપી વડે સાચા-ખોટાના વાદ-વિવાદમાં ન પડતા નમ્રતાથી ભૂલ પોતાના માથે લઈને માફી માંગી લેવાય તે નમ્રતાની સૌથી ઊંચી કક્ષા છે. જેને ‘નિતાંત નમ્રતા કહે છે. જે ઊંડી અને અમીટ છાપ છોડી જાય છે.

આવો, મહાન પુરુષોનાં પગલે પગલે સદગુણોમાં શિરસ્થ એવી નિતાંત નમ્રતાને આપણી જીવનશૈલીમાં મહત્ત્વ આપીએ, કારણ કે સારા બનવું વધારે મહત્ત્વનું છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A. એલાયન્સમાં સીટ મુદ્દે ઘમસાણ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે. NDAની આગેવાની કરી રહેલા ભાજપે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, ઇન્ડિયા ગઠબંધનમાં વિવિધ રાજ્યો માટે સીટ શેરિંગ પર મંથન જારી છે. નેતાઓની મુલાકાતો પણ જારી છે, પરંતુ UP, બિહારથી માંડીને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબ સુધી સીટ શેરિંગની ફોર્મ્યુલા શી હોય એ મુદ્દે ભારે અસમંજસતા પ્રવર્તી રહી છે.

બિહારમાં લાલુ યાદવના પક્ષ RJD હોય કે નીતીશકુમારની પાર્ટી JDU 17-17 સીટોથી ઓછી સીટો પર હટવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશમાં SPના અખિલેશ યાદવે પણ 65 સીટોની માગ કરી છે. મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) પોતાની માગ પર અડી છે. દિલ્હી અને પંજાબમાં સત્તા પક્ષે સાફ વાત કરી છે કે ગોવા, ગુજરાત અને હરિયાણામાં પણ સીટોને લઈને વાત થશે.

પશ્ચિમ બંગાળમાં મમતા બે સીટોથી વધુ આપવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીએ હરિયાણા, ગોવા, અને ગુજરાતમાં સીટોની માગ કરી છે. હવે કોંગ્રેસને એક સાંધતા 13 તૂટે એવી હાલત છે, કેમ કે કોંગ્રેસ સાથી પક્ષોની માગ માનશે તો એની પાસે શું બચશે? કોંગ્રેસ જ નહીં, પણ અન્ય પક્ષોની માગ છે કે 14 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થતાં પહેલાં સીટ વહેંચણી મુદ્દે સમજૂતી સધાય.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના 23 સીટો માગી રહી છે, જ્યારે NCP 12 સીટોની માગ કરી રહી છે. આ ઉપરાંત વંચિત બહુજન અઘાડી (VBA) પણ આશરે ચાર સીટોની માગ કરી રહી છે. રાજ્યમાં કુલ 48 સીટો છે અને કોંગ્રેસને છોડીને આશરે 40 સીટોની માગ I.N.D.I.A. ગઠબંધનના સાથી પક્ષો માગી રહ્યા છે.

 

 

જંગલમાં જવલ્લે જ જોવા મળતી ઘટનાનો પ્રસંગ જીવન ભર યાદ રહેશે


ઓક્ટોબરના ત્રીજા પખવાડીયામાં જ્યારે જંગલ પ્રવાસન માટે ખુલે ત્યારે પ્રવાસી બહુ ઓછા હોય પણ અમારે તો એવું બન્યુ કે અમે જ સફારી પરમીટ બનાવડાવી પાર્કનો દરવાજો ખોલાવી અને સફારીમાં ગયા. સફારીમાં માત્ર 2 જ વાહન એક અમારી જીપ્સી અને એક કોઇ કાર વાળા પ્રવાસી.

ગ્રાસ લેન્ડ બાજુના ભાગમાં પ્રવેશ કર્યો અને લગભગ 10 મીનીટ જીપ્સી ચલાવી હશે તો ગાઇડને દુર ઘાસમાં બાયનોક્યુલર થી એક ઝરખ (સ્ટ્રીઇપડ હાયેના) દેખાયુ. ગાઇડ કહે એના મોઢામાં શિકાર હોય એવુ લાગે છે. અમે થોડા આગળ ગયા અને એક રોડ જંકશન થી ફોટો લઇ ઝુમ કર્યો અને ગાઇડ બોલ્યો “અરે આ તો ઝરખનું બચ્ચુ છે.

મોઢામાં, ઝરખ એની બોડ (Den) બદલે છે, નવી બોડ આગળ બાવળની કાટમાં છે. બચ્ચાને ત્યાં લઇ જાય છે. અમે થોડી રાહ જોઇ તેજ જગ્યા એ જશે.” થોડી વારમાં ઝરખ બચ્ચાને લઇને નજીક આવ્યુ અને આ યાદગાર ફોટો મળ્યો. જંગલ સફારીમાં જાણકાર ગાઇડ, ડ્રાઇવર કે નેચરાલીસ્ટ સારા સફારી સાઇટીંગમાં બહુ મોટો ભાગ ભજવે છે.

અયોધ્યાનું આમંત્રણ નકારવાનો પાર્ટીનો નિર્ણય ખોટોઃ મોઢવાડિયા

અમદાવાદઃ  અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઊજવાશે ત્યારે દેશના અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ મળ્યું છે. પરંતુ કોંગ્રેસ પક્ષે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. આ નિર્ણય પછી ભાજપ પણ કોંગ્રેસની ભારે ટીકા કરી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ નિર્ણય પર અહમતી વ્યક્ત કરી છે.  

કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિ સિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે કામ મંદિરનો કાર્યક્રમને ભાજપ ઇવેન્ટ બનાવી રહ્યો છે, જેથી ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય. કોંગ્રેસ દ્વારા બુધવારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીના નેતા રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે નહીં.  ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પક્ષના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા એક્સ પર નિર્ણયની ટીકા કરી હતી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશની પોસ્ટને ટેગ કરીને તેમણે લખ્યું હતું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે રામ મંદિરના મામલે રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું. આ ઉપરાંત અન્ય નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે શ્રીરામ મંદિરના આમંત્રણને નકારવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે.

કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે કરોડો ભારતીય ભગવાન રામની પૂજા-અર્ચના કરે છે. કોંગ્રેસે આ સમારંભમાં સામેલ નહીં થવાનો નિર્ણય કરતા એમ કહ્યું હતું કે રામ મંદિર ભાજપ અને RSSની ઇવેન્ટ છે.

આ સિવાય કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે (Ambarish Der) પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ, તેથી સ્વાભાવિક છે કે દેશભરના અસંખ્ય ભક્તોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે.

 

 

 

કોરાનાના 514 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 514 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,20,333 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,409 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,83,502 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 732 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.  દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3422 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,82,284 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 167 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

સુવિચાર – ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪

૧૧ જાન્યુઆરી, ૨૦૨૪

૧૧ જાન્યુઆરી, ૨૦૨૪

પંચાંગ 11/01/2024

અમદાવાદના ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જેમાં સૌથી મોટા સ્ટકચર અમદાવાદમાં બન્યું અને ચીનનો રેકોર્ડ તૂટ્યો છે. જેમાં અમદાવાદ ફ્લાવર શોમાં બનેલા લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ માટે ફ્લાવર શોમાં 221 મીટરનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. શહેરમાં રિવરફ્રન્ટ પર 2013થી 45 હજાર વિઝિટરથી ફ્લાવર શોની શરૂઆત થઈ હતી. જે આ વખતે 2024માં 7 લાખ વિઝિટર સુધી પહોંચી ગયો છે. ત્યારે લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ ચીનના નામે હતો. જ્યાં 166 મીટરના લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે નોંધાયેલ હતો. આજે વડાપ્રધાન મોદી પણ વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ કરીને દિલ્હી રવાના થવાના હતાં પરંતુ તેઓ અચાનક ફ્લાવર શોની મુલાકાત લેવા પહોંચ્યા હતાં.

ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરાયા છે

31 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો માં 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું હતું. AMC નાં ફ્લાવર શો માં 3 કરોડ 45 લાખની આવક થવા પામી હતી. ત્યારે કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફરી ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદી પણ ફ્લાવર શોમાં પહોંચ્યા

આ વર્ષે પર 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ફ્લાવર શો માં 5.45 કરોડનાં ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાતે લેશે. જોકે, રાત્રે આઠ વાગ્યે પીએમ મોદી દિલ્હી પરત ફરવાના હતા. પરંતુ અચાનક વડાપ્રધાનનો રૂટ બદલાતા પોલીસ કામે લાગી હતી. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જોકે, ફ્લાવરશો જાહેર જનતા માટે બંધ કરાયો છે. જેના કારણે કેટલાક લોકો પરત ફરતા નજરે પડ્યા હતા.ફ્લાવર શો જોવા માટે આજે જે લોકોએ ટિકિટ લીધી હતી, પરંતુ વડાપ્રધાનની મુલાકાતને પગલે ફ્લાવર શો બંધ કરતા આવતીકાલે પણ આજની ટિકિટ ઉપર મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળી શકશે.

જીતની હેટ્રિક માટે ભાજપે બનાવ્યો ‘રામ પ્લાન’

વિપક્ષી ગઠબંધન સીટની વહેંચણીમાં ફસાઈ ગયું છે. હજુ સુધી ભારતીય ગઠબંધન વચ્ચે સીટની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ નથી. આ સાથે જ ભાજપે જીતની હેટ્રિકનો પ્લાન બનાવી લીધો છે. ભાજપે બનાવેલી હેટ્રિક પ્લાન રેમ પ્લાન છે. R એટલે RSS, A એટલે અયોધ્યા અને M એટલે સ્ત્રીઓ અને મુસ્લિમ પરિબળ. ભાજપે રેમ પ્લાન દ્વારા આ વર્ષની લોકસભા ચૂંટણીમાં જીત માટે કેવી તૈયારી કરી છે. આવી સ્થિતિમાં આ સમગ્ર યોજના શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે (9 જાન્યુઆરી) અયોધ્યા પહોંચ્યા હતા. સીએમ યોગીએ પહેલા હનુમાન ગઢીમાં જઈને માથું નમાવ્યું અને પછી રામ મંદિરના ગર્ભગૃહમાં જઈને પૂજા કરી. તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અયોધ્યામાં ચાલી રહેલી તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે. રામ મંદિરને લઈને પાડોશી રાજ્ય બિહારમાં પણ મોબિલાઈઝેશન થઈ રહ્યું છે. ત્યાંની 40 બેઠકો દિલ્હીનો રસ્તો વધુ સરળ બનાવે છે, તેથી ભાજપ 22 જાન્યુઆરીના કાર્યક્રમને ભવ્ય અને અલૌકિક બનાવવા માટે અયોધ્યાથી દિલ્હી સુધી સભાઓ કરી રહી છે.

ભાજપે ચૂંટણી અને રામ મંદિરને લઈને રણનીતિ બનાવી

14 જાન્યુઆરી એટલે કે ખરમાસ પછી, ભાજપ મિશન 2024ને નવી ધાર અને નવી ગતિ આપવા જઈ રહી છે, પરંતુ આયોજન માટે તેને વિજય માટે ફૂલપ્રૂફ ફોર્મ્યુલા બનાવવાની તૈયારીની જરૂર છે. તેથી, જેપી નડ્ડાના નેતૃત્વમાં મંગળવારે દિલ્હીમાં ભાજપના મહાસચિવોની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને રામ મંદિરના અભિષેકને લઈને રણનીતિ બનાવવામાં આવી હતી. 2024ની ચૂંટણીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ મહત્ત્વનો મુદ્દો બનવા જઈ રહ્યો છે અને ભાજપ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી.


આજે અયોધ્યા દર્શન કાર્યક્રમની બેઠક યોજાશે

બુધવારે યોજાનારી અયોધ્યા દર્શન કાર્યક્રમની બેઠક પહેલા મંગળવારની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. અયોધ્યામાં અયોધ્યા દર્શન કાર્યક્રમને લઈને એક બેઠક યોજાવા જઈ રહી છે અને તેના માટે તમામ નેતાઓ અયોધ્યા પહોંચવાના છે. બુધવારે અયોધ્યામાં સવારે 11 થી 2 વાગ્યા સુધી અયોધ્યા દર્શન કાર્યક્રમની બેઠક યોજાશે. સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, મહામંત્રી સુનીલ બંસલ, વિનોદ તાવડે, તરુણ ચુગ, યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ અને રાજ્ય સંગઠન મંત્રી ધરમપાલ આ બેઠકમાં હાજરી આપશે. બેઠકનો એજન્ડા પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીમાંથી બચાવવાનો છે. આ માટે ભાજપ સ્થાનિક અને રાજ્ય કક્ષાના નેતાઓની ડ્યુટી લગાવશે.

ભાજપની મદદ માટે સંઘ આગળ આવ્યો

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વિશ્વ વિખ્યાત બનાવવા માટે ભાજપને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. સંઘે 24 માર્ચ સુધીમાં લગભગ 2.5 કરોડ શ્રદ્ધાળુઓને અયોધ્યા જવા દેવાની યોજના બનાવી છે. દરેક 100 ભક્તો માટે, વ્યવસ્થાની દેખરેખ માટે સંઘના એક સ્વયંસેવકની નિમણૂક કરવામાં આવશે. ટેન્ટ સિટીમાં ભોજન માટે પણ જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય અયોધ્યાના દરેક ઘરમાં પરબિડીયા મોકલવાની તૈયારીઓ પણ ચાલી રહી છે, જેમાં લોકો પોતાના ઘરે બનાવેલા રોટલા ભક્તોને ભોજન માટે આપશે.

ભાજપ મુસ્લિમ વોટબેંક બનાવવામાં વ્યસ્ત છે

અત્યાર સુધી તમે વિચાર્યું હશે કે ભાજપ માત્ર હિંદુ મતો પર નજર રાખી રહી છે, પરંતુ એવું નથી, ભાજપ મુસ્લિમ વોટ બેંક પર પણ નજર રાખી રહી છે. તેના માટે અલગથી કામ ચાલી રહ્યું છે. 15 જાન્યુઆરીએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ થેંક યુ મોદી ભાઈજાન કાર્યક્રમ યોજાશે. 2014 હોય કે 2019, મોદીની પ્રચંડ જીતમાં મહિલા મતદારોની ભૂમિકા પણ ખૂબ મહત્વની હતી અને તેથી મંગળવારે દિલ્હીમાં ભાજપ મહિલા મોરચાની એક મોટી બેઠક યોજાઈ હતી. ટૂંક સમયમાં પીએમ મોદીને લઈને મહિલાઓને લગતા મોટા કાર્યક્રમની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.