Home Blog Page 2113

સુવિચાર – ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪

૨૯ જાન્યુઆરી, ૨૦૨૪

૨૯ જાન્યુઆરી, ૨૦૨૪

પંચાંગ 29/01/2024

શપથ લીધા બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા

નીતિશ કુમારે રવિવારે નવમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ થોડી જ વારમાં સીએમ નીતિશે મીડિયાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે અમે પહેલા પણ (ભાજપ) સાથે હતા. અમે અધવચ્ચે ક્યાંક ગયા અને પછી અહીં અમારા પક્ષના લોકોને લાગ્યું અને નક્કી થયું કે હવે અમે કાયમ સાથે રહીશું. અમારા સિવાય આઠ લોકોએ શપથ લીધા છે. બાકીના લોકો પણ ટૂંક સમયમાં શપથ લેશે. અમે સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે માન્યતા આપી છે. અમે બિહારના વિકાસ માટે કામ કરીએ છીએ અને તેને આગળ લઈ જઈશું અને તેમાં વ્યસ્ત રહીશું.

ગયા મહિને જ્યારથી નીતિશ કુમારે લાલન સિંહ પાસેથી પાર્ટીની કમાન સંભાળી છે, ત્યારથી રાજ્યમાં સરકાર બદલવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. એક ડગલું આગળ વધીને તેમણે ઈન્ડિયા એલાયન્સના કન્વીનર પદની ઓફરને પણ ફગાવી દીધી હતી. ત્યારથી, દરેકની નજર તેના આગામી પગલા પર હતી. દરમિયાન કેન્દ્ર સરકારે કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. નીતિશ કુમારે આ માટે પીએમ મોદીનો ખુલ્લેઆમ આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ પરિવારવાદને લઈને તેમણે આપેલા નિવેદનને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે જેડીયુ અને આરજેડી ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે. આખરે, રવિવારે સવારે નીતિશ કુમારે પણ મહાગઠબંધનથી અલગ થવાની ઔપચારિક જાહેરાત કરી.

પીએમ મોદીએ નીતિશ કુમારને અભિનંદન પાઠવ્યા

બીજી તરફ, પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા પર નીતિશ કુમારને અભિનંદન આપ્યા અને કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહીં. વડાપ્રધાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ આપ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિહાર સરકારની નવી ટીમ સંપૂર્ણ સમર્પણ સાથે રાજ્યના લોકોની સેવા કરશે. તેમણે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “બિહારમાં રચાયેલી NDA સરકાર રાજ્યના વિકાસ અને તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં. નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અને સમ્રાટ ચૌધરી જી અને વિજય સિન્હા જીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ મારા હૃદયપૂર્વક અભિનંદન. મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે.

માલદીવની સંસદમાં જોરદાર હંગામો, સાંસદો વચ્ચે મારામારી થઈ

રવિવારે માલદીવની સંસદમાં સાંસદો વચ્ચે મોટી બબાલ થઈ હતી અને મારામારી પર ઉતરી આવ્યા હતા. શાસક પક્ષ અને વિરોધ પક્ષ એકબીજાને લાતો અને મુક્કા મારતા જોવા મળ્યા હતા. સત્તાધારી ગઠબંધન પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) અને પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) અને વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના સાંસદો વચ્ચે અથડામણ થઈ હતી. કેબિનેટ મંત્રીઓ માટે સંસદીય મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં આનાથી નોંધપાત્ર વિક્ષેપ થયો.

માલદીવના સ્થાનિક ઓનલાઈન ન્યૂઝ દ્વારા સોશિયલ સાઈટ X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંસદમાં હંગામો થયો હતો. સાંસદો વચ્ચે લાતો અને મુક્કાબાજી થઈ હતી. વાયરલ વીડિયો ક્લિપમાં કેટલાક સભ્યો એકબીજાને પોડિયમ પરથી નીચે ખેંચતા પણ જોવા મળે છે. PNC અને PPM એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે MDPનું ચાર સભ્યોની મંજૂરી રોકવાનું પગલું લોકોને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં અવરોધ સમાન છે. તેમણે સ્પીકરના રાજીનામાની પણ માંગ કરી હતી. મુઇઝુના મુખ્ય સલાહકાર અને પીએનસી પ્રમુખ અબ્દુલ રહીમ અબ્દુલ્લાએ મંજૂરી વિના પણ મંત્રીઓની પુનઃનિયુક્તિના અધિકારનો બચાવ કર્યો અને કહ્યું કે તેમની મંજૂરીનો ઇનકાર કરવો એ “બેજવાબદારીભર્યું” પગલું હતું.

મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છેઃ PM મોદી

મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલો પણ શરૂ કરી હતી. જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ, ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતની સર્વોચ્ચ અદાલત આજે 75માં વર્ષની શરૂઆત કરી રહી છે, ત્યારે ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા બે દિવસ અગાઉ ભારતના બંધારણને 75મા વર્ષમાં પ્રવેશ્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય પર આધારિત સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું હતું અને સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંતોને જાળવવા સતત પ્રયાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય, વ્યક્તિગત સ્વતંત્રતા હોય કે સામાજિક ન્યાય હોય, સર્વોચ્ચ અદાલતે ભારતની જીવંત લોકશાહીને મજબૂત કરી છે. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત અધિકારો અને વાણીસ્વાતંત્ર્ય પર સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નોંધ લીધી હતી, જેણે દેશના સામાજિક-રાજકીય વાતાવરણને નવી દિશા આપી છે.

પીએમ મોદીએ સરકારની દરેક શાખા માટે આગામી 25 વર્ષ સુધીના લક્ષ્યોના માપદંડોને દોહરાવતા કહ્યું કે આજની આર્થિક નીતિઓ આવતીકાલના વાઇબ્રન્ટ ભારતનો આધાર બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, આજે જે કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે, તે ભારતના ઉજ્જવળ ભવિષ્યને મજબૂત બનાવશે.

વૈશ્વિક ભૂ-રાજનીતિના બદલાતા પરિદ્રશ્ય વચ્ચે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વની નજર ભારત પર છે અને તેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે આપણા માર્ગમાં આવતી તમામ તકોનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા દેશની ટોચની પ્રાથમિકતાઓમાં જીવનની સરળતા, વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, પ્રવાસ, સંચાર અને ન્યાયની સરળતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “ન્યાયમાં સરળતા એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે અને ભારતની સર્વોચ્ચ અદાલત, તેનું માધ્યમ છે.

કચ્છની ધરા ફરી ધ્રુજ, 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવતા હડકંપ

કચ્છની ધરા આજે ફરી એકવાર ધ્રુજી છે. આજે સાંજના 4 વાગેને 44 મિનિટે 4.7ની તીવ્રતાના આંચકા સાથે કચ્છની ધરા ધ્રુજી છે. જેનું કેન્દ્રબિંદુ ગાંધીધામ નોંધાયું છે. ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે અનેક લોકોના ઘરમાં ઉપર છાજલીમાં રાખેલાં વાસણો નીચી પડી ગયા હતા. 2001નો વિનાશક ધરતીકંપ જોઈ ચૂકેલા કચ્છવાસીઓ આજે ફરી એક વખત ગભરાઈ ગયા હતા. નોંધપાત્ર છે કે 2001ના વિનાશક ધરતીકંપ 26 જાન્યુઆરીએ આવ્યો હતો આજે 2024માં આજે 28 જાન્યુઆરીએ કચ્છની ધરા ધ્રુજી ઊઠી હતી.

છેલ્લા બે-ત્રણ મહીનાથી ભૂકંપના આંચકા વધ્યા

ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં છેલ્લા બે-ત્રણ મહીનાથી ભૂકંપના આંચકાની માત્રા સતત વધી રહી છે. હજુ ગયા મહિને જ જાપાનમાં સાત કરતાં વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી હતી.

હૈદરાબાદ ટેસ્ટ : ભારતીય ટીમની સૌથી શરમજનક હાર, ઈંગ્લેન્ડની 28 રને જીત

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટીમોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ હૈદરાબાદમાં રમાઈ. રવિવારે મેચના ચોથા દિવસે જ મહેમાન ઈંગ્લેન્ડ ટીમે 28 રનથી જીત મેળવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ ટેસ્ટમાં ઓલી પોપે 196 રનની ઈનિંગ રમી. સાથે બીજી ઈનિંગમાં ટૉમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી.

ભારતની આ પોતાના ઘરમાં અત્યાર સુધીના ઈતિહાસની સૌથી શરમજનક હાર છે. ભારતીય ટીમ પહેલી વખત પોતાના ઘરમાં પહેલી ઈનિંગમાં 100 રન બનાવીને હારી છે. આ મેચમાં ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 190 રનની લીડ મેળવી હતી.

સાથે જ હૈદરાબાદના આ મેદાન પર ભારતીય ટીમ આ ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર હારી છે. આ ટેસ્ટ મેચ પહેલા સુધી આ મેદાન પર ભારતીય ટીમે કુલ 5 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી 4 જીત્યા (સતત) અને 1 ડ્રો (પહેલી મેચ) રહી હતી. આ રીતે હૈદરાબાદમાં ભારતીય ટીમની આ પહેલી હાર છે.

પરંતુ આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓએ હજુ સુધી નથી સમજી શકી રહ્યા કે હૈદરાબાદ ટેસ્ટમાં ભૂલ ક્યાં હતી, જે કારણે જીતેલી મેચ હાથથી ગુમાવી? જોકે સૌથી મોટી ભૂલ ભારતીય ટીમનો ઓવરકોન્ફિડેન્સ જ રહી છે.

બિહારમાં બની NDA સરકાર, નીતીશ કુમારે લીધા મુખ્યમંત્રી પદના શપથ, બે DyCM પણ બન્યા

બિહારમાં હવે NDA સરકાર બની ગઈ છે. નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડીને NDA ગઠબંધનમાં જવાનો નિર્ણય લીધો છે. આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નીતીશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે. આ સાથે જ નીતીશ કુમાર બિહારના 9મી વખત મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે ત્રણેયને શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બાદ અન્ય 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં જેડીયૂના ત્રણ વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ અને પ્રેમ કુમારે શપથ લીધા છે. તો હિન્દુસ્તાની આવામ મોરચાના સંતોષ કુમાર સુમન(સંતોષ માંઝી) અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા.

AAP હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે

હરિયાણાના જીંદમાં આજે આમ આદમી પાર્ટીની રેલીમાં અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે હરિયાણામાં અમે ઈન્ડી ગઠબંધન સાથે લોકસભા ચૂંટણી લડીશું પરંતુ આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. જીંદમાં એક રેલીને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ ઈન્ડી ગઠબંધન હેઠળ હરિયાણામાં 10 બેઠકો પર યોજાનારી લોકસભા ચૂંટણી લડશે, પરંતુ તે પછી, આમ આદમી પાર્ટી ઓક્ટોબરમાં યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડશે.

હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર AAPના ઉમેદવારો મેદાનમાં ઉતરશે

AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે અને આ વખતે તેમને આશા છે કે હરિયાણાના લોકો પરિવર્તન માટે મત આપશે અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાંના લોકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે તો હરિયાણાના લોકોએ શું ભૂલ કરી છે? અરવિંદ કેજરીવાલે આ વખતે રાજ્યમાં પરિવર્તન માટે મત આપવા અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે જનતાને અપીલ કરી છે.

કેજરીવાલે કહ્યું- હરિયાણાને ઠીક કરીશું અને તેને દેશનું નંબર 1 રાજ્ય બનાવીશું

અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે અમે સાથે મળીને હરિયાણાને ઠીક કરીશું અને તેને દેશનું નંબર 1 રાજ્ય બનાવીશું. તેમણે કહ્યું કે આ વખતે હરિયાણામાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે બટન દબાવો. કેજરીવાલે વધુમાં કહ્યું કે જ્યારે દિલ્હી સુધરી રહ્યું છે, પંજાબ સુધરી રહ્યું છે તો હું હરિયાણાનો દીકરો છું, હરિયાણાનો પણ ઉત્કર્ષ થવો જોઈએ. એટલું જ નહીં, આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર તેમની ધરપકડ કરવા માટે તમામ શક્તિનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ જેલ જવાથી ડરતા નથી.

AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે જીંદમાં પાર્ટીની ‘બદલાવ જન સભા’માં કહ્યું, “આજે લોકોને માત્ર એક જ પાર્ટીમાં વિશ્વાસ છે, તે છે આમ આદમી પાર્ટી. એક તરફ તેઓ પંજાબ જુએ છે અને બીજી બાજુ તેઓ દિલ્હીમાં અમારી સરકાર જુએ છે. આજે હરિયાણા મોટું પરિવર્તન ઈચ્છે છે. પહેલા દિલ્હી અને પંજાબના લોકોએ આ મોટો બદલાવ કર્યો હતો અને હવે ત્યાંના લોકો ખુશ છે.